એક ગામડાની વાત Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ગામડાની વાત

*એક ગામડાની વાત* વાર્તા.... ૧૮-૨-૨૦૨૦

એક નાનું મજાનું ગામડી ગામ... આણંદ ની બાજુમાં આવેલું ગામ... ધૂળિયા રસ્તા અને ગામના તળાવે માથે તગારુ ચડાવીને એક હાથમાં ડોલ પકડી ને કપડાં ધોવા જવાનું... ગામની પરબડી એ ઉંમર લાયક વૃદ્ધો બેસીને ગામની પંચાત કરતાં પણ ગામમાં ખુબ જ સંપ હતો.. ગામની બેન, દિકરી ની ઈજ્જત કરતાં... ગામડી ગામમાં દરેક કોમની વસ્તીના માણસો રહેતા હતા.... આવું રુડું ગામડી ગામ એ ખરેખર સોનાની તાબડી હતું.. ગામમાં બધાં જ તહેવારો ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવતાં અને હોળી, નવરાત્રી એ તો આખા ગામની એક જ જગ્યાએ થતી અને પછી આખું ગામ હિલોળે ચઢતુ...
ગામડી ગામમાં સાત ધોરણ સુધી ની પ્રાથમિક શાળા હતી... ઉચ્ચ અભ્યાસ માટે આણંદ જવું પડતું...
આવાં મજાનાં ગામડી ગામમાં બહુરૂપી, રંગલો રંગલી, ભવાઈ નાં ખેલ કરવાં આવે અને દર ઉનાળામાં એક નાટક કંપની આવે અને ગામમાં એમને મુખીનાં ખાલી પડેલાં ખોરડાં માં ઉતારો આપવામાં આવે અને ગામની ભાગોળે સ્ટેજ અને મંડપ બાંધી ને નાટકો ભજવાય... નાટક મંડળી નું નામ જલશા હતું... નાટક મંડળી પંદર દિવસ રહે એમાં રોજ એક નાટક ભજવાય.. નાટક જોવાની ટિકિટ લેવી પડે તો જ નાટક જોવા મળે...
રામાયણ, હરિશ્ચંદ્ર તારામતી, નળ દમયંતી, ઓખાહરણ, રાજા ભરથરી, શ્રવણ,આવાં અલગ-અલગ નાટક ભજવાય...
આ નાટક મંડળીમાં એક કલાકાર હતો અરજણ એ હંમેશા સ્ત્રી નું જ પાત્ર ભજવે...
કોઈ પણ નાટક ચાલતું હોય અને સ્ત્રી પાત્રમાં અરજણ આવે એટલે લોકો પાંચ પૈસા અને દશ પૈસા નું પરચુરણ સ્ટેજ પર ફેંકે...
અરજણ પાત્ર પણ આબેહૂબ ભજવે...
આખું ગામ રોજ નાટક જોવા આવે એમાં રીટા ને અરજણ ખુબ ગમી ગયો..
રાત્રે બાર વાગ્યે નાટક પતી જાય..
ગામમાં ડો. ભાનુપ્રસાદ ત્રિવેદી નું દવાખાનું હતું... ગામનાં બધાં જ અહીંથી દવા લે.. સવારે રીટા એનાં દાદીની ખાંસી ની દવા લેવા આવી..
અને એ જ વખતે અરજણ પણ દવા લેવા આવ્યો એને તાવ હતો...
ભાનુપ્રસાદ બોલ્યા અરે તું તો એ કલાકાર છે ને જે સ્ત્રી પાત્રો ભજવે છે???
અરજણ કહે હા ડોક્ટર સાહેબ..
એટલે જ દવા લેવા આવ્યો છું રાત્રે તો મારે પાત્ર ભજવવાનું છે..
આ સાંભળીને રીટા ચમકી અને એણે સ્ત્રી પાત્ર સિવાય પહેલી જ વાર આ રીતે અરજણને જોયો..
એ સમય સ્થળ નું ભાન ભૂલીને બોલી..
હું તમને ખુબ પ્રેમ કરું છું મને તમારી અદાકારી ખુબ જ ગમે છે શું તમે મારી સાથે લગ્ન કરશો???
ભાનુપ્રસાદે રીટા ને રોકી અને કહ્યું કે તું એક સારાં ઘરની છે તું આ શું કરે છે.. તારાં પિતા મારા પરમ મિત્ર છે હું તને આ પગલું નહીં ભરવા દઉં..
આ સાંભળીને અરજણ તો કંઈ પણ બોલ્યા વગર દવા લઈને જતો રહ્યો..
પણ રીટા દોડી અરજણ પાછળ અને ગામની પરબડી એ બેઠેલા વડીલો એ જોયું અને ગામમાં હોબાળો મચી ગયો...
મુખી ને અને રીટા નાં બાપુ ને વાત કરી અને બધાં ભેગાં થઈને નાટક મંડળી ના ઉતારે આવ્યા અને બધાં ને ધમકાવ્યા અને અરજણને વગર વાંકે માર પડ્યો..
અને આ બાજુ રીટા ને પણ માર પડ્યો..
રાત્રે નાટક નો શો કેન્સલ થયો..
પણ અરજણ આખી રાત જાગતો રહ્યો એનાં દિલમાં પણ રીટા વસી ગઈ..
બીજા દિવસે તળાવે કપડાં ધોવા ફળિયાની છોકરાઓ સાથે નિકળી અને તળાવ ની પાર પર તગારુ મૂકી ને બોલી કે હું વાડે જઈને આવું કહી માથે ઓઢણું ઓઢી ને ગામના પાછળ નાં રસ્તે નાટક મંડળી નો ઉતારો હતો ત્યાં પહોંચી અને અરજણને ભેટી પડી..
મંડળી ના બીજા સભ્યો એ આ બન્ને ને ખુબ સમજાવ્યું પણ કોઈ સમજ્યું નહીં..
અરજણ અને રીટા એકબીજા ની આંખો માં જોયું અને હાથ પકડી ને મલક ને પાર ઉતરી ગયા..
આખી નાટક મંડળી ગભરાઈ ગઈ અને એ પણ જે હાથમાં આવ્યું એ લઈને જીવ બચાવી ને ભાગ્યા..
બપોર થતાં પણ રીટા ઘરે નાં આવતાં શોધખોળ થઈ અને એ અને અરજણ નાં મળતાં આણંદ જઈને પોલીસ ફરિયાદ પણ નોંધાવી...
કારણકે ગામમાં થી પ્રેમ કરીને ભાગનાર એ પહેલી છોકરી હતી..
ગામડી ગામમાં પછી તો ખુબ ચોકીપહેરો થઈ ગયો અને છોકરીઓ ને એકલી નાં મૂકતાં...
અને ગામમાં પછી તો આ ભવાઈ, બહુરૂપી અને નાટક મંડળી બંધ થઈ ગઈ...
આમ રીટા ને ભાગી જવાને પંદર વર્ષ થયા અને ગામમાં એક માણસ આવી ને ગામમાં પાકાં રસ્તા બનાવવામાં રૂપિયા આપ્યા અને ગામમાં એક બેન્ક ખોલાવી..
તપાસ કરતાં ખબર પડી કે રીટા અને અરજણે મુંબઈ જઈને નાટકમાં કામ કરી ને રૂપિયા કમાઈ ને ગામડી ગામનું રુણ ઉતારવા કોશિશ કરી હતી...
ભાવના ભટ્ટ અમદાવાદ....