એક બંધ ઓરડામાં સંવૈધાનિક પદો ધરાવતા લોકો ચર્ચા-વિચારણા કરી રહ્યા છે. ચર્ચા નો તીણો અવાજ ઓરડા ની મજબૂત દિવાલો ને વિંધી બહાર ઉભેલા વ્રૂઘ્ઘ વક્તી ના કાને પડ્યો.
મી.પ્રેસિડેન્ટ સાહેબ આપડે ક્યા સુધી આ બધુ નજરે આવવાં છતાંય અવગણી શું?. હવે તો આપણે આના વિરોધમાં કઈક કરવું જ પડશે, આ વાત પર ઓરડામાં હાજર રહેલા બધાં વ્યક્તિ એ હામી પણ ભરી.હા આપણે એને મારવો તો પડશેજ,ત્યારેજ આપણને શાંતિ થશે. એક મંત્રી મહોદય ના, આ વાકય નો ઉપયોગ કરતા ઓરડામાં રહેલ દરેક વ્યક્તિ એક નજરે મંત્રીજી ને જોઈ રહ્યા. પ્રતી ઉત્તર આપતા પ્રેસિડેન્ટ સાહેબે કહ્યું કે. મારવાની વાતતો રહેવાજ દો, છેલ્લા અડતાલીસ કલાકમાં એ વ્યક્તિ એ બસો જણાંને મર્યા છે. કેમ મારશો તમે? માત્ર પચ્ચીસ વર્ષની વયે એક પણ એવુ ગેરકાયદેસર કામ નથી કે જે આ વ્યક્તિ એ નથી કર્યું, મારવાની વાત તો દુર કોઈ એના સામે ઉભા પણ નથી રહી શકતા. અને તમે મારવાની વાત કરો છો.... ઓરડામાં ફરી શાંતિ છવાઈ ગઈ, ત્યાં હાજર તમામ લોકો પોતાનો જીવ બચાવવા વિચારી રહ્યા હતા, પણ દુર દુર સુધી નિરાશાજ હતી,
મંત્રાલયમાં કામ કરનાર વયોવૃદ્ધ કાકા એ બધી વાતો સાંભળી, ઓરડા બહાર નાખેલી ખુરશી માથી ઉભા થયા કપડાં સરખાં કરી દરવાજાને ખખડાવી ખુબજ આદરથી પુછ્યું શું હું અંદર આવી શકુ? મી.પ્રેસિડેન્ટ સાહેબે ઇશારો કરી પરવાનગી આપી. મંત્રાલય મા ચાલી રહેલી મંત્રી ઓની બેઠક વચ્ચે ચા આપવા આવેલા વયોવૃદ્ધ કાકાએ ચાનો કપ આપતા કહ્યું.. રસ્તો છે,પણ....
અચાનક સાંઈઠ વર્ષ વટાવી ગયેલા સરજુ કાકા આમ બોલવાથી બધાજ મંત્રીઓ એકચીતે તેમની સામે જોઈ રહ્યા, મંત્રીઓ એ સરજુ કાકા ને અવગણી કહ્યું તમને ચાલતા માણ ફાવે છે, આતો તમે મી.પ્રેસિડેન્ટ સાહેબ ના ચહીતા છો,નહીતર તમને પણ બાકીઓની જેમ રવાના કરી મુક્યા હોત. રીટાયરમેન્ટ લઇને ઘરે બેસો કાકા. રસ્તો બતાવે છે, તમે મારવા જશો? બધા જોર જોર થી હસવા લાગે છે. સુરજ કાકા મી.પ્રેસિડેન્ટ સાહેબ ના માનીતા અને હિતેચ્છુ પણ હતા.એટલા માટે કાકા એ બધું સાંભળ્યું પણ કાને અડવા ના દીધું. થોડી વાર પછી કક્ષમા ચાલી રહેલ પરીહાસ બંધ થયો, મી.પ્રેસિડેન્ટ અને કાકા ના ગંભીર ચહેરા વાતની ગંભીરતા દર્શાવતા હતા. મી.પ્રેસિડેન્ટ સાહેબ ના કહેવાથી કાકાએ વાત માંડી.
આજથી પાત્રીસ-ચાલીસ વર્ષ પહેલાં ની વાત છે,મારી યુવાની ના દિવસો હતા,કામે લાગવાની તાલાવેલી હતી, એમા પહેલી નોકરી મળી.મંત્રાલય માં મારા દાદા ની ઓળખાણ અને મારી લાયકાત મુજબ મને પટ્ટાવાળા ની પોસ્ટ પર રખાયો. દાદા ને રાજકીય પક્ષો સાથે આછી પાતળી સાંઠ-ગાંઠ ખરી એટલી મારી પોસ્ટ હતી તો પટ્ટા- વાળાની પણ પ્રેસિડેન્ટ સાહેબ સુધ્ધા મને બધી વાતો કહેતા,હુ રમુજી પણ હતો એટલે ખાસ કરીને પ્રેસિડેન્ટ સાહેબ મને દફ્તર માજ બેસાડતા.ત્યાં ચાલતી બધાજ ચર્ચા નો હુ અભિન્ન ભાગ હતો.
એક વખત ની વાત છે મી.પ્રેસિડેન્ટ સાહેબને મળવા, કોઈ સરકારી અધિકારીઓ આવ્યા, હુ હંમેશા ની જેમ દફ્તર માજ હતો. પેલા અધિકારીઓ એ બહાર જવા કહ્યું પણ પ્રેસિડેન્ટ એ અટકાવ્યા. ત્યારે ચાલતી ચર્ચા પરથી મને ખબર પડી કે. ભારતીય સરકાર સાથે એક બીજી સરકારી સંસ્થા ચાલી રહી છે, જે સરકાર હોવા છતા પણ બધા થી છુપાવી રખાઈ હતી, માત્ર મંત્રાલય માજ આ વિષયે ખબર હતી. આ સરકારી શાખા બંધ કરવાના પ્રસ્તાવ સાથે આવેલા બેય અધિકારીઓ ડર સાથે વાત કરી રહ્યા હતા.વાત પતાવીને તેઓ રવાના થયા, તેમના ગયા પછી મે પુછ્યું કે આ લોકો શુ કહી રહ્યા હતા....
મી.પ્રેસિડેન્ટ સાહેબે આશ્વાસન આપતાં કહ્યું જે વાત હુ તમને કહેવા જોઈ રહ્યો છુ, એ માત્ર મંત્રાલયમાં કામ કરનાર વ્યક્તિઓ જ ખબર છે માટે આ વાત ની જાણ બીજા કે ત્રીજા કોઈપણ ને ના થવી જોઈએ.
મે વાતમાં હામી ભરી,અને પ્રેસિડેન્ટ સાહેબે વાત શરુ કરી.દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ભારત અને પાકિસ્તાન એમ એક દેશના બે ભાગલા પડાયા,ત્યાર પછી થયેલી હોનારત વિશે આપણે જાણીયે છીયે,પણ સાચી મુશ્કેલી તો આઝાદી પછીજ આવી હતી,આઝાદી અને સ્વતંત્રતાના નામ પર લોકો એકબીજાને મારવા લાગ્યા, લૂંટવા લાગ્યા હાલત કઈક એવી બની કે આ બધા પર નિયંત્રણ રાખવા વાળા રક્ષક દળો એટલી મોટી સંખ્યામાં નહતાં કે જે આખાય ભારત પર નિયંત્રણ મેળવી શકે, મંત્રાલય અને હુ સ્થિતિ ને પહોંચી વળીએ એમ નહતાં.આવી પરીસ્થિતિ વચ્ચે મંત્રાલયમાં કામ કરતા વ્રુધ્ધ કિરીટભાઈ એ મને માનવામાં ન આવે એવી વાત કરી.
કીરીટભાઈ ને થોડું બોલવામા તકલીફ પડતી. પણ સલાહ દેવામાં મોખરે હોય છે. તો એમની આદત મુજબ એમને મને સલાહ આપતા જણાવ્યું કે એ અમુક લોકોને જાણે છે કેજે આપણા માટે મ્રુત લોક નો સંપર્ક કરાવી શકે, પહેલા મને આ વાત આધાર વગરની લાગી, લાગયુ કે આવુ કઈના હોય પણ એ હકીકત હતી.મંત્રાલય અને મને બંનેને સાબિતી આપ્યા પછી, કીરીટભાઈ એ માણસોને બોલાવી લાવ્યા.
એ લોકો આવે તે પહેલાં મંત્રાલય ના સદસ્યો એ મળી ને એક કારાર બનાવ્યો,જે મુજબ મંત્રાલય માથી જે કોઈપણ આદેશ આપવામાં આવે એ પુરો કરનાર ને કરાર મુજબ ની માંગણી પુરી કરવામાં આવશે.ત્યાર પછી મ્રુત લોક ના સંપર્ક થયો જેમા, એમના તરફથી પ્રસ્તાવ મુકાયો કે, કરાર પુરો કરનાર પ્રેત ને માણસો વચ્ચે રહેવા પ્રમાણ પત્ર આપવામાં આવે, આ કરાર પર સરકારી ઘણી બધી ચર્ચાને અંતે મહોર લગાવાય.
સરકાર નો આ નિર્ણય સારી રીતે કારગર પણ નિવડ્યો, દર મહીને સામને આવતા કેસોની સંખ્યા મા બહોળો ઘટાડો નોંધાયો, એમજ કરારને બે વર્ષ પસાર થયા, પ્રેતોની સંખ્યામા વધારો નોંધાયો પછી,જે ડર હતો એજ થયુ, એક મુશ્કેલીના સમાધાનમા બીજી મુશ્કેલી સામે આવી,દરજનો માણસો ગુમથવા માંડ્યા, સરકારને વાતની જાણ થતા, આ સરકારી સંસ્થા બંધ કરવાની પ્રસ્તાવ હતો.
સુરજ કાકા એ બધા મંત્રીની સામે જોતાં કહ્યું, તો આજ એક રસ્તો છે કે જેના વડે આપણે ફરી આ કરાર કરીએ, અને વધતાં જતા ગુન્હેગાર નુ દમન કરીએ,
ત્યા હાજર મંત્રી માથી એક મત્રી યુવાન અને પ્રતિભાવ વાન હતો,વાત નુ ખંડન કરી,વાતશે ટેકો ન આપવાની વાત કહી ચાલતો થયો. બધા મંત્રીઓ પણ કઈક બબડતા હતાં.
આ બધા વચ્ચે મી.પ્રેસિડેન્ટ સાહેબ શાંત મને વાત ને મનો મન વાગોળતાં હતા. થોડી શાંતિ થતા,પ્રેસિડેન્ટ સાહેબ બોલ્યા સુરજકાકા મારી પાસે તમને બતાવવા લાઈક કઈક છે, ચાલો મારી સાથે.
મી.પ્રેસિડેન્ટ સાહેબ અને સુરજ કાકા બંને દફ્તર મા આવ્યા, ત્યા આઝાદી વખતના કાગળો કાઢ્યા એને કહ્યું જો આજ વાત તમે કહી ને?હવે સવાલ આપણી પાસે છે, એ લોકો ને પાછા મોકલ્યા કોણે? અને હવે આમ નહી થાયએ વાત નો ભરોસે કોણ?જો આપણે એને બોલાવી એ પણ કેમ? કોણ બોલશે?
ક્રમશ: