હું અને મારા અહસાસ
ભાગ-૫
પ્રેમ પાગલ બની રંગાઈ જવા આવ્યાં છે,
આંખોના રંગમાં ભીજાઈ જવા આવ્યાં છે
દુનિયા આખી માં ભટકી હવે પોરો ખાવા,
હૂંફના ખોળા માં સંતાઈ જવા આવ્યાં છે.
સુંદરતા સંસ્કાર ને સભ્યતા થી ભરપૂર
સ્નેહના હાસ્યથી અંજાઈ જવા આવ્યાં છે.
૨૦-૩-૨૦૧૯
*****
આંખો માંથી છલકતો વરસાદ પીવો છે મારે
વાતો માંથી છલકતો વરસાદ પીવો છે
મારે
હસતા રમતાં સાથે વીતેલી ક્ષણો ની મીઠડી
યાદો માંથી છલકતો વરસાદ પીવો છે
મારે
ચાંદની છલકી રહી છે આભ માંથી તેવી
રાતો માંથી છલકતો વરસાદ પીવો છે
મારે
૧૨-૭-૨૦૧૮
*****
એકધારું જીવન ક્યાં જીવી શકાય છે
આંખ ખુલ્લી છતાં જીભ બંધ રખાય છે
*****
હું અને મારી લાગણીઓ હજુ પણ કહે છે કે ચાલ જીવી લઈએ,
હું અને મારી ઇચ્છાઓ હજુ પણ કહે છે કે ચાલ જીવી લઈએ,
*****
મન પતંગો સાથે ઉડી રહ્યું છે,
દિલ પતંગો સાથે ઉડી રહ્યું છે.
*****
સ્વપ્ન ની ઉડાન પતંગ જેમ ઊંચી ઉડવા દો.
હોસલા ની ઉડાન પતંગ જેમ ઊંચી ઉડવા દો.
*****
જિંદગી સમજીને હાથ માં રાખ્યો છે,
બંદગી સમજીને બાથ માં રાખ્યો છે.
*****
હાથ માં થી છીનવી લીધા હતાં,
નસીબ માં થી નહીં છીનવી શકો.
*****
મહેનત સાથે નસીબ પણ જોઈએ,
જિંદગી જીવવા હબીબ પણ જોઈએ.
*****
કોઈ શીખવાડો અમને પણ પ્રેમમાં,
શાયરી આંસું થી કેવી રીતે લખાય છે
*****
જીવન માં અજ્ઞાન નો
ઘોર અંધકાર
દૂર કરવા માટે
શિક્ષણ રૂપી પ્રકાશ
ની ખૂબ જરૂર છે.
*****
મૌન નો અર્થ એવો નથી કે આ વખતે પણ બધું ચલાવી લઈશું,
એનો અર્થ એવો છે કે સાદું જીવવાની શરૂઆત તમારે કરવી પડશે.
*****
ભગવાન નો
અર્થ એટલે
"माँ "
*****
શક્તિશાળી મન થી બનવું જોઈએ,
મનોબળ મજબૂત રાખવું જોઈએ.
*****
મન ની મજબૂતી થી ગમે તેવી જંગ જીતી જવાય,
*****
તારા ફોન ની એક રીંગ થઈ...!!
મારા ૧૦૦૦ કલાક નું મૌન...!!!!!!!!
*****
જેણે જિંદગી માં
ક્યારેય પણ
ખોટું ના કર્યું હોય
તે વ્યક્તિ જ
સાચો ન્યાય કરી શકે
તે એક જ છે
ભગવાન.
*****
હૈયા મોબાઇલ બન્યાં છે જુઓ ચારેકોર,
લાગણી ની ભીખ ના માંગવી જોઈએ.
આજ નહીં તો કાલ એને વરસવું પડશે,
વાદળી ની ભીખ ના માંગવી જોઈએ.
ગાયકી માં જો ભરોસો હશે તો ગાઈશ,
રાગિણી ની ભીખ ના માંગવી જોઈએ.
દર્શિતા બાબુભાઇ શાહ
૨૩-૩-૨૦૧૯
*****
લાગણી ના બધાં રંગ જોઇ લીધાં,
ફાગણી ના બધાં રંગ જોઇ લીધાં
સાત રંગો ભરી પિચકારી માં મેં,
વાદળી ના બધાં રંગ જોઇ લીધાં.
ઝૂમી ઝૂમી ગવાય છે હોળી ગીતો,
રાગિણી ના બધાં રંગ જોઇ લીધાં.
૧૯-૩-૨૦૧૯
*****
જિંદગી ના જે દિવાસો સામે આવ્યાં છે,
તે ખુશી ખુશી આનંદ થી જીવી લો.
કાલ ની કોને ખબર છે કે શું થશે,
જે પળ મળી છે તે મનભરી જીવી લો.
*****
શૂરવીર જવાનો પીઠ પાછળ વાર કરતાં નથી,
સામી છાતીએ વાર સહન કરતાં અચકાતાં નથી.
******************સમાપ્ત*************************