Featured Books
શ્રેણી
શેયર કરો

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 11


"આપકે બીના હમ હસ તો રહે થે, મગર ખુશી આપકે આને કે બાદ હુઇ..
આપકે બીના જો આપને દેખે થે, વો હકીકત આપકે આને કે બાદ હુઇ...
આપકે બીના હમ સો તો રહે થે, મગર ચેન કી નીંદ આપકેવાને કે બાદ આઇ...
આપકે બીના જી રહે થે, મગર જિંદગી આપકે આને કે બાદ શુરૂ હુઇ...."

(આગળના ભાગમાં જોયું કે મિશા વિરાટ ને એના રીપોર્ટની ના પડે છે, ત્યારબાદ એ લોકો ની ત્રીજી મિટિંગ ગોઠવાય છે જે રાતે હોય છે અને આ ફાઇનલ જવાબની મિટિંગ હોય છે. મિશાનું આખું ઘર મિટિંગમાં જાય છે અને ફરીથી મિશા અને વિરાટને વાતો કરવા માટે અલગ મોકલાય છે.)

મિશા: "શું વિચાર્યું તમે..??"

વિરાટ: "હા નું વિચારું છું."

મિશા: "હું પણ હા નું જ વિચારું છું."

( આમ બંને પોતાની જીંદગી વિશે, સપના વિશે અને બીજી ઘણી બધી વાતો એકબીજા સાથે શેર કરે છે અને ખૂબ જ મજાક મસ્તી કરે છે. અને બે કલાક સુધી બંને વાતો કરે છે રાતના બાર વાગે બહાર થી કંટાળીને વિરાટના માસી પૂછવા આવે છે, શું નક્કી કર્યું તમે બંને એ..??? બંને એક સાથે હા પાડે છે અને બંનેનું નક્કી થઈ જાય છે. ત્યારબાદ બીજા દિવસે ગોળધાણા ખાવાનું નક્કી થાય છે. અને રાતના બાર વાગે મિશા અને વિરાટના ઘરના બધાને ફોન કરી ને જાણ કરે છે. અને મિશાનાં તો ઘરના કોઈ સાચું માનતા જ નથી કારણકે મિશાએ હા પેલી એપ્રિલના દિવસે જ પાડી હોય છે, આથી મિશા બહુ સમજાવે પછી તો બધા મિશાની વાત સાચી માને છે. બીજા દિવસે ગોળધાણા ની તૈયારી થાય છે મિશાના ઘરના અને બધા સારું મુહર્ત જોવડાવીને બપોરનો ગોળધાણા નો સમય નક્કી કરે છે.)

મિશાના ગોળધાણા થઈ ગયા પછી મિશા અને વિરાટની એક નવી જ જિંદગી શરૂ થાય છે. મિશા અને વિરાટ ગોળધાણા પછી બંને બહાર જાય છે. ખૂબ ફરે છે અને ખૂબ જ જલસા કરતા હોય છે. ગોળધાણા ના દિવસે જ મિશા અને વિરાટની સગાઈ નો દિવસ પણ નક્કી થઈ જાય છે. મિશા અને વિરાટ હવે એકબીજા સાથે વધુને વધુ વાતો કરે છે, આથી બંને જણા એકબીજાનો સ્વભાવ જાણી શકે અને એક બીજાની સારી અને ખરાબ આદતો વિશે જાણકારી મેળવી શકે. બંને ના સ્વભાવ ખૂબ અલગ હોય હોય છે, અને બંને વચ્ચે દોઢ જ વર્ષનો તફાવત હોવાથી બંને ખૂબ જ ગુસ્સા વાળા પણ હોય છે.

સગાઈ પેહલા બંને વચ્ચે બે - ત્રણ વાર ઝઘડો થઈ જાય છે, કારણકે બંને ખૂબ જ ગુસ્સા વાળા હોય છે. પણ બંને છેલ્લે માફી માગી ને ફરી સબંધમાં પેહલા જેવી જ મીઠાશ લઇ આવે છે. આમ લડતા હસતા બંનેની સગાઈનો દિવસ આવી જાય છે અને સગાઈના આગલે દિવસે બંને રાતે બાર વાગ્યા થી ત્રણ વાગ્યા સુધી વાત કરે છે.)

મિશા: "કેવો કંઇક અલગ જ એહસાસ થાય છે હે ને...???"

વિરાટ: "હા મને તો સાચું જ નથી લાગતું આપણી સગાઈ છે."

મિશા: "સેમ ટુ યુ મને પણ સાચું નથી લાગતું કેવું ફાસ્ટ ફાસ્ટ બધું થઇ ગયું હે ને. ??"

વિરાટ: "હા હજુ તો કંઈ વિચારીએ કે કંઇ બોલીએ એ પેહલા તો ઘણું બધું થઇ ગયું અને આપણી લાઈફ જ આખી નવી શરૂ થશે. હે તું ખુશ તો છે ને આ લાઈફથી...???"

મિશા: "હા, ખૂબ જ ખુશ છું, થોડી નર્વસ છું, અને થોડી મુંઝવણમાં છું, તમે ખુશ છો કે નહિ...???

વિરાટ: "હા, હું તો ખૂબ જ ખુશ છું, સગાઈ થવા દે મે તો કેટલું બધું વિચારી રાખ્યું છે. જોજે ધીમે ધીમે તને બધું કહીશ, તું ખુશ છો એ સમજાય ગયું, નર્વસ છો એ પણ સમજાય પણ મૂંઝવણમાં શું કામ છે..??? એ કે મને હું તારી મુંઝવણ દૂર કરી આપીશ."

મિશા: "મુંઝવણમાં એટલે છું કે, મને કાલ સુધી એમ જ લાગતું હતું કે, હું તો હજુ નાની છું અને આ અચાનક બધું થઇ ગયું, હું ખુશ છું પણ વિચારું તો એમ થાય આ બધું ક્યારે થયું..??"

વિરાટ: "બસ આટલી એવી વાત છે, એમાં શું મુંજાવવાનું..?? તારે નાનું રેહવુ છે ને તું નાની જ રહેજે હો ને ગમે ત્યાં સુધી એટલે તને ગમે, અજાણ્યું તો ન લાગે."

મિશા: "વાહ, તમે તરત મારી વાત માની ગયા, ખૂબ ખૂબ આભાર."

(આમ બંને મોડે સુધી ખૂબ જ વાતો કરે છે, એકબીજા સાથે દિલ ખોલી ને આથી બંને એકબીજાને સમજી શકે અને જાણી શકે. બીજા દિવસે બંનેની સગાઈ થાય છે, ખૂબ જ ખુશ હોય છે બંને અને ખૂબ જ ધૂમધામ થી બંને ની સગાઈ થાય છે. સગાઈના દિવસે મિશા ને વિરાટ ખૂબ જ મસ્ત સરપ્રાઈઝ આપે છે એને બધાની વચ્ચે ઘૂંટણ પર બેસીને મિશા ને પ્રપોઝ કરે છે, અને સગાઈ પછી બંને ખૂબ જ ખુશ હોય છે અને બંને એની નવી જિંદગીની ખૂબ જ મજા માણે છે.)

મિશા અને વિરાટની સગાઈ પછી વિરાટ ના પપ્પાની ઈચ્છા છે, મિશાને આગળ ભણાવવાની અને મિશા ને આગળ ભણવાની પણ ઈચ્છા હતી. પણ મિશા ને એલ.એલ.બી. કરવું હતું જ્યારે વિરાટ બેંકમાં હોવાથી વિરાટના ઘરના ની ઈચ્છા હતી કે મિશા એમ.કોમ. કરે. અને આ બાબતે મિશા ને વિરાટના ઘરે થી અને વિરાટ દ્વારા ખૂબ સમજાવવામાં આવે છે. મિશા ના પપ્પાને પાન ની દુકાન જ હોવાથી એમની સ્થિતિ થોડી નબળી હોય છે. મિશા ના સાસરી વાળા ભણાવવાની વાત કરે છે તો મિશા ને એના પપ્પા કહે છે, તું માની જા અને ભણવાનું શરૂ કરી દે એ તો સગાઈ નો ખર્ચ થયો એટલે અત્યારે થોડી ખેચ છે, પણ હું મારા એક ફ્રેન્ડ પાસે થી ઉધાર લઈને તને આપી દઈશ તું ચિંતા ન કર. મિશા વિરાટ ને ઘણા અલગ - અલગ બહાના કાઢીને ના પાડે છે જે મને ભણવામાં રસ નથી, મને ભણવું ન ગમે પણ વિરાટ એક નો બે નથી થતો માટે મિશા ગુસ્સે થઈને એને કહે છે કે, વિરાટ ઘરમાં પૈસા નથી પપ્પા ઉધાર લઈને મને ભણવાનું કહે છે શું હું એમ કરું...??? જેનીશા બારમાં ધોરણમાં છે, વૈદેહી ને છેલ્લું વર્ષ છે કોલેજનું અને હજુ એક મહિના પેહલા આપણી સગાઈ આટલો બધો ખર્ચ થઈ ગયો હજુ લગ્ન નો ખર્ચ છે એમાં ક્યાં મારે મારા ભણવાની ખર્ચ પણ પપ્પાની માથે નાખવો..?? એટલે હું ના પાડું છું બોલ આનો કોઈ જવાબ છે તારી પાસે..???
વિરાટ કહે છે, હા છે ને, તારી ફીસ હું ભરી આપીશ. અમસ્તાં પણ લગ્ન પછી મારે તારો ભણવાનો ખર્ચ ઉઠાવવાનો જ છે તો અત્યારથી જવાબદારી માથે લઈ લઉં તો મને ટેવ પડે ને.

(આમ મિશા ની દરેક પ્રોબ્લેમ નો ખૂબ જ મસ્ત ઉકેલ આપે છે વિરાટ અને મિશા ના ઘરે તો બધા નો માનીતો બની ગયો છે વિરાટ અને મિશા ના દિલમાં પણ ઘર બનાવી લે છે વિરાટ અને મિશા સગાઈ ના દિવસે કરેલા પ્રપોઝ નો થોડા દિવસ પછી પ્રપોઝ કરીને જવાબ આપે છે. બંને પોતાની લાઈફમાં ખુબ જ ખુશ હોય છે.)

એક દિવસ મિશા ક્યાંક બહાર જતી હોય છે ને એનું એક્સીડન્ટ થાય છે. અને એને ખૂબ જ વાગે છે. આ વાત વિરાટને ખબર પડતાં તે ખૂબ જ ગભરાય જાય છે અને ખૂબ જ દુઃખી થઈ જાય છે. મિશા ને વાગે છે વધુ પણ, છોલાયું હોવાથી એને ખૂબ આરામ કરવાનો આવે છે. આવા સમયમાં વિરાટ સતત એની આસપાસ રહે છે. એને ઉભી પણ થવા દેતો નથી, જમાડી પણ દે છે અને એને ઘરે જ બહાર થી અલગ અલગ લાવી ને ખવડાવે છે. મિશા ને એક મહિના સુધી આરામ કરવાનો હોવાથી વિરાટ એક મહિના સુધી આમ સતત ને સતત મિશા ની સાથે જ ઉભો રહે છે. વિરાટ ના આવા સહયોગથી મિશા અને એની ફેમિલી ખૂબ ખુશ થાય છે.

પરંતુ, મિશા ની આવી હાલત જોઈને વિરાટ ખૂબ ચિંતિત હોય છે એ વિચારે છે કે, આ છોકરી સાવ ગાંડી છે, પોતાનું જરા પણ ધ્યાન નથી રાખતી, હવે આને ક્યાંય એકલી જવા જ નથી દેવી. હું જ બધે એની સાથે જઇશ. આ તો ઠીક છે થોડું છોલાયુ જ છે. વધુ વાગી ગયું હોત તો તો હું મિશા ને ગુમાવી જ બેસું ને. આમ સતત વિરાટ મિશા ની સેવામાં અને મિશા મી ચિંતામાં જ રહેતો હોય છે.થોડા દિવસ પછી મિશા ની તબિયત સારી થતા વિરાટ થોડી રાહત અનુભવે છે.

(મિશા ની આવી હાલત પછી વિરાટ અને મિશા નો પ્રેમ વધુને વધુ ગાઢ થતો જાય છે. થોડા દિવસ પછી મિશા અને વિરાટ વચ્ચે ખૂબ મોટો ઝઘડો થઈ જાય છે. અને વિરાટ તો એટલો બધો ગુસ્સામાં આવી જાય છે, કે એ સગાઈ તોડવા સુધીનું મિશા ને કહી દે છે. આ વાતથી મિશા એટલી તૂટી જાય છે ને આખો દિવસ રાત રોયા જ કરે છે.)

("તો શું થશે હવે મિશા અને વિરાટ ની સગાઈ ખરેખર તૂટી જશે ..???? શું મિશા અને વિરાટ વચ્ચેનો પ્રેમ આટલો કમજોર હશે...???? શું મિશા અને વિરાટ વચ્ચે ફરીથી પેહલા જેવું થઈ જશે .??? આ દરેક સવાલના જવાબ મેળવવા માટે મારી સાથે જોડાયેલા રહો અને આ રોમાંચક સફર નો આનંદ માણતા રહો.")

(અસ્તુ)