આરુદ્ધ an eternal love - ભાગ-૨૮ Dipikaba Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આરુદ્ધ an eternal love - ભાગ-૨૮

એક કડક મિજાજી અધિકારીમાં લાગણી પ્રગટાવનાર આર્યા હતી, હંમેશા એકલા રહેનાર અનિરુદ્ધને બીજાની કાળજી કરતાં શીખવનાર આર્યા હતી. એ અનિરુદ્ધ આર્યાની લાગણીઓ વિષે વિચારવા લાગ્યો હતો. આનંદમિશ્રિત આંસુ સાથે આર્યા માયાબહેન અને બધાને તાકી રહી અને અનિરુદ્ધ સંતોષ સાથે આર્યાને તાકી રહ્યો.

દાદીજી અણગમા સાથે બધું જોતાં હતા, એમને બિલકુલ પસંદ ન હતું કે માયાબહેન અને અનાથઆશ્રમની છોકરીઓ આવી હતી, પરંતુ અનિરુદ્ધના નિર્ણય સામે કોઈ બોલી શકતું ન હતું. સાધારણ કપડામાં સજ્જ એ બધાને બીજા મહેમાનો તાકી રહ્યા હતા.

અનિરુદ્ધે પોતે ઊભા થઇને માયાબહેન અને બધાને આવકાર્યા. આર્યા તો બધાને ભેટી પડી. એના આનંદનો પાર ન રહ્યો.

"આર્યા... સપનું જોતા હોઈએ એવું લાગે છે."અવનીના આનંદનો પાર ન હતો.

અનિરુદ્ધે આ પ્રસંગે અનાથાશ્રમને ઘણું મોટું દાન આપ્યું.
***

મહેલનો સૌથી ઊપરનો માળ આખો રીવાએ જ રોકી રાખ્યો હતો, રીવા પરિવારની એકમાત્ર દીકરી હતી અને મહેલનો છેક ઉપરનો માળ એના માટે જ હતો. રીવા માટે બધી જ સગવડો ત્યાં ઉપ્લબ્ધ હતી. સંગીત સમારોહ પૂરો થયો અને બધા વિખરાયા. પરી જેવી લાગી રહેલી આર્યા મહેલના ઉપરના ભાગે ચાલતી જતી હતી, કારણ કે હાલ પૂરતી એ રીવા સાથે જ રહેતી હતી.

આર્યા ચાલીને જતી હતી ત્યાં એની સામે થોડા માણસો મળ્યાં, એ બધાએ મહેલનો જ ડ્રેસ પહેરેલો હતો પરંતુ આ માળે માણસોની અવરજવર નહિવત્ રહેતી એટલે આર્યા ને નવાઈ લાગી. નક્કી રીવા કંઈ કરી રહી છે એવું એણે વિચાર્યું.

આર્યા આવી ત્યારથી એ અને રીવા બે જ ત્યાં રહેતા હતા. અત્યારે એ કપડાં બદલવા જઈ રહી હતી. આખી પરસાળમાં આછી આછી રોશની હતી; પહેલા સ્પોર્ટ્સ રૂમ, પછી લાયબ્રેરી અને પછી તરત આવતા અને ભાગ્યે જ વપરાતાં કીચનને વટાવતાં આર્યા ગાર્ડન સુધી પહોંચી હતી. એ પછી રીવાનો રૂમ આવતો હતો.

એ હજુ ગાર્ડન વટાવી જ રહી હતી, ત્યાં પાછળથી એક હાથ એની કમર ફરતે વીંટળાયો અને એક હાથે એની આંખો દબાઈ. આર્યાને એ સ્પર્શ ઓળખતા વાર ન લાગી.

"કોઈ આવી જશે... તમે અંહી? દાદી ખીજાશે..." એ હોઠ પર આંગળી મૂકાઈ ગઈ.

અનિરુદ્ધ એને દોરીને એ ગાર્ડનમાં લ‌ઈ ગયો. ગાર્ડન માં પ્રવેશતા જ એક હળવી સુગંધે આર્યા નુ મન મોહી લીધું. અનિરુદ્ધે આર્યાની આંખો પરથી હાથ લઇ લીધો. એ બગીચાનું દ્રશ્ય જોઈને આર્યા ખુશખુશાલ થઈ ગઈ.

સફેદ અને ગુલાબી ફુગ્ગાઓ વડે આખું ગાર્ડન સુશોભિત હતું, તો વળી રીવાએ વાવેલા ગુલાબ, મોગરા અને બીજા ફૂલોની સાથે બહારથી લાવેલ ફૂલોની સુગંધ આવી રહી હતી.

બગીચાની બરાબર વચ્ચે મોટું ટેબલ ગોઠવેલું હતું, ટેબલ પર જાતજાતની વાનગીઓ હતી, શુદ્ધ ગુજરાતી. હળવા સ્વરે ગીતો પણ વાગી રહ્યા હતાં.

બધું સ્વપ્ન જેવું લાગે છે... આર્યા ને અવનીના શબ્દો યાદ આવી ગયા.

"આવું બધું કરવાની શી જરૂર હતી, કલેકટર સાહેબ?"

"તારા મોં પર આ બ્લશ જોવા માટે, તારી સાથે સમય વિતાવવા માટે, મારા બધા મિત્રોની પત્નીઓ ફરિયાદ કરતી હોય છે કે તેઓ તેમની પત્નીઓને સમય આપતા નથી. હું આ ફરિયાદ તને તો બિલકુલ નહીં કરવા દઉ."

"હું એવી ફરિયાદ કરીશ પણ નહીં. કારણકે હું તમારી જવાબદારીઓ સમજુ છું. હું સમજુ છું કે તમારા માટે સૌથી પ્રાધાન્યતા દેશની સેવા જ હોવી જોઈએ. તમે શપથ લીધાં હશે ત્યારે એવા જ લીધા હશે."

"તારામાં આટલી બધી સમજણ કઈ રીતે છે? હવે હું તને મારા મનમાં જે ઘૂંટાયા કરતી હતી એ વાત શાંત ચિત્તે કહી શકીશ."

"ક‌ઈ વાત?"

"આવતીકાલે લગ્ન થઈ જાય પછી તુરંત મારે ઉપાડવાનું છે. ત્રણેક મહિનાની ટ્રેનિંગ છે, હૈદરાબાદ. પેકિંગ કરી આપજે." અનિરુદ્ધ ગંભીર થયો.

"ખરેખર?"આર્યાના મોં પર દુઃખ ફરી વળ્યું. આંખોમાં આંસુ પણ આવી ગયા.

આર્યા ને જોઈને અનિરુદ્ધ થી હસી પડાયું, "જસ્ટ જોકિંગ.."

આર્યા અનિરુદ્ધને વળગી પડી. આર્યા ના માથે અનિરુદ્ધ વહાલથી હાથ પસવારી રહ્યો.

"આઈ લવ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. તું નહોતી તો કંઈક ખૂટતું હતું અને હવે તું છે તો તારા સિવાય કશી જરૂર નથી. આ ક્ષણે તુ જે ઈચ્છે તે માગી શકે છે."

"અનિરુદ્ધ તમે મારી સાથે હોય એટલે મારે બીજી કોઈ જરૂર નથી."

"છતાં પણ કંઈ પણ.."

"ઉધાર રહ્યું. ભવિષ્યમાં ઈચ્છા થશે તો માંગી લઈશ."

રાત્રે બંને કેટલો સમય એકબીજા સાથે વાતો કરી એ ખબર પણ ના પડી. આજુબાજુ અજવાળું ધરતી પર પથ્થર આવવા લાગ્યું ત્યારે એમને ખ્યાલ આવ્યો કે સવાર પડવાની તૈયારી છે.

‌‌. ***

‌ આર્યા એના રૂમમાં કપડા બદલી રહી હતી, માયાબહેન તેની સાથે જ હતા. એ જ વખતે અનિરુદ્ધ ના મમ્મી પણ ત્યાં પહોંચ્યા.

"આર્યા બેટા, હું તને કશું પૂછવા આવી છું. તું ક‌ઈ વાતે મૂંઝાય છે? તને જે પણ તકલીફ હોય એ મને કહી શકે છે."

"તમે બંને મારા મમ્મી છો, પણ મને ડર લાગે છે. અવની પણ કહેતી હતી કે જાણે સ્વપ્ન જોઈ રહ્યા હોય એવું લાગે છે. એવું લાગે છે કે આ બધી મારી લાયકાત છે જ નહીં જે મને મળી રહ્યું છે. ડર લાગે છે કે આ બધું દૂર થઈ જશે તો? ક્યાંક ઊંડે એવું લાગે છે કે અનિરુદ્ધ મને આટલું ચાહે છે, પણ કંઈ થશે તો? હું એમને દુઃખી જોઈ શકીશ નહીં."

આર્યાએ કપડાં બદલી નાખ્યાં હતાં. પહેરેલાં કપડાની પાછળ ડોકે રહેલી દોરી બાંધવા માયાબહેને મદદ કરી રહ્યા હતા.

‌‌ "કશી બાબતે ચિંતા ના અનુભવીશ બેટા, તું એકદમ યોગ્ય છે અનિરુદ્ધ માટે. વર્તમાન તારો છે, આનંદમાં રહેજે, ભવિષ્ય માટે સુનિશ્ચિત થઈ જા....." અનિરુદ્ધના મમ્મી બોલતાં બોલતાં અટકી ગયા.

એ આગળ વધ્યા અને એમણે આર્યાની ડોકની નજીક રહેલું કપડું સહેજ દૂર કર્યું ત્યાં તો એક ઘેરા લાલ રંગની લાખ દેખાઈ, એની ફરતે લીલું ચકામું હતું.

"માયાબહેન, આ લાખ.... આ નિશાન... એ શું જન્મથી જ છે?"

"હા... આર્યા મને મળી હતી, ત્યારથી જ આ નિશાન છે."

અનિરુદ્ધના મમ્મી સોફા પર ફસડાઈ પડ્યા, એમના મોંની રેખાઓ તંગ થવા લાગી, "એ તમને હિમાચલ પ્રદેશ માંથી મળી હશે ખરું ને!"

"હાસ્તો, હું એ વખતે વિસેક વર્ષની હોઈશ. અમે ટૂર પર ગયા હતા અને ત્યાં જ આર્યા મળી હતી. કેટલી નિર્દોષ, કેટલી વહાલી!!! એવી કઈ માં હશે કે એણે એને એટલી ઠંડીમાં મરવા માટે છોડી દીધી હશે!!!"

"એ માં હું જ હતી!"અનિરુદ્ધ ના મમ્મી બોલ્યા અને આર્યા તથા માયાબહેનની આંખો પહોળી થઈ ગઈ.

"એ વખતે મારી પરિસ્થિતિ જ એવી હતી. મેં પરિવારજનોની ઈચ્છા વિરુદ્ધ જઈને આર્યાના પિતા સાથે લગ્ન કર્યા. મારા પિતાનો પરિવાર અને આર્યાના પિતાનો પરિવાર એકબીજાને દુશ્મનો હતાં, મારા પિતાએ અમને શોધી કાઢ્યા, મેં આર્યાના પિતા પાસેથી વચન લીધું કે એ હવે કોઈ દિવસ મને મળશે નહીં કારણ કે એમના રક્ષણ માટે એ જરૂરી હતું.

હું આર્યાને લઈને નીકળી ગઈ, મારા પિતાને મને શોધતા વાર ન લાગે પણ એ પહેલાં અને આર્યાને એક ઝાડ નીચે મૂકી દીધી જેથી એને કશું નુકસાન ન પહોંચાડી શકે. બીજા દિવસે કોઇપણ રીતે છટકીને હું ત્યાં ગઈ તો આર્યા ન હતી.

એ દિવસથી આજની ક્ષણ સુધી હું સતત એ નાનકડી દીકરીના ગુનેગાર હોવાનો અપરાધભાવ અનુભવી રહી છું. કદાચ એનું કોઈ જંગલી જીવના હાથે મૃત્યુ થયું હશે તો એની પાપી હું છું એમ હું સમજતી હતી. પણ હવે આ દુનિયાને જોઇને હું ખુબ જ શાંતિ અનુભવું છું."

કહીને અનિરુદ્ધના મમ્મી આર્યાને ભેટી પડ્યાં.

"તો પછી અનિરુદ્ધ?"

"એ મારો કે આર્યાના સસરાજીનો દીકરો છે જ નહીં."

"એમનો(અનિરુદ્ધ ના પાલક પિતા બળવંત) સ્વભાવ ખૂબ જ દયાળુ છે. મારા પિતાએ મારા લગ્ન એમની સાથે કરાવ્યા એ જ અરસામાં એમની બહેન અને બનેવી મૃત્યુ થયું હતું, અનિરુદ્ધ એમનો દીકરો હતો. અનિરુદ્ધને કદી અન્યાય ન થાય એ માટે એમણે કદી અમારું સંતાન થવા ન દીધું."

ક્રમશઃ