Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 16


" હું તને ચાહું છું, એટલી જ તું પણ મારી ચાહત રાખીશ ને...???
હું તને માનું છું, એટલું જ તું મારું માન રાખીશ ને....???
હું તને યાદ કરું છું, એટલું જ તું મને તારા ખ્યાલોમાં રાખીશ ને...???
હું તારું વિચારું છું, એમ તું પણ મને તારા વિચારોમાં રાખીશ ને...???
હું તારી માટે જેમ તડપુ છું, એમ તું પણ મારી માટે થોડી તડપ રાખીશ ને...???
હું જેમ તારી માટે જીવ આપવા તૈયાર છું, એમ તું પણ મને તારી જીંદગી તો આપીશ ને...??"

(આગળના ભાગમાં આપણે જોયું કે વિરાટ નેહા અને મિશા વચ્ચે ખૂબ જ મુંઝવણમાં મુકાય જાય છે. અને મિશાને નેહાના વર્તનથી ખૂબ જ દુઃખ થાય છે અને નેહા આવું કરે છે જ કેમ એ વાત એને સમજાતી નથી. આથી એ બધું વિરાટ ને પૂછે છે. વિરાટ પણ મિશાના સવાલોના જવાબ નથી આપી શકતો. અને એ મિશાને રાતે જવાબ આપવાનું કહે છે.)


મિશા આ વાતથી ખૂબ જ પરેશાન હોય છે અને એ એના ઘરે આ વાત કરે છે. આથી મિશા અનીની બંને બહેનો વિરાટને મળવા બહાર બોલાવે છે, જેથી કોઈ યોગ્ય નિર્ણય લઈ શકાય. મિશા વિરાટને ફોન કરીને બહાર બોલાવે છે. અને વિરાટ આવે એટલે મિશા કહે છે. જો વિરાટ નેહા એ ભૂલ કરી એ તું કહે છે પણ મને અફસોસ ત્યાં છે કે તે પણ એને એહસાસ ન કરાવ્યો કે તે આ ભૂલ કરી એ બોલી જે એ બધું તે સાંભળી લીધું શું કામ...???? એને તું કહી શકતો હતો ને કે તારા કામ મને કે, તારી હસી મજાકની વાત મને કે, પર્સનલ વાત કરવા માટે છે ને નિસર્ગ એની સાથે કરને વાત મને શું કામ કહે છો...???? તને ખબર છે મારે પણ ઘણા છોકરા ફ્રેન્ડ છે એ લોકો ગમે તે વાત કરે ને હું ન રોકું તો એ લોકો બોલવાના જ ગમશે તને...???? તો મને કઈ રીતે ગમે....???? તું માફ કરી શકીશ એ વ્યક્તિને...?? ન કરી શકાય વિરાટ જિંદગીભર કેમકે બે વ્યક્તિ વચ્ચેના ઝઘડાનું કારણ હોય ને એને હું તો ક્યારેય માફ ન કરી શકું.

વિરાટ: "તો હું શું કરું બોલ...??? તું કે એ હું કરીશ."

મિશા: "બ્લોક કરી દે વોટ્સએપમાં નેહા ને."

વિરાટ: "એ મારી ઘણી નજીકની ફ્રેન્ડ છે એમ થોડી બ્લોક કરાય....????"

મિશા: "તો હું કોણ છું....???"

વિરાટ: "તું મારી મંગેતર છો, પણ એને ખરાબ લાગે હું આમ બ્લોક કરું એ ન સારું લાગે."

મિશા: "અને મને કેવું લાગે...??? એ કોણ વિચારશે...??? મને શું બહુ ગમશે તું હજુ નેહા સાથે વાત કર એ, હજુ તમે આવું ભૂલ કરો એ...???"

વિરાટ: "એવું નથી પણ થઈ જાય ભૂલ એમાં શું થઇ ગયું...??? તું એ જો ને મે જરા પણ ભાવ નથી દીધો એની વાતો પર એ સારી બાબત તો જોતી નથી."

મિશા: "એ એક સારી બાબત છે કે તે નેહાની વાતમાં ભાવ નથી દીધો, પણ એને અટકાવી પણ નથીને તે વાત કરતા અને અટકાવી નથી એટલે એ હવે તો બધી નિસર્ગ સાથે કરવાની વાતો તને જ કરશે ને..??? એને એક નિસર્ગ તો ઓછો પડે છે."

વિરાટ: "બસ કર હવે કેટલું બોલીશ તું નેહા વિશે...??? એ કંઈ આટલી બધી પણ ખરાબ નથી."

મિશા: "ઓકે, ચાલ મને એ કહેને એને કોઈ ભાઈ છે...???"

વિરાટ: "હા, એક નાનો છે, અને એક મોટો ભાઈ છે એના લગ્ન થઈ ગયા છે."

મિશા: "ઓકે, નેહા તને ભાઈ અને ફ્રેન્ડ માને છે ને.. ??? "

વિરાટ: "હા."

મિશા: "ઓકે, તો નેહાના ખાલી એટલું પૂછજે કે એણે એના સગાભાઇ સાથે પણ નિસર્ગ સાથે જે વાત કરવાની હોય એ કરેલી છે...????"

વિરાટ: "શું તું પણ આવું કોઈને પૂછાય...??? એને ખરાબ ન લાગે..?? "

મિશા: "એટલે તારે હવે એ બધું જોવાનું છે એને કેવું લાગે એમ...???"

વિરાટ: "તો શું કરું હું...??? એ આટલા સમયથી મારી સાથે રહે છે તો એનું પણ મારે નહિ વિચારવાનું...????"

મિશા: "વિચાર પણ એટલું બધું નહિ કે જેટલું તારે મારું વિચારવાનું હોય."

વિરાટ: "એટલે શું કરું...???"

મિશા: "બ્લોક કરી દે એને ખાલી ફોનમાં જ વાત કરવાની ભૂલ કરી છે તો સજા તો ભોગવવી જ પડે."

વિરાટ: "ઓકે, પણ એ મને કઈ પૂછે તો હું કહી દઈશ મિશાને જ પૂછી લે એમ ઓકે..??"

મિશા: "હા ઓકે."


આમ મિશાના કહેવાથી વિરાટ નેહાને બ્લોક કરી દે છે, પણ નેહાના વર્તનથી મિશા ખૂબ જ દુઃખી હોય છે. પણ મિશા હજુ ચિંતામાં જ હોય છે, કેમકે એ નેહાના સ્વભાવને થોડો થોડો ઓળખી ગઇ છે, એના મનને એ સમજવા લાગી હોય એવું મિશા મહેસુસ કરે છે. કારણકે નેહા આમ બહારથી એવું જતાવે છે કે, વિરાટની જિંદગીમાં હું આવી એ ખૂબ સારી બાબત છે પણ વિરાટ મિશા કરતા વધુ મને જ માનવો જોઈએ. મિશાના મત મુજબ નેહા આવું માને છે, કારણકે મિશા આવી એ પેહલા નિસર્ગ અને વિરાટ બંને જ નેહાની વાત સાંભળતા હતા, બધી વાત બંને નેહા સાથે જ શેર કરતા, અને નિસર્ગ અને વિરાટ બંને નેહાને જ મહત્વ આપતા મિશા આવી એટલે નિસર્ગ એક જ નેહા બાજુ રહ્યો, વિરાટ પછી મિશા સાથે ભળી ગયો એ નેહા જોઈ ન શકી એટલે એ વિરાટની વધુ નજીક જવા લાગી. પણ આ વાત વિરાટ ક્યારેય ન સમજી શકે.

મિશાએ વિરાટના ફોનમાં નેહાને બ્લોક કરવાનું કહ્યું છે, એ વાત નેહા સુધી પહોંચી એટલે નેહાએ પછી ખૂબ ખરાબ વર્તન શરૂ કર્યું મિશા માટે. એ વિરાટની બધી વાત જાણતી હતી. એકવાર મિશા સાથે વાત કરતી વખતે નેહાએ કહ્યું હતું કે વિરાટ સવારે જોબ પર ખૂબ કામમાં હોય અને બ્લોક થયા પછી નેહાના કોલ જોબ પર સવારે જ આવવાના શરૂ થયા. એટલે મિશા તો સમજી ગઈ કે આ મને હેરાન કરવાની કોશિશ કરે છે. મારી અને વિરાટ વચ્ચે દીવાલ બનવાની કોશિશ કરે છે. પણ આ વાત વિરાટ ને કેમ સમજાવું હું...????

(તો શું થશે મિત્રો નેહાના કાળા કામો મિશા વિરાટને સમજાવી શકશે...??? કે નેહાના લીધે મિશા અને વિરાટ અલગ પડી જશે...??? વિરાટ નેહા પર ભરોસો કરશે કે મિશા પર...??? વિરાટ મિશા પર વિશ્વાસ રાખીને નેહાથી દૂર રહી શકશે....???? આ દરેક સવાલોના જવાબ મેળવવા મારી સાથે આ રોમાંચક સફરમાં જોડાયેલા રહો. અને આ અનોખી સફરની મજા માણતા રહો.)

(અસ્તુ)