Operation Delhi - 28 books and stories free download online pdf in Gujarati

ઓપેરેશન દિલ્હી - ૨૮ - છેલ્લો ભાગ

નાસીર ધીમેથી સાવચેતી પૂર્વક ટ્રક ની બહાર નીકળ્યો. ત્યાં અચાનક તેની સામે કેયુર આવ્યો. બંને માંથી કોઈ પણ કશું કરી શકે તેમ ન હતા.અનુભવમાં નાસીર આગળ હતો એટલે તેણે કેયુર ને ધક્કો માર્યો જેના કારણે કેયુર નીચે પડ્યો. નાસીર તેની તરફ ગોળી છોડવા માટે બંદૂક ઉઠાવી પરંતુ એ પહેલા જ એક ગોળી તેના ખભામાં ખુંચી ગઈ. અંકિતે આ ઘટના જોઇ હતી એટલે તેણે ઝડપથી તેની બંદૂકમાંથી ગોળી છોડી જે નાસીર ના ખભામાં વાગી જેથી તેના હાથમાં થી બંદૂક નીચે પડી ગઈ.અંકિતે બીજી ગોળી છોડવા માટે ટ્રીગર દબાવી પણ તેની બંદૂકમાં ગોળી ખલાસ થઈ ગઈ હતી. નાસીર એ જોવા પાછો ફર્યો કે આ ગોળી કોણે ચલાવી હતી. એટલી વારમાં કેયુર સ્વસ્થ થઈ ગયો તેણે જોયું કે અંકિત ની બંદૂકમાં ગોળીઓ ખલાસ થઈ ગઈ છે. એટલે એ ઝડપથી ઉભો થઇ પાછળ ફરી ઉભેલા નાસીર ને પીઠ પર બંદૂક નો ફટકો માર્યો છે. જેથી નાસિક પડ્યો તો નહીં પણ બે ડગલાં પાછળ ખસ્યો. એ પાછળ ખસ્યો એ વખતે કેયુર ની બંદુક તેના હાથમાં આવી જે પકડી તેણે ખેંચી પરંતુ કેયુર ની પકડ તેની ઉપર મજબૂત રીતે હતી. .આથી કેયુર પણ બંદૂક સાથે તેની તરફ દોરાયો જેવો કેયુર નજીક આવ્યો એ સાથે નાસીરે તેના મો ઉપર એક મુક્કો માર્યો અને કેયુર ને તેના આ રાઠોડી મુક્કા થી તમ્મર આવી ગયા અને નાકમાંથી લોહી નીકળ્યું.અને ગન તેના હાથમાંથી છૂટી ગઈ એટલે નાસીરે તે ગન અંકિત ની તરફ ફેરવી અંકિતની ગન સાથે અથડાવી. જેથી અંકિતની ગન પણ હાથમાંથી છૂટી ગઈ અને અંકિત થોડો નીચો નમ્યો. જેથી નાસીરે જોર થી તેની પીઠ પર બંદૂક નો વાર કર્યો. એ એટલો જોરદાર હતો કે કેયુરના મોઢામાંથી ચીસ નીકળી ગઈ જે સાંભળી પાર્થ અને રાજ બંને ને લાગ્યું કે નક્કી કઈક ગરબડ છે. એટલે એ જોવા માટે સાવચેતી પૂર્વક ઓરડીની બહાર નીકળ્યો ત્યારે તેણે જોયું કે અંકિત જમીન પર પડ્યો છે તેમજ કેયુર ના નાકમાંથી લોહી વહી રહ્યું છે, અને એ બીજી બાજુ મોઢું પકડીને બેઠો હતો. રાજ પણ આ જ દૃશ્ય જોયું એટલે તે પણ એ બંને ને બચાવવા માટે પોતાના બંદૂકમાંથી નાસિર તરફ ગોળીઓ છોડી તે ગોળીઓ નસીર ના પગમાં ખૂંચી, રાજે તરત જ બીજી ગોળી છોડી જે નાસીર ના પેટમાં ઘૂસી ગઈ. અને નાસીર જમીન પર પડ્યો એટલે રાજ એ તરફ જવા લાગ્યો પરંતુ બધા એ વાતથી અજાણ હતા, તે હજુ એક વ્યક્તિ ટ્રકમાં હાજર હતી. જયારે નાસીર ને પગમાં ગોળી વાગી ત્યારે મહમદ ને હોશ આવ્યો. તે નાસીર ને પડતો જોઈ એ બહાર આવવા માટે નીકળ્યો. તેણે કેયુર અને અંકિત ને આજુબાજુ જોયા એટલે એમ જ સમજતો હતો કે નાસિર ની આ હાલત આ બંને સાથે લડવા ના કારણે થઈ હશે. એટલે એ પણ અંકિત ને મારવા આગળ વધે છે. પણ એ પહેલાં જ એક ગોળી તેની ખોપરીની આરપાર નીકળી ગઈ. રાજ એ બાજુ આવતો હતો પણ તેણે પણ એ ગોળી ચલાવી ન હતી. એટલે એ શોક થઈ ગયો અને વિચારવા લાગ્યો કે આ ગોળી આવી ક્યાંથી. તેણે કેયુર અને અંકિત ને ટેકો આપી ઊભા કર્યા અને બન્ને ને ટેકો આપી ઓરડી તરફ લઈ ગયો. એટલામાં તેઓને બહારની બાજુએ કશોક અવાજ સંભળાવવા લાગ્યો એ ધીમે ધીમે નજીક આવી રહ્યો હતો. તેણે જોયું માણસો જંગલની તરફથી આવી રહ્યા હતા. એટલે એ બધા ફરીથી ઓરડીમાં ગયા અને જંગલ બાજુ નજર રાખવા લાગ્યા. થોડું થોડું અજવાળું થઈ ગયું હોવાથી જોવામાં કંઈ ખાસ તકલીફ જેવું ન હતું. એ લોકો થોડા નજીક આવ્યા એટલે બધાએ તેમને ઓળખી લીધા કે આર્મી ના માણસો હતા. જેને રાજદીપે મદદ માટે કોલ કર્યો હતો.

@@@@@@@@

સુનીલ અને રાજદીપ ઉપરના રૂમ તરફ આગળ વધ્યા. એ લોકો અંદર બંદૂક સાથે દાખલ થયા. અંદર એ લોકોને સામે બે વ્યક્તિ જ દેખાયા હજુ એ બંને કશું રીએક્ટ કરે એ પહેલા દરવાજા પાછળ થી એક વ્યક્તિ બહાર આવ્યો અને રાજદીપ ને લાત મારી જેથી રાજદીપ સુનિલ બાજુ ખસ્યો અને સંતુલન બગડતા બંને જમીન પર પડયાં. લાત મારવા વાળું બીજું કોઈ નહિ પણ એ એજાજ હતો. તેણે સુનિલ તેમજ રાજદીપ ને ઉપર આવતા જોઈ લીધા હતા, આથી એ દરવાજા પાછળ છૂપાઇ ગયો અને બંને ની રાહ જોવા લાગ્યો. જેવા એ બંને એ ઉપર આવી દરવાજો ખોલ્યો તે તરત જ રાજદીપ પર વાર કર્યો. રાજદીપ અને સુનીલ નીચે પડ્યા આ તકનો લાભ ઉઠાવીને તેણે કાસીમને હુસેનઅલી ને લઈ અહીંથી બહાર જવાનું કહ્યું. એ બન્ને નીચે જવા લાગ્યા.ત્યાં સુધી માં રાજદીપ અને સુનીલ પણ સ્વસ્થ થઈ ઊભા થઈ એ બંને ને રોકવા માટે આગળ વધ્યા પરંતુ એજાજે પણ આવા ઘણા બધા મિશન પાર કરેલા હોવાથી તેણે બન્ને ને એક સાથે પકડી બંને ને એક સાથે પાછળ ની બાજુ એ બળપૂર્વક ધકેલ્યા. બંને સાવચેત હોવાથી થોડા પાછળ ધકેલાયા પરંતુ ત્યારબાદ તુરંત જ તક જોઈ રાજદીપ એજાજ ની તરફ લાત ઘુમાવી એજાજ ત્યારે તેની લાત રોકવાનો પ્રયત્ન કર્યો બરાબર એ જ સમયે સુનીલે બીજી તરફથી લાત મારી જે તેના પડખામાં વાગી આથી તે થોડો ડગ્યો બરાબર આ જ સમયે રાજદીપે એજાજ ની છાતી પર લાત મારી જેના કારણે તે ઝડપભેર સામેની દિવાલમાં અથડાયો. આ સમયે રાજદીપે સુનીલ ને કહ્યું "તું પેલા બંને પાછળ જા એ લોકો અહીંથી બહાર ન જવા જોઈએ" સુનિલ ઝડપથી એ બંને ની પાછળ ગયો. ત્યારબાદ રાજદીપ ફરીથી એજાજ તરફ ફર્યો. ત્યાં સુધીમાં એજાજ પણ થોડો સ્વસ્થ થઈ ગયો હતો અત્યારે તેના હાથમાં એક ચપ્પુ હતું તે ઝડપથી રાજદીપ સામે ફેરવવા લાગ્યો. રાજદીપ પણ બધા વાર થી બચવાનો પ્રયત્ન કરતો પરંતુ તેમાંથી એક વાર રાજદીપ ખાળી શક્યો નહીં અને તેને છાતીના ભાગમાં ઘસરકો કરતી ગઈ. જેથી તેમાંથી લોહી વહેવા લાગ્યું. બીજી વખત જ્યારે બીજી વખત જયારે એજાજે તેનો હાથ વાર કરવા આગળ કર્યો ત્યારે રાજદીપે હાથ પકડી બીજા હાથે તેના હાથ પર વાર કર્યો જેથી તેના હાથમાં રહેલ ચપ્પુ જમીન પર પડ્યું. રાજ્દીપે એ ચપ્પુ તુરંત ઉઠાવી એજાજ પર બે વાર કર્યા. એમાંનો એક વાર એજાજ ના હાથને ચીરોતો ગયો તેમાંથી લોહી વહેવાનું ચાલુ થયું તેમજ બીજો ભાગ તેની જાંઘ પર લાગ્યો છે. જે લગભગ ૧ ઇંચ જેટલો ઊંડો હતો આથી એ થોડો લંગડાયો બરાબર એજ સમયે રાજદીપે તેને પૂરા બળપૂર્વક લાત મારી જેના કારણે તે રૂમમાં લાગેલ કાચ સાથે અથડાયો અને એજાજ કાચ સાથે નીચેના મેઈન હોલમાં પડ્યો. રાજદીપ નીચે આવ્યો કે હજી એજાજ પાસે પહોંચ્યો ત્યાં જ અચાનક તેના પર હુમલો કર્યો જ્યારે તે નીચે પડ્યો ત્યારે તેના શરીરમાં ઘણી જગ્યાએ કાચ વાગ્યા હતા. સાથે સાથે તેના હાથમાં એક કાચનો ટુકડો પણ આવી ગયો હતો. જે તેને રાજદીપ ના પગ પર વાર કર્યો જેના કારણે કાચ રાજદીપ ના પગ માં ખુંચી ગયો આથી રાજદીપ પોતાનું સંતુલન જાળવી ન શક્યો અને એજાજ ઉપર પડ્યો. એજાજે પોતાના બંને હાથ રાજદીપ ના ગળા ફરતે વીટાળ્યા અને તેની ભીસ વધારવા લાગ્યો જેના કારણે રાજદીપનો શ્વાસ રુંધાવા લાગ્યો તેને એમ જ લાગી રહ્યું હતું કે હવે તેનો અંત નજીક છે. આંખમાં આંખમાં અંધારા આવવા લાગ્યા તેને કશોક અવાજ સંભળાયો પછી એ બેહોશ થઈ ગયો.

@@@@@@@
હુસેનઅલી અને કાસીમ બહાર જવા નીકળ્યા એ પછી તરત સુનિલ એ બંને પાછળ જવા નીકળ્યો. સુનીલના હાથમાં રસ્તામાંથી એક લોખંડનો રોડ આવી ગયો હતો. જે તેણે ભાગતા ભાગતા જે કાસીમના પગમાં લાગ્યો. જેના કારણે કાસીમ જમીન પર પડ્યો ઊભો થવાનો પ્રયત્ન કરતો હતો ત્યાં જ સુનીલ તેની પાસે પહોંચ્યો અને એક લાત મારી. એ લાત સીધી કસીમના મો પર વાગી જેના કારણે તેને તમ્મર ચડી ગયા તેમજ તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું એ લાત મારી સુનિલ ફરી પેલો પાઇપ લઇ તેના માથા પર માર્યો જેના કારણે કાસીમ બેભાન થઈ ગયો. પરંતુ હુસેનઅલી તેને ક્યાંય દેખાતો ન હતો. બરાબર એ જ સમયે તેને કશું તૂટવાનો અવાજ આવ્યો એ અવાજ ઓફિસના કાચ તૂટવાનો હતો. સુનીલ એ બાજુ ફરી આગળ વધવા પગ ઉપાડ્યા એટલામાં હુસેનઅલીએ તેની પર પાછળથી વાર કર્યો જેના કારણે સુનીલ ની છાતી ભેર પડ્યો તેના હાથમાંથી લોખંડ નો સળીયો પણ છૂટી ગયો.હુસેનઅલી એ ઝડપથી તેના પગ પર જોરદાર વાર કર્યો એના કારણે સુનીલના પગનું હાડકું તૂટી ગયું. સુનીલ થી ચીસ પડાઈ ગઈ ને લાગ્યું કે તે હવે ઉભો થઇ શકશે નહીં આથી એ પહેલા લોખંડનો પાઈપ લઈ તેનાથી શરીર પર વાત કરવા ઉગામ્યો. પરંતુ એ જ વખતે એક ગોળી તેના પગમાં વાગી અને તે નીચે પછડાયો.


@@@@@@@@


બહાર ની બાજુ એ મદદ આવી ગઈ હતી. તેમાં રહેલ ઓફિસરે રાજને અહીં ની ઘટના વિષે પૂછ્યું. રાજે ઝડપથી ઓફિસર ને બધી વાત જણાવી તેમજ એ પણ જણાવ્યું કે રાજદીપ અને સુનીલ અંદર ગયા છે જ્યાં બીજા વ્યક્તિઓ છે પણ છે એટલે ઓફિસરે થોડા જવાન ને અંદરની તરફ સાવચેતી પૂર્વક જવા કહ્યું. એ લોકો અંદર પહોંચ્યા ત્યારે એજાજ રાજદીપના ગળાને પોતાના હાથ વડે ભીસી રહ્યો હતો. તેમજ હુસેનઅલી સુનીલ પર લોખંડના પાઈપ વડે વાર કરવા જઈ રહ્યો હતો. આ જોઈ એક આર્મી જવાને હુસેનઅલી ના પગ પર ગોળી છોડી. જેથી એનું સંતુલન ગુમાવી જમીન પર પડ્યો ત્યાં સુધીમાં બીજા જવાનો તેની નજીક પહોંચી તેને કેદ કર્યો. તેમજ બીજા જવાનો એજાજ પાસે ગયા અને બંદુક વડે તેના પર વાર કર્યો. જેના કારણે તેની પકડ ઢીલી થઈ અને રાજદીપ ના ગળા ને છોડ્યા. જો થોડી વાર વધારે થઈ હોત તો રાજદીપ ચોક્કસ મૃત્યુ પામ્યો હોત. એ જવાનો ત્યાંથી એજાજ,કાસીમ,તેમજ હુસેનઅલી ને પકડીને બહાર લાવ્યા.બહાર નાસીર તેમજ મહમદ ની લાશો પડી હતી. તેમજ બીજા જવાનો સુનિલ ને સહારો આપી તેમજ રાજદીપ ને ઉપાડી બહાર લાવ્યા એ બંનેની પરિસ્થિતિ થોડી ખરાબ હતી. રાજદીપ શ્વાસ રોકાવાના કારણે બેભાન થઈ ગયો હતો. તેમજ તેના શરીરમાં ઘણી જગ્યાએથી લોહી વહી રહ્યું હતું. તેમજ સુનીલના પગનું હાડકું તૂટી ગયું હતું. આર્મી ઓફિસરે રાજદીપ,પાર્થ,કેયુર,અંકિત,સુનિલ તેમજ રાજ ને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાનો આદેશ કર્યો. સાથે સાથે ત્યાંની સ્થાનિક પોલીસને આ ઘટનાની જાણ કરી એ સિવાય અંદરના ગોડાઉનમાં રહેલ ત્રણ આતંકવાદીની ધરપકડ કરી તેમ જ તેમાં રહેલ બધા હથિયારો તેમજ અન્ય વસ્તુઓ કબજે કરી.

@@@@@@@

એ સવાર સમગ્ર દિલ્હી શહેર માટે આંચકા કા સમાન હતી. હોસ્પિટલમાં બધાની સારવાર થઇ ગઇ હતી. પાર્થ તેમજ રાજ ને ગોળી વાગી હતી એ જગ્યાએ ડોક્ટરે ત્યાં ટાંકા લઇ ડ્રેસિંગ કર્યું. રાજદીપ ને લાગેલ છરીના ઘા માટાંકા લઇ પાટા બાંધ્યા. તેમજ સુનિલને પગમાં પ્લાસ્ટર આવ્યું હતું. તેમજ અંકિત અને કેયુર ને સામાન્ય ઇજા થઈ હોવાથી તે બંને ને ડ્રેસિંગ કરી દીધું હતું. તે બંને રાજના રૂમમાં હતા બધાની હાલત હવે પહેલા કરતા સારી હતી.

“શું થયું આપણે સફળ થયા કે નહી?” રાજદીપ ને હોશ આવતાજ જ સૌથી પહેલાં સવાલ પૂછ્યો.

જેના જવાબમાં કેયુરે તેને તમામ હકીકતથી વાકેફ કર્યો. થોડીવાર બાદ પોલીસના વડા ત્યાં આવ્યા બધાને મળ્યા તેમજ તેની સાથે રહેલા ઇન્સ્પેક્ટરને બધાના સ્ટેટમેન્ટ લેવા કહ્યું. તેમ જે લોકોની બહાદુરીને પણ સેલ્યુટ કરી. ત્યાં સુધીમાં ખુશી, રીતુ,દિયા, તેમજ કૃતિ પણ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. એક અઠવાડિયા પછી બધાને રજા આપી એટલે એ લોકો ત્યાંથી પરત શાંતિ નગર જવા નીકળ્યા અને આ ક્યારેય ન ભૂલાય એવા વેકેશન નો અંત આવ્યો.


સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED