mandir na ae pujari books and stories free download online pdf in Gujarati

મંદિર ના એ પુજારી

રામપુર નામનું એક ગામ.વર્ષો જૂનું,એક નાની નદી ને કાંઠે વસેલું.ગામ ની વસ્તી માંડ 700 ની આસપાસ,ગામ ની મુસ્લિમ વસ્તી પણ ઠીક ઠીક. લોકો સંપ થી રહેતા.પરંતુ વર્તમાન સમય ના પ્રવાહો ની અસર ગ્રામ્ય જીવન અને ગ્રામજનો પર પડતીજ હોય છે. વર્તમાન સમય તો ટીવી, નેટ અને સોશ્યિલ મીડિયાનો, એક નાનકડી ઘટના ઘટે ને પુરા વિશ્વ ને ખબર પડી જાય તો પછી ભારત ના ગામડે ગામડે ખબરે પડે ને અસરે પડે.
વર્તમાન માં થયેલા કોમી વિવાદો ને દંગાઓ ની અસર દુરસદુર ના ગામડા ઓ સુધી થતી હોય છે પણ રાજકીય રોટી શેકનારા ઓ ને એની કિયા થી પડી હોય?.રામપુર ની શાંતિ માં પણ વિક્ષોભ નાખવા નો પ્રયાસ વારંવાર થતો પણ કયારે સફળ ન થતો.એનું કારણ હતું ગામ ના રામજી મંદિર ના પૂજારી વિનય જાની મહારાજ. એમના નામ પ્રમાણે એમના માં સાચું શુ ખોટું શું આ સમજી શકવાનો વિનય જન્મજાત હતો તો વળી તેઓ ગામ ના હિન્દૂ તો ઠીક મુસ્લિમો ના પણ જાનીદોસ્ત હતા. પણ રોજ સાંજ પડે ને હિન્દૂ મુસ્લિમ નો રાગ આલાપતી ટી વી ચેનલ ની અસર લોકો પર પડે ને પડેજ. એકવાર બાજુ ના શહેરમાં એક હિન્દૂ છોકરી મુસ્લિમ છોકરા સાથે ભાગી ગઈ, હતા તો પ્રેમ વિવાહ પણ હમેંશા ની જેમ લોકલ ન્યૂઝચેનલો પર પણ શરૂ થયા ડિબેટ, એક રાજકીય પાર્ટી એ હિન્દૂ ઓ નો પક્ષ લીધો, ને કાઢી રેલીઓ. બીજા રાજકિયપક્ષે મુસ્લિમો નો પક્ષ લીધો.લવજેહાદ લવજેહાદ નો સાચો ખોટો પ્રચાર થયો લોકો નો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો.નાના નાના ગામો સુધી રમખાણો ની આગ ફેલાઈ, પણ ના દાજ્યું તો એક રામપુર.
બીજા ગામો માં વસતા મુસ્લિમો ને રામપુર માં પોતાની સેફ્ટી જણાઈ આ લોકો ગામ માં આવી વિનયજાની મહારાજ ને મળ્યા ને ગામ માં વસવાટ કરવા સહકાર માંગ્યો મહારાજે હસતા મુખે સહુ ને આવકાર્યા.ઈશ્વરે સર્જેલા આ વિશ્વ માં જન્મેલા હરેક ઇન્સાન ને ઈચ્છે ત્યા રહેવાનો વસવાનો અધિકાર છે વિના ડર આવી ને પ્રેમથી રહો એવું મહારાજે કીધું .આ વાત એક પાર્ટી ના નેતાજી ને ના ગમી કિયા થી ગમે કેમ કે તો પછી પંચાયત માં એમનું ગણિત ખોરવાઇ જાય. પણ સમસમી ને રહી ગયા કારણ ગામ ના હિન્દૂ મુસ્લિમ તમામ જાની મહારાજ ના દીવાના હતા .
પાણી માથે થી ઉપર જાય એ પહેલાં કાઈ કરવુ પડશે નેતાજી વિચારતા.પણ મોકો ના મળતો ગામ માં મુસ્લિમ વધી રહ્યા હતા કેમ કે રામપુર સુરક્ષિત જગ્યા હતી.નવા આવેલા મુસ્લિમ આ ગામ ની આબોહવા સામાજીક સમરસતા થી પરિચિત ન્હોતા આથી નવા આવેલા ના ઝગડા થતા મહારાજ બધે પહોંચે તો કેવી રીતે!? આથી ગામ માં થોડી કડવાશ પણ પેદા થઈ. મુસ્લિમો માં પણ આસ્થા ને કારણે મતભેદ હોય છે આથી નવા આવેલા મુસ્લિમો ને ગામના અસલ મુસ્લિમો વચ્ચે આસ્થા બાબત, રીતરિવાજો બાબત મતભેદ થયા આથી નવી મસ્જિદ બાંધવાની હિલચાલ ઉભી થઇ. લોકો મહારાજ ને મળ્યા મહારાજે મંદિરપાસેજ મસ્જિદ નું નિર્માણ કરવા કહ્યું. મસ્જિદ ની શીલરોપણ વિધિ થઈ અન્ય ગામોમાથી લોકો આવ્યા મોટો મેળાવડો થયો.સ્વાભાવિક આજે દેશ ની જે પરિસ્થિતિ છે એ ને કારણે કેટલા લોકો ને ડર પેઠો કે ભવિષ્યમાં આ મલેચ્છ કોમ આપણ ને આ ગામ માંથી નહીં ભગાવે એની ખાતરી શું? બસ અહીં મોકો મળી ગયો નેતાજી ને લોકો ના ડર ને કેશ કરવાનો.
એમણે એક અરજી તૈયાર કરી ગામના કેટલાક લોકો ફકત ડર ને અવિશ્વાસ ને કારણે સહી કરવા તૈયાર થયા કે મંદિર પાસે મસ્જિદ ના બની શકે ભવિષ્ય માં ઝગડા થશે,કોમી રમખાણો થશે વગેરે વગેરે.ફરી પેઇડ ન્યૂઝચેનેલો પ્રિન્ટમીડિયા શરૂ થઈ ગયા.
મહારાજ નવા જમાના ના ગાંધી બનવા જાય છે એક ગાંધી ને કારણે ભાગલા પડ્યા આ ગાંધી ને માપ માં રાખવા પડશે એવું અંદરખાને નક્કી થયું સાંપ પણ મરી જાય ને લાઠી પણ ના તૂટે એવું આયોજન કરવામાં આવ્યું મહારાજ ને પણ આ કાવતરા ની ભનક લાગી ગઈ, પણ તેઓ તો સાચા રામભક્ત મોત થી શાના ડરે? મોત કાલે આવતું હોય તો આજે આવે એવું બોલી પ્રતિક્રિયા આપી. પણ એમના શુભેચ્છકો સાવધાન થઈ ગયા.ગામ ની વસંત રજજબ ની જોડી કહેવાતા મોહંમદ ને મોહન મહારાજ ની જોડે ને જોડે રહેશે એમ નક્કી થયું.ગામ માં તો મહારાજ નો કોઈ વાળ પણ વાંકો ના કરી શકે આથી પરગામ કથા પ્રવચન માટે હાલ જવું નહીં એમ નક્કી થયું.પણ મહારાજ માને?
એક દિવસે નજીક ના શહેર માંથી રામકથા માટે પધારવાનું નોતરું આવ્યું બધા ની ના છતાં મહારાજ પોતાને રોકી ના શક્યા તેઓ એ હા પાડી દીધી.શહેર માં મોટા મોટા હોર્ડિંગ્સ મુકાયા રામકથા નો પ્રચાર ખૂબ મોટાપાયે થયો ખૂબ મોટી સંખ્યા માં લોકો જોડાયા રામકથા સફળતા પૂર્વક પૂર્ણ થઈ.બધા ને હાશ થઈ.સાંજે જ મહારાજ,મોહમ્મદ ને મોહન સાથે રામપુર પાછા ફરવા પોતાના એક ભક્ત ની મોટરકાર માં સવાર થયાં.કાર રામપુરપાટિયા પાસે પહોંચી ને ગામ માં દાખલ થવાના રસ્તા તરફ વળી કે બધા ના મુખ માંથી ચીસ નીકળી ગઈ ડ્રાઈવર ના હાથ માંથી સ્ટીરીંગ છૂટી ગયું સામેથી ધસમસતી ટ્રક આવી રહી હતી.મોહમ્મદ ને મોહન પણ બેબસ હતા ડ્રાઈવર તો ઘબરાઈ ને કાર માંથી કુદી પડ્યો બીજીજ ક્ષણે કાર ને ટ્રક ધડાકાભેર અથડાઈ જેનો અવાજ છેક રામપુર સુધી પહોંચ્યો. લોકો દોડી આવ્યા પણ વાર્તા પુરી થઈ ગઈ હતી આજ સુધી કોઈ આ જાણી નથી શક્યું કે આ અકસ્માત હતો કે ષડ્યંત્ર. પરંતુ આ બનાવે રામપુર ના લોકો ને એક કરી દીધા મસ્જિદ નું નિર્માણ પણ થઈ ગયું ને રામપુર માં આજે પણ રમખાણ નથી થતા.

મુશતાક કાઝી રાંદેર સુરતબીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED