કોલ સેન્ટર (ભાગ-૧૫) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

કોલ સેન્ટર (ભાગ-૧૫)

ધવલ વિચારી રહ્યો હતો કે કાલ સાંજે વિશાલસરની વાઈફ અહીં હોટલમાં આવી ધમપછાડા કરવાની છે.જે ક્યારેય મેડીકોલ કોલસેન્ટરમાં જોવા નથી મળ્યું તે કાલે અહીં આ હોટલમાં જોવા મળવાનું હતું.પાયલ હોટલમાં કાલે આવી જે નાટક ભજવવાની હતી તેની તે રાહ જોઈ રહ્યો હતો.


***************************************

આજ ધવલ ખુશ હતો કે પાયલને વિશાલસરની અને માનસીની વાત ખબર પડી ગઇ.અને એક બાજુ તેને દુઃખ પણ હતું કે,જો પાયલ વિશાલસરને છુટાછેડા આપી દેશે તો વિશાલ સર માનસી સાથે લગ્ન કરી લેશે,પણ હું એવું નહિ બનવા દવ માનસીને હવે હું સમજાવાની કોશીશ કરીશ,તેને હું મારા પ્રેમ તરફ આગળ વધારવાની કોશીશ કરીશ.

સવાર પડી ગઇ હતી,માનસી અને પલવી મીટીંગ રૂમમાં હાજર થઈ ગયા હતા.થોડીજવારમાં હું અને અનુપમ પણ મિટીંગ રૂમમાં દાખલ થયા.આજ વિશાલસર પણ થોડા લેટ હતા.શાયદ પાયલને સમજાવામાં જ રાત પ્રસાર થઈ ગઇ હોઈ.થોડીજવારમાં વિશાલ સર સ્ટેજ પર આવ્યા અને આજના નવા ગેસ્ટ રામ કૈલાશ ગુપ્તા વિશે બધાને પરિસય આપ્યો.આજ તેમનો વિષય હતો "ઓનલાઈન માર્કેટિંગ".

તે સ્ટેજ પર આવ્યા અને થોડીઘણી મેડીકોલ કોલ સેન્ટરની સારી વાતો કરી આગળ બોલવાનું તેમણે શરૂ કર્યું.બિઝનેસના રંગ ઢંગમાં ઘણી ઝડપથી પરિવર્તન આવ્યું છે.ઓનલાઇન માર્કેટિંગ આજે ઝડપથી ઉભરી રહ્યું છે.જેનો ઉપયોગ વ્યક્તિ આજે નાની-મોટી દરેક વસ્તુને ખરીદવા માટે કરી રહ્યો છે.તે એક ઘણી જ સરળ અને સુવિધાજનક પણ છે.થોડા વર્ષો પહેલા ઓનલાઇન માર્કેટિંગ નામની કોઇ વાત ન હતી,આજે ઇન્ટરનેટ ની વધતી લોકપ્રિયતાને કારણે તેની માંગ વધતી જાય છે,આજે તે એક મોટા માર્કેટના રૂપ માં ઘણી ઝડપથી વધી રહી છે આવનાર દિવસોમાં તે એક મોટા માર્કેટના રૂપમાં ઊભરી આવશે.

જો તમે તમારી બ્રાન્ડને વેચવા માટે ઓનલાઈન માર્કેટિંગની સુવિધા ઉપલબ્ધ કરી લેશો તો આજની તારીખમાં તમને સારો લાભ મળી શકે છે,મેટ્રો સિટીની વાત છોડો મોટા શહેરોમાં પણ આજે કુટુંબની દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે વ્યસ્ત છે,પતિ પત્ની નોકરી કરી રહ્યા છે,તો એમના બાળકો અભ્યાસોમાં કે કારકિર્દી બનાવવામાં વ્યસ્ત છે,આવામાં એમની પાસે સમયની અસર છે,એવામાં એમની પાસે ઓનલાઇન દ્વારા ખરીદી એક સારો ઉપાય છે,અને તમારા માટે ઓનલાઇન દ્વારા વેચાણ કરવામાં એક સારી એવી તક પણ છે.

હવે એ જમાનો નથી રહ્યો જ્યારે મોટા મોટા પોસ્ટર અથવા છાપાઓમાં આખા પાનાની જાહેરાત આપીને વ્યક્તિઓને પોતાની તરફ આકર્ષિત કરી શકો. ભાગદોડની જિંદગીમાં કેટલા લોકોને છાપાની મહેનત અથવા પોસ્ટર યાદ રહે છે,પતિ-પત્ની બંને ઓફિસ જાય છે,મોડી સાંજે આવે છે,રજાનો દિવસ એમના માટે આરામ કરવા કે એન્જોય કરવાનો હોય છે આવામાં તેઓ કોઈ જાતનું ટેન્શન કે ભાગદોડ પસંદ નથી ઇચ્છતા એમના માટે ઓનલાઇન દ્વારા ખરીદી એક સારો ઉપાય છે,આવા વ્યક્તિઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.

એ વ્યક્તિઓ સુધી પહોંચવું મુશ્કેલ કામ જરૂરી છે પણ અશક્ય નથી.આજકાલ કામકાજની રીત ઘણી બદલાઈ ગઈ છે.લેપટોપ,કોમ્પ્યુટર,નેટ પર કામ થવાથી ઘણી બાબતો બહુ આસાન થઈ ગઈ છે. મોટાભાગના ઘરોમાં ઇન્ટરનેટ કનેક્શન થઈ ગયા છે ઓનલાઇન માર્કેટિંગ દ્વારા તમે એ ઉપભોક્તાઓ સુધી આસાનીથી પહોંચી શકો છો.જેમના સુધી પહોંચવાની તમે કદી આશા રાખી ન હતી,ઈન્ટરનેટ માર્કેટિંગને લોભાવવાની કળા શીખવાની જરૂર છે. ત્યારે પછી જ તમે એમને તમારો માલ વેચી શકશો.


તમે તમારી બ્રાન્ડ પ્રમાણે વેબસાઇટ પર જાહેરાત આપો.તમારી બ્રાન્ડને ઉપભોક્તાઓમાં પ્રભાવશાળી બનાવવા માટે ઓનલાઈનમાં એવા અનેક ઉપાય છે. જેમને અપનાવીને તમે એમની વચ્ચે લોકપ્રિયતા મેળવી શકો છો. બ્રાન્ડ પ્રત્યે એમનામાં લગાવ પેદા કરી શકો છો તથા પોતાના બ્રાન્ડનું વેચાણ કરી શકો છો.

એવી અનેક કંપનીઓ માર્કેટમાં આવી ગઈ છે જે બીજાની બ્રાન્ડની પબ્લિસિટી કરે છે અને ઓનલાઈન તેમનું વેચાણ કરે છે,એમાં કંપનીની પોતાની મોનોપોલીસી પર વસ્તુઓ વેચે છે.ક્યારેક કંપનીઓ વસ્તુઓની કિંમત વધારીને રજૂ કરે છે,અને વ્યક્તિઓને વધારે છૂટ આપવાની ઓફર કરે છે.જેમ કે ૧૦૦૦ રૂપિયાની વસ્તુ ૩૦૦૦ રૂપિયા બતાવે એના પર ૫૦ ટકાની છૂટ આપવાની વાત કરે અને એની સાથે કંઈક ફ્રી ગિફ્ટની પણ ઓફર કરે છે,તેનાથી લોકો જલ્દી આકર્ષિત થઇ જાય છે.

જો તમે ઓનલાઇન માર્કેટિંગ માં માહેર નથી અથવા એટલું સેટ અપ ની વ્યવસ્થા કરી શકતા નથી તો બીજી કંપની પોતાનું કામ આપીને ઓનલાઇન વેચાણ માટે ઉપલબ્ધ કરી શકો છો.ઓનલાઇનમાં અનેક મેગેઝીન પણ શરૂ થઈ ગયા છે તમે એ મેગેઝિનમાં પોતાની બ્રાંડની જાહેરાત આપીને લાભ લઇ શકો છો આ મેગેઝિનના જાહેરાતના દર પણ ઓછા હોય છે નેટ મેગેઝિનમાં જાહેરાત આપીને માર્કેટિંગ અને પોતાનું વસ્તુઓ વેચી શકો છો નેટ મેગેઝીન સિવાય બીજી વેબસાઇટ પર પણ પોતાની પ્રોડક્ટની જાહેરાત આપી શકો છો તમે તમારી પોતાની વેબસાઇટ તૈયાર કરાવીને પણ ઓનલાઇન માર્કેટિંગ કરી શકો છો તેનાથી ઘણા લાભની સંભાવના હોય છે,કેમ કે આજકાલ ઓનલાઇન વેચાણ ઘણું ઝડપથી વધી રહ્યું છે.

જો તમે બ્રાન્ડિંગ કરતા શીખી જાઓ તો તમને સફળતા ઘણી જલ્દી મળી શકે છે,બ્રાન્ડિંગ કરવા માટે બીજાઓની પોતાની વેબસાઇટ પર વધારે માં વધારે સર્ચ કરવાનું કહો તેનાથી વેબની હિટ મળશે. તમે આગળ વધતા જશો..

તે સિવાય પણ વેબસાઈટને પ્રસાર કરતા રહો,જેનાથી વધારેમાં વધારે લોકો સુધી તમારી ઓળખ પહોંચે તેના માટે ઇ-મેલ,સોશિયલ નેટવર્ક,બ્લોગ વગેરેની મદદ તમે લઈ શકો છો.

તમારી કંપનીનું વેબ પેજ એ રીતે બનાવો કે તમારી સાઇટ પર પહોંચવા માટે ખર્ચ કરનારને પોતાનું નામ ઇ-મેલ એકાઉન્ટ લખવું પડે તમે તેનો ઉપયોગ પોતાની પ્રોડક્ટ કે કંપનીની ખૂબીઓ પહોંચાડવા કરી શકો છો.

ઓનલાઇન માર્કેટિંગ નું પ્રચલન ખાસ કરીને મોટા શહેરો જ્યાં લોકો ઘણા વ્યસ્ત છે,પતિ-પત્ની બંને સવારમાં જ પોતાની નોકરી પર જાય છે,જેમને માર્કેટમાં જવાનો સમય જ નથી મળતો.એવામાં તે ઓનલાઇન માર્કેટિંગ નો સહારો લઈ રહ્યા છે.
ઓનલાઇન માર્કેટિંગનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે,તેનાથી લાગે છે આવનાર દિવસોમાં ઓનલાઇન બિઝનેસની માંગ ઘણી વધી જશે જો તમે તમારા બિઝનેસને શિખર પર લઈ જવા ઈચ્છો છો તો તેની ટેકનીક અને ટ્રેન્ડ વિશે સારી રીતે તૈયારી કરી લો.

જ્યારે તમે જમાનાની સાથે પગલું મેળવીને ચાલવા લાગો છો તો સફળતા તમારી પાસે ચાલીને આવે છે.તમને બધાને તો વધુ મારે કહી કહેવાનું નથી તમેં દવા વેચવામાં માટે મેડીકોલ કોલસેન્ટર ઉભું કરી દીધું.અને એ તમે બધી જ દવાઓ ઓનલાઈન વેચાણ કરો છો તે ખૂબ આનંદ દાયક છે.વિશાલ સર અને આ કંપનીના દરેક સભ્ય કંપનીને આગળ લેવામાં મદદ કરી રહ્યા છે,અને હંમેશા કરતા પણ રહેશો એવી મારી શુભેચ્છા છે.વિશાલસરે સ્ટેજ પર આવી રામ કૈલાશ ગુપ્તાનો આભાર માન્યો.

આજ અમારી મીટીંગનો ત્રીજો દિવસ પુરો થઈ ગયો,પણ આજ જે નાટક ભજવનાર આવાની હતી તેની મને અને અનુપમની ઇંતજાર હતો.મનમાં સવાલ ઉભા થતા હતા શું થશે.વિશાલસરે પાયલને કારણે કાલે મીટીંગ કલોઝ ન કરી દે એ પણ અમને બીક હતી.અમે બધાએ બપોરનું ભોજન લઇ અમારી રૂમમાં પ્રવેશ કર્યો.

થોડીવાર રહી અનુપમેં પલવીનો દરવાજો ખટ ખટખટવાયો.પલવી એ દરવાજો ખોલીને અનુપમને અંદર આવાનું કહ્યુ,અનુપમ તારો મેસેજ આજ મેં સવારે જ જોયો.એટલે જ મેં તને મારી રૂમમાં આજે બપોરે પછી બોલાવ્યો છે.

તે મેસેજમાં સૌથી પહેલા લખ્યું છે કે તું મને પ્રેમ કરે છે.હા,તારી વાત એકદમ કડક છે.તે મને જે તારા મનમાં હતું તે મને કહી દીધું કે તું મને પ્રેમ કરે છે.મને પણ તારી વાત ગમી,પણ પ્રેમ ફક્ત આકર્ષણથી નથી થતો.તે મારુ રૂપ જોઈને પ્રેમ કર્યો છે.

***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)