કોરોના કથાઓ - 3 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોરોના કથાઓ - 3

મીઠા સમયનું ચોસલું
'કહું છું ચા પીવાઈ ગઈ. હવે હું નહાઈ લઉ. તમે વાંધો ન હોય તો કઈંક સાફસુફ કરતા થાઓ.'  દિશાબેન તેમના પતિ દક્ષેશભાઈને કહી રહ્યાં હતાં.
દક્ષેશભાઈ 'હાઉ.. ' કરતું મોટું બગાસું  ખાતા બે હાથ ખેંચીને ઊંચા કરતાં ઉભા થયા. તેમણે  મને કમને એક જૂનું કપડું લીઘું અને  ફર્નિચર ઝાપટવા માંડ્યા. મને કમને એટલે એમને કામ કરવું ગમતું ન હતું તેમ નહીં. તેઓ ખરેખર કંટાળી ગયા હતા. શહેરમાં આવેલી કાપડની દુકાન એમનો એક માત્ર આર્થિક સહારો હતો અને ગ્રેજ્યુએટ થયા ત્યારથી દુકાને જઈ વેપાર અને તેને લગતી પ્રવૃત્તિ સિવાય કોઈ કામ કર્યું ન હતું. રોજ સવારે ઉઠ્યા ભેગા તેઓ સ્પોર્ટ્સ શૂઝ પહેરી દોડવા જતા એ પણ લોકડાઉનમાં બંધ હતું. બે મહિના તેમને બે યુગ જેવા લાગતા હતા.
તેમણે સાફસુફ પતાવી. બેચેન બની એક ખૂણે બેઠા.
તો દિશાબેન ને પણ ક્યાં ચેન હતું? પહેલાં તો પોતે સવારે નહાઈ ધોઈ હવેલી જઈ આવે અને ફટાફટ કુકર મૂકી રસોઈ કરવા માંડે ત્યાં કામવાળી કચરા પોતા કરવા આવી જાય. હમણાં કોઈ કામવાળી પણ નહોતી આવતી. સામેના બંગલામાં રહેતાં શીલા બહેન સાથે થોડી ઘરેલુ વાતો થતી પણ હમણાં તેઓ બન્ને પોતપોતાના ઘરેલુ કામમાંથી નવરાં થાય ત્યારે ને?
પછી શું?  એકાદ ઇ પેપર મળે તો વાંચવાનું, મહાભારત જોવાનું.  ટીવી પર કોરોના આજે 50 હજાર કેઇસ, કાલે 60 હજાર ને એવા મોટા આંકડાઓ બતાવી  જાણે હમણાં યમરાજ ડોરબેલ મારશે તેવો દેખાવ કરી ભડકાવ્યે રાખતા હતા. દિશાબેન તો રોજ ઠાકોરજીને દીવો કરી સહુની સલામતી માટે પ્રાર્થના કરતાં પણ હમણાંતો ઠાકોરજીને પણ ભૂખ્યા રહેવું પડતું. ધરાવવાની વસ્તુઓ માટે માલ વેંચતી દુકાનો બંધ હતી.
ચા પી, ગમે તેમ ટાઈમ પાસ કરવા સાફસુફ કરી, જમી, સારી ફિલ્મ હોય તો ટીવી પર જોઈ બપોર કાઢવાની. સાંજે દક્ષેશભાઈ ન પગ છૂટો કરવા બહાર જઈ શકે ન કોઈ કામ સુઝે. દિવસે ઈનએક્ટિવ રહ્યા હોઈ રાતે ઊંઘ ન આવે. ન ભર ઉનાળે બંગલાની અગાશીએ સુવાય.
બન્નેને આ કોરોના સર્જિત હોમ સ્ટે વગર વાંકે જેલ જેવું લાગતું. અનેકને લાગતું હશે. પણ જાહેરમાં કહીએ તો સરકાર વિરોધી ગણી પસ્તાળો પડે.
'કહું છું આ લેખ વાંચું છું. સાંભળ.' નવરા બેઠા દક્ષેશભાઈને કોઈ હિમાલયથી વારાણસી જતી ગંગા વિશે ઓનલાઈન લેખ મળ્યો તે ચશ્મા નીચે કરી સ્માર્ટફોનમાંથી વાંચતાં કહ્યું.
'જે હોય તે તમે વાંચો.  એમ એક બોલતું જાય ને બીજું સાંભળે એમ મઝા ન આવે. અને હા.  ફોરવર્ડ બોરવર્ડ કરતા નહીં. અહીં મારે હજાર કામ પડ્યાં છે.' દિશાબહેને  શાક સમારતાં તુરત કહી દીધું.
દક્ષેશભાઈને એક ક્ષણ  અંદર કોઈ ધક્કો લાગ્યો.  હોય, બિચારી એકલી  બધું જ ઢસડે છે. ચોપનની તો થઈ. વહુ આવે તો એનું કઈંક કામ ઓછું થાય. પણ છોકરો હમણાં જ એકાદ વર્ષથી ભણવાનું પૂરું કરી કોઈ  અન્ય શહેરની ફેક્ટરીમાં લાગેલો. એ પછી પણ જરૂરી ન હતું કે તે દુકાને જ બેસે. અને એટલો મોટો શો રૂમ થોડો હતો કે ચલાવવા  બે વ્યક્તિની જરૂર પડે? હમણાં સાલું ધંધો ધાપો બધું બંધ છે. સરકાર સાવ શ્રમિક વર્ગને સહાય કરશે. નહીં મળે તો ઘેર ગાડી ધોવા આવતો રામો ચાલ્યો ગયો તેમ રાતનું અંધારું ઓઢી   તેઓ ગામડે ચાલ્યા જશે. પોતાને માલ સપ્લાય કરતા પહેલાં દાદાગીરીથી એડવાન્સ પડાવી નિરાંતે માલ મોકલતા ફેક્ટરીવાળા  એમની રીતે રાહતો લઈ, ફરી રોદણાં રડી તેમની પાસે માંગતાઓને ટટળાવી કમાઈ લેશે. પોતાની જેવા વચ્ચે ભીંસાતા મધ્યમ વર્ગીયનું શું?
દક્ષેશભાઈને  લાંબા વખતથી નહોતું કોઈ ફ્રૂટ, કેરી, તરબૂચ, ટેટી જેવું મળ્યું, નહોતાં ચા સાથે ખાવા બિસ્કિટ. શાક વગર દાળમાં બોળી રોટલી ખાઈ લેતા. દસેક દિવસથી રાતે ભાત કે ખીચડી. દિશાબેન ઠીકઠાક રસોઈ કરતાં પણ એક નું એક? અરે ઠાકોરજીને ભલે ખારેક કે મઠડી ધરાવીએ આખરે તો એમને પણ એકનું એક ખાવાનું ને? 
પોતાને તો એટલુયે મળતું. મિત્ર વ્રજેશભાઈને તો ઘરભંગ થયેલા એટલે ટિફિન આવતું. હમણાં એ પણ બંધ હતું. બિચારા જેવું આવડે એવું ફૂટી ખાતા.
સાલું જેલમાં આનાથી ખાસ અલગ જિંદગી નહીં હોય. તેમણે વિચાર્યું. અને આ ઘરઘરાઉ જેલની બહાર નીકળીએ એટલે પોલીસ જાપ્તો. નખ્ખોદ જજો કોરોના પેદા કરનારાનું. તેમણે કકળતી આંતરડીએ શ્રાપ આપ્યો. પણ તેઓ થોડા મહાભારત કાળમાં હતા કે શ્રાપ લાગે!
લેખ વંચાઈ ગયો. તેઓ બારી પાસે ઉભા. નીચે સુમસામ રસ્તાઓ. સામે ઝાડ પર એક કાગડો કા..કા.. કરતો બેઠો હતો તે જોયા કર્યું. નીચે કૂતરાં ઝઘડતાં ઝઘડતાં  ભસતાં હતાં. પોલીસની વાન નીકળી. સામાન્યપણે દરેક અજાણી કાર અને જાણ્યાં અજાણ્યાં બાઈકસ પાછળ દોડતાં કુતરાં પોલીસવાન જોઈ ભસ્યાં પણ નહીં.
વાળ પણ પાછળ કરડતા હતા. ધોળા થવા માંડેલા. એમ તો તાલ ઘણી વધી ગયેલી પણ પાછળ તો વધે જ ને? 
તેમણે અરીસામાં જોયું. કાન પર વાળની લટો વૃક્ષ પરથી વેલાઓ લબડે તેમ લબડતી હતી. તેમને પોતાની, દિશાને પરણવા ગયા ત્યારની અમોલ પાલેકર હેરસ્ટાઇલ યાદ આવી. ત્યારે કાન ઢાંકતા વાળ હતા.  અજે કાન પર આવી ગયેલા પણ અસ્તવ્યસ્ત. તેમણે દાંતીયો લીધો અને પહેલાં નાની સાઈઝના ઘાસના પૂળા જેવી લાગતી મૂછ પર કાતર ચલાવી. 'વાણિયા મૂછ નીચી તો કે' સાડી સાત વાર નીચી' એ કહેવત યાદ આવી. એ નમ્ર બની કામ કઢાવવાની વેપારી રસમ વિશે પ્રાચીન મેનેજમેન્ટ ક્વોટ હતું. પોતે વાણિયો હતા. કોઈ સાથે ઝગડો કરવા કરતાં સમાધાનથી રસ્તો કરતાં તેમને આવડતું જ. 
અત્યારે એ નીચી મૂછ તેમણે સાવ ખેતરમાં નવા ઉગેલા મોલ જેવી કરી નાંખી.
'હવે આ બોચીના વાળ કાપું. લાવ, પહેલાં આ  કાન પર ઝૂલતી લટો ઉડાડી દઉં.' તેમણે મનોમન કહ્યું તેમને દિશાની લટો યાદ આવી. યુવાનીમાં દિશા જાણી જોઈને કાન પર લટ રાખતી અને પોતે એ લટના દિવાના હતા. 
એકાદ વાર.. પોતે દુકાનેથી આવ્યા ત્યારે લોટવાળા હાથે લટ સરકાવતી દિશા દરવાજો ખોલવા આવેલી. એના પીળા ગોરા ગાલ પર કાળી લટ અને એની નીચે લોટનું ટપકું પડી ગયેલું. પોતે એ લોટનાં ટપકુ  પોતાના હોઠ  ત્યાં મૂકી ચાટી લીધેલું. પીળા ગાલ લાલ થઈ ગયેલા. તેમને યાદ આવ્યું. અત્યારે પણ રોમાંચ થઈ આવ્યો.
'કાપવા બાપવાનું મુક પડતું. શાક સમારતી ની લટ સમારૂં' કહેતા તેઓ દિશા તરફ દોડતા ગયા. 
દિશાબેન બે હાથમાં  સમારેલાં શાકની થાળી લઈને ઊભાં જ થયેલાં. તેમણે થાળી સાથે દિશાબેનનો ખભો  તેમની પાછળથી એક હાથ લઈ જઈ પકડ્યો અને બીજે હાથે તેમની લટ.
'હં.. હં..  શાક ઢોળાઈ જશે'  કહેતાં દિશાબહેન થાળી સંભાળી લટની વિરુદ્ધ  બાજુ ઝુક્યાં. લટ તેમના છત સન્મુખ થયેલા ગાલ પર રમી રહી. ઉપર લટકતાં ઝુમ્મરનું નાનું ચાંદરણું તેમના  ગાલ પર પ્રશ્નાર્થ ચિહ્નની જેમ પડેલી લટની વચ્ચેથી ગાલના ઉપસેલા  ભાગ પર ડોકાઈ રહ્યું. દક્ષેશભાઈએ ત્યાં બચકું ભરી લીધું. 
દિશાબહેન એક ક્ષણ તો આ હુમલાથી ડઘાઈ ગયાં. તેમનો શાંત વાણિયો આમ હુમલો કરી ગયો! તેઓ હાથમાં થાળી સાથે એમ જ ઊભાં રહ્યાં. દક્ષેશભાઈ  તેના ગાલને ચાટી રહ્યા. બાળક બિસ્કિટ પરનું  ક્રીમ ચાટે તેમ.
દક્ષેશએ  એક હાથ છૂટો કરતાં હળવેથી શાકની થાળી લઈ, હાથ લાંબો કરી દિશા ઊભી થયેલી તે સોફા નજીક ટીપોય પર મૂકી દીધી અને થાળીમાંથી છરી ઉઠાવી.
હવે આડું થાળીનું આવરણ રહ્યું ન હતું. ખુલ્લી બારીમાંથી  સવારે નવના સોનેરી તડકાથી આકાશ ભર્યું ભર્યું  દેખાતું હતું તો દક્ષેશના બે હાથમાં જકડાએલી એ તડકા જેવી જ  કંચનવર્ણી સોનેરી, થોડી ભરી ભરી  કાયા વાળી વાણિયણ  દિશા.
દિશાબહેનને રોમાંચ થઈ આવ્યો. ટીવી પર મોટેથી આસ્થા પર 'મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી' વાગતું રહ્યું. ખુલ્લી બારી પણ બંધ બારણાં. કોઈ અવાજ પણ 'અંદરસે કોઈ  બાહરન જા સકે' તેવો ટીવીનો અવાજ, ઉપરથી દિવાનખાનાના ઝુમ્મરમાંથી ભીંત અને દિશાની સમસ્ત કાયા પર રેલાતા સાત રંગો- થોડી વાર તો દિશાબહેન છટપટયાં પણ પછી સમય બન્ને માટે થંભી ગયો.
'હાય ગોક્લેશજી' કરતાં મુક્ત થયેલાં દિશાબહેન શરમથી લાલચોળ થઈ રસોડાં તરફ જવા જાય ત્યાં દક્ષેશભાઈ  'ઉભી રહે તને પતાવી દઉં' કહેતા છરી અને કાતર એક એક હાથમાં લઈ દોડ્યા. 
દિશાબહેન આ શું થઈ રહ્યું છે તે સમજ્યાં નહીં. હમણાં તો  તેમનો આ વાણિયો પ્રકૃતિ ભૂલી રોમેન્ટિક બનેલો. શું થયું ઓચિંતું? તેઓ રસોડાં તરફ જ દોડતાં બોલ્યાં 'ઠીક છે નવરા બેઠાં. જે કરવું હોય તે કરો પણ મને છોડો'.
દક્ષેશભાઈ 'નહીં છોડું. તારા ટુકડા કરી આ શાક સાથે ખાઈશ. ભાગ તારાથી ભગાય એટલું.' કહેતા એમની પાછળ દોડયા. દિશાબહેન દોડીને જાય ક્યાં?  સીધાં બેડરૂમમાં. અંદરથી બારણું બંધ કરવા જાય ત્યાં બારણાં વચ્ચે એમનો 'વાણિયો',  ભીંત પરનાં  પેઇન્ટિંગમાં કાનુડો ગોપીઓનો માર્ગ રોકી ઉભેલો તેમ દરવાજા વચ્ચે ઉભો. તેઓ એકદમ નવોઢાની જેમ લજાઈ ગયાં. દક્ષેશભાઈની બગલ નીચેથી ઝુકીને દોડ્યાં અંદરના રૂમ તરફ. ત્યાં પોતાનું ડ્રેસિંગ ટેબલ હતું. સામે પૂર્ણ કદના અરીસામાં જોતાં પોતે તૈયાર થતાં અને અહીં તેમની વહુ સાડીનો પાલવ આમ સરખો કરતી હશે, સસરાની દુકાન બહારનાં મોડેલની જેમ આમ પાલવ લહેરાવતી હશે જેવી કલ્પનાઓ કરતાં. દક્ષેશભાઈએ તેમને એ અરીસા સામે જ ઉભી પાછળથી પકડી લીધાં અને કમરે ગલી કરવા માંડી. હજી હાથમાં કાતર તો હતી જ. જે દક્ષેશભાઈએ નીચે મૂકી દીધી.
દિશાબહેન સાચે જ ડઘાઈ ગયાં. તેમના ધબકારા વધી ગયા. તેઓ ફરી એ પક્કડમાંથી છૂટી ભાગવા ગયાં. તેમનો ચોટલો દક્ષેશભાઈના હાથમાં આવી ગયો. દક્ષેશભાઈ એ ચોટલો ઝુલાવતા ઉભા રહ્યા. હવે પોતે છૂટશે એવી દિશાબહેનની આશા ક્ષણજીવી નીવડી.
'ચાલ. તારી લટ સરખી કાપી આપું અને તારા વાળ સરખા ટ્રીમ કરી દઉં.' કહેતા દક્ષેશ તેમને ફરી પકડી રહ્યા. દિશા દૂર થઈ ચાલવા ગઈ પણ દક્ષેશે તેને પકડી પાડી. પોતે એ ડ્રેસિંગ ટેબલ સામેના રિવોલવિંગ સ્ટુલ પર બેસી ગયા અને દિશાને પોતાના ખોળામાં ખેંચી લીધી.
'અરે જાઓ જાઓ, આપણે નથી સારાં લાગતાં આ ઉંમરે' કહેતાં દિશા ફરી ઊભી થવા તો ગઈ પણ દક્ષેશનો  એક હાથ તેમની કમર પર અને બીજો ઉરજો પર ફરી રહ્યો હતો.
'સારાં કે ખરાબ. કોને લાગવાનું છે?  તું મારે માટે અને હું તારે માટે ઉંમર વગરનાં છીએ. બેસ હવે. તારા વાળ સરખા કરી દઉં.' કહેતાં દક્ષેશે દિશાને છેક  પોતાની ડુંટી સુધી ખેંચી લીધી. દિશાના નિતંબો દક્ષેશના અંગની કઠણાશ અનુભવી રહ્યાં. દક્ષેશ એ જ હાલતમાં તેના ચોટલાના  છેડે વધી ગયેલ વાળ નીચેથી સરખા કરી રહ્યા. પછી એ જ ગાલ પરની લટના  વાળના છેડા ટ્રીમ કર્યા અને ફરી એ જ રીતે એક બે બટકાં ભરી દિશાને છોડી.
'હવે તું મારી બોચીના વાળ સરખા કરી આપ. ને હા, આ કાન પરના.'
'હાશ.. છૂટી' કરતાં દિશાબહેન ઉભાં થયાં અને દક્ષેશભાઈને કહે, 'લો બેસો નીચે. હું અહી બેસું.'
વળી કહે, 'ના. તમે બેસો સ્ટુલ પર. હું પાછળ ઉભું છું.'
'આપણા દાદા દાદીના ફોટા જેવું લાગશે. જો કે એમાં દાદી બેઠી હોય ને દાદા ઉભા હોય.' દક્ષેશભાઈએ કહ્યું.
'તે કોણે કહેલું હમણાં બેઠા એમ બેસવાનું!' કહેતાં દિશાબહેન દક્ષેશભાઈની પાછળ ઉભતાં કહી રહ્યાં.
તેમણે વાળ કાપવા શરૂ કર્યા. એકાંત અને સામીપ્ય..  દક્ષેશ ગંજી પહેરી બેઠા.  વાળ કપાવવા નીચા નમ્યા. તેના ખુલ્લા બાહુઓ પર સાઈડમાં ખુલ્લી બારીમાંથી પ્રકાશ પડતો હતો. તેના ખભા કુણા પણ ગોરા હોઈ ચમકતા હતા. ગંજીમાંથી તેની પીઠ  કડક અને V શેઈપની ધ્યાન ખેંચતી  હતી. પોતાનો ગમતો પણ ઘણા સમયથી નજીકથી ન જોયેલો પુરુષ દેહ અતિ નજીક, સંપૂર્ણ એકાંત અને પુરી નવરાશ! હવે દિશા ઉંમર ભૂલી ઉત્તેજિત થવા લાગી.  દક્ષેશના કાન પરના વાળ કાપતાં લાલ ઘુમ બુટ જોઈ  તેણે કાન પર એક બચકું ભરી લીધું. દક્ષેશના ખુલ્લા બાહુઓ  પસવાર્યા, હળવેથી કેરી ઘોળતી હોય તેમ અંગુઠાથી દબાવ્યા.  તે દક્ષેશ તરફ ઝૂકી અને તેમના ગાલ સાથે પોતાનો ગાલ દબાવી રહી.  થોડી અનશેવ્ડ  દાઢી દિશાને ચચરી પણ એમાં તો એને વધુ ઉત્તેજના થઈ. 
દક્ષેશે તેનો  હાથ પંપાળતાં કહ્યું, 'વાળ તો કાપ એક વાર!'  તેણે બોચી પસવારતાં વાળ કાપ્યા પણ સાથે હવે  દક્ષેશના આછા થતા વાળમાં આંગળીઓ ફેરવ્યા કરી. દિશા ઝુકીને દક્ષેશની પીઠ સાથે પોતાનાં સ્તનમંડળો  દબાવી રોમાંચ અનુભવી રહી.
'કપાઈ ગયા?' દક્ષેશ અરીસામાં જોઈ પૂછી રહ્યા.
'ભાગ મારા વાણિયા, નહીંતો તારી વાત છે' -કોઈ બાળવાર્તાનું વાક્ય કહેતી હવે દિશા કાતર અને છરી ઉગામી રહી. દક્ષેશ સમજી ગયા. 'ભાગું શેનો?  આ ઉભો' કહેતા  પગ પહોળા કરી ઉભા રહ્યા. દિશા 'આ છરી સગી નહીં થાય હોં' કહેતી ધસી. દક્ષેશ  જાણી જોઈ તેને આ રમતમાં રસ લેતી કરવા તેને દોડાવતા ભાગ્યા. બારણું ખોલી 'છરી તો રસોડામાં લઈ જા!' કહેતા દોડયા. દિશા પાછળથી આગળ થઈ રસોડામાં ગઈ, છરીનો ઘા સ્ટેન્ડિંગ કિચન પર કરી બાજુમાં ખુલ્લી પૂજાની ઓરડી તારવી બહાર નીકળવા ગઈ. એનો ઈરાદો બેડરૂમ તરફ જવાનો હતો.  એ ત્યાં પૂજા રૂમમાં જ ઝડપાઇ ગઈ. 'શિકારી ખુદ યહાં શિકાર હો ગયા'.
શ્રીનાથજી આશિષ આપતા મરકી રહ્યા હતા. જમનાજી શ્રીનાથજી સામે અને આ બન્નેથી શરમાઈ આડું જોઈ રહ્યાં હતાં.
ટીવી પર કોઈ અધિકારી સૂચના આપી રહ્યા હતા તેમના અવાજમાં અંદરનું કઈં  સંભળાય એમ ન હતું.  બહાર બારી ખુલ્લી હશે પણ  બારણાં બંધ. અહીં તો  રોમેન્ટિક અસર ભડકાવતો લાલ લેમ્પ, પ્રેમને  પૂજા ગણતા નટવર અને..  એકમેક સાથે સજ્જડ ચંપાયેલી એ બે કાયાઓ..
ઉંમર ઓગળી ગઈ હતી. બહાર લોકડાઉન  ચાલે, અહીં બેઉ એક બીજામાં લોક થઈને  સ્થિર હતાં.
હળવેથી દિશા બોલી, 'અંદર. બેડરૂમમાં.' દક્ષેશને દિવસો પછી 'જેલ' રંગમહેલ જેવી લાગી. તે દિશાને બે હાથોમાં ઉઠાવી બેડરૂમમાં લઈ ગયા. 
લોકડાઉનમાં સમય થંભી ગયેલો 'લાગે છે' નહીં, સાચે જ થંભી જાય છે.
-સુનીલ અંજારીયા