khuni koun - 1 books and stories free download online pdf in Gujarati

ખૂની કોણ? - ભાગ 1

ખૂની કોણ?
આવતીકાલના અખબારોની હેડલાઈન હશે 'પતિની હત્યારિની પત્ની જયાએ જ કરી હતી.
શહેરના મશહુર વકીલ પ્રજાપતિ ની હત્યા એની પત્ની જયાએ જ કરી હતી.
જયાને સોમેશ પ્રજાપતિ ના મોત માટે કોર્ટ દોષિત માની સજાનો ચૂકાદો અનામત રાખ્યો હત્યામાં મદદ કરવા બદલ નોકર માંગીલાલ પણ દોષિત.'

વકીલ તરીકે રાકેશ પટેલ, તમે આજે કોર્ટમાં અંતિમ દલિલો પૂરી કરેલી. આમ તો કેમેય કરીને જયા ગુનાની કબૂલાત કરતી નહોતી, એટલે કોર્ટમા લાંબો સમય આ કેસ ચાલ્યો. જેના કારણે આજે પાંચ વર્ષે કેસનો ચુકાદો આવ્યો .જેમાં જયા દોષિત ઠરી આજે તમારા વકીલ મિત્રની ખૂની પત્ની જયાને દોષિત સાબિત કરી તમે સંતોષની લાગણી અનુભવી રહ્યા છો, રાકેશ પટેલ.

બનાવની સઘળી હકિકત પર તમે અતથી ઇતિ સુધી જાણો છો, રાજેશ પટેલ.
સોમેશ પ્રજાપતિ તમારું બચપણ નો મિત્ર તમે નાનપણથી જ એને ઓળખો છો. પહેલેથી જ સ્વભાવે સરળ અને શાંત, વર્ગમાં હંમેશા પહેલો આવતો. ક્યારેક કોઈક વિવાદમાં પડ્યો હોય એવું તમને યાદ નથી. દેખાવે કાળોમીઢ, ભરાવદાર શરીર, વાકડિ મૂછો રાખતો વ્યવસાયમાં એક્કો.

જેને એને વકીલ રાખ્યો એ અસીલ કેસે જીત્યો જ સમજો. એને લાગે છે કે અસીલ સાચો છે તો જ કેસ લડતો નહીં તો કેસ લડવાનો જ નહીં. વકીલાતની ગરિમાને ને જાળવી રાખી હતી એને ત્રણ પેઢીથી વકીલાત એને વારસામાં મળેલી. પ્રજાપતિ એસોસીએટ ક્ષેત્રે મોટું નામ ગણાતું, આજે પણ ગણાય છે. એના પિતા રમણીક પ્રજાપતિએ નો એક નો એક દીકરો એના શરીરનો કાળો રંગ પણ એને વારસામાં મળેલો.
એના દાદાથી માંડીને એના સુધીના બધા એકસરખા કાળા.
ઇશ્વરે એમને ઘડતી વખતે કાળો રંગ જ વાપરેલો એમ કહીએ તો પણ ખોટું નહીં. મોટું ખોરડુ અને નામાંકિત પેઢી ના હિસાબે એમની પત્ની તરીકે હંમેશા સુંદર અને સ્વરૂપમાં સ્ત્રીઓ જ મળેલી. રમેશના દાદીમા હીરાબા, સોમેશ ની મમ્મી મનોરમા અને સોમેશ ની પત્ની જયા રૂપનો અંબાર કોણ જાણે કેમ પણ આ સ્ત્રીઓના રંગની અસર આ ખાનદાનના પુરુષો પર તો સહેજે પણ વર્તાતી નહોતી. સોમેશ પણ એમાંથી બાકાત ન હતો.
એનો કાળો વાન કાળા ભમ્મર વાળ અને કાળી મૂછો એને વધુ ભયાનક બનાવતા હતા .જોકે એવા ભયાનક હતો નહીં .

એનું ઘર એના સમાજમાં ઊંચું ગણાતું અને એમાં પાછા એના દાદા અને પપ્પા સમાજના આગેવાન હતા, એટલે લગ્નની ઉંમરે એને સારા સારા ઘરની કન્યાઓના માંગા આવતા.એના પપ્પાએ તો એને મનગમતી છોકરી સાથે પ્રેમ લગ્ન કરવાની છૂટ પણ આપી હતી. પણ એને ચામડીની કાળાશે એને યુવાને દરમિયાન થોડો શરમાળ અને અંતર્મુખી બનાવી દીધેલો.
પ્રેમલગ્ન તો તો કોઈ સવાલ જ ન હતો એને એના મમ્મી પપ્પા ની સમાજમાંથી જ કોઈ સારી સંસ્કારી છોકરી શોધી લાવવા જણાવ્યું અને એ લોકો કે પસંદ કરે તે છોકરી સાથે લગ્ન કરવાની તૈયારી દર્શાવેલી.
એના પપ્પા અને મમ્મી એના કાળીયા ઠાકર માટે છોકરીઓ જોવાનું શરૂ કરેલુ મનોરમા બેને સોમેશ માટે સુંદર છોકરી શોધી કાઢેલી.
રૂપરૂપનો અંબાર સુંદર આંખો, ગુલાબી પાંખડી જેવા હોઠ ,દાડમની કળી જેવા દાંત ,જાણે કોઈ સંગેમરમર નો અદભૂત શિલ્પ જોઇ લો.
એના ઉરોજ નો ઉભાર ગમે તેવા તપસ્વીને એનું તપ છોડાવી દે એવો હતો . ઈશ્વરે જયાને નવરાશના સમયમાં ઘડી હશે એના યુવાન કાળના કેટલાય જુવાનીયાઓ એના પાછળ પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર હતા .સ્વર્ગની અપ્સરા થી એ કંઈ કમ નહોતું.

(હવે આગળ વાર્તા વાંચો:' ખૂની કોણ? ભાગ 2 માં)
(આપનો અમૂલ્ય પ્રતિભાવ પણ આપો)
શરદ કે.ત્રિવેદી : વાંચતા રહો,માણતા રહો

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED