saasru ke paanjru ?? books and stories free download online pdf in Gujarati

સાસરું કે પાંજરું..??

નાનકડી સૌમ્યા બાજુવાળા બહારગામ ગયેલાં એટલે એમને ત્યાંથી એક દિવસ સાચવવા માટે મુકી ગયેલાં પોપટને એકીટકે નિહાળી રહી હતી. જેમ પોપટ પાંખો ફડફડાવતો એમ એ ખુશ થઇને તાળીયો પાડતી. પોપટ બોલતો તો પોતે ય એનાં જેમ બોલવાનાં ચાળા પાડી નાચવા લાગતી..

ઘરમાં થોડે જ દૂર સોફામાં બેસીને હાથમાં માળા રાખીને બેઠેલા સૌમ્યાના દાદીમાં કંચનબાં એમનાં દીકરા આયુષને
કહી રહયા હતાં. બેટા તારી ઘરવાળીને સમજાવી દે જે.લગનના પાંચ વરસ પછી ય પિયરમાં જ મન ભટકે છે એનું. અહીં મારી પડી ય નથી કાંઈ ને ત્યાં એની માં ને છીંક આવે તો ય ચિંતા કરીને રસોઈ બાળી મૂકે છે મારી.

છાપું વાંચવાંમાં મગ્ન આયુષ એ માંની વાત સાંભળી ઘાંટો પાડ્યો.મેના ઓ મેના... ક્યાં ગયી બહાર આવ તો. આ શું સાંભળું છું હું?? તને એક ની એક વાત કેટલી વાર સમજાવી પડશે..??

મેના રસોડામાં નાસ્તો બનાવી રહી હતી, એ પતિદેવનાં રોષ પૂર્વક બોલાયેલા વાક્યો સાંભળી થથરી ગયી.આંખમાંથી છલકતા આંસુ લુછી ભાખરી બનાવતાં લોટવાળા થયેલા
હાથ ધોતી હતી, ત્યાં સાસુજીની બુમ સંભળાઈ.. અમારું
તો ઠીક બોલીને જીવ બાળી લઇ... !! પણ વહું આ ઘરમાં બિચારું મૂંગું પક્ષી છે એને તો ચણ આપજે કાંઈક..

મેનાને કાલનું અન્નપૂર્ણાનું વ્રત એટલે નકોડો ઉપવાસ કરેલો સવારથી પાણી માંડ પી શકેલી એટલે જરાક ચક્કર આવી ગયાં પણ તો ય ખુદને સંભાળતી જલ્દી નાસ્તાની ટ્રેમાં ચા
નાં બે કપ,ગરમ ઘીથી લથપથ ભાખરી, કેરીનું અથાણું
અને માખણથી ભરેલી વાટકી લઈને ઝડપથી આવી
સાસુમાંને પીરસ્યું.

આયુષ તેનાં તરફ ગુસ્સામાં જોઇ રહ્યો હતો.મેના બોલી
કાલે રાત્રે તમને વાત કરેલીને, મારી માં દાખલ છે દવાખાનામાં, જરાક માંને મળતી આવું તો એનાં મનને રાહત થઇ જાય. મને ય બહું જીવ ઉચાટમાં રહે છે. બસ એક વાર માં ને જોઇને સાંજે તો પાછી હાલી આવીશ.

કંચનબા બોલ્યા "એક વાર નાં કીધી તો ય મારી ઉપરવટ થઈને તને ય પૂછે છે..જો મારાં વિરુદ્ધ કરવો છે એણે મારાં પડ્યને."

આયુષ બોલ્યો "જો તારું ઘર ય હવે આજ છે ને મારી માં જ
તારી ય માં છે એમ સમજીને હાલ કીધું છે ને તને.. !"

સાસુજી બોલ્યાં, "જા હવે કપડાં ધોઈ નાખી જલ્દી.સાવ ધીમું ભોથું ભટકાયું છે મારાં નસીબમાં.બીજાની વહુઓ જો કમાતી ય હોય ને ઘરનું બધું ય કામ ચપટીમાં કરી લ્યે..!!"

મેના આંસુ ભરી આંખે ઘરનાં પાછળના ભાગે જઈને કપડાં
ધોવાં લાગે છે.

અહીં હોલમાં બેઠેલાં કંચનબાને અવાજ સંભળાય છે.. એ આવું કે.. !! કંચનબા જોવે છે તો બારણાં પાસે બાજુવાળાં પાડોશી બહેન ઊભાં હોય છે..

કંચનબા :- આવોને વસુધાબેન.. તમે ક્યારે આવ્યાં ધ્યાન જ નાં રહયું મારું તો..!!

વસુધાબેન :- તમે જયારે મેના વહુંને ધમકાવતાં હતાં ત્યારે જ આવી ગયી હતી હું તો.. !! માફ કરજો પણ તમે એને બિચારી
ને માંદી માં ને જોવા ય નથી જવા દેતાં..??

કંચનબા :- "અરે, એ તો જો ને ખોટી જીદ લઈને બેઠી હતી એટલે સમજાવી પડે ને.. !"

વસુધાબેન :- અરે.. એક દીકરીને એની માંદી માં ને જોવા જવુ છે.એમાં ખોટી જીદ ક્યાં આવી.તમારી વહું એટલી સઁસ્કારી છે કે સહન કરે છે તમારી ખોટી વાતો ને ય.. બાકી તમે કીધું એવી નોકરી કરતી મોર્ડન વહુઓ સાસુને પૂછવા ય નાં રોકાય આમ.. !!

વસુધાબેન એ આયુષને પૂછ્યું, "આયુષ બેટા એક વાતનો જવાબ દે તને કોઇ તારી માં બીમાર હોય અને એને જોવા જવાની ય નાં કહે તો..??"

આયુષ :-તો તો આંટી હું એને એનાં બાપદાદા યાદ કરાવી દઉં.. પણ મને કોણ છે રોકવા વાળું..??

વસુધાબેન બોલ્યાં, "હાં એ જ વાતો છે મેના તને પૂછીને કરે છે એટલે તારી જવાબદારી ઔર વધી જાય છે, એની દરેક વાતને સમજવાની, એની ઈચ્છાઓને પુરી કરવાની..ઘરની
લક્ષ્મી હોય પત્ની તો એને દુભવીને કયું ઘર સુખી થઇ શકે..?? એને આસુંઓ નાં પડાવ તું..!!

કંચનબેન બોલ્યાં, "તમે મુંગા પક્ષીને તમે પાંજરે પૂર્યું છે અને અમને વહુંને સાચવવાની સલાહો આપો છો..??"

વસુધાબેન એ કહયું, "આ પોપટ હું જે સ્કૂલમાં નોકરી કરું
છું ત્યાં એક ઝાડ નીચે ઘાયલ પડ્યો હતો. પાંખમાં વાગ્યું હતું એટલે ઉડી નથી શકતો એ અને બહાર રાખું તો બિલાડીની
બીક રાહે એટલે ફક્ત પાંજરામાં રાખ્યો છે.. અને તો ય રોજ
એક વાર બહાર કાઢીને ઉડાડવા પ્રયત્ન કરું છું હું.. ઉડવા માંડશે ત્યારે એને ય ખુલ્લું આકાશ આપી જ દઈશ હું..!!
તમે ય તમારી વહુને જરાક પ્રેમભરી આઝાદી આપો પછી
જો જો આખું ઘર ખુશીઓથી ખીલી જશે.. !! અને હાં આજકાલની મોર્ડનવહુઓ એ દુનિયા જોઇ છે. એટલે એ સારાં અને નરસા વચ્ચેનો ભેદ સમજી શકે છે..તમે એની પાંખો નાં કાપો પ્લીઝ..

આટલું બોલી વસુધાબેન પીંજરું લઈને ચાલ્યા જાય છે..

કંચનબા બોલ્યાં :- મેના વહું.. એ સાંભળો છો..અહીં આવો તો.. !!

મેનાવહું આવી એટલે કંચનબા બોલ્યાં, " જાઓ વહું તૈયાર થઇ જાવ કપડાં હું ધોઈ લઈશ.તમે અને આયુષ બંને મારાં વેવાણને મળતા આવો અને.. ત્યાં એમને નાં ગોઠતું હોય તો બેટા.. અહીં તારાં ઘરે લઇ આવ જે તારી માં ને.. આપણે
બધાં એમનું ધ્યાન રાખી એમને મસ્ત હરતા ફરતા કરી દેશું..!!

મેનાની આંખો હવે ખુશીથી છલકાઈ ઉઠી.. એ રોજ સવારે પગે લાગતી પણ ફરજનાં ભાવથી આજે પૂર્ણપણે માનથી
નમી એ પોતાનાં સાસુમાંને..!!

R.Oza "મહેચ્છા "


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED