મારી સગી દાદી ને તો મેં જોયા નથી.મેં તો શુ મારા પિતાજી એ પણ સમજદારી ની અવસ્થા માં પોતાની માં ને જોયા નથી.બનેલું એવું કે મારા પિતાશ્રી ના જન્મ ના 9 માસ બાદ અચાનક મારા દાદાજી નું હાર્ટએટેક થી મોત થયું 1935-36 ની આ વાત છે.મારી દાદી માં ખૂબ આઘાત પામ્યા,અવાચક થઈ ગયા.આંખ માંથી એક આંસુ ના નીકળ્યું.સંતાન માં એક મોટો છોકરો,હશે એની ઉમર બે થી ત્રણ વર્ષ અને એક નાનો પુત્ર,જે મારા પિતાશ્રી માંડ 8 કે 9 માસ ની ઉંમર.આઘાત માં ને આઘાત માં મારા પિતાશ્રી ની ઉંમર સવા વર્ષ ની હતી તો મારી દાદી માં ગુજરી ગયા. આનો એવો આઘાત મોટા પુત્ર ને લાગ્યો કે એ પણ માં બાપ સાથે થઈ ગયા. રહી ગયા મારા પિતાશ્રી આ દુન્યા માં એકલા અટૂલા.કોઈ સહારો નહીં કોઈ નજીક નું સગું નહીં. સગા હશે તો પણ દૂરના ને ગરીબ, પોતાનું પૂરું ના થતું હોય ત્યાં એક્સ્ટ્રા બોજ કોણ માથે લે.પણ ઉપરવાળો કોઈ ના દિલ માં તો દયાભાવ પેદા કરીજ દે છે.
મોહલ્લા માં એક ગરીબ પણ ખાનદાની કુટુંબ ની બહેન ને દયા આવી. એમણે મારા પિતાશ્રી ને મોટા કરવાની જવાબદારી સ્વીકારી પોતાના ઘરે લઈ આવ્યા.ને માં ની જેમ દેખરેખ રાખી પુત્ર ની જેમ પાલનપોષણ કર્યું. મોટા કર્યા ને પરણાવ્યા પણ ખરા.પછી અમારો જન્મ થયો તો અમારું પણ સગા પૌત્ર ની જેમ લાલન પાલન કર્યું.અમને સાચી તાલીમ ને તરબીયાત આપી જેથી અમે અમારા પિતાશ્રી નો સહારો બનીએ.
નાણા ના અભાવે મારા પિતાશ્રી ફકત ધો.9 સુધી નો જ અભ્યાસ કરી શક્યા હતા. જે બાબત એમને ને મારા પિતાશ્રી ને ખૂબ અફસોસ હતો. પણ અમારી સાથે એવું ના બને એ માટે પહેલે થઈ તકેદારી રાખવામાં આવી. હજુ તો માંડ 4 વર્ષ ની મારી ઉંમર થઈ ને બાલમંદિર માં દાખલ કરી દેવામાં આવ્યો.મારા દાદી ખુદ મને મુકવા ને લેવા આવતા.સંચાલિકા બહેન સાથે મારા અભ્યાસ ની ચર્ચા કરતા ખુદ સાંજે બેસી મને લેસન કરાવતા. અમારા સમયે 6 વરસ ની ઉંમરે શાળા માં પ્રવેશ મળતો. હું બે વર્ષ સુધી બાલમંદિરે ગયો પણ તમે માનસો હું ધોરણ 1 માં દાખલ થયો તે વખતે વાંચતા શીખી ગયો હતો ને 1 થી 100 સુધી ના આંકડા લખી શકતો હતો.તમને જાણી ને નવાઈ લાગશે મારી દાદી કેટલું ભણેલા હતા? ફકત ચાર ચોપડી ઉર્દુ માધ્યમ ની નિશાળમાં, ગુજરાતી એક વિષય તરીકે ભણાવાતો એ મોહલ્લા ની સ્કૂલ માં, પણ અંગ્રેજો ના જમાના નું એ શિક્ષણ હતું એકદમ ફુલપ્રુફ. મારી દાદી મને બાળપણ થી પોતાનીજ સંગત માં રાખતા મુસ્લિમો ના વિસ્તાર માં છોકરા ભણતા નથી અમો ને ખરાબ સંગત ના લાગે મારે બહાર રમવા પણ ના જવા દેતા.અનુશાસન વધુ પડતું હોય એમ લાગતું પણ આજે અમે બધા ભાઈઓ ઉચ્ચશિક્ષણ મેળવી સુખી થયા ખાસ તો અમારા પિતાશ્રી એ પોતાની પાછલી અવસ્થા શાન થી ગુઝારી. માતા પિતા બંને આ દુન્યા થી સંતોષ સાથે રૂખસત થયા આ બાબત નું શ્રેય મારા દાદી ને જાય છે.મારી દાદી ની સખત મહેનત, પહેરેગીરી ને દેખભાળ ના પ્રતાપે હું આજે આચાર્યપદે બિરાજમાન છુ કહેવત સાચીજ છે કે "પ્રત્યેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે"
હું પ્રતિલિપિ નો પણ આભારી છું કે 1991 માં આ ફાની દુન્યા ને અલવિદા કહેનાર મારી પ્રાણપ્યારી દાદી ને શ્રદ્ધાંજલિ આપવાનો મોકો મળ્યો. અલ્લાહ પાક એમની બાલબાલ મગફિરત ફરમાવે ને તેઓએ તથા તેમના કુટુંબે એક પરાયા બાળક માટે જે કર્યું એનો શ્રેષ્ઠ બદલો આપે ને જન્નત માં આલા મકામ અતા કરે.આમીન.