(આગળ જોયું કે માયા એના રૂમ માં પડેલી બુક વાંચે છે અને એ એવું જ પોતાના જીવન માં અનુભવ કરે છે.એના પિતા અને મિત્રો સાથે મેલા માં જાય છે. આગળ)
રાત ના મેળામાં થી આવ્યા પછી ઘણા વિચાર કરી ને માયા ફરીથી બુક હાથ માં વાંચવા માટે લે છે.શુ લખ્યું હશે આગળ એવા વિચાર સાથે માયા બુક ના આગળના ભાગ માં રહેલા કાળા પના માંથી એક પનું ખોલે છે.
"બુક વાંચતા"
"ધીમે ધીમે હું મારા રૂમ માં આવી ત્યાં ઘણા ઘડા હતા, હું તે માયા ના ઘડા ને અડવા ની સાથે પાગલ થય ગય..
"બુક બંધ કરી ને"
એટલું જ વાંચતા માયા દોડી ને તેના પાપા પાસે જાય છે. રામભાઈ રૂમ માં કેતુ સાથે બેઠા બેઠા વાતું કરતા હતા, અચાનક માયા ને આવી રીતે જોતા વાતું બંધ કરી ઉભા થાય છે.માયા રામભાઈ પાસે આવે છે.
માયા આવીને સીધું રામભાઈ ને કે."પાપા આ માયા નો ઘડો શુ છે??
થોડીવાર રામભાઈ ને કેતુ બને કાઈ બોલતા નથી .થોડીવાર પછી રામભાઈ બોલ્યા "બેટા કેમ આવા સવાલ કરે છે"
"પાપા તમે કિધુ હતું ને આ બુક મારુ જીવન બદલી નાખશે" રામભાઈ ને આતુરતા સાથે માયા સવાલ કરે છે.
"હા બેટા"કહ્યું હતું.
"તો પાપા મેં બુક વાંચી ", આમ માયા એ બધી વાત કરી જે બન્યું એ બધું છેલ્લે માયા ના ઘડા ની વાત કરી.
આ બધું સાંભળી ને રામભાઈ બોલ્યા "બેટા માયા તારું નામ જ આ માયા પર થી રાખ્યું છે.
માયાને પાસે બેસાડી ને ભૂતકાળ ની વાત કરે છે.
જ્યારે તું 2 વરસ ની હતી ત્યારે ખાવા ના ફાંફા હતા .ઘર માં અનાજ નો દાણો ન હતો. હું ને તારી મા આખો દિવસ કામ કરતા તોય બે ટક ખાવા ના પૈસા માંડ થતા.
આવા દિવસો પસાર થતા હતા. એક આવીજ રાત હતી હું ને તારી મા આ ઘર માં જમવા બેસવાની તૈયારી કરતા હતા ત્યાંજ એક સાધુ આવ્યા.દરવાજા પાસે આવીને ઊભા રહે છે.
ઉભા રહી ને કાઈ બોલતા નથી ,એટલે હું બહાર ગયો.
સાધુ ને જય ને આવકાર આપીને જમવા નું કહ્યું. સાધુ જમી ને થોડીવાર ઘર માં બધે ખૂણે ખૂણે ઉભા રહી ને આખા ઘર માં ઘૂમી રહ્યા હતા .એટલે મેં તેને કારણ પૂછુયુ.
અચાનક આવ્યા ત્યાર ના એક શબ્દ ના બોલનાર સાધુ બોલ્યા કે " તારા પરિવાર પર લક્ષ્મી વરી છે,તારા આ ઘર ની જમીન માંથી અગિયાર માયા ના ઘડા નીકળશે".
એમ કહી મને એક ખૂણામાં ખોદવા કહ્યું પણ ખોદતાં પેલા સાધુ બોલ્યા કે "તું માયા તો બહાર કાઢી શકીશ પણ જો તેના પર કોઈ પણ સ્ત્રી ની છાયા પણ પડશે તો માયા પાછી જમીન માં વિલીન થય જશે" વળી થોડુંક આગળ ચાલીને
"માયામાંથી સાધુ કે દુખિયા ને જમાડ્યા દાન પુણ્ય કર્યા વિના ,તારા પરિવાર ની સ્ત્રી કે તારા પરિવાર સિવાય ના કોઈ પણ વ્યક્તિ જો માયા ના ઘડા ને સ્પર્શ કરશે તો તે બધી યાદ ભૂલી ને માયા ની માયા માં લિન થય જશે"
આ સાંભળી ને મેં સાધુ ને પૂછ્યુ " આવું કેમ મહારાજ"
સાધુ સામે જોય ને બોલ્યા કે "આ બધું તો માયા ના ખેલ છે "અને હસવા લાગ્યા.
આ બધી વાત પૂરી કરી મેં સાધુ એ કહ્યું એમ જમીન માં થોડું જ ખોદયુ તો એક ઘડો દેખાયો .જોઈ ને હું તો રાજી થય ગયો.ખુશી ને મારે જુમવા લાગ્યો.હળવે થી ઘડો બહાર કાઢ્યો અને બાજુ માં રાખ્યો.વળી થોડું જ ખોદયું તો બીજો ઘડો નીકળ્યો એને પણ બહાર કાઢ્યો.
ત્રીજો ઘડો હજી જમીન માંથી બહાર કાઢવા હાથ લંબાવ્યો,ત્યાંજ ગાયબ થય ગયો. જોયું તો તું રૂમ માં અંદર આવી હતી.અને એક ઘડા ની અંદર ની વસ્તુ સાથે રમત રમી રહી હતી. એની ચમક થી તારું મન તેને સ્પર્શ કરવા રોકી શક્યું નહીં.મને એમ કે તું હોવી માયા ના મોહ માં ભાન ભૂલી જઈશ.
એટલે મેં, સાધુ ને આ વાત નું સમાધાન પૂછ્યું.
સાધુ એ મુખ પર થોડું સ્મિથ આપીને કહ્યું "આ તો હજી નાની છે, આને હજી માયા ની અસર ના થાય ,અને જો માયા નો મોહ માં હશે તો પણ એ જાજા સમય માટે નહીં રહે , આના દ્વારાજ આ માયા નું દાન કરાવો સમય જતાં આ બધું જ સરખું થય જશે.
એમ કહી સાધુ દરવાજા ની બહાર જતા હતા.ત્યાંજ .મારાથી સ્વાભાવિક રીતે સાધુ ને પૂછી લીધુ કે "મહારાજ બાકી ની માયા"
મારી વાત કાપી ને સાધુ બોલ્યા કે "સમય આવતા તું કે તારા વંશ ના દીકરા-દીકરી એનો લાભ લેશે".વળી જતા જતા તારા માથા પર હાથ ફેરવી ને કેતા ગયા કે...
"આ પણ માયા જ છે"
"ભૂતકાળ માંથી બહાર''
"હવે ખબર પડી તારું નામ માયા કેમ છે"રામભાઈ માયા ની સામે જોય ને.
"હા પાપા પણ એ માયા નું શુ કર્યું".અને "આ બુક ક્યાંથી આવી." આ સવાલો માયા તેના પાપા સામેં પૂછે છે.
રામભાઈ કાઈ બોલતા નથી પણ માયા જવાબો માટે આતુરતા પૂર્વક રાહ જોઈ રહી હતી.કેતુ પણ જવાબો ની રાજ માં હતી એને પણ બુક વિશે ખબર ના હતી.
રામભાઈ માયા અને કેતુ ને સમજાવતા બોલે છે કે.
"બેટા બધી જ વસ્તુ નો સમય હોય છે જેમ માયા નો છે, એ એના સમય પરજ બહાર આવશે એમ આ વાત પણ સમય આવશે એટલે તને ખબર પડી જશે,ત્યાં સુધી આ વાત ને અને બુક ને સંભાળી ને રાખજે જ્યાં સુધી જરૂર ના જણાય ત્યાં સુધી બૂક ખોલવી નહીં કે ખોવી નહીં".
માયા બુક ને સાચવી ને મૂકી દે છે .....
ક્રમશ:...
આગળના રહસ્યો જાણવા માટે બન્યા રહો "ભૂતકાળ ની છાપ" ની રોમાંચક સફર સાથે.
લી. પારસ બઢીયા
મો.૯૭૨૩૮૮૪૭૬૩.