મનોજભાઈ ચાલવા લાગ્યા ,અંધારું પણ થવા આવ્યું હતું. આગળ ચાલતા મનોજભાઈ અંધારા વિલીન થઈ ગયા..
મનોજભાઈ ને અદ્રશ્ય થતા જોઈને કેતું થોડી ડરી ગઈ. જ્યોતિને લઈને ઘરમાં ગઈ. આ વાત ને ભૂલવા નો ઘણો પ્રયત્ન કર્યો પણ થોડી-થોડી વારે કેતુને આંખ સામે આવતી રહી. પછી રાતના જમવા ની તૈયારી માં કેતુ અને જ્યોતિ લાગી ગયા.
રામભાઈ મનોજના ઘરને જેવી સ્થિતિ માં હતું એજ સ્થિતિ માં રાખીને બહાર આવ્યા. ઘર ની બહાર લોક માર્યો. ત્યાંજ પાછળ થી અવાજ આવ્યો. પાછળ ફરીને જોયુંતો ખેતર ભાગ્યો રાખનાર ખેડૂત હતો. મનોજ એ આ વરસે ખેતર આ ભાઈને ભાગમાં વાવણી કરવા આપેલુ.
રામભાઈ મનોજ વિશે પૂછે એની પહેલા જ ખેડૂતે મનોજભાઈ વિશે પૂછતાં કહ્યું,"રામભાઈ, તમે એકલા આવ્યા, મનોજભાઈ ક્યાં છે? "
રામભાઈ પણ વિચાર માં પડી ગયા. પણ આગળ વાત કઈ ન કરી અને કહ્યું,"એ મારી પાસે નથી આવ્યો."
ખેડૂતે હસવા લાગ્યો અને રામભાઈ ને કહ્યું,"પણ, મને તો એમ કહી ને ગયા કે છોકરાવ ને મામા ને ત્યાં છોડીને અમે રામભાઈ પાસે દિલ્હી જઈએ છીએ."
દિલ્હી નું નામ સાંભળતા જ રામભાઈ નું દિલ એક ધડકન ચુકી ગયું હોય એવું લાગ્યું. પોતાના આવેગ કાબુમાં રાખીને રામભાઈ એ પૂછ્યું,"એ દિલ્હી માટે ક્યારે નીકળ્યા હતા ?"
"આજે મહિના જેવું થવા આવ્યું. ને હા કહીને ગયા હતા કે જ્યાં સુધી આવીએ નહીં ત્યાં સુધી છોકરવા ને મામા ના ઘરે જ રાખવાના છે."
રામભાઈ ના મગજ માં કઈ ચાલી રહ્યું હતું પણ કઈ બોલીના શક્યા. થોડીવાર બાદ ખેડુને રામરામ કહીને ઘર બાજુ ની રાહ પકડી. ઘરે પહોંચતા પહેલા રામભાઈ એ એક ફોન લગાડ્યો. ગામ પહોંચે એની પહેલા એક ભાઈ ગામ ના પાદરે હાથમાં પોટલી લઈને ઉભો હતો.
"તમારો સામાન તૈયાર છે, જે તમે ઓર્ડર આપ્યો હતો એ બધુંજ આમાં છે. પેલો ભાઈ સમાન આપીને જતો રહ્યો.
રામભાઈ એ સમાન ને લઈને પોતાન ઘર તરફ ચાલતા થયા. અચાનક કઈ યાદ આવતા એ ઉભા રહી ગયા. પોટલી ને હાથમાં જોઈને એક મંત્ર બોલ્યો. પોટલીને ગાયબ કરી દીધી. હવે કોઈ ને ખબર નહીં પડે એમ બોલતા આગળ ચાલ્યા. ઘરે પહોચીને પેલા ઉપર ના રૂમ માં સમાન મૂકીને નીચે આવ્યા.
"આવી ગયા તમે."
"હા.."
"મનોજભાઈ મળ્યા ?..." અઘરું વાકય રાખીને કેતુ રામની પાસે આવી..
"મારે તમને એક વાત કેવી છે."
"બોલો ને.." રામભાઈએ કેતુને વાત કહેવા માટે હા કહી.
"તમારા મિત્ર મનોજભાઈ આવ્યા હતા."
"ક્યારે ?" રામ કેતુની વાત થી ચોકીને બોલ્યો.
કેતુ એને નીચે બેસાડીને કહે,"બેસો હું તમને પુરી વાત કરું છું."
અમે જ્યારે ઘરે પહોચ્યા ત્યારે એ બહાર ખાટલા પર બેઠા હતા. મેં એમને અંદર આવવા કહ્યું, પણ એ થોડી ઉતાવળમાં હતા. થોડી દૂર ચાલતા થયા ત્યાં હવામાં જ ગાયબ થઈ ગયા.
"શુ આવી ગાંડા જેવી વાતો કરે છે, આમ કાઈ માણસ ગાયબ થતું હશે."
"રામ તમને પણ ખબર છે ને મને પણ, શુ થઈ શકે ને શુ નહીં."
"શુ આવ્યો હતો મનોજ ?."
"રામ એ તમને દિલ્હી વાળી હવેલી એ આવવાનું કહીને ગયા છે."
"તને શું લાગે છે કેતુ, શુ થયું હશે ?"
"એ તો તમારી દીકરીને જ પૂછો, ને હા જમવાનું બની ગયું છે. હાથ મો ધોઈને આવો."
રામભાઈ ના મુખ માં એક ચિંતા ઓછી થઈ ગઈ. એ જલ્દીથી હાથ પગ ધોઈ ને જમવા બેસી ગયા. જામીને ઉપર ના રૂમ માં ગયા. રૂમ ગયા બાદ એક મંત્ર નો જાપ ચાલુ કર્યો. થોડી કલાકો બાદ એક આકૃતિ આવીને સામે ઉભી રહી. રામભાઈ એ આકૃતિને પ્રણામ કર્યા.
"બોલ રામ આજે મારુ આહવાન કેમ કર્યું ?" પેલી આકૃતિ એ સહજતાથી રામભાઈ ને પૂછ્યું.
"ગુરુજી, મારી શંકા નું સમાધાન કરો."
"તારી શંકા નું સમાધાન તું જ કરી શકે છે."
"સમજ્યો નહીં ગુરુજી."
"તું હવેલી એ જા બધું સમજાઈ જશે."
"જી ગુરુજી.. પ્રણામ." આકૃતિ અદ્રશ્ય થઈ ગઈ.
આકૃતિના ગયા બાદ રામભાઈએ નક્કી કર્યું કે આવતી કાલે દિલ્હી જવું છે અને સુઈ ગયા.
----------------------------------------
ઘણા વર્ષો પહેલા દિલ્હી ની બાજુનું એક નાનું સમૃદ્ધ રાજ્ય. પોતાના પરાક્રમ થી આજુબાજુ ના બધા રાજ્યોમાં પોતાની એક અલગ છાપ ઊભું કરનાર રાજ્ય. આ રાજ્યની ગાદી ને રાજા જયરાજસિંહ બિરાજેલા હતા. રાજાના પ્રજાપેમી કાર્યો ના કારણે એ પ્રખ્યાત થયેલા.
પોતાના રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ, સ્ત્રી હોય કે બાળક એ ભૂખ્યા પેટ ના સુવું જોઈએ. બધા પાસે શિક્ષા હોય અને રાજ્યની કોઈ પણ કોમને તકલીફ ન પડે એ ઉદેશ્ય સાથે રાજા પોતાના રાજ્યમાં નવી નવી તકનીક થી પ્રજા ની સહાય કરતા.
પ્રજા પણ રાજા ના કાર્યમાં પુરી સહાયતા કરતી. રાજા ના રાજ્ય ની બીજી એક વાત એ હતી કે કોઈ રાજ્ય આ રાજ્ય ને હરાવી નથી શક્યું. આ રાજ્ય ની સેના સૌથી નાની હતી પણ આ રાજ્ય પર કોઈ દિવસ બીજા રાજ્યની સેના વિજય થઈ નહોતી. એની પાછળ નું એક જ કારણ હતું.... અઘોરી...
ક્રમશ: