bhutkal ni chap - 4 books and stories free download online pdf in Gujarati

ભૂતકાળ ની છાપ - ૪

(આગળના ભાગ માં જોયું કે રામભાઈ માયા ને ભૂતકાળ માં બનેલી બધી વાત કરે છે, માયાના ઘડા ની ...હવે આગળ..)

રામભાઈ અને કેતુ ફળીયા માં બેઠા હતા, માયા બુક લઈ ને પોતાના રૂમ માં જાય છે. થોડીવાર બહાર બેઠા પછી કેતુ, રામના ખભા પર પોતાનું માથું ટેકવી ને એના હાથ ને બાથ ભરે છે.રામભાઈ એના વાળ ને હેતથી સહેલાવતા, કેતુ ને કહે છે, "સમય કેમ વીતી ગયો કઈ ખબર જ ન રહી! ક્યારે આપડી દીકરી આટલી મોટી થય ગઈ! ".

"હા, મને તો આપડી દીકરી માયા ની યાદ આવે છે"

ત્યાંજ રામભાઈ ઉભા થઇ ને કેતુ ની સામે આખો પહોળી કરી ને બોલ્યા "આજ પછી એમ કોઈ દિવસ કહેતી નય, જ્યાં સુધી એ પોતાના જીવન નું કાર્ય પૂરું નહીં કરે ત્યાં સુધી જ્યોતિ જ આપડી દીકરી માયા છે".

આટલું બોલી ને રામભાઈ પોતાના રૂમ તરફ ચાલતા થયા. કેતુ એની પાછળ એને રોકવા જાય છે, પણ એ એની વાત સાંભળતા નથી અને રૂમ માં જઇ ને સુઈ જાય છે, પાછળ-પાછળ કેતુ પણ રૂમ માં આવે છે, રામભાઈ પડખું ફરી ને સુઈ ગયા હોય છે.

કેતુ એનો હાથ પકડી ને "તમને એની યાદ નથી આવતી? "

રામભાઈ એની હાથ ની પકડ ને મજબૂત કરી "જીવનના એક-એક પલમાં એની યાદ આવે છે ".

"તો પછી આપડે તેને ઘરે લઈ આવીએ", કેતુ ખૂબ ખુશ થતા બોલી.

રામભાઈ પડખું ફરી ને કેતુ સામે મુખ કરે છે, થોડી મુસ્કાન આપી ને બોલ્યા "આ જ પછી આ વાત ક્યારે પણ કહેતી નહી અને બીજી વાત એ હવે આપડી પાસે ક્યારે પણ નહીં આવે".

કેતુ રામ નો હાથ છોડી ને "તમે હંમેશા આમજ કહો છો."

રામ કેતુ નો હાથ પોતાના હાથ માં રાખીને હાથ ને સહેલાવતા સમજાવે છે "જો કેતુ, માયા એક લક્ષ ને પ્રાપ્ત કરવા માટે આપણને છોડી ને ગઈ છે, તું જો જીદ કરીશ તો એના આટલા વારસો ની મહેનત પર પાણી ફરી વળશે, હવે આ વાત ને અહીજ પુરી કર અને સુઈ જા".

આ વાત રામભાઈ અને કેતુ સિવાય બીજું કોઈ પણ સાંભળી રહ્યું હતું, એમને તો ખબર પણ નહીં હોય કે એ બને સિવાય કોઈ ત્રીજું આ વાત સાંભળી રહ્યું છે.રામભાઈ અને કેતુ બને સુઈ જાય છે.

માયા રૂમ માં બેડ પર સૂતી વિચાર માં ખોવાયેલી હતી. અચાનક બેડ પરથી ઉભી થઇ અને બુક ને ખોલી ને પણ મનમાં ચાલી રહેલા યુદ્ધ માં પોતાના પિતાના વિચાર નો વિજય થયો. એની યાદ આવતા એ બુક ને બાજુ માં રાખીને ફરી બેડ માં સુવા ની તૈયારી કરી.

રામભાઈ ના એ શબ્દો ફરી યાદ આવ્યા,"બધીજ ક્રિયા નો સમય નક્કી હોય છે, સમય આવે એટલે એ ક્રિયા આપ મેળે થઈ જાય છે.'' આમ એ બુક વાંચવાનું ટાળીને સુઈ જાય છે.

ઘડીયાર માં સવારના નવ વાગી ગયા હતા અને હજી કોઈ માયા ને જગાડવા આવ્યું ના હતું. માયા જાગીને નીચે ગઈ, એક સાધુના વેશમાં કોઈ રામભાઈ ની સાથે વાતો કરી રહ્યું હતું. માયા આ જોઈ ને સીધી એની મમ્મી પાસે રસોડા માં ગઈ. રસોડા માં એની મમ્મી સિવાય બીજી એક છોકરી પણ હતી..

માયાને રસોડા માં આવતા જોઈને કેતુબેન બોલ્યા,"માયા, આ તારી નાની બેન જ્યોતિ". આટલું બોલતાજ બને બહેનો એકબીજા ને બાથ ભરીને રડવા લાગી, જાણે આજે જન્મોપછી મળી હોય. કેતુબેન બંનેને કપાળ માં એક ચુંબન અપીને બાથ ભરે છે, હસતા ચહેરે પણ આંખમાં આંસુ સાથે બંનેને બહાર રામભાઈ પાસે લઈ જાય છે.

બધા સોફા પાર બેસીને આનંદ ની પળો ને માણે છે, હસીમજાક સાથે આખું ઘર ઘુંજી ઉઠે છે. માયા પોતાના પિતાને પૂછે છે, "પાપા તમે મને પણ માયા કહો છો અને મોટાબેન ને પણ!, આજથી તમે બધા મને મારા નામ થી જ બોલાવજો".

"હા જ્યોતિ બેટા, તું કહીશ એમ બોલાવીશું".

બધા ફરી હસવા લાગે છે. આવા હસી મજાક ની વચ્ચે સાધુ એ વાત કરી,"માફ કરજો, હવે અમારા જવાનો સમય થઈ ગયો છે". વાતાવરણ એકદમ શાંત થઈ ગયું. સાધુની આ વાત થી કેતુબેન રડવા લાગ્યા અને માયાને બાથ ફરીને હેત થી માથામાં હાથ ફેરવ્યો અને કહ્યું,"જલ્દી પાછી આવજે બેટા".

સાધુ અને માયા બધા ની વચ્ચે થી વિદાય લઈને જવા માટે ઘર ની બહાર નિકલે છે, રામભાઈ જ્યોતિને પેલું પુસ્તક લઈ ને આવવાનું કહેછે. એટલે જ્યોતિ એ પુસ્તક લઈને આવે છે, રામભાઈ જ્યોતિ પાસે થી પુસ્તક લઈ ને માયાના હાથ માં આપે છે. સાધુ અને માયા ત્યાંથી પોતાના ગંતવ્ય સ્થાન તરફ પ્રયાણ કરે છે.

એમના ગયા પછી જ્યોતિના સવાલો નો વરસાદ, કેતુબેન અને રામભાઈ પર ચાલુ થયો..
મારી મોટી બેન પણ છે ?, એનું નામ માયા હતું તો મને કેમ માયા કહો છો?, મારી બેન ને સાધુ સાથે કેમ જવા દીધી?..

રામભાઈ જ્યોતિના એક સાથે પ્રશ્નો કરવાથી એમને ઉપરના રૂમ માં લઈને ગયા. જ્યોતિના કબાટ માં એક ફોટો હતો એ જ્યોતિ ને બતાવ્યો અને કહ્યુ,"જે છોકરી આજે આવી હતી ને એ મારી મોટી દીકરી માયા હતી, તારી મોટી બેન."

જ્યારે તારી મોટી બેન માયાનો જન્મ થયો ને ત્યાર ની આ વાત છે...

મારી ઘરે એક બાળક નો જન્મ થવાનો હતો. હું અને તારી માં ખૂબ ખુશ હતા અને અવનાર નાના બાળ ની રાહ જોઈ રહ્યા હતા. થોડાજ દિવસો માં એ સમય આવી ગયો અને માયા નો જન્મ થયો. અમે એને ખૂબ લાડ-લડાવીને સમય વિતાવતા પણ જેવી રાત થાય એટલે એ રડવાનું શરૂ કરે, છાની રેવાનું તો નામ જ ના લે..

અમે ઘણા ડોક્ટરો, હકીમો અને વૈદ્ય ને બતાવી જોયું પણ એનો કોઈ ફાયદો થયો નહીં. એક રાત્રે હું અને તારી માં રૂમમાં બેઠા હતા. ત્યારે તારી માં એ મને માયા ની ચિંતા કરતા કહ્યું કે,"તમને ખબર છે, આપડી દીકરી એક ચોક્કસ સમય માં રડવાનું ચાલુ કરે છે, હું ઘણા સમયથી જોવ છુ, એ રાતનાં અગિયાર વાગ્યે ચાલુ કરીને છેક સવાર ના પાંચ વાગ્યા સુધી રડ્યા કરે છે."

ક્રમશઃ...

લી. પારસ બઢીયા.
મો.૯7૨3૮૮૪7૬3


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED