bhutkal ni chap - 7 books and stories free download online pdf in Gujarati

ભૂતકાળ ની છાપ - ૭

ફરી એક મંત્ર બોલીને ઓશિકાને હવામાં ગાયબ કરી દે છે. આ વખત નો જાદુ કેતુને ના ગમ્યો એ રામ ને કઈ બોલ્યા વગર રસોડામાં જતી રહી. રામ ને પણ થોડીવાર થયું કે પોતાના થી થોડી ભૂલ થઈ ગઈ છે. છેલ્લા ઘણા વારસો થી જે સત્ય છુપાવી રાખ્યુ હતું એ કેતુ ને કહેવાય ગયુ છે.

રામ ફરી મંત્ર બોલીને ઓશિકા ને પોતાની મૂળ સ્થિતિમાં રાખે છે. બુક ને લઈને પોતાના રૂમ માં જાય છે. બુક ને ઘણા સમય સુધી જોઈને વાંચવાનું ચાલુ કરે છે.

હું રામ મારા જીવન ની ઘણી વિચિત્ર ઘટના માંથી પસાર થયો છું.જીવન ના ઘણી નાની-મોટી ઘટના જે મેં કોઈ ને કહી નથી માત્ર મારા સુધીજ સીમિત રાખી છે એ બધી મેં મારી આ બુક માં લખીને રાખી છે. જે ભવિષ્ય માં મારા સંતાનો ને પોતાના દુઃખના સમયમાં કામ આવશે. મારા જીવન ની ઘણી ખોજ અને મારી દીકરી માયા ના જીવન ની ઘણી વાત હું અહી લખું છું. હું રામ એક વાર આ બુક માં મારા થકી લખેલી એક પણ ઘટનાને લખયા બાદ ભવિષ્યમાં કોઈ દિવસ વાંચીશ નહીં.

છેલ્લા શબ્દો વાંચીને રામભાઈ રડવા લાગ્યા. બેજ ઘડીમાં સ્વસ્થ થઈને ઉભા થયા અને બોલ્યા,"હું મારા જ નિયમ તોડવા જઇ રહ્યો હતો, એ વાત કદી ભુલાય એમ નથી".
એમ કહેતો એ બુક ને કબાટ માં એક મંત્ર બોલીને રાખી દીધી. બુક ગાયબ થઈ ગઈ. ધીમે થી રસોડામાં ગયા અને ફરી એક મંત્ર નો ઉપયોગ કરીને કેતુના થોડા કલોકો ની સ્મૃતિને ભૂસી નાખી..

રામ રસોડામાં પ્રવેશતા એક મંત્ર બોલ્યા. કેતુ એને ખિજાતા બોલી,"હવે આ શું નવું લાવ્યા તમે?".
રામ કેતુના સવાલ થી સમજી ગયો કે કેતુને કઈ યાદ નથી.

"કઈ નહીં એ તો તને કેવા આવ્યો હતો કે આપડે જમીને મારા મિત્ર મનોજ ને ત્યાં જવાનું છે."

"હા, તો જઈ આવશુ આમ પણ આજે દિવાળી છે."

રાત થઈ ગઈ. જ્યોતિ અને રામભાઈ બને જમવા બેઠા અને કેતુ એમને ગરમાં-ગરમ રોટલી જમાડવા લાગી. જમીને બધા મનોજભાઈ ને ત્યાં ગયા.આમ તો મનોજ ગામનો જ કહેવાય પણ એનું ઘર પોતાના ખેતર માં બનાવેલું. ગામ થી બારમું ખેતર એટલે મોહનનું. મોહનનું ખેતર બરોબર શહેર જવાના રસ્તા પાસે જ હતું. એટલે જ તો મોહને ત્યાંજ પોતાનું મકાન બનાવી નાખું.

રામ મનોજ ના ઘરે પહોંચ્યા. મનોજભાઈ એ બધા ને આવકાર આપ્યો. કેતુ અને જ્યોતિ મનોજભાઈની પત્ની સાથે હોલ માં બેઠા. મનોજ અને રામ છત પર રાખેલ હીંચકામાં બેઠા. ઘણી બધી જૂની યાદો ને તાજી કરતા બને પોતાના જીવનની ની અમૂલ્ય પળો ને યાદ કરી રહ્યા હતા.

મનોજ રામને એક ચાવી બતાવતા કહ્યું,"રામ, તારી વાત સાચી હતી ત્યાં અઢળક ખજાનો છે."

રામ મનોજના હાથમાંથી ચાવી છીનવી લીધી અને થોડા ગુસ્સા માં આવીને કહ્યું,"એલા, અકલ ના બારદાન તને ના પાડીતી, તો તું શુ કામ ગયો ત્યાં."

"તું ખોટી ચિંતા કરમાં હું એકલો ન'તો ગયો."

"તો કોણ આવ્યું હતું, તારી જોડે?"

"તારી ભાભી."

"સવારે મળીશું". રામ આગળ કઈ વાત ન કરતા નીચે ઉતર્યો.
રામ મોહનના ઘરે થી કેતુ અને જ્યોતિને લઈને પોતાના ઘર તરફ ચાલતો થયો.

ઘરે પહોંચતા રાતના મોડું થઈ ગયું હતું. આ અમાસ ની રાત્રી રામ ને મનોજના મળ્યા બાદ ખૂબ અંધારી લાગી રહી હતી..
રામ ઘરે આવ્યા બાદ જ્યોતિને પોતાના રૂમમાં સુવાનું કહ્યું. એટલે જ્યોતિ કેતુની સાથે રૂમ માં સુઈ ગઈ. રામભાઈ ઉપરના રૂમ માં ગયા. એક મંત્ર નો ઉચ્ચાર ચાલુ કર્યો. કલાકો સુધી આ મંત્ર નો ઉચ્ચાર કર્યા. મંત્ર ઉચ્ચાર થી રામભાઈ એ પોતાના ઘર ને એક કવચ થી સુરક્ષિત કરી દીધું જેથી કોઈ એમાં પ્રવેશી ના શકે.

રામભાઈ ફરી એક મંત્ર બોલતા માયાના રૂમ ની મધ્યમાં હવામાં એક પોટલી તરતી દ્રશ્યમાન થઈ. પોટલીને પોતાની મૂળ અવસ્થામાં જોઈને ફરી એને હવા માં અદ્રશ્ય કરી દીધી. રામ બેડ પર થોડીવાર આરામ કરવા માટે સુતા. થોડીજ વાર માં એ ઘોર નિંદ્રામાં જતા રહ્યા. હજી બે કલાક જેવો સમય થયો હશે ત્યાંજ એક અવાજ કાન માં સંભળાયો.

રામભાઈ એજ ક્ષણે ઉભા થઈને નીચે ગયા. નીચેના રૂમ માં બાજુના પાડોશી આવીને બેઠા હતા. રામભાઈ કઈ પણ બોલ્યા વગર રૂમ માં જઈને તૈયાર થઈને આવ્યા. બધાને નવા વર્ષની શુભેચ્છાઓ આપી..

આખો દિવસ બધા ને મળવામાં અને બીજાના ઘરે જવામાં વીતી ગયો. હવે માત્ર એક જ ઘર બાકી હતું. એ હતું મનોજ નું. કેતુ ને ઘર બાજુ જવાનું કહીને રામભાઈ મનોજ ના ઘર તરફ ચાલવા લાગ્યા. મનોજ ના ઘરે પહોંચ્યા તો ત્યાં તાળું હતું. પેલી ચાવી થી ઘર નું તાળું ખોલ્યું ને અંદર ગયા. ઘર ને જોઈની અંદર ની વસ્તુ ને જોઈને રામભાઈ ચોકી ઉઠ્યા. બધીજ વસ્તુ પર ધુડ ના થર જામી ગયા હતા.

કેતુ અને જ્યોતિ ઘરે પાસે પહોંચ્યા. ત્યાં બહાર ખાટલો ઢાળીને મનોજ ભાઈ બેઠા હતા. મનોજભાઈ ને જોઈને કેતુ એ અંદર ઘરમાં આવવાનું કહ્યું. મનોજભાઈ ઉભા થયા અને કહ્યું,"પછી કયારેક આવીશ અત્યારે મોડુ થાય છે. રામ આવે તો કેજો દિલ્હી વાળી હવેલીએ મને મળે."

મનોજભાઈ ચાલવા લાગ્યા, અંધારું પણ થઈ ગયુ હતું. આગળ ચાલતા મનોજભાઈ અંધારા વિલીન થઈ ગયા..

ક્રમશઃ

લી. પારસ બઢીયા.
મો.૯7૨3૮૮૪7૬3.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED