ખૂની કોણ? - ભાગ 7 - છેલ્લો ભાગ Dr.Sharadkumar K Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

ખૂની કોણ? - ભાગ 7 - છેલ્લો ભાગ

સોમેશ શાંત થઇ જાય ત્યાં સુધી એ બુકાનીધારી એ એનું ગળું દબાવી રાખેલુ . સોમેશ છટપટીને મરી ગયેલો.
ત્યારબાદ ખુનશથી તેને સોમેશ પર બે રાઉન્ડ ગોળીબાર કરેલા અને તરત જ કોઇ પુરાવો ન રહે એ રીતે ત્યાંથી નીકળી ગયેલો. જયા દરવાજો તોડીને બહાર આવી ત્યારે એના હાથમાં પિસ્તોલ હતી પણ સોમેશ ને મરેલો જોઈ એ ડઘાઈ ગયેલી એ જ વખતે દરવાજે ટકોરા પડ્યા અને એક હાથમાં પિસ્તોલ હતી, અને દરવાજો ખોલ્યો સામે માંગીલાલ ને જોઈને હાસકારો થયેલો.
માંગીલાલ ને જયાએ ઉપરની તમામ વિગત ની વાત કરી.
એ બંનેમાંથી કોઈએ હત્યા કરી ન હતી પણ કોઈ ત્રીજો માણસ સોમેશ નું કામ તમામ કરી ગયેલો. બંને થોડો સમય વિચાર કરેલો પણ વિચારવાનો સમય હતો નહીં એટલે એમને એમની યોજના મુજબ સોમેશની હત્યાને અકસ્માતમાં ખપાવી નાખવાનો પ્રયત્ન કરેલ.
બનેલું એવું કે માંગીલાલ જયારે જયસોમ' હાઉસમાં મોતનો સામાન મુકવા આવેલો ત્યારે હીરાને એની હિલચાલ શંકાસ્પદ લાગેલી, એના ગયા પછી તેમની તપાસ કરતા પિસ્તોલ સહિત અન્ય વસ્તુઓ પણ મળી આવેલ.
ત્યારબાદ પાલનપુર ખાતે ના 'જયસોમ' હાઉસમાં એકવાર તો ફોન કરી માંગીલાલ વિશે પૂછતા ખુદ જયાએ જ માંગીલાલ હવે અહીં કામ નથી કરતો એવું જણાવેલુ.
માંગીલાલ ના વર્તન ઉપર એની શંકા ઘેરી બનેલી. બે દિવસ પછી હીરાએ ફરિ 'જયસોમ બંગલામાં ટેલિફોન કરી માંગીલાલ ને એના અવાજની નકલ કરેલી, જયારે જયા એ ફોન રિસિવ કરેલો ત્યારે એને અવાજ બરોબર આવતો નથી એવું જણાવ્યું. જયાએ માંગી 'આઇ લવ યુ 'એમ કહી ને ફોન મૂકેલો હીરાને આખી વાત સમજાઈ ગયેલી.

હિરાએ એવું અનુમાન કરેલું કે વિક એન્ડ બંગલામાં માંગીલાલ દ્વારા જે મોતનો સામાન મૂકવામાં આવ્યો છે ‌તે સોમેશ ના મોતનો સામાન છે.‌ હીરાને પણ સોમેશ સાથે એક જુનો બદલો લેવાનો હતો, એટલે તેણે આ સમયનો યોગ્ય ઉપયોગ કર્યો.

સોમેશ ના જયા સાથે લગ્ન થયા એ પહેલાની વાત છે ..એક વખત વિક -એન્ડ બંગલામાં આવેલો ત્યારે હીરા ના નવા નવા લગ્ન થયેલા હીરો એની પત્ની સાથે વિક -એન્ડ બંગલામાં સોમેશ એકલો હોય ત્યારે રાખ રખાવ માટે બંગલા ને કોટળીમા જ રહેતો હતો. હીરા ની પત્ની રાધા દેખાવે સુંદર હતી. હીરાની પત્ની સોમેશ જાળ નાખેલી.

સોમેશ તેમાં ફસાઈ ગયેલો. કોઈ સ્ત્રીનો પ્રથમ સહવાસ માણ્યો હોય તો એ હીરાની પત્ની હતી. પછીના દરેક વિક -એન્ડ સોમેશ અહીં આવતો કોઈ કામના બહાને હીરાની બહાર મોકલતો અને રાધા સાથે મોજ કરતો .

એક વખત હિરા વહેલો આવી ગયો ત્યારે એને સોમેશ અને રાધાને કઢગી હાલતમાં જોયેલા. રાધાને પણ ખબર પડી ગઈ કે હીરા એ એમને જોઈ લીધા છે. એ વખતે હીરો એ એના ક્રોધને કાબૂમાં રાખેલો. એ એકદમ જાણે કશું જ નથી બન્યું એ રીતે વર્તેલો એણે વિચાર્યું કે મોટા માણસોને સીધી રીતે ન પહોંચાય સમય આવે એ સોમેશ ને પાઠ ભણાવશે..

એને તરત જ એક નિર્ણય લીધેલો પોતાની પત્નીને વતનમાં બાપુજી પાસે મૂકી આવેલો પોતે આ બંગલામાં નોકરી ચાલુ રાખેલી પણ પોતાની પત્ની સાથે સોમેશ'એ દ્રશ્ય એના મગજમાંથી ખસતું ન હતું .એની પત્ની ને તો એને છ મહિનામાં મોતને ઘાટ ઉતારી દીધેલી.
થોડા દિવસ એને વઠગાડ છે એવી હવા ફેલાવેલી એક દિવસ લાગ જોઇને પોતાના ખેતરમાં જ આવેલા પાણીના કૂવા માં પડવા મજબૂર કરી એનો જીવ લીધો એ વાત બધાએ માની લીધેલી હવે સોમેશ ને રાધા પાસે પહોંચાડવા હીરો સમય ની રાહ જોતો હતો ..એ સમયે જયા અને માંગીલાલ ના સોમેશ ની હત્યા કરવાના પ્લાન સમયે એને મળી ગયો.
હવે સૌપ્રથમ તો એને માંગીલાલે વીક- એન્ડ હાઉસમાં મૂકેલી પિસ્તોલમાંથી પહેલેથી જ બે ગોળીઓ કાઢી લીધી. જેના કારણે જ્યારે સોમેશ પર ફાયરિંગ કરે ત્યારે સોમેશ ને લાગેલી ગોળીઓ પિસ્તોલમાંથી છૂટી છે એવું સાબિત થાય .ગળું દાબીને એટલે માર્યો કે એની નજર સામે સોમેશ ને તરફડતો જોવા કહેતો હતો. રાધા સાથે તમારા સંબંધો અંજામ છે .'

એણે માંગીલાલ અને જયાના સોમેશ ની હત્યા કરવાના પ્લાન નો બરાબર ફાયદો ઉઠાવ્યો.
એણે સોમેશ ની હત્યા કરી પોતાની પત્ની રાધા સાથે ના લફડા નો બદલો લઇ લીધો એને ખબર હતી કે સોમેશ ની હત્યા માટે જ જયા અને માંગીલાલ જવાબદાર ઠરશે .અને પોતાનું ક્યાંય નામ નહીં આવે ,એટલે એને ગણતરીપૂર્વકનું જોખમ લઈ સોમેશ ને ખતમ કરી પોતાના હૃદય માં ભભૂકતી આગ ને ઠારી.

લગ્નેતર સંબંધોનો કરૂણ અંજામ આવ્યો‌ રાધા અને સોમેશ પોતાના જીવ ગુમાવ્યા જ્યારે જયા અને માંગીલાલ પર હત્યાનો આરોપ સિધ્ધ થયો‌ એમની રાહ જેલ જોઈ રહી છે‌ આવતા સપ્તાહે એમને સજા સંભળાવી જેલ મોકલી આપવામાં આવશે.

રાકેશ પટેલ ,સોમેશ નો સાચો ખૂની હિરો છે, જયા નહીં. ખરેખર કાયદાની દેવી અંધ છે કે જાણી જોઈને અંધ થઇ જાય છે.??
પૂર્ણ

શરદ ત્રિવેદી