હું અને મારા અહસાસ - 6 Darshita Babubhai Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

હું અને મારા અહસાસ - 6

હું અને મારા અહસાસ

ભાગ ૬

પ્રેમપાગલ બની રંગાઈ જવા આવ્યાં છે,
આંખોના તોફાન માં સંતાઈ જવા આવ્યાં છે

**********

પ્રેમ માં બેવકૂફ બનવાની પણ મઝા છે,
બાજી જીતી ને હારવાની પણ મઝા છે.

**********

દુનિયા આખીમાં તોફાનો વધી રહ્યાં છે,
જીવન સફર માં તોફાનો વધી રહ્યાં છે.

**********

આંખ માં તોફાન જોયું છે,
મન ઝારૂખે ભાન ખોયું છે.

**********

કૃષ્ણ ના
તોફાન માં
લીલાં
હતી.

**********

ના કાપો મને
ક્યાં બાંધશે
પંખીઓ
માળો.

**********

સમય સાચવો તો સમય તમને સાચવશે,
હિમ્મત અને ઘર ક્યારેય કદી ના છોડશો.

**********

જીવન માં સુખી
થવા ની ચાવી
જરૂરિયાતો ઓછી
માં સંતોષ માનવો.

**********

જરૂરી નથી પ્રેમ નો જવાબ પ્રેમ જ હોય
પ્રેમ નો જવાબ જીવનભાર ના પણ મળે.

**********

કોઈને બેવકૂફ બનાવતાં
પહેલાં સો વાર વિચારજો,
કુદરત નો નિયમ છે
તમે જે વાવો છો
તે જ લણો છો.

**********

સીધા માણસો ને
દુનિયા બેવફુક કહે છે,
દુનિયા ને ક્યાં ખબર છે
સીધા માણસો જીવન
ની જંગ જીતી જાય છે.

**********

શરૂઆત કરવી અઘરી છે,
રજુઆત કરવી અઘરી છે.

**********

સાંજ ઢળતી યાદ તારી લઈને આવી,
રાત ઢળતી યાદ તારી લઈને આવી.

લોકેડાઉન માં જ્યાં બેઠી આંખો મીંચી,
વાત જુની યાદ તારી લઈને આવી.

**********

જિંદગી માં હમેશાં આગળ જોવું જોઈએ,
જીત એને જ મળે છે જે આગળ જુએ છે.

**********

જિંદગી આગળ છે,
કોરો તે કાગળ છે.

**********

નમ્રતા એ
માણસાઈ
નું ઘરેણું છે.

**********

ઘર ભલે નાનું હોય પણ તેની
સજાવટ જ મહેમાન ને આકર્ષે છે.

**********

જિંદગી ને પ્રેમ ના રંગો થી સજાઓ,
બંદગી ને પ્રેમ ના રંગો થી સજાઓ.

**********

શાંતિ નો
પર્યાય
મન ની
સ્થિરતા.

**********

ભણતાર સાથે ગણતર હોવું જોઈએ,
સાદગી ને પ્રેમ ના રંગો થી સજાઓ.

**********

ખાલી ખિસ્સા નો ભાર લાગે છે,
ક્યાંક કુદરત નો માર લાગે છે.

તળિયા ઝાટક થઈ ગયા કેમ ના,
મનુષ્ય નો આમાં હાથ લાગે છે.

કરેલા કર્મો નો બધો હિસાબ છે,
આજે મહેનત ની હાર લાગે છે.
૪-૬-૨૦૨૦

**********

તારી કિમત તને જ ખબર નથી,
તું નાયાબ છે તને જ ખબર નથી.

**********

છોડવું બહું સહેલું છે,
વાળવું બહુ અઘરું છે.

પાડવું બહું સહેલું છે,
ઉપાડવું બહુ અઘરું છે.

**********

લાગણીઓ અનલોક કરી છે,
માંગણીઓ અનલોક કરી છે.

જલ્દી અષાઢીયા આયા છે,
વાદળીઓ અનલોક કરી છે.

**********