paheli najarthi panetar sudhi ni safar - 13 books and stories free download online pdf in Gujarati

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 13


"તારોને મારો સાથ છે, એટલે તો દુનિયા વહાલી લાગે છે....
તારોને મારો સાથ છે, એટલે તો બધી ખુશી પ્યારી લાગે છે.....
તારોને મારો સાથ છે, એટલે તો બધા મોસમ વહાલા લાગે છે....
તારોને મારો સાથ છે, એટલે તો બધા સપના રંગીન લાગે છે....
તારોને મારો સાથ છે, એટલે તો જિંદગી સુંદર લાગે છે....."

(આપણે આગળના ભાગમાં જોયું કે મિશા અને વિરાટ વચ્ચેની મિત્રતા અને પ્રેમ વધતો જાય છે. અને મિશા અને વિરાટ વધુ ને વધુ નજીક આવતા જાય છે, પણ સાંભળ્યું છે ને કે, "પ્રેમની કસોટી થાય તો જ, પ્રેમ ચોવીસ કેરેટ શુદ્ધ બને."
બસ એ જ વાત મીશા અને વિરાટ ના પ્રેમ પર પણ લાગુ પડી જ, આપણે આગળના ભાગમાં જોયું કે મિશા અને વિરાટ ની એક કોમન ફ્રેન્ડ છે જેનું નામ નેહા છે.)

નેહા એ ખાસ તો વિરાટની ફ્રેન્ડ હોય છે, પણ એ મિશા ને પણ ઓળખે છે, આથી એના કોન્ટેક્ટ મા પણ હોય છે. નેહા ની સગાઈ થઇ ગઇ છે, અને વિરાટ અને નેહા નો ફિયાંસ બંને નાનપણથી બેસ્ટ ફ્રેન્ડ હોય છે. આથી વિરાટ નેહા અને નેહા નો ફિયાંસ નિસર્ગ ત્રણેયને ખૂબ જામે છે કેમકે ત્રણેય એકબીજા ને ખૂબ સારી રીતે ઓળખતા હોય છે. મિશા અને વિરાટ ની સગાઈ થતા નેહા અને મિશા એકબીજા ને ઓળખતા હોય છે, પણ પછી વાત કરી ને વધુ ઓળખવાની કોશિશ કરે છે, પણ મિશા ને નેહા સાથે વાત કરવાની મજા નથી આવતી. પણ વિરાટ ની ફ્રેન્ડ હોવાથી એ વાત કરે છે. પણ મિશા બને એટલી નેહા થી દુર રહે છે, કારણકે મિશા ને નેહા ની એક વાત પસંદ નથી, એ વાત એ છે કે નેહા વિરાટ ને ત્રણ વર્ષથી ઓળખે છે અને મિશા ઓછું ઓળખે છે. આથી મિશા ને બધું નેહા વિરાટ નું જ કહ્યા રાખે છે.


મિશા વિરાટ ને સાચો પ્રેમ કરતી હોવાથી મિશાથી એ વાત સહન નથી થતી અને ખૂબ ગુસ્સો આવે છે કે નેહા આખો દિવસ વિરાટ વિરાટ જ કર્યા રાખે, એને શું એનો પોતાનો ઘરવાળો તો છે, માન્યું કે વિરાટની બેસ્ટ ફ્રેન્ડ છે , નિસર્ગને પણ બધી ખબર હોય છે પણ મને ન ગમે કોઈ વિરાટ નું આટલું બધું બોલ્યા રાખે એ એટલે એ કેમ આવું કરતી હશે .??? એ સવાલ નો જવાબ મેળવવા માટે મિશા વિરાટ સાથે વાત કરે છે. એ રાતની રાહ જોવે છે, રાતે ફોન આવતા થોડીવાર આડી અવળી વાત કરી ને મિશા વાત શરૂ કરે છે.


મિશા: "વિરાટ એક વાત પૂછું તમને..???"

(વિરાટ ફોન કટ કરી દે છે. મિશા ફોન કરે છે.)

મિશા: "અરે સોરી, વિરાટ ભૂલમાં બોલાય ગયું. તારે રોકાય ને આમ ફોન કટ કરી દેવાય..???"

વિરાટ: "તને ઘણી વખત રોકી છે, પણ તું નથી સાંભળતી હવે બે - ત્રણ વાર આવું કરીશને તો જ તને સમજાશે એટલે આવું કર્યું."

મિશા: "ઓકે, ચલો હું યાદ રાખવાની કોશિશ કરીશ હો ને, તને તને કહેવાની જ."

વિરાટ: "હમમ ગુડ ગર્લ."

મિશા: " એ તો હું પેહલેથી જ છું, હવે તું મને બોલવા દઈશ નહિ તો હું ભૂલી જઈશ."

વિરાટ: "હા, બોલ ને શું કહેવું છે .??"

મિશા: "વિરાટ, નેહા ના વિશે વાત છે કહું...??"

વિરાટ: "હા, બોલ ને."

મિશા: "હું ઘણી વખત નેહા સાથે વાત કરું છું, પણ મને એની એક વાત નથી ગમતી. એ મારે તને કહેવી છે."

વિરાટ: "હા, બોલ ને શું વાત છે..??"

મિશા: "વાત એમ છે કે, હું જ્યારે જ્યારે નેહા સાથે વાત કરું ને ત્યારે ત્યારે એ બસ તારી જ વાત કરે છે, મને એ નથી ગમતું. મને સમજાય છે કે, તારી ફ્રેન્ડ છે એ પણ આટલી બધી એ મને તારી વાત કર્યા રાખે ને એ નથી ગમતું."

વિરાટ: "હા, એ ઓળખે છે ને મને એટલે તને બધું કહેતી હશે એમાં શું થઇ ગયું...???"

મિશા: "પણ તું સમજને કે આજે મારો કોઈ ફ્રેન્ડ મારી જ વાતો તને કર્યા કરે તો તને ગમે....????"

વિરાટ: "ના, ગમે તો નહિ પણ, નેહા ની વાત અલગ છે. અમે બે - ત્રણ વર્ષથી સાથે છીએ ને. એટલે તું એમને ઓળખી શકે ને એટલે એ તને બધી વાત કરતી હશે."

મિશા: "પણ હું તને મારી રીતે ઓળખવા માંગુ છું. એ આમ મને કે એ મને નથી ગમતું."

વિરાટ: "પણ સાંભળી લેવાનું એમાં શું થઇ ગયું...???"

મિશા: "પણ તું કંઇક કરને મને નથી ગમતું. હું ન સહન કરી શકું, કોઈ તારી આટલી બધી વાતો કર્યા રાખે."

વિરાટ: "તો હું શું કરું બોલ...???"

મિશા: "ના પાડી દે ને એને કે મને તારી વાત ન કર્યા રાખે."

વિરાટ: "પણ હું એને એવું ન કહી શકું, એને ખરાબ લાગ્યું તો...????"

મિશા: "તું મને તો બધું કહી શકે છો ને, એને કેમ કાંઇ ન કહી શકે... ???"

વિરાટ: "અમારા બંનેના સંબંધ ખરાબ થાય ને, તું કંઇ સમજતી જ નથી."

મિશા: "વાહ! વાહ! તને મને કંઇ કહેતી વખતે તો આવા વિચાર નથી આવતા, અને ઓલી ને કહેતી વખતે તને આવા બધા વિચાર આવે છે શું કામ...???"

વિરાટ:(ગુસ્સે થતા) "આવે વિચાર મને તને શું વાંધો છે..?? મારે કંઇ શું તારી માટે થઇ ને એની સાથે ઝઘડો કરવાનો..???"

મિશા:(ગુસ્સે થતા) "હા, તું મારી સાથે ઝઘડો કરી શકે છો હે ને..??? એના માટે થઈને.. ???"

વિરાટ: "હા, કરીશ તારા પર ગુસ્સો બોલ શું કરી લઈશ...??? નેહા તને કહે છે ને, તને નથી ગમતું તો તું એની સાથે વાત કર ને મારીસાથેસ હું ઝઘડે છો...???"

મિશા: "પણ, વિરાટ એ તારી ફ્રેન્ડ છે ને, મને એની કોઈ વાત ન ગમે તો હું તને જ કહું ને, મારે શું એને કહેવા જવાનું હોય...??"

વિરાટ: "હા, તો મને કહીને શું કરીશ .??? જો સાંભળી લેજે મિશા હું નેહા કંઈ નહિ કહી શકું."

મિશા:(રોવા લાગી) " હા, તું મને આટલું બધું કહી દે છે, એનો વાંધો નહિ પણ નેહા ને કંઇ ન કહી શકે શું કામ...???"

વિરાટ: તારે રોવું હોય ને તો રોઇલે તું પણ, હું નેહા ને તો કંઈ નહિ જ કહી શકું. આજે તને નેહા થી વાંધો છે, કાલે તને નિસર્ગ થી વાંધો પડશે ને, બોલ મારે શું કરવાનું..???

મિશા:(રોતા રોતા) "જવા દે હું ફોન મૂકું છું, તારી સાથે મારે વાત જ નથી કરવી."

(આમ મિશા અને વિરાટ નો કોઈ ત્રીજી વ્યક્તિ એટલે કે, નેહા ને લીધે ઝઘડો થઈ જાય છે. અને બંને ખૂબ ઝઘડ્યા પછી ઉકેલ લાવવાની જગ્યા એ ફોન મૂકી દે છે. તો હવે શું મિશા ફોન કરશે કે વિરાટ...???? નેહા માટે થઈને આ ઝઘડો વધશે કે તેનો ઉકેલ આવશે....???? બંનેના સંબંધો શું ફરીથી પહેલા જેવા થઈ શકશે....???? આવા દરેક સવાલના જવાબ મેળવવા માટે મારી સાથે આ રોમાંચક સફરમાં જોડાયેલા રહો. અને આ અનોખા સફરનો આનંદ માણતા રહો.)

(અસ્તુ)








બીજા રસપ્રદ વિકલ્પો