નીરા - ( Happy Father's Day ) Falguni Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

નીરા - ( Happy Father's Day )

"મેનાબેન, હરખનાં પેંડા મસ્ત હતા હો, વટ પડી ગયો ને તમારો તો કાંઈ, આખી સોસાયટીમાં...!!તમારો ક્રિષ્ના તો ઝાઝાં બધા ટકા લ‌ઈ આવ્યો ને દસમા ધોરણમાં...બહુ ગમ્યું મને તો હોં, હશે ત્યારે તમારી ને નીરા ની ચિંતા એટલી ઓછી થઈ....
તમારી નીરા તો બહુ ડાહી હો , નસીબદાર છો હો તમે." પડોશી કુસુમ કાકી એ સવાર સવારમાં ઘરે આવી ને મેનાબેનને અભિનંદન આપ્યા.

"હા હો, તમારી વાત સાવ સાચી છે,કો'ક પુન્ય તપતા હશે તો મારી નીરાએ મારૂં ઘડપણ અજવાળ્યું. નહીંતર મારો ટેકો કોણ હોત અત્યારે.ને કાના માં તો મારો જીવ વસેલો છે . ભગવાને થોડીક ખોટ રાખી ને મોટી રાહત મને નીરા એ આપી આ ઘરમાં." નીરા નાં સાસુ પાલવ પકડી ને રડી પડ્યાં.

હા, આ નીરા એ મેનાબેનનાં એકનાં એક દિકરાની વહુ.જે આજે એમનો દિકરો પણ બની ગ‌ઈ છે.

પાંચ વર્ષ પહેલાં કરણ બિઝનેસ કોન્ફરન્સ માટે જ‌ઉં છું એમ કહીને ગયો તે ગયો, આજ સુધી એનાં એક ય દિશામાં થી કોઈ વાવડ નથી. કેટલાંય પ્રયત્નો કર્યા એને શોધવાનાં . પરિણામ માત્ર નિસાસા , નિરાશા ને નિષ્ફળતા....
કરણ જતાં જતાં બધી જ મિલકતો એની મમ્મી ને નામે કરતો ગયો હતો. ને નીરા માટે વૃધ્ધ સાસુ ,દસ વર્ષનો દિકરો, ત્રણ બહેનો અને જીવનભર નાં પ્રશ્નો મુકતો ગયો હતો...!!!
એનાં ગયાં નાં મહિના પછી નીરા નાં મમ્મી નો ફોન મેનાબેન ઉપર આવ્યો કે બે દિવસ પછી નીરા ને હું મારા ઘરે કાયમ માટે લઈ જવા માટે તેડવા આવીશ.મારા વકીલ ને લ‌ઈને.
મેનાબેન ને હૈયે તો જાણે વીજળી પડી એટલો મોટો એક જ મહિનામાં આ બીજો ધ્રાસકો પડ્યો... સાંજે નીરા ઘરે આવી એટલે એમણે નીરાને એનાં મમ્મીનાં ફોનની આખી વાત કરી....નીરા ચૂપચાપ એનાં રૂમમાં જતી રહી..

"હે કાળિયા , આ તે શું ધાર્યુ છે.? કેમ આટલો નિર્દય બની જાય છે? મેં શું પાપ કર્યા છે તે આટલી મોટી સજા આપે છે? હજી તો મારા ખોળા ને ખાલી કરી ને તને જપ નથી વળ્યો કે મારૂં જીવતર ઉજાડવા બેઠો છે તું?અમારો શું ગુનો છે?મારો કરણ ક્યાં ગરકાવ થઈ ગયો.?ના જીવતો મળ્યો કે ના એનાં કોઈ સગડ.. મારી લાકડી હવે કોણ બનશે? તે મારૂં ઘડપણ હવે આકરૂં કરી દીધું..બહુ આકરૂં..." રાત્રે મેનાબેન ભગવાન આગળ સાંબેલાધાર રડી રહ્યા હતા ને પાછળ ઉભેલી નીરાની સાવ કોરી ધાકોર આંખો એ દ્રશ્ય જોઈ ને જાણે સહરાનું રણ બની ગ‌ઈ....

બીજા દિવસે સવારે જશુબેન એમનાં વકીલ ને લ‌ઈને નીરા ને લ‌ઈ જવા આવ્યાં.
મેનાબેન તો સુનમુન સોફા પર બેઠા હતા.શું થશે હવે આ ઘરનું ..?? એ વિચારોનાં વમળમાં એમનું મન ઘુમરાતુ હતું.
ચા-પાણી પીધાં પછી જશુબેને વકીલને બધા કાગળિયાં પર મેનાબેન ની સહીઓ લેવાનું કહ્યું..વકીલે ફાઈલ નીરા ને વાંચવા આપી.

એ એનાં સાસુ સામે જોઈ રહી... બિચારા મેનાબેન એની સામે જોઈ રહ્યાં. કોણ કોને આશ્વાસન આપે?

નીરા એ વકીલને ફાઈલ એમને એમ જ પાછી આપતા કહ્યું, " મમ્મી , હું તમારી સાથે નહીં આવી શકું. જે કાંઈ થયું એમાં મમ્મી નો કોઈ દોષ નથી. હું એમને આમ નિરાધાર છોડીને ના આવી શકું....આ જ મારૂં ઘર છે ને હું મમ્મી સાથે જ કાયમ રહીશ.તું મારી ચિંતા ના કરીશ. કરણની રાહ જોવાશે હવે આ ઘરમાં."
તદ્દન અનપેક્ષિત શબ્દો મેનાબેનને કાને પડતાં જ ઈ તો નીરાને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં.
"મમ્મી, હવે રડશો નહિ.હાલો ચૂપ થઈ જાવ.. જુઓ હું ક્યાંય નથી જવાની ને આ કાનાને પણ તમારી કેટલી માયા છે ,ઈ જાણો છો ને...!! જુઓ , એ પણ રડે છે તમને રડતાં જોઈને. પ્લીઝ, મમ્મી રડો નહીં, તમને કાના નાં સમ છે..." નીરા બસ બોલતી જ રહી..

ને આ સાંભળી એની મમ્મી એક આંખમાં અજંપો ને એક આંખમાં ગૌરવ લ‌ઈને ત્યાંથી જતા રહ્યા.

બસ એ દિવસથી સરકારી નોકરી, સાસુ ને કાનો એ જ એની દુનિયા છે....

આજે સવારે નીરા જ્યારે જાગીને ત્યારે એના ટેબલ પર "Happy Father's Day "નું કાર્ડ પડ્યું હતું.નીરાએ ખોલીને જોયું તો એમાં લખેલ હતું,

Happy Fathers Day Dear Nira
from
Mena
&
Krishna

We love you lott....!!
-ફાલ્ગુની શાહ ©