રહસ્યમય પુરાણી દેરી - 24 Prit's Patel (Pirate) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

રહસ્યમય પુરાણી દેરી - 24


રહસ્યમય પુરાણી દેરી - 24

(આગળ ભાગમાં જોયું કે મુખી અને ગામનાં લોકો પાદર પર મણી ડોશીની રાહ જોવે છે, પરંતુ ઘનાભાઈ ક્યાંય જોવા મળતા નથી. બાળકી ને મુખીજી ને આપી છે. હવે આગળ...)

મુખીજી એ કહ્યુ કે " મારુ ગામ તો સુરક્ષિત થઈ જશે ને?"

આખા ગામની આશા મણીડોશી પર જ હતી. પરંતુ મણી ડોસી એક્દમ ચૂપચાપ હતી. મુખીજી બાળકીને હાથમાં લઈ મણીડોશી પાસે ગયા અને ઘૂંટણ પર બેસીને કહ્યુ કે " મણી બહેન, તમે હવે તો તમારો બદલો પૂરો કરી નાખ્યો, મારો ભાઈની.. મારા ભાઈની...તો મોહ મુકી દીધો.પરંતુ હવે મારા ગામને કાંઇ નો થવું જોઈ. હુ મારા ગામનો મોહ નહીં મુકી શકુ."

હજુ મણી ડોશી કાંઇ બોલે તે પહેલા જ ગભરાતા ગભરાતા મુખીજી બોલ્યા કે " હવે તો કંઇક બોલો, કેમ તમે ચુપ છો હજુ. મારા ગામને કાંઈ નો થવું જોઇ."

મણી ડોશીએ મુખીને ઉભા કરતાં કહ્યુ કે " મે મારો બદલો નથી લિધો, હું પણ આ ગામને બચાવા જ માંગુ છુ. મારાથી જે બનતું હતુ તે કર્યું જ પરંતુ આવતા અમાસના દિવસએ ગામનો વિનાશ થઈ શકે છે..."

વાત કાપતા જ મુખી ગુસ્સામાં બોલ્યા " હુ મારા ગામ ને બચાવા માટે ગમે તે કરીશ." સાથે સાથે પ્રવીણભાઈ અને બીજ ગામનાં લોકો પણ જોડાયા આ વાત પર અને બધાં લોકોએ કહ્યુ કે "અમે પણ અમારી જાન આપી દેશું જરુર પડશે તો બાકી ગામને નહીં છોડી"

મણીડોશીએ ગામની પહેલા જેવી ફરી એકવાર એકતા જોઇ અને મુખીજીનું બધા માન રાખતાં જોઇ બોલ્યા કે " ગામને સુરક્ષિત કરવા મારે જે કરવું પડે એમ હતુ તેં કર્યું જ છે. તે શૈતાની આત્મા છે. તેં બહુ બુરી આત્મા છે. તેનો સામનો કોઈ નો કરી શકે."

મુખીજીએ મણી બહેનને કહ્યુ કે "તમે તો ગમે તેની આત્મા વશ કરી શકો છો તો પછી આ ચોરોની આત્મા શું કહેવાય."

મણીડોશી એ કહ્યુ કે " તે ચોરોની આત્મા બહુ જ બુરી છે. તેનો અહેસાસ જ કરી શકાય છે. તેને વશમાં કરવી કોઈનું કામ નથી. તેં બહુ જ ભંયનકર છે. તેનાં મૃત્યુ પછી આ ગામમાં સાધુ સંતોનાં એટલે પ્રયાણ થવાનું બંધ થઈ ગયું છે. કેમ બુરી આત્માનો અહેસાસ પણ રુવાંટા ઉભા કરી નાખે છે. એ તો ગુરુ મહારાજ એક પવિત્ર આત્મા હતી એટલે અહિયાં આવ્યાં છે."

પ્રવીણભાઈ પોતાનો હાથ પથ્થર પર જોરથી મારતાં બોલ્યા કે " ગમે એટલી બુરી આત્મા હોય જો એકવાર આ હાથમાં આવી જાય તો બતાવું કે પ્રવીણીયો કેટલો ભંયનકર છે."

મુખીજી એ કહ્યુ કે " બુરી આત્મા ગમે તેટલી હોઇ, એનો કોઇક તો ઉપાય હશે જ ને?"

મણીડોશીએ પોતાનાં પગના અંગુઠા વડે જમીન પર લીટી આંકી અને કહ્યુ કે ઉપાય છે, શૈતાનને વશ કરવા શૈતાનનાં ભગવાન"

મુખીજીએ ઉતાવળ કરીને કહ્યુ કે " કોણ શૈતાનનાં ભાગવાન?"

મણીડોશીએ ગામનાં વડ તરફ બે પગલાં આગળ વધ્યા અને કહ્યુ કે " શૈતાનનાં ભગવાન મહાદેવની સ્થાપના કરો પુરાણી દેરીમાં. તે જરુર આપણી મદદ કરશે. સેવક મહારાજ તેમની પૂજા કરી અમાસના દિવસે બુરી આત્માને શક્તિ ધારણ કરતા રોકી શકે છે. પછી તેની શક્તિ ઓછી થતા જ હુ એને વશમાં કરી નાખીશ."

પ્રવીણભાઈ તુરંત બોલ્યા કે " પરંતુ તે મૂર્તિની સ્થાપના માટે તો તમે જ રોક્યા હતા. અને ઢોલીએ બિલાડીની બલી ચડાવી લોહીનો અભિષેક કરી મૂર્તિને અપવિત્ર કરી નાખી હતી."

મુખીજી પ્રવીણભાઈ સામે જોતાં બોલ્યા કે " હા, સાચું પ્રવીણ તેં મૂર્તિને તો બ્રાહ્મણે અપવિત્ર કહી હતી. તેનાં કહેવાથી અમે બધાએ ફૂલકિ નદીમાં તેનુ વિસર્જન કર્યું હતું. આટલા સમય પછી તે મૂર્તિને કાઢવી બહુ મુશ્કેલ છે"

પ્રવીણભાઈ પોતાના હાથ ને નકારમાં હલાવતા બોલ્યા કે "મુશ્કેલ નહીં મુખીજી, અશક્ય જ કહો, તે પાણીનાં પ્રવાહ સાથે ક્યાંય પહોચી ગઇ હશે. નહિતર પાણી અંદર આટલા વર્ષોથી તુટી ગઇ હશે તેની માટી."

મુખીજી એ આશા બતાવતા કહ્યુ કે " એનો પણ કંઇક ઉપાય હશે જ મણી બહેન પાસે?"

મણીડોશી એ મુખીજીની આશાને સત્ય સાબીત કરતાં કહ્યુ કે " હા મુખી, એટલે જ મે ઘનાને મોકલ્યો છે. સાયદ તે આપણા ગામને બચાવામાં સફળ રહેશે."

ગામની ચિંતામાં ડૂબેલા મુખીજી ને ફરીથી પોતાના ભાઈની યાદ આવી. અને તે હજી જીવે છે તેના અહેસાસ સાથે ગદગદ થઈ મુખ પર એક નવી ચમક આવી.

ત્યાં જ પ્રવીણભાઈએ કહ્યુ કે " ક્યાં ગયો છે ઘનો ?"

ક્રમશ...

મણીએ એને ક્યાં મોકલ્યો હશે.?

(આગળ જાણવા માટે બન્યા રહો મારી રહસ્યમય પુરાણી દેરીની રોમાંચક સફર સાથે...)

પ્રિત'z...💐