શિકારી Falguni Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિકારી

આખ્ખા દિવસ ની દોડાદોડ ને ઓફિસની જવાબદારી ઓ મગજમારી સાથે પતાવીને એક-બે કલાક મમ્મી ને મળવા આજે શાલિની એની મમ્મી નાં ઘરે આવી હતી ને આવતાં વેંત જ મમ્મી ખુશ થતાં બોલી," આવી ગ‌ઈ મારી મનગમતી મહેમાન ..!! રોકાવાની કે જવાની ? એ કહી દે એટલે મને કેટલું રડવું ઈ ખબર પડે..." મુકતાબેને એની સામે હસતાં હસતાં કહ્યું.એ હસવાનું રોકી ના શક્યાં. એટલે શાલિની બરાબર ચિડાઈ ને એમની સામે આંખો કાઢીને જોઈ રહી..
"સારૂં સારૂં , જગદંબા ખિજાઈશ નહીં...પણ જો જતી રહેવાની હોય તો જરા થોડીવાર હિંમતકાકાને ત્યાં થતી જ્જે, એમનો શિવાંગ કાલે પાસ થઈ ને એન્જિનિયર થઈ ગયો છે એટલે હરખ કરજે , એમને સારૂં લાગશે " મુકતાબેને રસોડામાં થી વ્યવહારૂં વાત કરતાં કહ્યું.....

....ને એન્જિનિયર નામ સાંભળતા જ એને નૈઋત્ય ની યાદ આવી ગઈ.... નૈઋત્ય માંકડ શરદભાઈ અને દેવીબેન નું એકનું એક સંતાન. સંસ્કારી બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા નૈઋત્ય ને મા-બાપ અને દાદી એ ખૂબજ લાડકોડથી ઉછેર્યો હતો.
મા-બાપ બંને સરકારી નોકરી કરતા એટલે એ આખો દિવસ દાદી પાસે જ રહેતો. દાદી ને પૌત્ર એકમેક માં રચ્યા પચ્યા રહેતા.બહુ માયા એકબીજા ની.....જાણે પાણી અને શેવાળ .... નૈઋત્ય માટે મા-બાપ પાસે બહુ સમય રહેતો જ નહીં. રજાનાં દિવસો કોઈ સામાજિક પ્રસંગો કે જરૂરી કામ કરવામાં જતાં રહેતા હતા અથવા તો બંને વચ્ચે ઝઘડાઓ થતાં હોય.
નાનકો નૈઋત્ય ને દાદી રૂમમાં બધું સાંભળી ને બેસી રહેતાં.એમાંય એને એની મમ્મી દેવીબેન તો ગમતાં જ નહીં.ખૂબજ ખરાબ સ્વભાવ થી એને એ માનસિક ધિક્કારતો.
દાદી જ એની દુનિયા....!!

જ્યારે નૈઋત્ય સાતમાં ધોરણમાં આવ્યો ત્યારે દાદી મૃત્યુ પામ્યાં. અચાનક થયેલા અવસાન થી નૈઋત્ય અવાચક થઈ ગયો..એકલો પડી ગયો... એણે જાણે આખી દુનિયા ગુમાવી દીધી ..!! દાદી નાં ગયા પછી મા-બાપ તો જીંદગી માં ફરી વ્યસ્ત થઈ ગયા પણ નૈઋત્ય શૂન્ય મનસ્ક થઈ ગયો.
ઘરે આખો દિવસ એકલો જ રહેવા લાગ્યો.... શરુઆતમાં તો દાદી ને યાદ કરી ને બહુ રડતો...કલાકો સુધી...પણ એને કોઈ છાનું રાખનાર ન્હોતું....એની પીડા કોઈ જોનાર ન્હોતું પાસે....એ સતત તાણ માં રહેતો....એની અસર અભ્યાસ માં દેખાઈ..... એનું પરિણામ નબળું આવવા લાગ્યું..પણ એનાં મમ્મી-પપ્પા ની પાસેઆ વાત સમજવાનો સમય જ ક્યાં હતો..??

છેવટે આઠમાં ધોરણમાં એને હોસ્ટેલ માં મુકી ને મા-બાપે પોતાની ફરજમુકત થઈ જ‍ઈને હાશકારો અનુભવ્યો.

હવે આ બાજુ હોસ્ટેલ માં નૈઋત્ય દિવસે દિવસે સ્વચ્છંદ બની ગયો...એને હવે દરેક સ્ત્રી માટે નફરત થવા લાગી.એ વેકેશન માં પણ મામાનાં ત્યાં જતો , ઘરે જતો નહીં.વર્ષો વીતતાં ગયાં ને નૈઋત્ય મિકેનિકલ એન્જિનિયર બનીને બહાર આવ્યો.પછી એ એન્જિનિયર તરીકે શહેરની એક કોર્પોરેટ કંપનીમાં જોડાયો.

એ પછી એણે શિક્ષિકા છોકરી સાથે લગ્ન કર્યા..એને એનાં પપ્પા ગમતાં એટલે એ મમ્મી પપ્પા ની સાથે રહેવા લાગ્યો.. મમ્મી ને બોલાવતો પણ નહીં.સમય જતાં એને દિકરો પણ થયો... શિવાની એની પત્ની બહુ સારી હતી..પણ ધીમે ધીમે નૈઋત્ય તો એનું સાથેય અતડો થવા લાગ્યો..... ધીરે ધીરે એ માનસિક વિકૃતિ નો ભોગ બન્યો...એ હવે ઓફિસ થી નવરો પડે કે તરતજ સોશિયલ મિડિયા ઉપર જ‍ઈને જુદી જુદી છોકરીઓ અને સ્ત્રીઓ ને મિત્રો બનાવીને એમની લાગણીઓ સાથે રમત રમવા લાગ્યો..શિવાની ને પિયર જ મોકલી દેતો અને રાતો ની રાતો એ પારકી સ્ત્રીઓ સાથે ગાળતો....
શિવાની ને એનો દિકરો હવે એને ભાર લાગતાં.પરણેલી સ્ત્રીઓ એનો શિકાર જલ્દી બનતી... એની પર્સનાલિટી થી અંજાઈને બધા એની જાળમાં ફસાઈ જતાં....એ દરેક સ્ત્રી નો ઉપયોગ ને ઉપભોગ કરવા લાગ્યો... દરેક સ્ત્રી એની આ લંપટતા અને વિકૃત થી અજાણ હતી....

નૈઋત્ય એની કંપનીમાં એકદમ સરળ અને શાણા માણસ તરીકે ઓળખાય પણ નૈપ્થયમાં એનું સ્વરૂપ વરૂ જેવું હતું.

આમાંતો કેટલીય સ્ત્રીઓનાં ઘર બરબાદ થઈ ગયાં.

પણ પાપ ક્યારેક છાપરે ચડીને ના પણ પોકારે હોં..!!
એ પાપ પડદા પાછળ રહીને પણ ભૂમિકા ભજવે છે...!!

નૈઋત્ય ની આ હરકત જ એના માટે આફત બની ગ‌ઈ.... એક વાર સોશ્યલ મીડિયા પર એણે એક પરિણીત સ્ત્રી ને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી..એ સ્ત્રીએ એનો સ્વીકાર કરી ને દોસ્ત બની ગયાં બંને... એ દોસ્ત શાલિની બધી સ્ત્રીઓ કરતાં અલગ હતી. એજ્યુકેટેડ ને કમાતી સ્ત્રી.... ચબરાક ને બુધ્ધિશાળી પણ ખૂબજ...પરિવાર પ્રિય ને લાગણી શીલ પણ એટલી જ...એને નૈઋત્ય બહુ જ ગમતો દિલથી....એ નૈ‌ઋત્ય ને સારો દોસ્ત માનતી હતી...પણ નૈઋત્ય ને જાણે રમકડું જડયું.... ધીરે ધીરે દોસ્તી ગાઢ બની ગ‍ઈ.....કલાકો વાતો કરતા , સાથે હરતાં ફરતાં ...એ દોસ્તી ત્યાં સુધી જ ગાઢ રહી જ્યાં સુધી નૈઋત્ય ને બીજી નવી છોકરી ના મળી...હવે એને લિપિ મળી ગઈ હતી ,નવો શિકાર...!!💥

પેલી બાજુ શાલિની હવે કલાકો સુધી રિપ્લાય ની રાહ જોવા લાગી , કોલ કરે તો રીંગો જ વાગે અથવા કપાઈ જાય કોલ. નૈઋત્ય હવે મેસેજ પણ નહોતો કરતો...મહિના સુધી આવું ચાલ્યું. પણ આ તો શાલિની હતી યાર.....એમ થોડી ક‌ંઈ નૈઋત્ય ને ભૂલી જાય..??એ હવે નૈઋત્ય માં વધુ ઊંડી ઉતરી ને બે જ દિવસમાં એનું આખુંય ચરિત્ર ઉપર Ph.D કરી નાંખ્યું... એનાં આશ્ચર્ય ને દુઃખ નો પાર ના રહ્યો...અરે, આ શું ? શું આ નૈ‌ઋત્ય આવો પણ હોઈ શકે?? ચહેરે પે મહોરાં ? આટલો ઊંડો ને ચારિત્ર્ય હીન ?? પણ પલકવારમાં એણે એની જાતને સંભાળી લીધી... આટલો મોટો દગો ..!!No Way..હવે મારાં જેવી સ્ત્રીઓને આ શિકારી નાં પંજામાં નહીં ફસાવા દ‌ઉં.એણે પ્રતિજ્ઞા લીધી છે. અહીં એણે એનું ભણતર ને ગણતર કામે લગાડયું છે હવે .

એણે છ મહિના સુધી નૈઋત્ય વિરુદ્ધ ડેટા ભેગો કર્યો.. સાબિતીઓ શોધી.એના ફોન નંબર ને સોશ્યલ મીડિયા પ્રોફાઈલ ને સર્ચ માં મુકાવી છે... ખુદ સાઈબર ક્રાઈમ ટીમ પણ ચોંકી ઉઠી છે...એની કંપની ને પણ આની ખાનગી માં જાણ કરી દેવામાં આવી છે.
....કદાચ એણે સપને પણ નહીં વિચાર્યું હોય કે આવું કેમ થયું?અથવા એને એ જાણ પણ નહીં થાય કે આ કોણે કર્યું..??? કેમકે એને તો દોસ્તી માત્ર બિચ્ચારી સ્ત્રીઓ સાથે જ હતી ને..!! પણ સ્ત્રી ને અને એની શક્તિ ને ક્યાં કોઈ સમયસર સમજી શક્યું છે..??

હવે માત્ર બે જ દિવસમાં નૈઋત્ય શિકારી ને સાઈબર ક્રાઈમ બ્રાન્ચ એને ઊંઘતો ઝડપી લેવાની છે.. શાલિની ને આજે પેલું ગીત યાદ આવી ગયું ,"એક ચહેરે પે ક‌ઈ ચહેરે લગા લેતે હૈ લોગ"...🎼🎵

💥તણખો💥 :
શાલિની ની પ્રોફાઈલ માં તો માત્ર એટલું
જ લખેલું હતું કે Working Woman .....
but Nobody knows that Shalini Joshi is Working with I.B Department Since last 20Yrs.......
જય હિન્દ 🇮🇳
- ફાલ્ગુની શાહ ©