paheli - 3 books and stories free download online pdf in Gujarati

પહેલી - 3

પ્રેસિડેન્ટ સાહેબ ના આદેશ મુજબ પુરાતત્વ વિભાગ, સીઆઈડી અને પોલીસ ખાતા માથી સાત જણાં ની ટીમ નુ નિર્માણ કરાયુ, આ ટીમ ની આગેવાની પુરાતત્વ વિભાગના વડા ડો.નૌતમ ઐયર ને અપાઈ, સાત જણાની આ ટીમ પ્રેસિડેન્ટ સાહેબ ના કહેવાથી ગુજરાતના સુરતમાં સ્થીત ડુમાસબિચ પર શોઘખોળ હાથ ધરવાની છે. ડો.નૌતમ ઐયર સીવાય તેના બે આસીસ્ટન્ટ રાઘવ અને મેઘા, સીઆઈડી ઓફીસર માનવ, સીયા , રવી અને લોકલ સર્વિસ માટે ગુજરાત પોલીસના શેરસિંહ હતા,

ગુજરાતમાં આવેલ આ બિચ ભુતીયા ધટના માટે જાણીતો છે, સ્થાનીક લોકોના મત મુજબ સંધ્યા સમય પછી ત્યાં રહેવુ એટલે જીવને જોખમમાં મુકવો એવુ ગણાય. આ વચ્ચે પ્રેસિડેન્ટ સાહેબે આદેશ આપેલો કે ત્યાં જઇને ભુતલોક સાથે વાત કરવા કોઇ પેઇન્ટીંગ શોધી લાવવાની છે.આદેશ ના વળતા દિવસેજ ટીમ રવાના કરાઇ,

વહેલી સવારે દિલ્હી ની હદો વટાવીને આ કાફીલો આગળ વધ્યો, સુરત પોલીસના નામચીન શેરસિંહ સતત આ ટીમ સાથે જોડાયેલા હતા, દિલ્હીથી સવારે રવાના થયેલુ જેટ, સુરત ના એરપોર્ટ પર ઉતર્યું.

થોડા સમયના આરામ પછી, ડો.નૌતમ ઐયરના આદેશ સાથે ટીમ ડુમાસ બિચ જવા રવાના થાય છે. સુરત પોલીસ સાથે ત્યાંની સ્થતી ની વાટા ધાટો ચાલે છે. આ વચ્ચે સુરત પોલીસ દ્રારા જણાવવામાં આવ્યું કે, ડુમાસ બિચ એ એક વોન્ટેડ જગ્યા છે. આપણે લોકો આપણા અભિયાન ની શરૂઆત સંધ્યા સમયે કરી શુ કેમકે ભુતોના ડરથી અહી કોઈપણ ને પાંચ વાગ્યા પછી ફરવાની છુટછાટ નથી, પાછળના ઘણા વર્ષ થી સંધ્યા સમયે ફરનાર વ્યક્તિ ગાયબ થઇ જવાના કીસ્સાઓ ધ્યાન માં આવેલા છે.

શેરસિંહે વઘારે ઉમેરો કરતાં કહ્યું, ડુમાસ બિચ પર મારા એક અજીજ મીત્ર પરેશભાઇ સંશોધન કરે છે, છેલ્લા કેટલાક વર્ષોથી એ ભુતીયા ઘટનાઓ ને વૈજ્ઞાનિક ઢબે રજુઆત કરી લોકો ને સમજણ આપે છે, આજ હેતુ થી એ ડુમાસ બિચ પર આવેલા પણ ઘણા સમયથી એ અહીજ છે. મારી એમના સાથે વાત પણ હમણા થી બંધ છે, કદાચ એમણે પોતાના સંશોધન માં કાંઈક શોધ્યું પણ હોય એમ બને. તો આપણે એમની મદદ માગી શકીએ છીએ. ટીમના વડા ડો.નૌતમ ઐયર હામી ભરી, ત્યાંર પછી પ્રેસિડેન્ટ સાહેબ ના આપેલા દસ્તાવેજો ને બધાંની સામે મુક્યા અને ચર્ચા કરવાનુ શરૂ કર્યું.

બીજી તરફ 1922ઈ° પુર્વ ભારતીય વૈદીક સભ્યતા મુજબ, દુનીયામાં દુષ્ટ કર્મ કરનાર ને સજા આપવા ની જવાબ દારી એક વ્યક્તિ ને આપવામાં આવેલી જેનુ નામ
પ્રિસ્કેટર હતુ નામનો અર્થ દરીયાનો શિકારી એમ થાય, આ
પ્રિસ્કેટર ભારતના સૌથી વધુ શક્તિ શાળી વ્યક્તિ બર્બરીક નો વફાદાર છે, મીન રાશીમાં જન્મેલા આ શિકારી ની બધી શક્તિ બર્બરીક સાથે જોડાયેલી હતી, એટલેજ એ દુનિયામાં સૌથી વધુ શક્તિ શાળિ હોવા છતા બર્બરીક ના આધિન હતો, હીન્દુ મીથોલોજી મુજબ ભીમનો પુત્ર બર્બરીક મહાભારત ના યુદ્ધ પહેલાં મૃત્યુ પામે છે, પણ વાસ્તવમાં એ એક આશીર્વાદ ના કારણે શિશ કલમ કર્યું હોવા છતા પણ એ જીવીત હતો, ત્યાંર પછી પોતાની યોગ માયાથી તે અંતરધ્યાન થઈ ને પોતાના શરીને પામે છે, આ જટીલ રહસ્ય તે સમયે રહસ્ય જ રહેલું.
મી.પ્રેસિડેન્ટ સાહેબ ને ભારતના મોસ્ટવોન્ટેડ વ્યક્તીની તપાસ હાથ ધરતા મળ્યુ કે,તેનુ જન્મ સ્થાન ભારતના ઉત્તર માં સ્થિત છે.

આ બાજુ ડુમાસ બિચ પર પહોંચી આવેલ ટીમ તરતજ વૈજ્ઞાનિક પરેશભાઇ ને મળવા નીકળી જાઈ છે, જેટલુ બને એટલુ વેહલા મીશન પુરૂ કરવાના મનથી.. એ બધાં નીકળી જાય છે. દિવસનો મધ્ય છે ડુમાસ બિચ પર લોકોનો જમાવડો છે, આ બધા થી થોડા દુર જતા ત્યાં ટેન્ટ નાખેલા હતા, શેરસિંહ ટીમને તે તરફ લઈ જાય છે, થોડે સુધી ટાલતા ટેન્ટ સામે આવી પોહચે છે, ટેન્ટમાં એક વિદ્યાર્થી હતો, શેરસિંહે તેના ભારે અવાજ મા પુછતા કહ્યું એ છોકરા પરેશભાઇ ક્યાં છે, મારા મિત્ર ને કહો તેને મળવા શેરસિંહ આવ્યો છે, વિદ્યાર્થી એ જવાબ આપતા કહ્યું સર આજેતો સુરત ગયા છે હમના એકાદ કલાક માં આવી જાશે. સરને હાલમાં ચાલતા સંશોધન માં મોટી સફળતા મળી છે માટે સુરતની લેબ મા બાકી સાથી ઓને ડોક્યુમેન્ટ બતાવવા ગયા છે.

બીજા રસપ્રદ વિકલ્પો