એક પગલું
એક પગલું ચાલો આપણી જાત સાથે ચાલીએ. કહેવાતી ૨૦ મી સદી આવી. ખુશી થી વધાવી. નિત નવા સપનાં જોયા. આખા વર્ષ ના કાર્યક્ર્મ
નું આયોજન કર્યું. ઘણાં ઘણાં આયોજનો કર્યા. વર્ષ ની શરૂઆત સારી થઇ.
કામકાજ આગળ ચાલ્યું. લોકો પોત પોતાના ધંધા-પાણી માં વ્યસ્ત થઇ ગયાં. આમ ને આમ આયો માર્ચ મહિનો. બધી જ વસ્તુઓ અને નાણાકીય
વર્ષ પૂરુ કરવાનો મહિનો. અનાજ, મસાલા, અથાણાં.. વગેરે ની સીઝન ચાલુ. બાળકો ની પરીક્ષા અને ધંધાવાળા ઓ માટૅ નાણાકીય વર્ષ પૂરું
કરવાની ઉતાવળ. કેટકેટલા કામો. ચારેબાજુ- નાનામોટા દરેક ને માટૅ
ટેન્શન નો મહિનો.
માર્ચ મહિના ની દિવસો એક પછી એક વિતવા માંડ્યા. માધ્યમિક
બોર્ડ ની પરીક્ષાઓ ચાલુ થઇ ગઇ અને ત્યાં તો વૈશ્વિક મહામારીના એધાંણ
દેખાયા. સરકારે કોઇપણ જાત ના શોરબકોર વગર બાળકો ની બોર્ડ ની
પરીક્ષા પૂર્ણ થવા દીધી. અને સંજોગો જોતા એક દિવસનું લોકડાઉન જાહેર
કર્યું. કોવીડ-૧૯. કોરોના વૈશ્વિક રોગચાળો સમગ્ર વિશ્વમાં ફાટી નીકળ્યો.
સરકાર દ્વારા તકેદારીના પગલાં રૂપે એક દિવસ ના લોકડાઉન પછી આજ
ની તારીખ સુધી(૬ સપ્ટેમ્બર,૨૦૨૦) સુધી ૧૫ -૧૫ દિવસ નું લોક્ડાઉન આપ્યું. સાવચેતી ના પગલાં લીધા. શહેર ને સેનીટાઇઝ કર્યુ. બસ, ટ્રેન,
હવાઇ, જહાજ સેવા ઓ બંધ રાખી. સિનેમા ગૄહો, મોલ, રેસ્ટોરન્ટ, હોટલ,
પાર્ટીપ્લોટ, જીમ, કલબસ, સલૂન, બ્યૂટી પાર્લર વગેરે બંધ રાખ્યાં.
દૂધ, શાક, કરિયાણાં ની દુકાન સિવાય સમગ્ર શહેર માં લોકડાઉન રાખ્યું
તે ઉપરાંત સવારે ૮થી ૧૧ જ આ સેવા ઓ ઉપલબ્ધ રાખી અને આ મહામારી સામે લોકો ને રક્ષણ આપ્યું લોકો ને સંપૂર્ણપણે ઘરમાં રહેવા
જણાવ્યું. પાન- મસાલા-દારૂ પર પાબંદી મૂકી દીધી.
લોકો ને કોરોના રોગ ની સતત માહિતી સમાચાર પત્રો, ટીવી
દ્વારા આપવામાં આવી. મોબાઇલ માં રીંગટોન મૂકવામાં આવી.
જરૂરિયાતમંદો ને મફત અનાજ આપવામાં આવ્યું. ગરીબો અને
દિવ્યાંગો ને નાણાકીય સહાય કરવામાં આવી. કરોડો રૂપિયા લોકોની
સહાય માટે સરકાર દ્વારા ફાળવવામાં આવ્યાં. માસ્ક પહેર્વું ફરજીયાત કર્યુ. સોશિયલ ડીસ્ટન્શ રાખવા જણાવ્યું. તકેદારી મા સમગ્ર પગલાં સરકાર દ્વારા લેવામાં આવ્યાં.
આજ પછી એક પગલું આપણે ભરવાનું છે. આ સમગ્ર
લોકડાઉનમાં આપણૅ જે પરિસ્થિતિ માં થી પસાર થયાં છે. તે ધ્યાનમામ રાખી આગળ જીવન જીવવાનું છે. આ વૈશ્વિક મહામારી છે. એકદમ જવાની
નથી. આ મહામારી સાથે આપણે સાવચેતી રાખી અને આપણી જાત અને
આપણા માણસો અને આપણા દેશવાસીઓ સાથે કદમ થી કદમ મેળવી
જીવન જીવવાનું. લોકડાઉન માં માણસ સ્વનિર્ભર થયો અને ઓછામાં
ઓછી જરૂરિયાત માં દિવસો પસાર કર્યાં.
આ લોકડાઉન દરંમ્યાન ભારત દેશ ની નદીઓ નું પાણી
પીવાલાયક થઇ ગયું. હિમાલય ના પર્વતો બિહાર રાજ્યમાંથી દેખાવા
લાગ્યાં હવા પ્રદૂષણ મુક્ત થઇ ગઇ. પશુ, પક્ષીઓ મુકત રીતે વિહરવા
લાગ્યાં. તે જ બતાવે છે કે માણસે પોતે સમજી ને એક પગલું એટલે સમગ્ર જીવ સૃષ્ટિ , તેના પોતાના માટૅ અને તેના લોકો માટે જીવન જીવવાનું છે . ખભેખભા મિલાવી એક્સૂર થઇને. ૭૫ દિવસ આપણે ઘરમાં રહીને જે સ્વાશ્રયી બન્યાં. તેમ જ જીવવાનું છે અને બીજા જીવો ને જીવવા દેવાના છે. આત્મનિર્ભર બની વ્યસનમુકત જીવન આગળ ધપાવવાનું છે. સ્વચ્છતા
આગ્રહી બનવું પડશે. અગાઉ ની જેમ આડેધડ જીન્દગી જીવવાનું છોડવું પડશે.
જીવન જીવવાની એક નવી દિશા શીખવી એ એક પગલું-એક
પહેલ- જીવન જીવવા ની નવી શરૂઆત. આ શરૂઆત આપણૅ ખુદ થી
કરવી પડશે. તો જ સોસાયટી, સમાજ અને દેશ ના લોકો માં પરિવર્તન
આવશે. નવી વિચારસરણી, નવી દિશા, નવા વિચારો અને જીવન જીવવાની આગવી શૈલી થી દેશ અને દુનિયા આ વૈશ્વિક મહામારીનો
સામનો વગર નુકસાને કરી શકશે. એક પગલું –
જીત
---------- સમાપ્ત ------------