કોલ સેન્ટર (ભાગ-૧૪) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલ સેન્ટર (ભાગ-૧૪)

સાંભળ...!!!!કાલે સવારે વહેલા મારી અને પાયલ વચ્ચે એટલે બધો ઝઘડો વધી ગયો કે અમે એકબીજા પર ગાળા ગાળી પણ કરી લીધી.અને ઘણા સમય પછી હું તેને જે કહેવા માંગતો હતો તે મેં તેને કહી જ દિધું કે હું તારાથી છુટાછેડા લેવા માંગુ છું.હું મુંબઈથી પાછો આવું ત્યા સુધીમાં આપણા બંનેની ફાઇલ ત્યાર થઈ જશે.


*****************************

એ વખતે તેણે મને ઓકે તો કહી દીધું.પણ તેને શક ગયો કે મારૂ કોઈની સાથે અફેર છે.તેણે ઘણા મારા મિત્રો મને ફોન કરી પૂછી પણ લીધું કે વિશાલને કોઈ સાથે અફેર તો નથી ને?પણ કોઈ પાસે જવાબ મળ્યો નહિ,એટલે તે આપણી મુંબઈની મેડીકોલ કોલ સેન્ટરની ઓફીસ ગઇ.તેણે વાઇરસ સાથે વાત કરી કે વિશાલસરે ઓફીસની ચાવી આપવાનું કહ્યું છે.એટલે વાઇરસે કોઈ સવાલ કર્યા વગર પાયલને ચાવી આપી દીધી.

પાયલે એક પછી એક બધા જ મેડીકોલ કોલસેન્ટરના સીસીટીવી કેમેરા ચેક કર્યા,તો એમાંથી એક વીડિયો ડીલીટ કરવો મારાથી રહી ગયો હતો,આ બેંગ્લોર મીટીંગના કામને કારણે.

કયો વીડિયો..?

અહીં બેંગ્લોર આવ્યા એ પહેલા આપડે ઓફીસ પર મળ્યા હતા,તું મને ઓફીસમાં ફાઇલ આપવા આવી સાંજનો સમય હતો,ઓફિસના બધા કામ જ પુરા થઈ ગયા હતા.શાયદ તને યાદ હોઈ તો.

હા,મને યાદ છે વિશાલ હું તને એ ફાઇલ દેવા આવી અને તે ફાઇલની સાથે સાથે તે તારી તરફ મને ખેચી,હું તારી નજીક આવી તે મને ખુરશી પર જ તારા ખોળામાં જગ્યા કરી આપી.એ પછી તે મારા પર કિસનો વરસાદ વરસાવી દીધો.માનસી વાત કરતી કરતી વિશાલની નજીક આવી રહી હતી.એ પછી જે તું ને પાયલ સૌની સંમતિથી કરતા,તે મેં તારી સાથે કોઈની સંમતિ વગર ટેબલ પર આનંદ માણ્યો.માનસીએ વિશાલનો શર્ટ પકડી લીધો હતો એટલી તે નજીક આવી ગઈ હતી.


મેડીકોલ કોલ સેન્ટરના માલીક,દસ વર્ષથી કંપની ચલાવે છે.પણ તેનાથી આવી નાની એવી ભૂલ થઈ ગઈ કે સીસીટીવી કેમેરાનો એક વીડિયો ડીલીટ ન થઈ શક્યો અને મારી અને તારી વચ્ચેનો એકાંતવાસ તારી પત્ની એ જ જોય લીધો "વાહ". વિશાલ "વાહ"
મારી માન્યમાં નથી આવતું કે તું આવી ભૂલ કેમ કરી શકે.

પાયલ તારો અને મારો વીડિયો મારા મોબાઇલ પર સેન્ડ કર્યો છે..!!અને તે મને ધમકી આપી રહી છે કે આ વીડિયો હું પોલીસ સ્ટેશનમાં આપીશ અને તારા વિરોધ ફરિયાદ નોંધાવીશ,અને તે તારા ઘરે જઈને તારા મમ્મી પપ્પાને પણ આ વીડિયો બતાવશે તેવી મને ધમકી આપી રહી છે.

વિશાલ આ ઘટના બની છે તેના કારણે તારું આ મેડીકોલ કોલસેન્ટર પણ બંધ થઈ શકે છે.તું મારા પપ્પાને જાણતો નથી.એ પણ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરશે,અને મોટા અક્ષરે તારું નામ છાપાના પાનામાં આવશે અને તું બરબાદ થઈ જશ.

કોઈએ હજુ કહ્યું હોત કે વિશાલસર અને માનસીનું અફેર છે,તો ચાલી જાત પણ પાયલના હાથમાં આપણા બંનેના અફેરનું પ્રુફ છે.આપણે બંનેને ચાવચેત રહેવું પડશે,અને હા આપણા બંનેની લગ્નની વાત અત્યારે તું મને હવે નહિ કરતો.કે મારી સાથે તું અત્યારે જ લગ્ન કર.હું તારી સાથે લગ્ન કરીશ હું ના નથી પાડી રહી,પણ સમય આવશે જરૂર આપણે એકબીજા સાથે લગ્ન કરી લેશું.

અને માનસી એક વાત હું તને કહેવા માગું છું.કે પાયલ કાલ સાંજે અહીં બેંગ્લોર આવી રહી છે.મને હજુ હમણાં જ તેણે ટીકીટ કન્ફોર્મ થઈ તેનો મેસેજ કર્યો.

હોટ...!!!!!

પણ અહીં તે કેવી રીતે આવી શકે તારે તેને ના પાડવી જોઈએ.હા,માનસી મેં કોશિશ કરી પણ હવે તે મારી સાથે લડી લેવાના મૂડમાં છે.તારી સાથે એ વાત કરે તો તું તેની સાથે સમજી વિચારી વાત કરજે.

જેમણે તને અને મને તારી ઓફીસમાં નગ્ન જોય લીધા તેની સાથે મારે સમજી વિચારીને હવે શું વાત કરવી તું જ કે ને..??




જે હોઈ તે તારા સવાલનો જવાબ મારી પાસે નથી.તું તારું ધ્યાન રાખજે.હું જઈ રહ્યો છું.વિશાલ સર ફટાક કરતો દરવાજો ખોલી દરવાજાની બહાર નીકળી ગયા.અનુપમ અને ધવલ હજુ પણ માનસીના રડવાના અવાજ બાથરૂમની જાળી માંથી સાંભળી રહ્યા હતા.

અનુપમ અને ધવલ એકબીજાની સામે જોઇ રહ્યા.જે પરિસ્થિતિ માનસી અને વિશાલસરના લગ્ન પછી આવાની હતી,તે હવે પહેલા આવી ગઇ હતી,અને આ પરિસ્થિતિને કારણે જલ્દીમાં માનસી વિશાલ સર સાથે લગ્ન પણ નહિ કરે તે ફાઇનલ હતું.ધવલને થોડો રાહતનો અનુભવ થયો પણ માનસી દુઃખમાં હતી તે તેને જોય શકાતું ન હતું.રાત્રીના બે ને વિસ થઈ ગઈ હતી.અનુપમે ધવલની રૂમમાં રહેલ ઘડિયાળ સામે જોઇને તેની રૂમમાં જવાનું પસંદ કર્યું.કેમકે કાલ સવારે મીટીંગ રૂમમાં વહેલા જવાનું હતું.

ધવલ વિચારી રહ્યો હતો કે કાલ સાંજે વિશાલસરની વાઈફ અહીં હોટલમાં આવી ધમપછાડા કરવાની છે.જે ક્યારેય મેડીકોલ કોલસેન્ટરમાં જોવા નથી મળ્યું તે કાલે અહીં આ હોટલમાં જોવા મળવાનું હતું.પાયલ હોટલમાં કાલે આવી જે નાટક ભજવવાની હતી તેની તે રાહ જોઈ રહ્યો હતો.


***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)