હું અને મારા અહસાસ - 7 Darshita Babubhai Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું અને મારા અહસાસ - 7

હું અને મારા અહસાસ

ભાગ-૭

લાયક બનો,
નાયક નહીં

ચાહત બનો,
ચાહક નહીં.

************************************

લાગણી ની છત્રી ખોલીને નીકળ્યો છું,
વાદળી ની દશા જોઈને નીકળ્યો છું.

************************************

રાધા - કૃષ્ણ
નો
ઉત્કૃષ્ઠ
પ્રેમ.

************************************

પ્રેમ બળવખોર નથી હોતો,
તેનો જાદુ જ જુદો હોય છે.

************************************

રૂપ તારું બાગી બનાવી રહયું છે,
સૂતેલી ઈચ્છાઓ જગાડી રહયું છે.

************************************

નિર્દય ના બનીશ,
જુલ્મી ના બનીશ.

થોડો માનવ બન,
ફિલ્મી ના બનીશ.

************************************

કડવું સત્ય છે
સત્ય કડવું છે.

************************************

કડવું બોલશો નહીં
કડવું સાંભળશો નહીં
જે વાવો તે જ ઊગે
કુદરત નો નિયમ છે.

************************************

તારું વરસવું અને મારું ભીંજાવું,
મને પાગલ કરવા માટે કાફી છે.

************************************

ખુલ્લી આંખે ઊંઘ માં હોવાનો ડોળ ના કર,
જાગી જા જલ્દી ઊંઘ માં હોવાનો ડોળ ના કર.

************************************

ઊંઘ માં હોવું
અને
ઊંઘ નો દેખાડો
તફાવત

************************************

મને બધું આવડે
છે એમ કહી
પોતાની જાતને
મૂર્ખ ના
બનાવશો.

************************************

વાચાળ લોકો હ્રદય ના ચોખ્ખા હોય છે,
જે મન માં હોય તે જ જીભ પર હોય છે

************************************

વાચાળ લોકો ના પેટ માં પાપ નથી હોતું,
મન ની વાત એમની આંખો માં વંચાય છે.

************************************

બોલતું આકાશ શું સંદેશો આપી રહયું છે,
શું અંદેશો આપી રહયું છે,

************************************

જીવન જીવતા
શીખવવા બદલ
સદા માતા પિતા
ના આભારી છીએ.

************************************

ચાંદની રાતે વાતાવરણ ને રોમાંચક કરી દીધું છે,
શીતળતા ની ઠંડી સુગંધિત છાયા થી ભરી દીધું છે.

************************************

જિંદગી રોમાંચક છે,
લાગણી મનમોહક છે.

ચાંદ આજે ચકોરી ની,
આંખડી નો ચાહક છે.

************************************

હજારો ગમ ભલે આવે, હવે ગમથી નથી ડરતા,
જીગર ના મહેલના યારો, કદી કંકર નથી ખરતા.

કેટકેટલાં દિવાસો જુદાઈ માં વિતાવ્યા છે હસતા,
અનુપમ છે પ્રેમ આપણો, દૂરી માં આહો નથી ભરાતા.

************************************

સર્વ ના કલ્યાણ માં
આપણું કલ્યાણ
એ સમજ
એટલે
એ જ માનવ
ધર્મ.

************************************

દુનિયા માં
સૌથી વિશાળ
હ્રદય
"માં"
નું હોય છે.

************************************

"માં"
નો પ્રેમ
અત્યંત
આંધળો
હોય છે.

************************************

રાધા નો પ્રેમ
અત્યંત હતો
એટલે જ
રાધે - કૃષ્ણ
બોલાય છે.

************************************

મન ની સ્થિરતા
અને
મન ની એકાગ્રતા
એટલે
યોગ.

************************************

હ્દય વિશાળ હતું એટલે ફાવી ગયાં,
પોચા દિલ ના છીએ તે જાણી ગયાં.

************************************

તું બહુ જીદી છે,
હું બહુ જક્કી છું.

તું બહુ ચીઢિયો છે
હું બહુ પ્રેમી છું.

************************************

વ્યક્તિ નું
વ્યક્તિત્ત્વ જીવંત
રહેવું જોઈએ.

************************************

મન ઉત્સાહી હશે તો જીત હાથવેગી છે,
હૃદય ઉમંગી હશે તો જીત હાથવેગી છે.

************************************