Corona kathao - 1 books and stories free download online pdf in Gujarati

કોરોના કથાઓ - 1

કોરોના કથા 1

શહેર આખું કોરોનાના કાળમુખા પંજાથી બચવા ભયનો બ્લેન્કેટ અને અફાટ એકાંતની ચાદર ઓઢી થથરતું પડ્યું હતું. એ અતિ વૈભવી, શિક્ષિત પરિવારોની વસ્તી ધરાવતા મહામુલા ફ્લેટસની લોબીમાં પચરંગી પ્રજાના પુરુષો મોંઘા ચડ્ડાઓ નીચેથી માંસલ પિંડીઓ ધરાર ધ્યાન ખેંચે તેમ પહેરી ફરતા હતા. આ ફ્લેટ અમદાવાદમાં હતા પણ પરિવારો ઘણા ખરા બિનગુજરાતી. ગુજરાતની એ જ ખાસિયત છે કે એ સહુને પોતાના કરી દે.


'વી મસ્ટ ડુ સમથિંગ ટુ પ્રિવેન્ટ અનલોફુલ એન્ટ્રીઝ.' સિલ્વર ફ્રેમ વાળાં રે બાન સ્પેક્ટસ ધારી ભાર્ગવ સાહેબે કહ્યું. તેમની અટક ભાર્ગવ હતી. ગોત્ર પરથી. દિલ્હી તરફના. ગોરા ચટ્ટ, માંસલ બાહુઓ પુત્રે વિદેશથી મોકલેલ ટીશર્ટમાંથી દેખાડતા તેઓ પ્રતિભાવ માટે જોઈ રહ્યા.


'કોઈ અનલોફુલ આતા નહીં હે. અપની ગાડી તો ચોકીદાર કો બોલા હૈ ઇતને દિન ધોને કે લીએ. સોસાયટી કા માલી ભી નહીં આતા. ચોકીદાર રામપાલ હમારી સુચનાઓ કા કડક પાલન કરતા હૈ.' સેક્રેટરી ચંદવાનીએ કહ્યું. તેમના ક્ષેત્ર પ્રત્યે કોઈ આડકતરી આંગળી ચીંધી જાય તે પણ તેમનાથી સહન ન થયું.


'વો જી - 301 મેં ઉસકે ભતીજે રહતે હૈ કહકે ઉસ *** ને પેઇંગ ગેસ્ટ રખે હૈ.. વો લડકે.. ' કનોજીઆજી એ કહ્યું. તેઓ રોફ છાંટવા ચ ભ વાળા શબ્દો છૂટથી વાપરતા.


'કહાં જાએગે બેચારે! સ્ટુડન્ટસ તો હૈ. મેરી બેટી વહાં દિલ્હી પઢને ગઈ હૈ વો જેસે વહાં ફસી હૈ વૈસે યે ભી કિસીકે બેટે હૈ. પરેશાન તો કરતે નહીં.' બક્ષીજીએ શુદ્ધ હિન્દીમાં બેચલરોનો બચાવ કર્યો. બક્ષીજી ગુજરાતની ઉચ્ચ જ્ઞાતિના હોઈ તેમની વિચારસરણી થોડી અલગ રહેતી. બોલી અંગ્રેજી અને હિન્દી તો શુદ્ધ ખરી, ગુજરાતી તેમને મુખેથી સાંભળવી એક લ્હાવો હતો.


'આપ તો ઉનકી સાઈડ ખીંચેગે હી, સુબહ કભી આપકા દૂધ ભી જો લે આતે હૈ.' બેનર્જી સાહેબે કહ્યું.


"'તો કલ આપ ભી પૂછ લો. અગર આપ ન જા સકતે હો તો. માફ કરો બેનર્જી, આપ યહ લોકડાઉનમે લેટ નાઈટ ફિલ્મ બડી આવાજમેં રાત દો બજે તક દેખતે હૈ વહ ઉન બેચલર્સ સે જ્યાદા પરેશાન કરતી હૈ." બક્ષીજીએ સટકાવી. પ્રોફેસર હતા. અચ્છા અચ્છાને મોં પર કહી દેતા. તોફાનીઓને પણ હાથીને મહાવત પ્રેમથી અંકુશમાં લે તેમ લઈ શકતા.


બેનર્જીએ વાત બદલવી પડી.

'આઈ હેવ ઓન્લી કન્સર્ન ઓફ અવર પીપલ્સ સેઈફટી. યહ સેતુરામન સુબહ ઘુમને નિકલ પડતા હૈ, ચંદવાનીજી, કોઈ ઇસે બંદ કરવાઓ. બાહરસે સબ્જી કે સાથ કોરોના લેકે આયેગા. રોજ સુબહ બીસ મિનિટ ઔર શામકો બીસ મિનિટ નિકલ પડતા હૈ.'


'બેનર્જી, પોલીસ ઉસે રોકેગી. સોસાયટીકા યહ કામ નહીં હૈ.' ચંદવાનીએ હાથ ખંખેર્યા. સેતુરામન શાંત માણસ હતો. ક્યારેક પાર્કિંગમાં લૂંગી ચડાવી ઉભો સિગરેટ પીતો. હમણાં એ નહોતી મળતી લાગતી એટલે એ મૂડલેસ અને મૂંગો મંતર એક ચોક્કસ સમયે બહાર જતો અને આવતો.


'સાલા યે સમઝેગા નહીં. કૌન જાને ઇસે કોરોના હૈ ભી યા નહીં. અરે ફલેટમેં હી ચક્કર લગાએ તો લૂંગી ઉતારકર ટ્રેક ભી નહીં પહનના પડેગા. મેને ઉસ *** કો ઘરમેં ખાંસતે હુએ સુના હૈ. ' કનોજીઆ બોલ્યો.


"તો તો બડી ચિંતાકી બાત હૈ. મ્યુનિસિપાલિટી વાલે કો બુલાઓ. ઉસે પકડકે લે જાએ. હમ તો બચે?" ભાર્ગવ બોલ્યા.

"ભાર્ગવજી, આ કઈં કૂતરું છે કે ગાડીમાં પકડી જાય? તમને એ બહાર જાય છે એ ન ગમતું હોય અને સ્યોર હો કે તેને કોરોના હોઈ શકે છે તો તમે જ એને સમજાવો ને! ઉસકી વાઈફ ગીથીકાજી ઔર આપકી ચૌલા મેડમ એક દુસરે સે દહીં ઔર અચાર ભી આપ લે કરતી હૈ. આપકે બગલમે તો રહેતા હૈ." ચંદવાનીએ કહ્યું.


"વ્હાય શુડ આઈ? ઇટ ઇઝ ધ સોસાયટી એઝ એ હોલ ઇન ડેંજર ડ્યુ ટુ હીમ. સોસાયટી શુડ ડુ." ભાર્ગવ ઉશ્કેરાયા એટલે અને પ્રભાવ પાડવો હતો એટલે અભાન પણે અંગ્રેજીમાં સ્વિચ ઓવર થઈ ગયા. સાખ પાડોશી સાથે એમને બગાડવું પોષાય એમ ન હતું અને જવાબદારી સોસાયટી પર નાખવા માંગતા હતા. રખેને સેતુરામનને કોરોના નીકળે અને પોતાના ઘરની બાજુમાં જ..


પોતે સવારે ઉઠી એસીડીટી ને લીધે 'હો..ક' અવાજ કરતા ત્યારે પત્ની ચૌલા તેમને સેતુરામન કેવા ફીટ છે તે દાખલો આપતી. એકાદ વાર સામાન્ય સ્થિતિમાં સેતુરામન ગીથીકા સાથે બેડમિન્ટન રમતા હતા. ચૌલા તેમને જોઈને સ્મિત કર્યા કરતી હતી. ગીથીકા થાકી ગઈ ને ચૌલા સામે સ્મિત કરી નજીક કોઈના બાઇક પર બેસી ગઈ. સેતુરામને ચૌલા સામે જોયું. ચૌલાએ શરમાઈ જઈ રેકેટ પકડ્યું અને એ બેય રમવા લાગ્યાં. ઉપર બાલ્કનીમાંથી ભાર્ગવ કતરાતો ઉભો રહેલો. ગીથીકાને કાંઈ પડી ન હતી. બેડમિન્ટન જ રમે છે ને! કોઈ બેડ ગેઇમ તો નહીં ને? જેટલું રમે એટલું પેલા ભાર્ગવ અંકલ (એ અંકલ કહેતી પણ ભાર્ગવની દ્રષ્ટિ યુવાન હતી.) એમને જોયા કરે એટલી વાર મારા ઘાટીલા દક્ષિણી દેહ સામું ઓછું જુએ.


"સો નોબડી વિલ ટેઈક રિસ્પોનસીબીલીટી. હુ વિલ બેલ ધ બુલ? મેં. મ્યુનિસિપાલિટી કો ફોન કરતા હું સોસાયટી કા રાઉન્ડ લે.' ભાર્ગવજી ગુસ્સામાં બબડયા.


"ભાર્ગવજી, ઉનકો સોસાયટી મેં આકે દવાઈ છાંટને હમ બોલ દેતા હૈ. સફાઈ તો હોતી હી હૈ." ચંદવાની, ધ સેક્રેટરીએ વાત ટૂંકાવી. ત્યાં ઉપરથી ડ્રોન આવતું લાગ્યું. ચંદવાની સોસાયટીનો રાઉન્ડ લેવા પીઠ પાછળ હાથ રાખી, મોએ માસ્ક બાંધી નીકળ્યો. ભાર્ગવ કૂતરું જોઈ બિલાડી કરે તેમ પોતે સાફ કરતો હતો એ કારનું બારણું ખોલી છુપાઈ ગયો. ત્યાં પણ એણે બ્લોટ કર્યું. ઓ..ક કરતો ઓડકાર અને પાછળથી 'પ્રુ.. ક' અવાજ. ટેંશન થઈ ગયેલું. બેનર્જી દાદરામાં દોડી ગયો, પછી ફર્સ્ટ ફ્લોર ઝડપથી ચડી લિફ્ટ બોલાવતા બક્ષી પાછળ લપાઈને લિફ્ટમાં ઘરમાં ઘુસી ગયો.


બે દિવસ પછી સોસાયટીમાં ફાયર બ્રિગેડની અને મ્યુનિ. ની ગાડીઓ આવી પહોંચી. પાર્કિંગ, ડ્રાઈવ વે અને નજીક ગાર્ડનમાં સેનીટાઈઝ કરતી વેપરનો છંટકાવ કર્યો. ચંદવાની અને ચોકીદાર સાથે સેતુરામન પણ મોંએ બુકાની બાંધી લોકોની કાર ખસેડવા માંડ્યા. એમાં રિવર્સ લેતાં કોઈની પહોળી કારને સહેજ ટોચો પણ પડ્યો કે પડતો રહી ગયો. હશે, માગશે તો સોસાયટી વિચાર કરશે, ચંદવાનીએ વિચાર્યું. મ્યુનિ. વાળા કોઈ સફેદ પાઉડર ઘરોની લોબીમાં અને પાર્કિંગ, ગાર્ડન, ગેઇટ આસપાસ વેરી ગયા. ચંદવાનીએ રાહતનો શ્વાસ લીધો.

'થેન્ક યુ સેતુરામન! મને કામ આવ્યા. મેં બે ચાર મોબાઈલ કર્યા પણ જલ્દીથી કોઈ આવ્યું જ નહીં. મહાભારત નો ઈન્ટરેસ્ટિંગ એપિસોડ ચાલતો હતો એટલે હશે કે ઉઘાડા બેઠા હોય તે શર્ટ ગોતવા રહ્યા હશે. આ લોકો થોડા વેઇટ થાય? બાય ધ વે, આપણે ઘરમાં જ રહેવાનું છે. કોઈ કહેતા હતા કે તમે બે ટાઈમ લાંબી લટાર મારવા જાઓ છો? ધ્યાન રાખજો, પોલીસ.." (ચંદવાની સિંધી અંગ્રેજીમાં બોલી ગયા જે અહીં ગુજરાતીમાં મુક્યું.)


સેતુરામને વચ્ચેથી જ તેમની વાત અટકાવી કહ્યું.

"મારે છે, લાકડી મારી કુલા સુઝાડી દે છે, એમ જ ને? પણ એ પિક ટાઈમે રસ્તે શું થયું છે એ જોઈ ફોટા પાડતાઓ માટે. કામ વગર નીકળતા રખડુઓ માટે. લુક, હું માત્ર ગેઇટ અને વૉક્વે માં જ ફરું છું. ગેઇટ પાસે રોજ પોલીસની જીપ નીકળે છે. મને જુએ છે. બીજા પણ સોશિઅલ ડિસ્ટન્સ રાખી ફરે છે. હું લોકડાઉન સમજું છું. હમણાં મારી ફાર્મા કંપનીનું કામ ઘેરથી કરું છું. તમને ખબર છે ચેન્નાઇ ની એ કંપનીમાં હું મેનેજર છું. હું કોઈ ઇરરિસ્પોનસીબલ બીહેવીઅર નથી કરતો.

(આ પણ તમિલ અંગ્રેજીમાં યેસસ.. યેસા હય.. જેવી ભાષામાં હતું. એ ગુજરાતીમાં મુક્યું. આ દેશની અંગ્રેજી બોલી પણ બાર ગાઉએ બદલાય છે!)


ફરી બીજા ત્રણેક દિવસ. એક લેડી ડોક્ટર અને બે હેલ્થ વર્કર આવી ચડ્યાં. ચંદવાની પરમિશન આપે એ પહેલાં આદેશ જ બતાવ્યો. સોસાયટીમાં કોરોના ના શંકાસ્પદ કેસ છે એમ ફરિયાદ મળી છે. દરેક ઘરની તપાસ કરશું એમ કહી થઈ ગયાં શરૂ.


બીજાનું કહેવાની જરૂર નથી. બક્ષી અને બક્ષાણી (બક્ષી નું નારી જાતિ હવે!) તેમનાં ઘરો માટે ફરજીયાત હિંચકે ઝૂલતાં તમાશો જોતાં હતાં. પછી તો તેમને ત્યાં પણ ડોક્ટર આવેલી. બક્ષાણીએ તેમને તૈયાર ઉકાળો પણ ચા ની જેમ બારણે જ આપેલો.)


સેતુરામન નું ઘર ખુલ્યું. સામે મોટી બાલાજી ની છબી દેખાઈ રહી. મોટો પિત્તળની મદુરાઈથી ખરીદેલ દીવો જાણે કોઈ દીપ પ્રાગટય હોય તેમ ડોકાઈ રહ્યો. ડોક્ટર મેડમે પૂછ્યું, ઘરમાં કોઈ બીમાર છે? ગીથીકા દ્રૌપદી જેવા છુટા પ્રલંબ કેશ કલાપ સંવારતી આવી. તેણે કહ્યું કે અમે બેય સ્વસ્થ છીએ. રોજ મદ્રાસથી સાસુએ મોકલેલ તજ લવિંગ ખાઈએ છીએ. ડોક્ટરને પાછા જવું યોગ્ય ન લાગ્યું. તેમણે એ બન્ને ના નાકમાં ભૂંગળી નાખી સેમ્પલ લીધું. નાક કોરું કટ. ટેમ્પરેચર નોર્મલ. નેગેટિવ.


બાજુમાં ભાર્ગવ ને ઘેર જઈ સેમ્પલ લીધું. કોઈ દિવસ નહીંને તે જ દિવસે ભાર્ગવનાં નાકમાં સુડ સુડ બોલતું હતું. 'મેડમ, દીદી, અંકલકો સમ્હાલો. વહાં લાઈનમે સો રહના પડેગા. સર જી બીના ચાય, બિના ખાને પીને કે જો મિલે વો લેકે પડે રહેંગે.' કહી ચેતવણી આપતાં ડોક્ટરે સેમ્પલ લીધું. ત્યારે તો રોજ નાક સાફ રાખવું, બધાથી દૂર, ભાર્ગવ થી ચૌલા પણ દૂર રહે (ભાઈ, દિલ્હી તરફના માટે એ નર્કથી પણ કપરું છે. એ યુગલ તો આમેય રોમેન્ટિક હતું.) તે ભાર મૂકી કહ્યું. અત્યારે તો સાદી શરદી ફલ્યુ ની દવા લેવા કહ્યું અને કોઈ સરકારી ગોળી આપી 'ફ્યુચરમાં થઇ શકે તેવો કેઇસ' રિમાર્ક લખ્યો. એ ઘરને પછી તાળું વાગી ગયું. સાલું જ્યારે સેતુરામન દૂધની કોથળી પાસ કરતો અને ચૌલા એ લેવા હાથ ડોરની જાળી બહાર કાઢી એને સ્મિત આપતી, ક્યારેક કે રોજ તેમનો અતિ ટૂંકો 'હસ્ત મેળાપ' થતો એ જોઈ ભાર્ગવ બળી જતો. ક્યાં મ્યુનિ. ને પોતે જ સામે ચાલીને ફરિયાદ આપી?


અને સોસાયટીમાં સોપો પડી ગયો. બેનર્જી શાક, શાકવાળી, એટીએમ, જ્યાં થી પણ હોય ત્યાંથી કોરોના લઈ આવેલા! ક્યાં પોતે સજેશન આપી ઉંબાડીયું ચાંપ્યું! સાલું હોસ્પિટલમાં સુવાનું- બે આંટા પાર્કિંગમાં મારી કે બાલ્કની માં યોગ કરીને પણ કોરોના ફ્રી રહ્યો હોત તો? 'મ્યુનિસિપાલિટી વાલે ઉસે હી પકડકર લે ગયે. '


ઘરની બારીમાંથી કૂતરું તેને પકડવાની ગાડી જોઈ કરે તેમ કનોજીયા ભસતા હતા. ગાળો બોલતા હતા.


બક્ષી, બક્ષાણીએ આપેલ ઉકાળો પીતા હિંચકે ઝૂલતા હતા અને ચંદવાની સોસાયટીએ રાખવાની તકેદારીનો સર્ક્યુલર ડ્રાફ્ટ કરતા હતા.

-સુનીલ અંજારીયા







બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED