ટીમ ને આરામ કરવાનુ કહીને ડો.નૌતમ ઐયરે પોતાના રૂમ તરફ ચાલવા લાગે છે, ભારે મન સાથે વિચાર મગ્ન બનેલા નૌતમ ઐયર ને મી. પ્રેસીડેન્ટ સાહેબ કહેલી વાતો યાદ આવવા લાગે છે, સામાન્ય અને સહજ પણે વાત માનવી એટલી સરળ પણ નહોતી, કારણ એકજ હતુ આ આધુનિક યુગ માં ભુત પિશાચ ની વાત કોણ માને, કોઈ મુર્ખ જ એમ વિચારી શકે, ભારત ભરમાં વધતા જતા ગુનાહ ને કાબુ કરવા ભુત સાથે કરાર કરવાની વાત, કેમ મનાવુ મારા મનને, શુ કરું, પણ સત્તા સાથે રહેવુ તેને આદેશ માનવા મારી ફરજ બને છે, હવે આ કામ હાથ ધર્યુ છે તો ત્રણેક દિવસ મથામણ કરીજ જોઈએ આમ પણ કાઈ હાથતો લાગવાથી રહ્યું, મનને સાંત્વના આપતા આપતા ડો.નૌતમ ઐયર પોતાના રૂમ નો દરવાજો ખોલીને અંદર જાય છે, ત્યાર પછી આગામી પ્રક્રીયા કેમ કરવી એ વિચાર કરતા કરતાં, રૂમના કોઈક ખુણે બેસી જાય છે, બિજી તરફ શેરસિંહ બાકી રહેલી ટીમને ડુમાસ બિચ પર પરીવહન કરાવે છે, ત્યાંના સ્થાનિક હોટલના માલીકો સાથે વાત ચીત કરે છે,
ટીમના તમામ સદસ્યો બધી વાતો ધ્યાનથી સાંભળી પોતાના મનમાં કોઈના કોઈ આધાર પર પહોચવા લાગ્યા હતા, લગભગ ચારેક કલાક થી શેરસિંહ આખે આખી ટીમ ને ફેરવતાં હતા, આટલા બધા પરીશ્રમ પછી પરેશભાઇ ના ટેન્ટ પાસે ઉભા ઉભા મંત્રણાની શરૂઆત કરે છે, બધાંના અગલ અલગ અભિપ્રાય હતા, જે લોકો સુપરનેચરલ થીંગસ્ ને માનતા હતા એ બધા ત્યાંની વાયકા સાથે સહમત હતા.અને જે લોકો માટે વિજ્ઞાન સર્વોપરી હતુ એ લોકો આ વાતથી અસંમત હતા, પોત પોતાના વિચારો થી નિરાધાર નિર્ણય પર પહોંચ્યા. પણ હજીયે એ એટલાજ દુર હતા જેટલા પહેલાં હતા, સવાર થી બપોરે અને બપોરે થી સમય હવે સંધ્યા તરફ વળ્યો છે, સુર્ય એ જાણે બપોરે પછી ગતી પકડી હોય એમ સમય પસાર થવા લાગ્યો છે,ટીમ માં રહેલા સી.આઇ.ડી ઓફીસરે બધાનુ ધ્યાન દોરતા કહ્યું, આપણા મંતવ્યો બરોબર પણ આપણા ડો,નૌતમ સર ક્યા છે?. મને બે કલાક નુ કહી ને ગયા છે, કોઈ ફોન કરશો એમને? કેમકે તેના વગર આપણી આ કુચ સફળ નહી થાય.વાત પતે એ પહેલાંજ શેરસિંહે તાબડતોબ ફોન લગાવી દીધો, અને નૌતમ સર ને, પરેશભાઇ ના ટેન્ટ પાસે આવવા કહ્યું.
ડો.નૌતમ ઐયર પોતાના રુમની બહાર નીકળ્યા ઉતાવળમાં ડગલા ભરતા ડો.નૌતમ જાણતા હતા કે સંધ્યાનો સમય થઇ રહ્યો છે આજ સમય છે પહેલેથી ખોજને હાથ ધરવાનો, બને એટલુ ઝડપથી ચાલતા એને પરેશભાઇના ટેન્ટ સુધી પહોંચી આવે છે, ત્યા હાજર રહેલી તેમની ટીમે પ્રશ્નો ના પુછતા આગળ ની કામગીરી વીશે પુછ્યું, ડો.નૌતમે સારો પ્રતિસાદ આપતા જણાવ્યું કે આજ સમય છે, શોધખોળ માટે ચાલો શરુ કરીએ, બધા લોકો બે-બે ની ટીમમાં વિખેરાઈ જાવ, આપણે સાત છીએ એટલે ત્રણ ટીમ બને, ત્રણેય ટીમ આ નક્શા પ્રમાણે ડુમાસ બિચ પર શોધખોળ કરશે, આપણે બધા એકબીજા સાથે કનેક્ટેડ રહોશુ, અને ખાસ વાત સાવધાન રહીશુ,
બિજી તરફ બર્બરીકે શિકારી પ્રિસ્કેટરને મળવા બોલાવ્યો, અને આદેશ કરતા કહ્યું, પ્રુથ્વી બહારના આપણા બધા યોધ્ધા ને બોલાવો, એક યુધ્ધની શરૂઆત થવાની છે,અકાળ મ્રૂત્યુને નય રોકીએ તો એ સંપૂર્ણ માનવ સમુદાય ની વિખી નાખશે, પ્રિસ્કેટર બર્બરીક ના હુકમનો ગુલામ અને વફાદાર હતો, એટલે વધારે કઈ ના પુછતા આદેશ પાલન કરવા ચાલ્યો જાય છે,
ડુમાસ બિચ પર શોધખોળ કરતી ત્રણેય ટીમને એક દ્રશ્ય દેખાય છે, જેમા બે વ્યક્તિઓ અચાનક જ અદ્રશ્ય થઈ જાય છે, બધા એજ તરફ દોડ લગાવી છે, આ સાતેય જણા એકી સાથે ત્યાં પહોંચ્યા, પણ તે પેલા બેય વ્યક્તિ ને બચાવી ન શક્યા, વાત ને માનવી થોડી સરળ નહોતી પણ, આખે જોયેલુ કેમ નકારી કાઢીએ, સાતેય જણાના ચહેરા પર વિસ્મય, દુ:ખ, હતુ. પોતાની સામે બનેલી ઘટના સ્વપ્ન જેવી હતી, બે વ્યક્તિ અચાનક અદ્રશ્ય કેમ થઈ ગયા?, ડો.નૈતમ ઐયરે બધાં ને પરેશભાઇના ટેન્ટ સુધી જવા કહ્યું, કદાચ એ આવી ગયા હોયતો આ રહસ્યમય જગ્યા વીશે માહિતી મળે, નૈતમ સાથે બાકી છયે જણા ચાલતા ચાલતા ટેન્ટ પાસે આવે છે, હતાશા ની વેળાએ એક આનંદ સમાચાર આપવા એક વિદ્યાર્થી ત્યાં આવી ને પરેશભાઇના પાછા આવી ગયા ના સમાચાર આપી જાય છે,
થોડા સમય પર્યંત પરેશભાઇ હાથમાં થોડા ગડી વાળી ગયેલા કાગળો ને લઇ બહાર આવતા નજરે જણાયા, અને શેર સિંહ પોતાના મિત્રને મળવા એકદમ અધીરા થઇને પરેશભાઇ સુધી દોડી ગયા. મિત્રને મળીને પરેશભાઇ પણ આનંદીત થઇ ઉઠે છે, બંને મિત્રો ની મૈત્રીનુ દ્રશ્ય હ્રદય અને અંતર ને અંદર સુધી શાંતિ નો આભાસ કરાવે છે, થોડી ઘણી વાતો પછી શેર સિંહ પોતાના સાથીદારો ને ઈશારો કરી ત્યાં બોલાવે છે, એક પછી એક બધાને પરેશભાઇ સાથે અવગત કરાવતાની સાથે સુરત આવવાનું કારણ પણ કહે છે, જેમાં થોડી જ વાર પહેલાં બનેલી ઘટના નો વિશેષ ઉલ્લેખ કર્યા હતો,
શાંત ચિત રાખી પરેશભાઇ એ એક પછી એક બધી વાતો ને ધ્યાન દઈ સાંભળી, આ બધી વાતો સાંભળ્યા પછી બે મીનીટ મૌન રહ્યા અને પછી કહ્યું આ બધી વાતો થી હુ અજાણ્યો નથી, અહી છેલ્લા બે વર્ષ ની મહેનત અને સખત પરીશ્રમ થી મને આખાય માનવ સમુદાય માટે એક મહત્વની કડી હાથમાં આવી છે, ચાલો મારી સાથે તમને બતાવવા માટે મારી પાસે કઈક એવુ છે, જે તમને લગભગ તમારો કેસ સોલ્વ કરી આપશે. પરેશભાઇ આગળ ચાલવાનું શરૂ કરે છે, બાકીના તેમની પાછળ ચાલે છે. દસેક ડગલાનો માર્ગે કાપતા બધાય ટેન્ટમાં દાખલ થાઈ છે,ટેન્ટમાં ચારેય બાજુ ડુમાસના ફોટો લગાવેલા હતા, દરેક ચિત્રની નીચે ખુબજ જીણા અક્ષરે એક એક પેરેગ્રાફ લખેલા હતા. ટેન્ટનાં જમણી તરફના ખુણે એક ટેબલ હતુ, ટેબલ પર ખણા બધા કોરા કાગળો હતા, તેની સાથે થોડી રેતી પણ હતી. અમારા સીવાય બિજા બે જણા એ ટેન્ટમાં હતા.
કોઈપણ પ્રકારના સમયનો વ્યય ન કરતા પરેશભાઇ સીધા જ એ ટેબલ પાસે દોરી ગયા, અને પોતાની બેગ માથી કઈક કાગળો કાઢ્યા, કાગળો ને અમારી સામે મુક્યા. પોતાનું ગળુ સાફ કરતા, પરેશભાઇ બોલ્યા કે તમને જે કઈ પણ હુ કહેવા જાવ છુ એ હકીકત છે અને તેની બધીજ માહીતી મારા હાથ માના કાગળો માં છે, એટલે થોડુ ધ્યાન આ કાગળો પર પણ કરતા રહેજો, આમ તો આપણે જોઈએ એ દુનીયા હકીકત અને સાચી છે, આ દુનીયામા રહેતા તમામ લોકો નુ માનવુ એવુ છેકે, આપણી એકજ દુનીયા છે, જે ખરા અર્થ મા ભ્રમ છે. આપણી સાથે આપણાં જેવીજ એક અથવા વધારે દુનીયાઓ ચાલે છે. જેને વૈજ્ઞાનિક ઢબે પેરેલલ યુનીવર્સ કહેવાય છે. ધણા બધા વિચારો, ને તથ્ય ના આધારે હુ કહી શકુ છુ કે ડુમાસ બિચ પર લોકોનુ ગુમ થઈ જવુ આના પરજ આધારિત છે. જો બીજી રીતે સમજાવુ તો, પેરેલલ યુનીવર્સ મા જવા માટે કોઈના કોઈ ગેટ હોઈ છે, જેમા પ્રવેશ કરવાથી કોઈ પણ વ્યક્તિ સમાન વિશ્વ મા ધકેલાઈ જાય છે. આ વિશ્વ આમણા જેવુ હોઈ શકે છે. આ પેરેલલ યુનીવર્સ મા જનારા એક વ્યક્તિ સાથે તમારી મુલાકાત શકુ છુ, તેને કહેવા મુજબ ત્યાં એક દરવાજો છે તેનો રસ્તો ભુત લોક માં ખુલે છે એવી માન્યતાઓ ત્યાં છે, તો કદાચ તમારા ત્યાં જવાથી તમારુ કાર્ય પુર્ણ થઈ શકે છે. પણ એક વાતથી સમજી લેજો કે ત્યાથી તરત ફરવુ મુશ્કેલ છે.
ક્રમશ :