Aryariddhi - 53 books and stories free download online pdf in Gujarati

આર્યરિધ્ધી - ૫૩


રિદ્ધિ અને આર્યવર્મનની બધી વાતચીત મયુરી સાંભળી રહી હતી પણ તે કઈ બોલ્યા વગર ચૂપચાપ ઊભી રહી હતી. જ્યારે રિદ્ધિએ આર્યવર્મનને કહ્યું કે તે એક શરતે ઓપરેશન માટે તૈયાર થશે એટલે મયુરી રિદ્ધિ પાસે આવીને ઊભી રહી.

આર્યવર્મન પાછો રિદ્ધિ પાસે આવીને બેઠો અને બોલ્યો, “શું શરત છે તારી?”

“આ ઓપરેશન અત્યારે જ કરવું પડશે અને મારા બાળકની સરોગેટ મધર ક્રિસ્ટલ હશે, મેઘના નહીં.” રિદ્ધિ મક્કમ અવાજે બોલી. આર્યવર્મન થોડીવાર સુધી વિચાર્યા પછી બોલ્યો, “તારી આ શરત મંજૂર છે, પણ તું સરોગેટ મધર માટે ક્રિસ્ટલને પસંદ કરવાનું કારણ જણાવીશ.”

રિદ્ધિ હસીને બોલી, “જવાબ તને ખબર છે છતાં પણ કેમ પૂછે છે?” આ વાત સાંભળીને આર્યવર્મન હસી પડ્યો અને બોલ્યો, “હા, પણ એકવાર તારા મુખેથી સાંભળવો છે” રિદ્ધિ બેડ પરથી ઊભી થઈને પાર્થ પાસે ગઈ. પાર્થના માથા પર હાથ ફેરવીને બોલી, “હું ક્રિસ્ટલને તેનો પ્રેમ વ્યક્ત કરવાનો મોકો આપવા માંગુ છું. આર્યવર્ધનના અહેસાસનો અનુભવ કરાવવા માંગુ છું. જે તેને નથી મળ્યું તે આપવા માંગુ છું.”

આર્યવર્મન બે વખત તાળી પાડીને પોતાની જગ્યાએ થી ઊભો થઇને પોતાની રિસ્ટ વૉચમાં એક નજર કરી અને બોલ્યો, “બહુ સારો વિચાર છે, તો એના કરેલાં ઉપકારનો બદલો આપવા માંગે છે. પણ હવે સાંજનો સમય થઈ ગયો છે અને આ ઓપરેશન કરવા જે સાધનોની જરૂર પડશે તેની વ્યવસ્થા કરવી પડશે. એટલે ઓપરેશન આવતી કાલે સવારે કરીશું. માટે તું અત્યારે તારા રૂમમાં જઈ શકે છે.”

આટલું કહીને આર્યવર્મન બહાર નીકળી ગયો અને રિદ્ધિ ફરી તેના બેડ પર જ બેસી રહી. મયુરી તેની પાસે આવીને રિદ્ધિને તેના રૂમમાં જવા માટે કહ્યું. રિદ્ધિએ લિફ્ટમાં સેકન્ડ ફ્લોરનું બટન દબાવા ગઈ પણ તેણે લાસ્ટ ફ્લોરનું બટન દબાવી દીધું જ્યાં મૈત્રી અને બાકી બધાને રાખવામાં આવ્યા હતાં. રિદ્ધિએ ત્યાં પહોચીને જોયું તો મૈત્રી આરામ કરી રહી હતી એટલે તે તરત પાછી તેના રૂમમાં આવી ગઈ.

આર્યવર્મને તેના રૂમમાં પાછો આવીને જોયું તો મેઘના અને ક્રિસ્ટલ હજી પણ સંધ્યા પાસે બેઠા હતાં. આર્યવર્મનને આવતાં જોઈને તે ત્રણેય ઊભા થયાં પછી આર્યવર્મને તેમને બેસવા માટે ઈશારો કર્યો. એટલે તેઓ પાછા બેસી ગયા. આર્યવર્મનના ચહેરા પર એક અજીબ પ્રકારનો ભાવ જોઈને સંધ્યાને કઈક અજુગતું થયું હોય તેવો આભાસ થયો.
સંધ્યા તેની પાસે જઈને બોલી, “આર્ય શું થયું છે? કેમ તું પરેશાન છે?”

આર્યવર્મન સંધ્યાની વાત પર ધ્યાન આપ્યા વગર સ્ટડી ટેબલ પર બેસીને એક કાગળ પર રિદ્ધિનું ઓપરેશન કરવા માટે જરૂરી સાધનોનું લિસ્ટ લખવા લાગ્યો અને બોલ્યો, “મે રિદ્ધિને આપણી વચ્ચે થયેલી બધી વાતો જણાવી દીધી છે.” આ સાંભળીને સંધ્યા ગુસ્સે થઈને બોલી, “તને ખબર છે કે તે શું કર્યું છે? તેને કેટલી તકલીફ થઈ હશે જ્યારે તેને ખબર પડી હશે કે પોતે ફક્ત બે મહિના જ જીવવાની છે?”

આર્યવર્મન ઊભો થઈને એક બટલરને એ સાધનોનું લિસ્ટ આપીને બોલ્યો, “રિદ્ધિને મારી કહેલી વાતથી કોઈ ફર્ક પડ્યો નથી. તે કાલે જ ઓપરેશન કરવા માટે તૈયાર થઈ ગઈ છે અને તે ઈચ્છે છે કે ક્રિસ્ટલ તેની સરોગેટ મધર બને. એટલે આવતી કાલે રિદ્ધિના ગર્ભાતંરણનું ઓપરેશન કરવાનું છે. માટે ક્રિસ્ટલ તું ખુદને માનસિક રીતે થોડી તૈયાર કરી દે.” આટલું કહીને તેણે ક્રિસ્ટલ સામે જોયું.

આ વાત સાંભળીને ક્રિસ્ટલની ખુશીની સીમા ના રહી પણ મેઘનાને એક આંચકો લાગ્યો. તે તરત કઈ પણ બોલ્યા વગર રૂમમાંથી બહાર નીકળી ગઈ. મેઘના ના મનમાં એક જ પ્રશ્ન થઈ રહ્યો હતો કે રિદ્ધિએ શા માટે ક્રિસ્ટલને તેના બાળકની સરોગેટ મધર તરીકે પસંદ કરી? મેઘના રિદ્ધિના રૂમ પાસે પહોચી ત્યારે તેણે જોયું કે દરવાજો બંધ હતો એટલે તેણે દરવાજો નોક કર્યો તો દરવાજો તરત ખૂલી ગયો.

એટલે મેઘના તરત રૂમમાં ગઈ તો રિદ્ધિ સૂઈ રહી હતી એટલે મેઘના પાછી પોતાના રૂમમાં ગઈ. ત્યારે રાજવર્ધન રૂમમાં પોતાના લેપટોપ પર કામ કરી રહ્યો હતો. મેઘનાને જોઈને તેણે લેપટોપ બંધ કરીને એકબાજુ મૂકી દીધું. મેઘના ના ચહેરા પર ઉદાસી છવાયેલી હતી.

આ જોઈને રાજવર્ધન સમજી ગયો કે મેઘના સાથે કઈક બન્યું છે. તેણે મેઘનાને ઉદાસ થવાનું કારણ પૂછ્યું ત્યારે મેઘનાએ સંધ્યાના રૂમમાં થયેલી બધી વાત જણાવી અને સાથે એ પણ જણાવ્યુ કે રિદ્ધિએ તેના બાળકની સરોગેટ મધર તરીકે ક્રિસ્ટલને પસંદ કરી છે. મેઘનાની વાત સાંભળ્યા પછી રાજવર્ધન હસી પડ્યો એટલે મેઘનાએ તેને હસવાનું કારણ પૂછ્યું,.

“રિદ્ધિ અને ક્રિસ્ટલ તેમના પ્રેમ વગર અધૂરા છે, તેમનો પ્રેમ આર્યવર્ધન હતો. રિદ્ધિ પાસે સમય નથી પણ ક્રિસ્ટલ પાસે સમય છે. રિદ્ધિને વિશ્વાસ છે કે ક્રિસ્ટલ આર્યવર્ધનની નિશાની તરીકે તેના બાળકને સાચવશે. કેમકે ભાઈ તો પાછા નહીં આવી શકે પણ તેમની નિશાની તો ક્રિસ્ટલ પાસે રહેશે.” રાજવર્ધન મેઘનાને સમજાવતાં બોલ્યો.

મેઘનાને હવે રિદ્ધિના વિચારવાની ક્ષમતા વિષે જાણીને આનંદ થયો. તે રાજવર્ધનને ગળે મળી એટલે રાજવર્ધન મઝાક મૂડમાં હોય તેમ બોલ્યો, “આજે આટલે થી નહીં ચાલે, બીજું પણ કઈક જોઈશે.” ત્યાં જ મેઘનાએ તેના હોઠ પર આંગળી મૂકી પછી બંનેએ પોતાના અધરોને એકબીજા અધરો પર મૂકી દીધાં.

ક્રિસ્ટલ પાછી તેના રૂમમાં આવીને દરવાજો અને લાઇટ બંધ કરી દીધી એટલે રૂમમાં અંધારું છવાઈ ગયું. પછી તે બાલ્કની પાસે આવીને બહાર આકાશ તરફ નજર કરી અને બોલી, “આર્યન, મારા પર વિશ્વાસ કરવા બદલ તારો આભાર. હું તને પ્રોમિસ કરું છું, તારી નિશાની, તારા બાળકને આ દુનિયામાં તેનું યોગ્ય સ્થાન અપાવીશ.” થોડીવાર સુધી આકાશમાં તારાઓ જોઈને ક્રિસ્ટલ ઊંઘી ગઈ.

બીજા દિવસે બધા ફરીથી લેબમાં બધા એકઠા થયાં. આર્યવર્મને બધાને આગલા દિવસે રિદ્ધિ સાથે થયેલી વાતચીત જણાવી પછી ભૂમિ અને મયુરી સિવાય બધાને પાછા પોતાના રૂમમાં પાછા જવા માટે કહ્યું. આ જોઈ સંધ્યા તેનો ઈશારો સમજી ગઈ એટલે તે મેઘના અને રાજવર્ધનની સાથે પોતાના રૂમમાં જતી રહી.
મેઘના રાજવર્ધન સાથે પોતાના રૂમમાં આવ્યા પછી તેના આરધ્ય એવા ભગવાન શિવને પ્રાર્થના કરવા લાગી. રાજવર્ધન પણ પોતે મેઘના સાથે પંચાક્ષરી મંત્રનો જપ કરવા લાગ્યો.

તેમના ગયા પછી હવે લેબમાં રિદ્ધિ, ક્રિસ્ટલ સિવાય મયુરી અને ભૂમિ આર્યવર્મનની ઓપરેશન સમયે મદદ કરવા માટે હાજર હતાં. રિદ્ધિએ લેબમાં પાછી આવી ત્યારે તેણે બધે જોયું પણ તેને પાર્થ જોવા મળ્યો નહીં એટલે તેણે મયુરીને પાર્થ વિષે પૂછ્યું ત્યારે મયુરી બોલી, “પાર્થને ગઈ કાલે રાત્રે બીજા રૂમ શિફ્ટ કરી દીધો છે અને હવે તેની સ્થિતિ ઘણી સારી છે તો તમે ચિંતા ના કરશો. જો હવે તમે કહો તો આપણે શરૂ કરીએ.” મયુરીએ ક્લોરોફોર્મનું ઈંજેકશન હાથમાં લેતાં કહ્યું.
રિદ્ધિએ હકારમાં માથું ઝૂકાવીને આર્યવર્મન દ્વારા તૈયાર કરવામાં આવેલાં બેડ પર સૂઈ ગઈ. ત્યારબાદ મયુરીએ રિદ્ધિના શરીરમાં ક્લોરોફોર્મ ઈંજેક્ટ કર્યું. તેની અસરથી રિદ્ધિ ટૂંકા સમયમાં બેહોશ થઈ ગઈ એટલે મયુરીએ આર્યવર્મનની સામે જોયું.

આર્યવર્મને ક્રિસ્ટલને બોલાવીને રિદ્ધિના બેડની પાસે રહેલા બીજા બેડ પર સૂઈ જવા માટે કહ્યું એટલે તરત ક્રિસ્ટલ બીજા બેડ પર સૂઈ ગઈ. ત્યારબાદ આર્યવર્મને ક્રિસ્ટલના શરીરમાં ક્લોરોફોર્મ ઈંજેક્ટ કરી દીધું ત્યાં સુધી મયુરીએ ઑક્સીજન માસ્ક અને બીજા સાધનો રિદ્ધિના શરીર સાથે જોડી દીધા.

આર્યવર્મને સૌપ્રથમ રિદ્ધિના પેટ પર ચીરો મૂકીને ગર્ભાશયની કોથળી ખોલીને એક અધૂરો વિકાશ પામેલા બે અઠવાડિયાનો ગર્ભ બહાર કાઢીને ક્રિસ્ટલના ગર્ભાશયમાં દાખલ કર્યો. ત્યારબાદ મયુરી રિદ્ધિના ગર્ભાશયને ટાંકા લેવા લાગી. એ સમયે અચાનક રિદ્ધિના હદયના ધબકારા ઘટી ગયાં.

આ જોઇને આર્યવર્મને તરત રિદ્ધિની છાતી પર AEDS મશીન વડે કરંટ આપીને હદયના ધબકારા નોર્મલ કરવાના પ્રયત્ન કર્યો પણ તે સફળ થઈ શક્યો નહીં. રિદ્ધિનો હાર્ટરેટ ધીરે ઘટીને બંધ થઈ ગયો અને તેના શ્વાસ અટકી ગયાં. ભૂમિ, મયુરી અને આર્યવર્મન ત્રણેય રિદ્ધિ ના હદયને ફરીથી શરૂ કરવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ સફળ થઈ શક્યા નહીં.

એટલે આર્યવર્મને રિદ્ધિના ચહેરા પરથી ઓકસિજન માસ્ક હટાવીને તેના ચહેરા પર હાથ મૂકીને આંખો બંધ કરી. મયુરી અને ભૂમિની આંખો ભીની થઈ ગઈ હતી. તેઓ માંડ ક્રિસ્ટલના પેટ પર ટાંકા લઈ શક્યા. આર્યવર્મન એક ખુરશી પર બેસીને રડવા લાગ્યો. તે
ને વિશ્વાસ હતો કે તે રિદ્ધિને બચાવી લેશે પણ તે નિષ્ફળ રહ્યો હતો. હવે તે બધાને કઈ રીતે જણાવશે કે તે રિદ્ધિને બચાવી ન શક્યો. ભૂમિની માનસિક સ્થિતિ બેકાબૂ થઈ હતી. પોતે શું કરે તે સમજાતું નહોતું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED