kem ke mane tari chinta thay chhe books and stories free download online pdf in Gujarati

કેમ કે મને તારી ચિંતા થાય છે...

આજે પણ હંમેશ ની જેમ ૧૫/૨૦ વખત ગીરા એ સારંગ નો મોબાઈલ ટ્રાય કર્યો , એજ કુટેવ મુજબ સારંગે ફોન રીસીવ ના જ કર્યો.....

સારંગ ઓફિસ માં હોય કે કામ થી બહારગામ કે પરદેશ માં હોય એ ગીરાનો ફોન ઉપાડે જ નહીં.
પછી એની મરજી મુજબ એ ગીરા ને ફોન કરે.

હા ,એ સારંગ બહુ મોટો બિઝનેસમેન છે. ગર્ભ શ્રીમંત નો દિકરો.....બહેનો પરણીને સાસરે છે. મોટો ભાઈ પણ એનો અલગ બિઝનેસ કરે છે.મમ્મી સારંગ ની સાથે રહે છે...એનાં લગ્ન નાં ૩ જ વર્ષ પછી એને ત્યાં રાજકુમાર જેવો દિકરો જન્મ્યો છે....
ને ગીરા એ તો સારંગ ને ભગવાન માને છે...સાવ સીધી સાદી છોકરી... ઘરનાં બધાં ને સાચવે.... સૌનું માન જાળવે....
સારંગ ને ગીરા થી કોઈ ફરિયાદ નહોતી તો કોઈ લગાવ પણ નહોતો... એણે તો મમ્મી ની પસંદગી ને અપનાવી હતી..બસ, બધાં જ ખુશ હતાં સિવાય કે ગીરા , પણ સમય જતાં હવે એને આ જિંદગી કોઠે પડી ગઈ હતી.
એ સારંગ ની નાની - મોટી બધી જ જરૂરિયાતો નું ધ્યાન રાખતી.
ગીરા નો ફોન આવે ને ત્યારે સારંગ લગભગ એની પ્રેમિકા રીયા જોડે જ હોય... એટલે સારંગ ને એ ગમતું નહીં.... રીયા ને એ દિલથી ચાહતો....પણ રીયા?? ભગવાન જ જાણે...

સારંગ ને સતત એવું થતું કે ગીરા એની પર નજર રાખવા માટે ફોન કરે છે.પણ એ વાત મનમાં જ રાખતો.

એક દિવસ રાતનાં સાડા અગિયાર વાગ્યા પણ, સારંગ હજુ સુધી ઘરે નહોતો આવ્યો .એની સાસુ અંબાજી ગયા હતા.ને મોટાભાઈ ને ભાભી સિંગાપુર ફરવા ગયા હતા.... ઘરમાં એ અને એનો દિકરો બે ય એની રાહ જોતા હતા.
રાહ જોતા જોતા એક વાગવા આવ્યો....પણ ગીરાને આજે ફોન કરવાનું મન નાં થયું.. કેમકે કોઈ ફાયદો થવાનો નથી એ ખબર હતી એને..ખબર નહીં પણ કેમ એનો જીવ અકળાવા લાગ્યો.....
એક અજીબ મુંઝારો થયો એને... છેલ્લે એણે બે વાગ્યે હિંમત ભેગી કરીને સારંગ ને ફોન લગાવ્યો ને બીજી જ રીંગે સામેથી લથડતો અવાજ સંભળાયો ,"ગગગગગગગીરા , મમનને બબબચાચાવવ ને "...

ને ગીરા ચીસ પાડી ને બોલી,"સારંગ, શું થયું તમને ? ક્યાં છો તમે? પ્લીઝ જલ્દી બોલો ......
"ઓઓઓઓફિઈઈસસસ" આટલું બોલતાં ફોન કપાઈ ગયો..

ગીરાને ચક્કર આવવા લાગ્યાં શું કરવું - નાં કરવું સમજાયું નહીં..... કોને મદદ માટે કહેવું...અવાચક!!!
પણ પાંચ જ મિનિટમાં એ સ્વસ્થ થઈ ને દિકરા ને ગાડી માં બેલ્ટ થી બાંધી ને ગાડી ઓફિસે મારી મુકી...
ત્યાં જઈને જોયું તો સારંગ તરફડીયા મારતો હતો...ને એ એકદમ જમીન પર... ગીરા ને તો આભ તૂટી પડ્યું. આ શું થઈ ગયું??
"સારંગ એ સારંગ , જુઓ તમે ચિંતા ના કરો , હું આવી ગ‌ઈ છું ને.. બધ્ધું સારૂં થઈ જશે... હોં ને...
ને તરતજ એણે ૧૦૮ ને ફોન કર્યો...ને એને નજીક ની હોસ્પિટલ માં ICU માં દાખલ કરવામાં આવ્યો.. પલવારમાં શું થ‌ઈ ગયું એ ગીરા ને સમજાયું જ નહીં. ડોક્ટર આવ્યાં એટલે એણે પુછ્યું કે, "શું થયું છે ? કહોને મને સાહેબ"
ડો. કહ્યું કે મને ચેક તો કરવા દો પહેલાં પછી ખબર પડે ને..."
અડધો કલાક પછી ડો. બહાર આવીને ગીરાને જણાવ્યું કે સારંગ ને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે... નક્કી ઓફિસ માં કંઈક ઘટના બની છે...તમને ખબર છે" ?
"ના , સાહેબ ,પણ એ બચી તો જશે ને? ગીરા રડતાં રડતાં હાથ જોડી બોલી"....
ડોક્ટર બોલ્યાં " એમનું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે, તમે ફોર્મ માં સાઈન કરી દો..તરત જ સહી કરીને ગીરા એ ફોર્મ આપી દીધું. સાડા ત્રણ કલાક નાં ઓપરેશન પછી ડો.બહાર આવ્યાં .સફળતા નાં સ્મિત સાથે....

બીજે દિવસે સાસુ, નણંદો ને ત્રીજા દિવસે ભાઈ-ભાભી પણ આવી ગયાં...બધાએ ગીરાનો આભાર માન્યો..પણ ગીરા નો જીવ હજુ અધ્ધર હતો. સારંગ ભાન માં આવી ગયો ત્યારે એના જીવમાં જીવ આવ્યો...
આઠ મહિના ની ગીરાની એકધારી સેવા અને સારવાર પછી સારંગ ને નવી જિંદગી મળી.આ આઠ મહિના દરમિયાન સારંગ ને ગીરા ને સમજી શક્યો હતો..એનો પ્રેમ , લાગણી , અને વ્હાલ ને અનુભવી રહ્યો હતો. હવે એને મમ્મીની પસંદ પર ગૌરવ થતું હતું.
ઘરનાં બધાં ગીરાને ચાહતાં હતાં અને હવે એ પણ...
આજે સારો દિવસ જોઈને સારંગે ફરી ઓફિસ જવાનું શરૂ કર્યું..

ત્યાં ગયો એટલે સૌથી પહેલાં એને એ બદનસીબ કાળી રાત યાદ આવી જે રાત્રે રીયા એ એની પાસે ₹૨૫ લાખ માંગ્યા હતા ને એણે આપવાની નાં પાડતા એની સાથે ભયંકર ઝઘડો થયો હતો ને જતાં જતાં રીયાએ એને જોરથી ધક્કો માર્યો ને એ દિવાલને અથડાઈને નીચે ફસડાઈ પડ્યો ને બ્રેઈન સ્ટ્રોક આવ્યો....હવે એ રિયાને યાદ પણ કરવાં નહોતો માંગતો..એને એનાં કરમ પણ જ એણે છોડી દીધી હતી....તરત જ ઓફિસ માં એણે દિવા-ધુપ કરીને એની ખુરશી પર બેઠો ને , સૌ પ્રથમ એણે ગીરા નાં મોબાઈલ પર ફોન લગાવ્યો .

અહીં અચાનક આટલાં વર્ષો પછી અણધાર્યો સવાર સવારમાં 'Sweet Honey' નું નામ સ્ક્રીન પર જોઈને ગીરા ગભરાઈ ગઈ ને ડરતા ડરતા એણે ફોન ઉપાડ્યો..
"હેલો , સારંગ બોલો શું થયું.?.આર યુ ઓ.કે ? કેમ ફોન કર્યો તમે ?
"કેમ કે આજે ઘરે થી ઓફિસ આવ્યાં પછી મને તારી ચિંતા થાય છે"....!!

ગીરા આ સાંભળી ને હરખનાં આંસુ નો ધોધ અટકાવી ના શકી.... એનાં કાનમાં સતત પહેલીવાર સાંભળેલાં શબ્દો પડઘાતા રહ્યા ..."કેમકે મને તારી ચિંતા થાય છે."...
-ફાલ્ગુની શાહ ©

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED