sura to ajmer books and stories free download online pdf in Gujarati

સુરત ટુ અજમેર.મારી પ્રથમ રેલયાત્રા

સાલ હશે 1978 ની, હું સાત માં ધોરણ માં ભણતો હતો. મારા પિતાશ્રી રેલ્વે કર્મચારી હતા.તેઓ ખૂબ સારા ક્રિકેટર હતા.ને ઘણી વાર સુરત રેલ્વે ની ટીમ નું સુકાનીપદ પણ શોભાવતા.રેલ્વે ની ક્રિકેટ ટુર્નામેન્ટ અજમેર ખાતે પ્રતિ વર્ષ યોજાતી હતી.આ ટુર્નામેન્ટ માં ભાગ લેવા સુરત ની ટીમ જવાની હતી.મારા પિતાશ્રી એ મને પણ જોડે લઇ જવાનું નક્કી કર્યું.સુરત સ્ટેશન પર તો રેલ્વે ના આલા(ઉચ્ચ) અધિકારીઓ ની હાજરી માં ટીમ ને શાન થી વિદાય આપવામાં આવી.ડબ્બા માં ટીમ ના 16 સભ્યો તેમજ મેનેજર વગેરે ગોઠવાયા.આખો ડબ્બો જાણે બાપીકી જાગીર. ટી.સી. વગેરે આવે તે પણ ઓળખીતા સાહેબજી કરે શુભેચ્છા આપે .હું તો નાનું બાળક આ બધું જોઈ ને રાજી નો રેડ થઈ ગયો. વી. આઇ. પી. હોવુ એવી લાગણી થાય.
તે જમાના માં અજમેર ની સીધી ટ્રેન ના મળે,અમે તો અમદાવાદ ઉતાર્યા. પછી અમદાવાદ માં થોડું ફર્યા સાંજે સ્ટેશન પાછા ફર્યા. રાત્રે આઠ વાગ્યે અમદાવાદ થી મીટરગેજ ટ્રેન ચાલે જે સવારે અજમેર પહોંચાડે.કરમ ની કઠણાઈ અહીં શરૂ થઈ.હતી તો રેલ્વે ની ટીમ પણ અમદાવાદ થી અજમેર ની લાંબી ને રાતની મુસાફરી નું રિઝર્વેશન નહીં કરાવેલું. પણ આ તો રેલ્વે કર્મચારી ની ટીમ, એટલે કાંઈ પણ જુગાડ થશે એવો ફાંકો.ને જુગાડ કર્યો પણ ખરો, ટપાલ ના ડબ્બા માં ગોઠવણ થઈ ગઈ. મને તો ઉપર બર્થ પર સુવડાવી દીધો, બાકી આખી ટીમ પત્તાં રમે.હું ઘસઘસાટ ઉંધુ, ત્યાં તો મારા પિતાશ્રી એ મને ઊંઘ માંથી જગાડ્યો. જોયું તો આખી ટીમ પોતાનો સામાન,ક્રિકેટકીટ લઈ ને ડબ્બામાંથી ઉતરી પ્લેટફોર્મ પર દોડે, જનરલકોચ ભણી કશું સમજ ના પડી.એક ડબ્બા માં ઝગડો કરી દરવાજો ખોલાવ્યો ને બધા ગોઠવાયા કયાં ખબર?બે ટોયલેટ ની વચ્ચે.બધા ની બેગ એક પર એક બે ટોયલેટ ની વચ્ચે ગોઠવીને બેગ ની થપ્પી પર મને બેસાડ્યો, ઊંઘ ખૂબ આવે ને ટ્રેન ચાલે તો પડી જવાની બીક પણ લાગે.પછી ઊંઘ શુ ધૂળ ને ઢેફા આવે?હવે ખરેખર શુ બન્યું એ કહું?
રાત ના બાર વાગ્યે આબુરોડ સ્ટેશન આવતું, અહીં ટપાલ ના ડબા માં જે કર્મચારી ભાઈ હતા એમની ડ્યૂટી બદલાઈ. ને નવા ભાઈ આવ્યા એ રાજસ્થાની, એમને ગુજરાતીઓ ની આંખ ની શરમ કીયા થી નડે? ફરમાન કર્યું ચાલો ઉતરો ટપાલ ના ડબ્બા માં આ રીતે નાગરિકો થી મુસાફરી ના થાય.તમે રેલ્વે કર્મચારી ભલે રહ્યા. પછી તો સવારે જેમતેમ અજમેર પહોંચ્યા. સુરત ની ટીમ આવી પહોંચી છે એવી જાણ કરી તો રેલ્વે યાર્ડ માં ફર્સ્ટકલાસ ના ડબ્બા મૂકી આપ્યાં.તેમાં રહેવાનું,ઠંડી કહે મારુ કામ.સ્ટેશન પર ફર્સ્ટકલાસ ના વેઇટિંગ રૂમ ના બાથરૂમમાં નાહવા જવાનું ને ટીમ મેમ્બર જાતે રસોઈ કરે તે જમવાનું.મને જમવાનું તો જરાય ભાવે નહીં.સવારે મેચ પહેલા સ્ટેડિયમ ના રસ્તા માં એક દુકાન આવે ત્યાં ગ્લાસ ભરી ને દૂધ ને જલેબી ખાઈ ત્રણ દિવસ કાઢી નાખ્યા. પહેલીજ મેચ સુરત હારી ગયું એટલે પછી તો વહેલું આવે સુરત.ચારદીવસ ના અજમેર ના રોકાણ દરમિયાન યાર્ડ માં ફર્સ્ટકલાસ ના ડબ્બા માં સખત ઠંડી નો અનુભવ લીધો. તેમજ ડબ્બા ની બહાર નીકળો તો ચારે તરફ પર્વત, શોલે ફિલ્મ ના ગબ્બર ના અડ્ડા ની યાદ આપે.દૂર ક્યાંક થી તાજીજ રજુ થયેલ ગંગા કી સોગંધ ફિલ્મનું ગીત માનો તો મેં ગંગા માં હું,ના માનો તો બહેતા પાની.ની કડી કોઈ મેરે જલ મેં વઝુ કરે દિવ્યસ્પંદન પેદા કરે.કેમ કે ખ્વાજા ની નગરી અજમેર ને નજીક માં પુષ્કર. બને સ્થળો ની મુલાકાત લીધા નું યાદ છે. વળતી મુસાફરી વખતે બહુ તકલીફ ન પડી. આ વખતે અજમેર થી અમદાવાદ રિઝર્વેશન હતું. પણ અમદાવાદ થી સુરત નોતું, પણ કહે છે કે અપની ગલી મેં.......શેર.અમદાવાદ માં જગ્યા બાબત કુલી ઓ સાથે મારામારી થઈ.પણ સુરત સુધી નિરાંત થઈ ગઈ.કુલી પણ આટલું મોટું ટોળું ને એ પણ રેલ્વેના કર્મચારીઓ નું જોઈ રફુચક્કર થઈ ગયો.તો આ હતી મારી પ્રથમ લાંબા અંતર ની મુસાફરી, જેની યાદો માનસપટ પર લાંબો સમય અંકિત રહી.ને હજુ પણ અંકિત છે, ને સદા અંકિત રહેશે.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED