કોલ સેન્ટર (ભાગ-૧૩) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

કોલ સેન્ટર (ભાગ-૧૩)

શું થયું માનસીએ તને કઈ કહ્યું,નહિ અનુપમ એ નાની એવી વાત પર મારી સાથે ઝઘડી પડી.હું તેની રૂમમાં બેઠી હતી,અમે બંને અમારી પર્સનલ વાતો કરી રહ્યા હતા,પણ અચાનક કોઈનો ફોન આવ્યો અને તે મારી સાથે ઝઘડવા લાગી અને તેની રૂમ માંથી મને બહાર નીકાળી દીધી.માનસીને કહી થયું તો નથીને કેમ તે મારી સાથે આવું વર્તન કરે છે.હજુ બેંગ્લોરમાં આ હોટલમાં મારે છ દિવસ નીકળવાના છે,માનસી જો મારો સાથ નહિ આપે તો હું કોની સાથે રશ.

***************************

હું માનસીને ફોન કરી મારી રૂમમાં બોલાવું છે.જે હશે તે અહીં જ સમાધાન થઈ જશે.અનુપમે માનસીને બે ત્રણ વાર તેના ફોનમાં રિંગ કરી પણ માનસી એ તેનો ફોન રિસીવ ન કર્યો.માનસી સાથે અત્યારે વાત કરવી હિતવાહક નથી,તે કોઈ વાતથી નર્વસ હોઈ એવું મને લાગી રહ્યું છે.સાંજે ડિનર લેવા જઈએ ત્યારે આપડે શાંતીથી વાત કરી લેશું.

ઓકે,કહીને પલવી અનુપમની રૂમની બહાર નીકળી ગઈ.ધવલને માનસીની રૂમમાં જઈને પૂછવું હતું કે માનસી તું પલવી સાથે આવું વર્તન કેમ કરે છે.પણ અનુપમે પહેલા જ ના પાડી દીધી કે ધવલ તું માનસીની રૂમમાં જવાની અત્યારે કોશિશ નહિ કરતો નહિ તો પલવીની જેમ તને પણ તે બહાર નિકાળશે.ધવલ અનુપમની વાત સમજીને તેની રૂમમાં ટીવી જોવા બેસી ગયો.

રાત પડી ગઈ હતી.દરરોજના સમય મુજબ અમે બધા ડિનર લેવા માટે ભેગા થયા પણ માનસી દેખાય રહી ન હતી.અમે અમારા ટેબલ પર બેસી ગયા હતા,પણ અમને એ ચિંતા હતી કે માનસી આવશે કે નહીં.ત્યાં જ સામેથી માનસી આવી અને પલવીની પાસે આવીને બેસી ગઈ.તેના ચેહરા પરથી એવું લાગતું હતું કે તે આજ આખો દિવસ રડી રહી હતી.તેના વાળ વિખરાયેલા હતા.દરરોજની જેમ તેના હાથમાં રોલેક્સની વિશાલસરે આપલે ઘડિયાળ હોઈ પણ આજ તેના હાથમાં તે ઘડિયાળ પણ દેખાય રહી ન હતી.કપડાં પણ જેવા પહેલા પહેરીને આવતી તેવા આજ માનસી એ પહેર્યા ન હતા.ટેબલ પર કોઈ કઈ બોલી રહ્યું ન હતું.બધા જ એકબીજા સામે જોઈ રહ્યા હતા.

કેમ આજે તમે લોકો કઈ બોલી રહ્યા નથી.તમને કઈ થયું તો નથી ને?નહિ માનસી..!!!બસ એમજ આજ તું થોડી લેટ આવી તો અમને થયું કે માનસીને કહી થયું તો નથી ને?

ઇટ સ ઓકે તમને પલવી એ જણાવી દીધું હશે કે મારી અને તેની વચ્ચે હજુ હમણાં જ ઝઘડો થયો કેમકે મારા ફોનમાં અનુપમના ત્રણ મિસ્કોલ હતા.એ પહેલાં અનુપમે મને ક્યારેય એકસાથે ત્રણવાર ફોન કરવાની ટ્રાય કરી નથી.જે પણ હતું તે મારી પર્સનલ મેટર હતી.હું ડિનર કરતી વખતે એ બધું તમને કહેવા નથી માંગતી,અને હા,એ પછી પણ તમને હું એ વાત નહિ કરું.એ મારી પર્સનલ મેટર છે.જો તમે બધા જાણવાની કોશિશ ન કરો તો વધુ સારું છે,અને હા પલવી મેં તારી સાથે મારી રૂમમાં ગુસ્સો કર્યો તે બદલ હું માફી માંગુ છું.કેમકે એ સમયે મારે થોડા એકાંતની જરૂર હતી.

ઓકે માનસી..!!હું તને એ બાબતે ક્યારેય સવાલ નહીં કરું...!!

આજના ડિનરમાં એકબીજા સાથે કોઈ વાત કરી રહ્યું ન હતું.એકબીજાની સામે બધા જોય રહ્યા હતા પણ કોઈ સવાલ કરી રહ્યું ન હતું.થોડિજવારમાં ડિનર લઇ અમે અમારી રૂમ તરફ આગળ વધ્યા.અનુપમ તેની રૂમમાં આજ ડિનર લઇને ન ગયો તે ધવલની રૂમમાં જ આવ્યો.

અનુપમ માનસી પર એવું તો શું દુઃખ આવ્યું હશે કે
પલવીને તેની રૂમમાંથી બહાર નીકાળવી પડી.જે હોઈ તે હું બધી જ વાત જાણવા માંગુ છું.માનસી ભલે ન કે પણ આ વાત કાલ સવાર સુધીમાં મને ખબર પડ્યા વિના નહિ રહે.

પણ,કેવી રીતે ધવલ?

બેસ અહીં મારી નજીક આવ,સામે જો પહેલી જાળી દેખાય છે ત્યાંથી આજ બધી ખબર પડી જશે.કેમકે જે પણ હશે તે માનસી અને વિશાલ સર વચ્ચે જ થયું હશે,એટલે વિશાલસર આજ માનસીને મનાવવા આવશે જ કેમકે તે બંને વચ્ચેનો જ ઝઘડો મને લાગે છે,તું થોડીવાર રાહ જો વિશાલસર હમણાં જ આવશે.

મુંબઈથી આવ્યા પછીની આજ અમારી ત્રીજી રાત હતી.વિશાલ સર બે દિવસથી માનસીને મળવા આવી રહ્યા હતા.આજ પણ તે મળવા આવશે એવું લાગી રહ્યું હતું.

ધવલ મને એવું લાગે છે કે માનસી એ વિશાલસર સાથે લગ્ન કરવાની ના પાડી હોઈ..!!!

બની શકે અનુપમ..!!!આમ પણ તે વિશાલસરના પૈસાથી ખુશ હતી,પ્રેમથી નહિ.વિશાલસરે માનસી સાથે લગ્નનો પ્રસ્તાવ મેક્યો હોઈ અને માનસીને વિશાલસર સાથે લગ્ન કરવા પસંદ ન પણ હોઇ.પણ વિશાલસર તેંને લગ્ન કરવા માટે ફોર્સ કરી રહ્યા હોઈ એવું બની શકે.

રાત્રીના બારને ત્રીસ થઈ ગઈ હતી.અચાનક માનસીને રૂમમાં કોઈ વ્યક્તિને બોલવાનો અવાજ આવ્યો.ધવલે બાથરૂમનો દરવાજો ખોલી ઉપરથી ધીમે રહીને જાળી લીધી.અંદર જોયું તો વિશાલસરે જ હતા.હજુ માનસીની રૂમમાં પ્રવેશે કર્યો જ હોઈ એવું લાગી રહ્યું હતું.માનસીને તે વાત કરી રહ્યા હતા.

માનસી જે થવાની હતું તે થઈ ગયું હવે તે બધું ભૂલીને આપડે લગ્ન કરી લેવા જોઈએ.હું જાણું છું કે તું આ વાતથી દુઃખી છો,પણ હવે તે યાદ કરીને શું કામ તું તારો સમય વેસ્ટ કરે છો.

નહીં વિશાલ પણ પાયલને આપણા બંનેની વાત કેમ અને કેવી રીતે ખબર પડી.એ હું પહેલા તારી મુખેથી જાણવા માંગુ છું.એવા કોઈ પ્રુફ હતા નહિ મારી અને તારી વચ્ચે કે પાયલને ખબર પડી જાય.તો કેવી રીતે પાયલને ખબર પડી કે આપણા બંને વચ્ચે અફેર છે.

જો માનસી આ બધું ગમે ત્યારે એક દિવસે તો બહાર આવાનું જ હતું.કેમકે કોઈને તો ખબર પડવાની જ હતી કે આપડા બંને વચ્ચે અફેર છે.ક્યાં સુધી આપણે બંને બંધ કમરામાં પ્રેમ કરતા રહેશું.

તે મારા સવાલનો જવાલ ન આપ્યો?

માનસી તે વાતને હું આગળ વધારવા નથી માંગતો,કેમકે તે વાત મીડિયામાં પણ આવી શકે છે.મુંબઈમાં ઘણા નામી લોકો મને મારા નામથી જાણે છે.હું પાયલ સાથે છુટાછેડા લઇ તારી સાથે જલ્દી લગ્ન કરવા માગું છું.અને બધી વાતને ભૂલવા માંગુ છું.

નહીં વિશાલ તારે મને વાત તો કરવી જ પડશે?

તું માનસી સમજવાની કોશિશ કર...!!!નહિ હું એ પછી જ તારી સાથે લગ્ન કરવા તૈયાર થશ.મારે એ વાત જાણવી જરૂર છે કે આપણો દુશ્મન કોણ છે.લગ્ન પછી પણ હું તેનાથી ચાવચેત રેહવા માંગુ છું.

સાંભળ...!!!!કાલે સવારે વહેલા મારી અને પાયલ વચ્ચે એટલો બધો ઝઘડો વધી ગયો કે અમે એકબીજા પર ગાળા ગાળી પણ કરી લીધી,અને ઘણા સમય પછી હું તેને જે કહેવા માંગતો હતો તે મેં તેને કહી જ દિધું કે હું તારાથી છુટાછેડા લેવા માંગુ છું.હું મુંબઈથી પાછો આવું ત્યા સુધીમાં આપણા બંનેની ફાઇલ ત્યાર થઈ જશે.

***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)