paheli - 2 books and stories free download online pdf in Gujarati

પહેલી - 2

મી.પ્રેસિડેન્ટ સાહેબ અને સરજુકાકા બંનેએ ત્યાં હાજર જર્જરીત કાગળો ને હાથમાં લીધા, કાગળ પર આકેલી ગુઢ લીપી ને સરજુકાકા એ પોતાના જુના ચશ્મા હાથ વડે સરખાં કર્યો અને પોતાની તીણી નજર ફેકી, કાગળ પર શુ લખ્યું છે, એ કઈ ખબરના પડી.સરજુકાકા ભલે પોસ્ટ થી પટ્ટાવાળા હતા પણ, પોતાની માતૃભાષા સીવાયની પાચેક બીજી ભાષા પર પણ પ્રભુત્વ ધરાવતા હતા,સંસ્કૃત એમાનુ એક હતુ, સરજુકાકા ને આટલીજ ખબર પડી કે કાગળ પર સંસ્કૃત ભાષામાં લખ્યું છે,કદાચ પૌરાણીક સંસ્કૃત હાલનાં સંસ્કૃત કરતા વધારે ગૂઢ હશે. સરજુકાકા એ પ્રેસિડેન્ટ સાહેબને કહ્યું કે આ લીપી પૌરાણીક છે,માટે આપણે કોઈ સંસ્કૃત વિષયના પ્રખર પંડીત ને મળીયે તોજ આ કાગળ ના રહસ્ય ને જાણી શકીએ છીએ. સરજૂકાકા ની વાત મા માથું હલાવી સહમતી દર્શાવતા, પ્રેસિડેન્ટ સાહેબે પંડીત અરવિંદનાથ ને બોલાવવાનું કહ્યું.

કુળવાન બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા વેદ, ઉપનિષદો ને કંઠસ્થ કરનાર પંડીત અરવિંદનાથને જુદા-જુદા દેશોમાં યાત્રા કરી સંસ્કૃત સાહિત્યને જીવંત રાખવા માટે જુદા- જુદા દેશની સરકાર તરફથી પચીસેક એવોર્ડ એનાયત કરાયા હતા, પણ છેલ્લા ત્રણેક માહ થી ખરાબ તબીયત ના પડકાર જીલી રહેલા આ કુલીન બ્રાહ્મણ ને પ્રેસિડેન્ટ સાહેબ ના અચાનક તેડા થી થોડુ અળગુ લાગ્યું,પણ આખરે આદેશ મંત્રાલય તરફ હતો, એટલે જવુતો બનેજ.ખરાબ તબીયત ને એકબાજુ કરી, પોતાના નોકર છગનને કહી મંત્રાલય જવાની વ્યવસ્થા કરાવી.

ઘરથી ચાર કિલોમીટર નો રસ્તો કાપ્યા પછી મંત્રાલયના સ્વર્ગ સમાન દરવાજાને વટી તેમની ગાડી પગથીયાં સામે આવી ને ઊભા રહી.અરવિંદનાથને લેવા માટે પ્રેસિડેન્ટ સાહેબ બહારજ ઊભા હતા, માન આપી અરવિંદનાથને ભારતવર્ષ માટે કરેલા કામ ની પ્રશંસા કરી. ત્યાં પછી બંને દફતર તરફ જાય છે, ત્યાં સુધીના રસ્તા માં પ્રેસિડેન્ટ સાહેબ અરવિંદનાથને બધી વાત કરે છે, પ્રેસિડેન્ટ સાહેબને ચેતવણી આપતા કહ્યું આ પરીસ્થિતિ નો સામનો એક વખત અમે બધાએ કર્યો છે, જે પણ કરો એ સો વાર વિચાર કરીને કરો, પ્રેસિડેન્ટ સાહેબે અરવિંદનાથના ચહેરા ની ગંભીરતા વાચી ને આશ્વાસન આપતા કહ્યું જવાબદારી ને સમજી શકું છુ,જે દેશ માટે ખરું છે,એજ નિર્ણય આજ મે લીધો છે.

પંડીત અરવિંદનાથને સરજુકાકા પાસે રહેલા કાગળ બતાવ્યા, કાગળ પણ એવી નાજૂક હાલતમાં હતો કે જોરથી ફુકેલા શ્વાસથી બે વિભાગમાં વિભાજીત થઈ જાય, ખુબજ ધ્યાનથી કાગળ હાથમાં ઉઠાવે છે.એકદમ આછા થઈ ગયેલા શબ્દો ને વાચવા માટે અરવિંદનાથ કાગળ સાવ આખની નજીક લઇ જાય છે, આખો ઝીણી કરે છે, થોડી પછી પોતાનુ માથુ ધુણાવ્યું, પ્રેસિડેન્ટ સાહેબ અને સરજુકાકા ને લાગ્યું કે કદાચ અરવિંદનાથ પણ આ ગુઢ સંસ્કૃત સમજી શક્યા નથી,આવી શંકા વચ્ચે અરવિંદનાથ બોલ્યા એક ચિત્ર જેની કલ્પના મા રસ્તો છે,આટલુ બોલતા પ્રેસિડેન્ટ સાહેબ ની આતુરતા નો પારના રહ્યો અને કહ્યું કે આ શુ છે? ક્યાં છે? એવુ કઈ લખ્યું છે, કોઈ જગ્યા, સ્થાન વગેરે. પ્રેસિડેન્ટ સાહેબ ને અટકાવતા અરવિંદનાથ બોલ્ય, છે.... છે.... બધું છે હુ કહું છુ તમે સાંભળો..

એક ચિત્રછે જેનુ નિર્માણ પાણી જેમ પવિત્ર અને રહસ્ય ભરેલું છે, ચિત્રના નિર્માણ અંતે એક દુનીયાની કલ્પના જે એનો એક છોર એ ચિત્રમા છે, એ કલ્પના ના દરવાજાને ખોલ્યા પછી..... પછી શુ લખ્યું છે! કઈ ચોક્કસ ખબર પડે એવુ નથી, કેમકે હવે પછી ના શબ્દો ભૂંસાઈ ગયા છે,પણ છેલ્લે આ કદાચ ચિત્ર મળવાની જગ્યા નુ નામ લખ્યું છે, ગુજરાતમાં સ્થિત સુરત જીલ્લાનુ ડુમાસબિચ હા બસ એજ લખ્યું છે,તમે અહી તપાસ કરાવો ત્યાં એક ચિત્ર હશે જેમાં થી બીજી દુનીયાનો રસ્તો થઈ જશે,

અરવિંદનાથ નો આભાર માનતા પ્રેસિડેન્ટ સાહેબે સરજુ કાકા ને ગુજરાત જવાની તૈયારી કરવા કહ્યું, અને અરવિંદનાથને રજા આપી, ત્યાંર પછી મંત્રાલય ના દરેક સભ્યો ને આપાત કાલીન સ્થિતિ મા બેઠકમાં બોલાવવા મા આવે છે, કેબીનેટ ના અમુક સભ્યો ડર સાથે મંત્રાલય મા હાજરી આપે છે, મંત્રાલયમાં હાજર રહેલા મંત્રી સાથે બેઠક કરી અને ગુજરાત ના ડુમાસબિચ જવા નિર્ણય કરે છે,

થોડીજ વાર પછી પ્રેસિડેન્ટ સાહેબને સમાચાર મળ્યા કે અરવિંદનાથ કાર એક્સીડન્ટમા મૃત્યુ પામ્યા છે.બીજી બાજુ સમાધી મા બેઠેલા પિસ્કેટર નામનો વ્યક્તિ આ બધું જોઈ રહ્યો હતો, પોતાના અદ્ભુત શક્તિ વડે વિશ્વ થી છુપાએલો એને સૌથી ચર્ચિત વ્યક્તિ હતો,

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED