શબનમ Mushtaq Mohamed Kazi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શબનમ

શબનમ એક સુંદર છોકરી.ગોરો વાન,હરણી જેવી આંખો,લાંબુ નાક,આકર્ષક શરીર,વાંકોડિયા વાળ અને રમતિયાળ સ્વભાવ.ચહેરા પર મુસ્કાન ને શરારત.ગામ ની સુંદર છોકરીઓ માં પ્રથમ આવે એવી.કુટુંબ માં બધા કરતા નાની અને બધા ની લાડકી.થોડી વણરાગી પણ ખરી.દસમુ પાસ થઈ ન થઈ ને માં-બાપ ને ઉતાવળ પડી હાથપીળાં કરવાની. કેમકે દીકરી એટલે સાંપ નો ભારો. દીકરી તો પારકી થાપણ કહેવાય.આપણી ફિલ્મો ની અસર સમાજ પર પડે કે સમાજનુ પ્રતિબીબ ફિલ્મો માં પડે બે માંથી બીજું સાચું લાગે.છેલ્લા થોડા વરસો થી સમાજ થોડોથોડો ભલે બદલાયો હોય,બાકી આજ થી 25 વર્ષ પહેલાં સુધી છોકરી ને જલ્દી પરણાવી દેવા ની પ્રથા તો હતીજ.હજુ આજે પણ કોઈ ખાસ ફેર પડ્યો નથી.શહેરો માં પડ્યો હશે બાકી ગામડા ના લોકો તો હજુ પણ એવુંજ વિચારે કે, છોકરી સાસરે જાય તો ગંગા નાહ્યા.
હા તો આપણે વાત કરતા હતા શબનમ ની, 10 મુ પાસ થતાંજ માં બાપે એક સુવર જોઈ લગ્ન કરાવી દીધા, કોડભરી કન્યા સાસરે સિધાવી,માં બાપ ને હાશ થઈ.પહેલું વર્ષ બહુ સારું ગયું વર્ષ માં તો એક છોકરી ની માં બની ગઈ. બીજા વર્ષે ના બનવાનું બન્યું. શબનમ ને ખબર પડી કે એનો પતિ એક ખૂબ નીચુ ચારિત્ર્ય ધરાવતી સ્ત્રી સાથે લપટાયેલો છે.એમ છતાં એણે ઝગડો ના કર્યો પાકી ખાતરી કરી, ને પછી પહેલા કરતા વધુ પ્રેમ આપવાનું શરૂ કર્યું.પણ પથ્થર પર પાણી,કોઈ ફેર ના પડ્યો તો અંતે હારીને સાસુ સસરા ને વાત કરી.પણ એ લોકો હાથ ઊંચા કરી ગયા.અંતે ના થવાનું થયું ના છૂટકે છુટાછેડા લેવા પડ્યાં.
શબનમ બિચારી નાની છોકરી ને લઇ પીયર પાછી આવી.સ્માર્ટ હતી હોંશિયાર હતી કોમ્પ્યુટર શીખી ને કોમ્પ્યુટર ટીચર બની દિકરી મોટી થવા લાગી એને સ્કૂલ માં દાખલ કરી.કોમ્પ્યુટર ટીચર ની નોકરી છોડી એક હોસ્પિટલ માં રેસેપ્શનિસ્ટ બની.આ બાજુ એના માં બાપ ની ઉમ્મર થવા લાગી ઘડપણ આવ્યું. ફરી પાછા જુનવાણી વિચારો ના માં બાપ ને ફિકર થઈ કે અમારી આંખો બંધ થઈ જશે પછી આ છોકરી નું શુ? ભાઈભાભી સાથે કેવી રીતે આયખું વિતાવશે? અલબત્ત આ શંકા એમના મન ની ઉપજ હતી.આમ છતાં એને સમર્થન આપનાર ઘણા મળ્યા.બધા એ દબાણ આપી બીજા લગ્ન માટે તૈયાર કરી.મોટી ઉમ્મર ના અતિશય ધાર્મિક બીજવર સાથે પરણાવી બંને વચ્ચે કોઈ મેળ નહીં વળી બીજો પતિ પહેલા લગન થી થયેલ પુત્રી ને અપનાવવા રાજી થયેલો પરંતુ લગ્ન પછી એને પુત્રી આંખ માં કણા ની જેમ ખૂંચે. પછી સંબંધ ટકે? ફરી ના થવા નું થયું ને થયા છુટાછેડા. નાસીપાસ થયેલ શબનમ ફરી પિયર પાછી ફરી.ઘર માં આમતો બધા ને વહાલી હતી કોઈ ને ભારે પડતી નોતી માંબાપ ની ઈચ્છા ફકત એવી કે દીકરી નું ઘર વસી જાય.
આ વાત શબનમ પણ સમજતી હતી. આ બાજુ પ્રથમ લગ્ન થી થયેલી છોકરી મોટી થતી જતી હતી એના સગા બાપ ને હવે દીકરી યાદ આવવા લાગી હતી.આટલા વરસો માં દીકરીનું મુખ ના જોવા પામેલો બાપ દીકરી ને મળવા તલસતો હતો.દીકરી કઈ સ્કૂલ માં ભણે છે એની ભાળ કાઢી એ સ્કૂલ પર પહોંચી ગયો ને દીકરી નું સુંદર મુખ જોઈ રડી પડ્યો.પછી તો થોડાથોડા દિવસ ના અંતરે દીકરી ને સ્કૂલ પર મળવા આવવા લાગ્યો.આ બાબત ની જાણ શબનમ ને દીકરી થકી થઈ. બાપ દીકરી ના સંબંધ વચ્ચે એ આડી ના આવી એને એમ લાગ્યું કે સમય ની સાથે કદાચ હદયપરિવર્તન થયું લાગે છે. કદાચ સુધરી પણ ગયો હોય.
એક વાર છોકરી ને સ્કૂલે લેવા ગઈ તો ત્યાં પ્રથમ હસબન્ડ જોડે મુલાકાત થઈ ગઈ, પછી વધુ મુલાકાતો થઈ ને ભોળી છોકરી પ્રથમ પતિની ચિકનીચુપડી વાતો થી ને વધુ તો પુત્રી ને બાપ મળે એ ખાતર ફરી લગ્ન કરવા તૈયાર થઈ ગઈ.આ વખતે મા-બાપ બહેનો ભાઈબંધુ સગાવહાલા સહુ એ ના પાડી, ચેતવી પણ ખરી પરંતુ એ ના માની.આમ ત્રીજીવાર લગ્ન થયા.શરત કરેલી કે બીજા ગામ માં રહીશુ. તમારા પૈતૃક ગામ માં નહીં.છોકરા ના માબાપ પણ રાજી કે ભલે દૂર રહે પણ એ લોકો નું ઘર તો વસે ને.આપણે હવે કેટલા વર્ષ ના મહેમાન.ફરી પાછું એકાદ વર્ષ સારું ગયું પણ એક રાત્રે whatsapp પર એક મેસેજ આવ્યા ની બીપ સાંભળી શબનમે નિર્દોષ ભાવે મોબાઈલ ઉઠાવ્યો ને મેસેજ જોયા તો એના માથે વીજળી પડી.જે પ્રકરણ ને એ પૂરું થઈ ગયેલું માનતી હતી એ પ્રકરણ તો દૂર રહયે પણ પુરજોશ માં ચાલુ હતું.એને બહુજ ગુસ્સો આવ્યો પતિદેવ ને ઊંઘમાંથી ઉઠાડી ખૂબ લડી. ના કહેવાના શબ્દો કહી નાખ્યા પતિદેવે ગુસ્સા માં એક તમાચો લગાવી દિધો,ને ચોખ્ખું સુણાવી દીધું કે મને છોડી ને આટલા વર્ષ ભાગી ગઈ હતી તો મને કોણે સાચવ્યો તું જેને સોતન ગણે તેણેજ ?માટે એ તો રહેશેજ.તારે રહેવું હોય તો ચૂપચાપ રહે તને તો હું ફરીથી મારી દીકરી ખાતર લાવ્યો છું.
એ રાત શબનમ માટે કયામત ની રાત સમાન ગુજરી,એ રાત્રે શબનમ ને ઊંઘના આવી. સવારે પતિદેવ તો કઈ બન્યું ના હોય એમ કામધંધે ચાલ્યા ગયા પણ જિંદગીભર દુઃખો ને હસતા મોઢે સહન કરી દુઃખો સાથે લડતી રહેલી શબનમ આજે હારી ગઈ, ને ના કરવાનું કરી બેઠી.પતિ ના ગયા બાદ દરવાજો બંધ કરી પોતાની દીકરી ની હાજરીમાંજ ફાંસો લગાવી પોતાના દુઃખદ જીવન નું પ્રકરણ પોતાના સ્વહસ્તે પૂર્ણ કરી ગઈ