love u jindgi books and stories free download online pdf in Gujarati

લવ યુ જિંદગી

*લવ યુ જિંદગી*. વાર્તા.... ૧૯-૨-૨૦૨૦

અચાનક કોઈની દુઃખ ભરી જિંદગીમાં એક નાનું પણ સુખનું કિરણ આવે અને એ જિંદગી જીવવા માટેનું પરિબળ બની જાય છે ત્યારે આ જિંદગી થી પ્રેમ થઈ જાય છે... લવ યુ જિંદગી બની ને જિંદગી થી ખુશ રહેતાં શિખવાડે છે....
આ વાત છે અમદાવાદ માં રહેતી ધારા ની...
ધારા અનાથાશ્રમમાં જ મોટી થયેલી....
કોલેજમાં ભણતાં પ્રતિક સાથે પ્રેમ થઈ ગયો ....
એટલે પ્રતિકે ધારા ને કહ્યું કે હું તને ખુબ પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું...
ધારાએ કહ્યું કે પ્રતિક હું પણ તને ખુબ જ પ્રેમ કરું છું પણ સચ્ચાઈ એ છે કે હું અનાથાશ્રમમાં રહું છું...
તો તારાં માતા પિતા માનશે???
પ્રતિક કહે નહિ માને તો હું મનાવીશ...
અને છતાંય નહીં માને તો હું ઘર છોડીને આર્યસમાજમાં હું તારી સાથે લગ્ન કરીને અલગ ઘર બનાવીશું...
ધારા એ કહ્યું પણ તું મારાં માટે આટલું બધું કરીશ???
એક અનાથ માટે???
પ્રતિક કહે ફરી હવે નાં બોલીશ તું અનાથ છે હું તારી દુનિયા છું...
ઘારા પ્રતિકને ભેટી પડી...
પ્રતિકે ઘરમાં વાત કરી તો ઘરનાં એ ના કહી કે એવી અનાથાશ્રમ ની છોકરી આપણાં ખાનદાનમાં ના શોભે???
પ્રતિકે કહ્યું કે હું ઘર છોડીને પણ એની સાથે જ લગ્ન કરીશ..
એટલે પ્રતિક ના પિતા એ કહ્યું કે નિકળી જા આ ઘરમાં થી તને આ મિલ્કત માં થી બેદખલ કરું છું...
પ્રતિક ઘરમાં થી પહેરેલે કપડાં એ નિકળી ગયો અને એક દોસ્ત ને મળી ને ભાડાં ની રૂમ રાખી અને નોકરી ચાલુ કરી એક વર્ષ નોકરી કરી ને ધારા જોડે લગ્ન કર્યા અને બન્ને એ સંસાર માંડ્યો...
ધારાએ પણ એક કંપનીમાં નોકરી ચાલુ કરી...
બન્ને જણાં કમાતાં અને ઘરમાં ધીમે ધીમે જરૂરિયાત મુજબ ની વસ્તુઓ વસાવતા હતાં....
આમ એ બન્ને પોતપોતાની મસ્તીમાં જિંદગી જીવતાં હતાં...
ધારા ને સારા દિવસો રહ્યા અને પ્રતિક એટલો ખુશ થઈ ગયો કે એણે ધારા ને કહ્યું કે જો દિકરો આવે તો આપણે એનું નામ અનમોલ પાડીશું અને દિકરી આવે તો એનું નામ કંગના પાડીશું...
અને તું હવે નોકરી છોડી દે હું વધુ કમાણી કરીશ..
ધારા એ કહ્યું કે પછી રજાઓ પર ઉતરી જઈશ...
એક દિવસ પ્રતિક નોકરી પરથી ઘરે આવતો હોય છે અને શહેરમાં તોફાનો ફાટી નીકળ્યા હોય છે એમાં એ એક તોફાની ટોળાંનો શિકાર બની જાય છે..
આ બાજુ ધારા આખી રાત રાહ જોતી રડતી અને ડરતી રહે છે...
સવારે ધારા પ્રતિકના મિત્રને તપાસ કરવા મોકલે છે ત્યારે ખબર પડે છે કે પ્રતિકનું તોફાની તત્વોનાં હાથે મોત થયું છે...
ધારા ઉપર તો આભ ટૂટી પડ્યું...
એકલાં હાથે હવે એને ઝઝુમવાનુ હતુું...
અને આવનાર બાળકને પણ હવે મોટો કરવાનો હતો...
પુરા દિવસો એ ધારાએ એક દિકરાને જન્મ આપ્યો...
ધારા ને પ્રતિક નાં શબ્દો યાદ આવ્યાં અને દિકરાનું નામ અનમોલ પાડ્યું....
ધારા જે કંપનીમાં કામ કરતી હતી એ શેઠને એણે વિનંતી કરી કે હું ઓફિસમાં મારાં બાળકને લઈને આવી શકું???
શેઠને દયા આવી એમણે હા કહી...
ધારા નોકરી એ અનમોલ ને લઈને જતી અને ઘર પણ સંભાળતી...
આમ કરતાં અનમોલ અઢી વર્ષ નો થયો એટલે એને આંગણવાડીમાં મૂક્યો...
હવે એને ઓફિસમાં થોડી રાહત થતાં એ મન લગાવીને કામ કરતી અને ઓફિસમાં રિશેષ પડે એટલે અનમોલ ને લઈને આવતી...
આમ દુઃખ વેઠીને અનમોલ ને ગ્રેજ્યુએટ બનાવ્યો....
અનમોલ પણ નાનપણથી જ બહુ ડાહ્યો અને સમજદાર હતો એ કોઈ વસ્તુ કે કપડાં માટે જીદ ના કરતો...
કોલેજ પણ એ ટ્યુશન કરાવતા ભણ્યો...
કોલેજમાં જ એને ખુશી સાથે પ્રેમ થઈ ગયો...
અનમોલે ખુશી ને કહ્યું કે હું તને પ્રેમ કરું છું અને લગ્ન પણ કરવા માગું છું જો તું હા કહે તો ...
આજે મારી પાસે તને આપવા કશું નથી પણ વચન આપું છું કે દુનિયા ભરની ખુશીઓ હું તને આપીશ એ પણ મારી જાતમહેનત ની કમાણી થી ખરીદી ને..
પણ મારી એક જ શર્ત છે મારી મા ને કોઈ તકલીફ ના પડે એટલું તારે ધ્યાન રાખવાનું...
ખુશી પણ અનમોલ ને ખુબ જ પ્રેમ કરતી હોય છે એટલે એ વચન આપે છે...
ખુશી નાં ઘરનાં ને ખુશી જાણ કરે છે...
અને અનમોલ ધારા ને...
આમ બન્ને પરિવાર ની રજામંદી થી બન્ને નાં લગ્ન સાદાઈથી થઈ જાય છે...
આ બાજુ ધારા ને નોકરી છોડાવી દે છે અનમોલ...
ખુશી ધારાની દુઃખી જિંદગીમાં સુખનો મલમ લગાવે છે અને ધારાનું નાનામાં નાની વાતનું ધ્યાન રાખે છે...
ધારા શું વિચારે છે એ પણ ખુશી કહી દે...
ધારા ખુશી ની આવી લાગણીમાં ડુબી જાય છે...
એને હવે આ જિંદગી જીવવી ગમવા માંડે છે....
અનમોલ ઓફિસ જાય એટલે ખુશી અને ધારા ખુબ વાતો કરે...
અને મોબાઈલ માં ગીતો વગાડી ખુશી ધારાને પણ ડાન્સ કરાવે ...
ધારા તો આવાં જીવન ની કલ્પના જ નહોતી કરી..
જન્મ થી લઈને આજ દિન સુધી એની સાથે આવો સમય ગુજારવવા વાળું કોઈ જ નહોતું...
એક સવારે ખુશી ધારાને ચા અને નાસ્તો આપી જોડે બેસે છે...
ધારા ખુશી નો હાથ પકડી ને કહે છે લવ યુ જિંદગી...
બેટા તું આવી મારા જીવનમાં અને તે મને જિંદગી જીવતાં શિખવાડી....
ભાવના ભટ્ટ અમદાવાદ....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED