મૃત્યુ પછીનું જીવન—30
આપણે જોયું કે સમીર સુજીત પાસે પેલો ફોરેન્સિક લેબનો રીપોર્ટ લઈને જાય છે . સમીરને જોતાં જ સુજીતને નાનપણની દોસ્તી યાદ આવી જાય છે. અને એને અહેસાસ થાય છે કે એણે તો દોસ્ત અને પ્રેમીકા બંને જ ગુમાવ્યા...વળી રાઘવનાં જતાં પહેલાં એને મળી પણ ન શક્યો,એનો પણ એને ઘણો અફસોસ થયો, આખરે એક ઉપાય શોધી એ રાત્રે સુવા જાય છે. હવે આગળ વાંચો...
એ.સી.પી. સુજીત આજે અલગ મુડમાં દેખાઈ રહ્યાં હતાં. આજે સ્ટાફ સમજી ગયો કે આજે કોઈ હાથમાં આવ્યું છે... એમનું બોડી લેન્ગવેજ એવું હોય કે એમને જોઇને જ ગુનેગાર પોતાનો આત્મ વિશ્વાસ ગુમાવી દે. મોટાં મોટાં કેસ એ લાઠીનાં પાવરથી નહીં , પણ દિમાગનાં પાવરથી સોલ્વ કરતાં. ગુનેગાર પાસે બળથી નહીં , પણ કળથી પોતાનો ગુનો કબુલ કરાવીને રહેતાં. આજે પણ સ્ટાફ બહાર બેઠાં બેઠાં એ જ ચર્ચા કરી રહ્યાં હતાં કે આજે અંદર બેઠેલ વડીલને સાહેબ કઈ રીતે હેન્ડલ કરશે..
એ.સી.પી. સુજીતની સામેની ચેર પર કેશુભા થોડાં ડરીને, થોડાં અંદરથી ખેંચાઈને બેઠાં હતાં. એ.સી.પી. સુજીતે એમને રાઘવના મર્ડરની કાર્યવાહીના ભાગરૂપે એક સ્ટેટમેન્ટ લેવા બોલાવ્યાં હતાં. એમનું સ્ટેટમેન્ટ લખાઈ જતાં જ એ.સી.પી.એ નીચે સાઈન કરવાનું કહ્યું. કેશુભાએ એ કાગળ સાઈન કરીને એ.સી.પી.ને પરત કર્યું. અને એ.સી.પી.એ વિજયી સ્મિત સાથે એ કાગળ હાથમાં લીધું.
“ફાઈનલી....થોડો પોઝ લઈને એ ફરી બોલ્યાં, હવે તારી સાઈનનો નમુનો મારા હાથમાં છે, જે મારા માટે સોલીડ પ્રૂફ છે; અને રાઘવના કેસમાં આ સાઈન સૌથી મહત્વની કડી પુરવાર થશે.
“ શું વાત કરો છો, સાહેબ ? મેં શું કર્યું ? તમે બોલાવ્યો, એટલે હું સ્ટેટમેન્ટ આપવા આવી ગયો, એનો મતલબ એવો થોડો છે કે મેં કોઈ ગુનો કર્યો?” કેશુભા એકદમ ડરી ગયો.
અને એનાં ડરનો સાઈકોલોજીક્લી ઉપયોગ કરીને એ.સી.પી.એ એને હાથમાં પેલો ફોરેન્સિક લેબનો રીપોર્ટ પકડાવ્યો, જેમાં મોર્ગેજ ડોક્યુમેન્ટની સાઈન પણ ફોટો સહિત મેન્સન કરેલી જ હતી. જે વાંચીને કેશુભાના હોંશ જ ઊડી ગયાં એમણે જલ્દીથી ખિસ્સામાંથી રૂમાલ કાઢી કપાળ પર ફરતાં પ્રશ્વેદ બિંદુઓને લુછીને દૂર કર્યા, પણ પોતે કરેલ ગુનાના નિશાન હવે દૂર કરી શકે એમ નહોતો,એવું એને સ્પષ્ટ સમજાઈ ગયું . એના ગાત્રો ઢીલાં થઇ ગયાં, જે એ.સી.પી.એ પકડી લીધું , શિકાર હાથમાં આવી રહ્યો છે. કેશુભાને જરા પણ અંદાજ નહોતો કે અંશ કે સમીર આવું પગલું ભરી શકે, તે પણ આટલું જલ્દી..
“હવે હું લીગલી કોર્ટમાં સાબિત કરી શકું કે આ સ્ટેટમેન્ટમાં કરેલ સાઈન અને મોર્ગેજ ડોક્યુમેન્ટમાં કરેલી સાઈન એક જ વ્યક્તિની છે. અને સાથે આ ફોરેન્સિક લેબનો રીપોર્ટ પણ તારી અગેનસ્ટ છે , હવે આ પોઈન્ટ એ જ દિશામાં લઇ જાય છે કે રાઘવની ૧૦ કરોડની મિલકત પચાવી પાડવા જ તેં એનું ખૂન કર્યું અને નકલી સાઈન કરી. અને તમારા બંને નાં પાર્ટનરશીપની બીજી બિઝનેસ ડીટેઈલ્સ ચેક કરીશ, ત્યારે બીજા ઘણાં પુરાવા મને મળશે જ ”
“અરે નહી, નહી , સાહેબ, એવું જરા પણ નથી.”
“આ બધા પુરાવાઓ તને ફાંસી સુધી લઇ જવા ઈનફ છે”
“સાહેબ, મને જવા દો, મને આ બધામાં નહીં ફસાવો, મેં કંઈ નથી કર્યું...!” કેશુભા ડરીને બે હાથ જોડીને ઊભો થઇ ગયો.”
“ઈનફ...કબુલ કરી લે કે તેં જ મર્ડર કર્યું છે, નહીંતર મારે હવે ..”
એમ બોલતાં બોલતાં એ.સી.પી. ગુસ્સામાં ઉભા થઇ ગયાં અને ખુબ જ જોર થી ટેબલ પર મુઠ્ઠી પછાડી અને કેશુભા ડરીને પાછળ ની તરફ ઝુકી ગયો.
“તારો ખેલ ખતમ ...હવે કોર્ટ નક્કી કરશે કે આજીવન જેલ કે ફાંસી..!”
“સાહેબ, મને જવા દો, મારો કોઈ જ વાંક નથી. હું તો ચિઠ્ઠી નો ચાકર છું, આ બધાય ખેલ ખેલવાવાળો તો રાશીદ શેઠ છે “” કેશુભા દયામણો થઈને બોલ્યો.
“હમમ, તારા પર આવ્યું એટલે હવે તું બીજાને ખેંચે છે, જો ખરખર એવું હોય તો સાબિત કરીને બતાવ કે તું બોલે એ સત્ય છે” એ.સી.પી એ સમય જોઈ ને તીર ચલાવ્યું અને બરાબર નિશાને પણ લાગ્યું...
“સાહેબ, હું સાચું બોલું છું , મેં રાઘવનું મર્ડર નથી કર્યું. ”
“જો ખરેખર એવું હોય ,તો તું પોલીસનો ખબરી બની જા, રાશીદની અને એનાં છુપા અડ્ડાની માહિતી આપ, હું તને બચાવીશ અને સરકાર તરફથી સાક્ષી બનાવી દઈશ.”
એ.સી.પી એ કેશુભાના ખભે હાથ મુકી એને બાંહેધરી આપી.અને ધ્રુજતા કેશુભાને થોડી રાહત થઇ. હવે એને ખબર પડી ગઈ કે એની પાસે એ.સી.પી ની વાત માનવા સિવાય કોઈ ઉપાય / ઓપ્શન જ નથી,. એટલે હવે કોઈ છટક બારી શોધવાનો અર્થ જ નથી.
“ભલે, સાહેબ ,તમે કહો તે કરવાં તૈયાર છું ”
“આજથી પોલીસ સતત તને ટ્રેક કરશે અને સતત તારે અમને રાશીદની તમામ માહિતી આપતાં રહેવું પડશે”
એ પોલીસને પુરેપુરો સહકાર આપશે, એ વાતની ખાતરી આપીને કેશુભા રુમ છોડીને ગયો . એ.સી.પી એ એનાં મોબાઈલમાં ચાલાકીથી ટ્રેકર ફીટ કરી દીધું, જે વાતથી કેશુભા ખુદ અજાણ હતો .
એ.સી.પી એ હસીને બાજુમાં ટેબલ પર પડેલી ચેસ બોર્ડ પર એક ચાલ આગળ ચલાવીને હસ્યાં , ‘દોસ્ત , આજે તારા તરફથી હું ચાલ ચાલી રહ્યો છું... આ જ સમય છે, તારું બાકી ઋણ ચુક્વવાનું ...તને તો ફરી નહી મળી શકું , પણ તારા કુંટુંબને હું નહીં રઝળવા દઉ, એ મારું પ્રોમિસ ...!
અને સામે ઉભેલો રાઘવ હસી રહ્યો હતો , મારી અધુરી ગેઈમ તેં પુરી કરી ...દોસ્ત ...કોઈ વાર ડેસ્ટીની સુખદ આશ્ચર્યો પણ આપી જાય છે , એમ,ને...!
--અમીષા રાવલ
ALL RIGHTS RESERVED OF THIS BOOK
@UNDER TRADE MARK .
THOSE WHO WILL COPY THIS,
WOULD BE UNDER LEGAL ACTIONS.