રોજગાર Mushtaq Mohamed Kazi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રોજગાર

રોજગાર
પન્નાલાલ પટેલ ની નવલકથા "માનવીની ભવાઈ" માં છપ્પનીયા દુકાળ વખતના સમયગાળા નું વર્ણન છે.ભયંકર દુષ્કાળની પરિસ્થિતિમાં પેટ ની ભૂખ ઠારવા માણસ પોતાના સગા બાળકો ને વેચે છે.સ્ત્રીઓ પોતાના શરીરનો સોદો કરે છે.ભૂખ્યા આદિવાસીઓ કાચું અનાજ પણ મુઠ્ઠા ભરી ખાઈ જાય છે.ત્યાં સુધી કે ભૂખ્યા આદિવાસીઓ ઢોરો પર પણ એકી સાથે જંગલી પ્રાણી, શિકાર પર તૂટી પડે એ રીતે તૂટી પડી જીવતા પશુને કાચું ખાઈ જાય છે.આવો કપરો કાળ પન્નાલાલ એ પોતાની નવલકથા માં આલેખ્યો છે.ખરેખર આ દુન્યામાં સહુ થી મોટી કોઈ ભૂખ હોય તો તે છે પેટની ભૂખ. માણસ પોતે તો એકવાર પેટની ભૂખ સહેન કરી પણ લે, પણ પોતાની આંખ સામે પોતાના વહાલાસોયા ને ભૂખ થી તડપતા જોવા, એના થી દુઃખદ બીજી કોઈ વાત નથી.
વર્ષો બાદ આવો કપરો સમય હાલ 2020 માં જોવા મળ્યો. કોરોનાકાળ ને એના પરિણામે જાહેર થયેલું લોકડાઉન. લોકડાઉન ની જાહેરાત થયા બાદ સહુ થી કફોડી હાલત થઈ રોજ નું લાવી રોજ નું ખાનારા ની.મજદૂર વર્ગ તો લોકડાઉન ઉઠ્યાબાદ પોતાના વતન ભણી સ્થાનતરણ પણ કરી ગયો.તેમજ લોકડાઉન દરમિયાન પણ સેવાભાવી સંસ્થાઓ એમની વહારે આવી.પણ સહુથી ખરાબ હાલત થઈ એવા મધ્યમવર્ગીય લોકો ની કે જેઓ ની પાસે સરકારી નોકરી નહોતી.ખાનગીમાં નોકરી કરી કે જે કાંઈ કામકાજ મળ્યું તે કરી ને પોતાનું ને પોતાના કુટુંબ નું ગુજરાન ચલાવતા હતા. કોરોના મહામારી ને લોકડાઉન ની પશ્ચાતવર્તી અસર એ થઈ કે લોકો ના રોજગાર છૂટી ગયા. અહીં સુધી કે ખાનગી સ્કૂલ માં નોકરી કરતા શિક્ષકો ઘરે બેસી ગયા, ઘણાંના પગાર બંધ થઈ ગયા કે છુટા કરી દેવા માં આવ્યા.દુકાનો પર કામ કરતા સેલ્સમેન વેપાર ધંધા બંધ થતાં ઘરભેગા થઈ ગયા.અરે નવાસવા શિખાઉ વકીલો ને ગુજરાન ચલાવવું મુશ્કેલ છે.આવા સંજોગો માં બિલકુલ અભણ કે ઓછું ભણેલા નું શું થાય?
આજે વાત કરવી છે આવીજ એક વિધવા બહેન ની ,મુંબઇ જેવા મહાનગર માં મુંબઈ સેન્ટ્રલ પાસે આવેલ મદનપુરા નામના શ્રમિકવિસ્તાર માં એક નાનકડી ખોલી માં તેઓ પોતાના પુત્ર સાથે રહે.પુત્ર એસ એસ સી સુધી ભણેલો.આજ ના જમાનામાં આટલા ભણતર ની વેલ્યુ પણ કેટલી?પુત્ર ઘર પાસેજ કોઈ તૈયાર કપડાં વેચતી દુકાન માં સેલ્સમેન તરીકે નોકરી કરે.વિધવામાં પણ આસપાસ ના ઘરો માં બાઈ તરીકે કામ કરે.આ રીતે બંને ગુજરાન ચલાવે.
અચાનક ફેલાયેલી કોરોના મહામારી એ સમગ્ર ભારત ને પોતાના ભરડા માં લીધું.કેટલાક શહેરો માં મહામારી ની અસર વધુ હતી.આ પૈકી મુંબઇ શહેર પોતાની ગીચ વસ્તી ને ગંદા વસવાટો ને કારણે ખુબજ ખરાબ રીતે અસરગ્રસ્ત થયું.આપણી વાર્તા ની નાયિકા કોરોના ની ચપેટ માં તો ના આવ્યા પણ લોકડાઉન ની અસર હેઠળ જરૂરથી આવ્યા.નોકરી એ જવાનું બંધ,પગાર બંધ દીકરાની દુકાન પણ બંધ. શેઠે ફોન કરી છૂટો કરી દીધો જેથી કરી પગાર આપવો ના પડે.
લોકડાઉન ખુલ્યું પણ લાંબો સમય લોકો ના રોજગાર બંધ રહ્યા હોવાથી ધંધામાં મંદી છવાયેલી રહી આથી શેઠે હાથ ઊંચા કરી દીધા.આપણી નાયિકા જે ઘરો માં કામ કરતા હતા એ ઘરોની શેઠાણીઓ એ કીધું કે અત્યારે કામે ના આવવું શેઠે ના પાડી છે.અમો ને ચેપ લાગી જાય.ઘરમાં નાના બચ્ચાં પણ છે.આથી સાવચેતી ના પગલાંરૂપે તમને ફરજીયાત રજા આપવામાં આવે છે.આમ માં-દીકરા ને ભૂખે મરવાના દિવસો આવ્યા.
પણ કહ્યું છે ને કે "જીસ્કા કોઈ નહીં ઉસકા તો ખુદા હૈ યારો". ઉપરવાળો કોઈ ને કોઈ ના દિલ માં તો દયા પેદા કરેજ.મૂળ મુંબઇ ના, બલ્કે મૂળ સુરત પાસેના ઓલપાડના, પરંતુ જેમનો ઉછેર મુંબઇ માં થયો, ને નિવૃત્તિ સુધી નું જીવન મુંબઇ માં ગુજર્યું ને હાલ કેનેડા સ્થાયી એવા 78 વર્ષીય ફિરોઝખાન સાહેબ કે જેઓ કેનેડા માં "કેનેડિયનસ ફોર ઇન્ડિયનસ"નામની સંસ્થા ચલાવે છે.એમના મન માં કેનેડા માં બેઠા બેઠા પોતાના દેશ ના ગરીબો માટે વિચાર આવ્યો કે આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે જરૂરતમંદ લોકો ને મદદ કરી શકીએ.જેઓ હાલની પરિસ્થિતીમાં ભાંગી પડ્યા છે.એવા લોકોના "ભાંગ્યાના ભેરુ"બનવાનું સદભાગ્ય મેળવી શકીએ.
તેઓ એ કેનેડા માં બેઠા બેઠા આવા લોકો ની ભાળ મેળવી.અને આપણી વાર્તા ની નાયિકા ના સંપર્ક માં આવ્યા.બહેન ની સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે તેઓ ચાઈનીઝભેળ બહુ ટેસ્ટી બનાવે છે ને જો 5000 રૂપિયા ની મદદ મળી જાય તો ધંધો કરી આ કપરાકાળ માં પોતાનું ગુજરાન ચલાવી શકે એમ છે.ફિરોઝભાઈ એ આ બહેન ને "કેનેડિયનસ ફોર ઇન્ડિયનસ" તરફ થી 5000 રૂપિયા ની મદદ કરી. બહેને મુંબઇ ની સડક પર ધંધો શરૂ કર્યો ને પહેલેજ દિવસે 200 રૂપિયા નો નફો થયો. બહેને પણ પોતાને મળેલી મદદ શક્ય હશે તો થોડા સમય પછી સંસ્થા ને પરત કરવાની બાંહેધરી આપી છે જેથી આ પૈસા થી કોઈ અન્ય ને મદદરૂપ થઈ શકાય.
આ બહેન લગભગ મહીનો થવા આવ્યો. એવરેજ રોજના 300 કમાય છે.ફિરોઝભાઈ પોતે સંસ્થાના પ્રમુખ છે. આથી પોતાના વતન ગુજરાત ના લોકો ને મદદ કરવાનું ભૂલ્યા નથી .વાપી, ગુજરાતથી 3 બહેનો અને 3 ભાઈઓને આ અઠવાડિયે 5,000 દરેકને ના હિસાબે 30,000 રૂપિયા મોકલ્યાં છે. કદાચ એક બહેન આલીમા છે.એટલે કે સ્ત્રી મૌલવી છે.બહેનો સીલાઈ કામ કરશે. એક કંપની આ બહેનોને કપડાં શિવવાનું કામ આપી રહી છે.
આ કપરાકાળ માં કોઈ ભૂખે ના મરે, કોઈ આપઘાત ના કરી બેસે એવા નેક ઉદ્દેશથી સાતસમંદર પાર રહી ને વતન ના લોકોના ભલા ખાતર વિચારનાર અને વિચાર ને અમલ માં મુકનારી સંસ્થા "કેનેડિયનસ ફોર ઇન્ડિયનસ" ને તેમજ તેમના 78 વર્ષ ની વયે પણ નવીન વિચારો ધરાવતા ને સતત ઉત્સાહથી થનગનતા નવયુવાનો ને શરમાવે એવા પ્રમુખસાહેબ જનાબ ફિરોઝખાન સાહેબ કે જેઓનું કહેવું છે કે "હું બધાંને હેલ્પ ના કરી શકું પણ જેટલાંને કરી શકું એટલું તો ચોકકસ કરીશ" ને લાખલાખ સલામ પેશ કરું છું