bhutkal ni chap - 1 books and stories free download online pdf in Gujarati

ભૂતકાળ ની છાપ - 1

આજે દિવાળી ના વેકેશન માં જાવા બધા પોતાનો સમાન પેક કરી રહ્યા હતા.વાતાવરણ ખૂબ ખુશી નું હતું, આજે બધા પોત-પોતાના ઘરે જઈ રહ્યા હતા.આજે હોસ્ટલ માં છેલો દિવસ હતો કાલ થી, કાઈ વાંચવાનું નહી કોઈ લેશન નહીં.બધા આવા મોજ મસ્તી ના મિજાજ માં હતા,આવા જ ઉત્સાહ માં માયા પણ હતી.

આજ એના પિતા એને ૬ વરસ પછી દિવાળી પર લેવા આવના હતા.જે આજે અંદમાન થી દિવાળી માટે ઘરે આવ્યા છે.જ્યાં તેઓ પુરાતત્વખાતા માં સંશોધનો કરે છે.

એક ભાઈ દરવાજા પાસે આવી ને ઉભો રહે છે.બધા થોડીવાર શાંત થય જય છે,કોઈ પણ કાઈ બોલતું નથી ,બધા એક-બીજા ની સામું જુએ છે.

આવીને બાર બેઠેલા દાદા ને કે "મારે માયા ને મળવું છે".

"તમે કોણ " ? દાદા આવેલ ભાઈ ને પૂછે છે.

મુખ પર થોડું સ્મિત રાખીને "હું તેનો પિતા રામ".

દાદા મોટા અવાજ સાથે દરવાજ સામે મોઢું કરીને "બેટા માયા તારા પિતા તને લેવા આવ્યા છે".

હજી તો દાદા પૂરું બોલ્યા પણ નય ત્યાંતો રૂમ માંથી પાયલ ની મધુર અવાજ સાથે દોડતી-દોડતી માયા આવી એના પાપા ને વળગી ને રડવા લાગી..

રડતા-રડતા...

"પાપા તમે હવે મને છોડી ને નય જતા . તમારા વિના મને ગમતું જ નથી" આજે ૬ વર્ષ પછી માયા રામ ભાઈ ને જોઈ ને ભાવુક થઇ ને બોલી.

માયા ની આંખ માં આવેલ આસુ ને લૂછતાં રામ કે "દિકા હવે તને મૂકી ને ક્યાંય જવાનો નથી ,મારી માયા ને મારી પાસે જ રાખીશ"

માયાને છાની રાખી ને સામાન લય ને રામભાઈ ને માયા ગામ તરફ નીકળે છે.રસ્તા માં માયા ને રામભાઈ એક બીજાની મજાક મસ્તી કરતા હતા..

માયા રામ ભાઈ ની સામે જોય ને કે "પાપા તમે મારી માટે ત્યાં થી શુ લય ને આવ્યા છો"

રામભાઈ કે "તારી માટે તો જે લઈ આવું તે ઓછું છે, ગામડે હાલ તમે ત્યાંજ કહીશ''

એમ હળવાશ ની વાતો કરતા કરતા બને ગામડે પહોંચે છે.ઘરે પહોંચતા રાત થાય જાય છે.

ઘર ની સાંકળ ખખડાવતા" એ કેતુ.. .એ કેતુ...
દરવાજો ખોલ..

અંદર થી દરવાજો ખોલી ને" મારી માયા આવી ગઇ ,આવ અંદર આવ" .કેતુ દરવાજા પાસે ઉભી ઉભી બોલે છે
આટલા સમય પછી બધા ને જોઈ ને કેતુ ને પણ ખૂબ આનંદ થયો અને આંખ માં આંસુ આવી જાય છે.

ત્યાંજ રામભાઈ એને સાંભળતા કે છે "રેવા દે કેતુ બચાવી ને રાખ આ આંસુ તો હવે માયા ની વિદાય વેળાએજ બહાર આવા જોઈ એ"."હાલ હોવે રડવા નું બંધ કરી ને અંદર ચાલ. જમવા નું પીરસ તારી આ માયા અને મને ખૂબ ભૂખ લાગી છે".

જમી ને ફળીયા માં બધા બેઠા હતા .ગામડા ના શાંત વાતાવરણ માં ઠંડી પવનો ની લહર આવી રહી હતી.માયા રામભાઈ ની પાસે જય ને વાતો કરતી હતી.

માયા રામ ભાઈ ના ખોળા માં માથું મૂકી ને સૂતી સૂતી બોલી કે "પાપા તમે મારી માટે કઈ લાવ્યા હતા ને"

"હા દિકા લય ને આવ્યો છુ ને "

"શુ છે પાપા"ઉતાવળે ઉભી થઇ ને બોલી.

રામભાઈ કાઈ બોલ્યા વગર રૂમ માં જય ને એક બુક લય ને આવે .એકદમ જુદી બધી બુક થી અલગ કાંઈક નવું જ હોય તેવી લાગી રહી હતી.વળી નામ પણ સોંથી અલગ હતું.રામભાઈ એ બુક આવીને માયા ને આપી.

"પાપા મારે રજા ચાલે છે મારે અત્યારે બુક નથી જોઈતી", એમ કરી ને તે બુક તેની માં કેતું ને આપી ને મુકવા નું કહે છે.

"બેટા આ ખાસ બુક છે, તારી મુશ્કેલી માં કામ આવશે, જોઈ તો લે " રામભાઈ થોડા ધીમા આવા જે માયા ને સમજાવતા.

"ના પાપા હું તેને રજા ના દિવસો પછી જ વાંચીસ"એમ કહીને માયા રૂમ તરફ સુવા માટે જતી રહે છે.

કેતુ હાથ માં બુક ને ખોલવા નો પ્રયત્ન કરે છે ત્યાં જ રામભાઈ રોકે છે.

"આ તારે ખોલવા ની નથી..

ક્રમશ...

રામભાઈ કેમ કેતુ ને બુક ખોલતા રોકે છે ??

શુ હતું બુક નું રહસ્ય.??

રામભાઈ પાસે ક્યાંથી આવી આ બુક??

આગળના રહસ્યો જાણવા માટે બન્યા રહો "ભૂતકાળ ની છાપ" ની રોમાંચક સફર સાથે.

લી. પારસ બઢીયા
મો.૯૭૨૩૮૮૪૭૬૩.🌹બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED