રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ-6
( આગળના ભાગમાં જોયું કે એક તરફ મૂર્તિની સ્થાપન માટે ગામ ખુશી મનાવી રહ્યુ હતુ ત્યાં જ એક દુર્ઘટના બની. વાલજી અને તેમની પત્ની મૌત ને ભેટી જાઇ છે. અને છરી મણી ડોશીનાં હાથમાં હોય છે. હવે આગળ...)
બધાની ખુશી એક જ પળમાં દુઃખીમા પલટાય ગઇ. બધાં ત્યાં પહોંચ્યા વાલજી હરિજન હોવાથી ગામનાં લોકો તેનાં ઘરનાં બારણે જ થોભી ગયા. બારણાં માંથી અંદર જોયું તો મણી ડોશી એક હાથમાં લોહી લુંહાણ છરી પકડી હતી અને બીજા હાથમાં વાલજી નાં છોકરાંનો હાથ પકડી બાહર આવીને બોલી "મુખીજી, અગ્નિસંસ્કાર ની તૈયારી કરાવો"
બધાં એકદમ સુન થઈ ને મણી ડોશી સામે જ જોઇ રહયા હતા. મણી ડોશીની આંખમાં ક્રૂરતા ભરી હતી. ગામમાં આવો બનાવ પહેલી વાર બન્યો હતો. તેનાં કારણે બધાનાં દિલને ઠેસ પહોચી હતી. પરન્તુ મણી ડોસીનાં મુખ પર કાઈ થયુ જ નહીં તેવા હાવભાવ હતાં.
હરિજનનાં ઘર અંદર અભણામણ લાગે એવું વિચારી કોઈ બારણાં અંદર પગ નહતું મુકી રહ્યુ. મણી ડોસી એ ગુસ્સામાં પાછું ફરી ને જોરથી ત્રાડ પાડી "મુખી અમરશી...સાંભળ્યું કે નહીં?"
બધાં નો મુખ ની રેખાઓ અચાનક જ બદલાય ગઇ કે મુખીજી ને નામ થી બોલાવ્યા અને મણી ડોશીનો ગુસ્સો પહેલી વાર શર પર ચડેલો જોયો. મુખીજી સમય ને જોતાં ચૂપચાપ અંદર ગયા. સાથે બીજા પણ બે ત્રણ જણ ગયા.
આ વાત ગામમાં હવાની ઝડપે ફેલાઇ ગઈ. આખા ગામમાં મણી ડોશી ની એક અલગ જ ધાક પડી કે પછી છાપ પડી એમ કહો. મુખીજી અંદર જોઈને જોયું તો બીમારીથી પીડાતો વાલજી પોતાના પલંગ પર દેહનો ત્યાગ કરી ચાલ્યો ગયો હતો. પલંગની નીચેથી લોહીની એક રેગાળૉ બારણાં તરફ આવી રહ્યો હતો.
ધીરા પગલાં ભરીને મુખીજી સાથે બે ત્રણ જણ બે ડગલાં અંદર ચાલ્યા તો જોયું કે વાલજી પત્ની પલંગની પાછળ ભીતને ટેકો દઇ લોહીથી લથપથ પડી હતી. શરીર પર લઘરવઘર કપડા પહેર્યા હતાં.
અગ્નિદાહ માટે ની બધી તૈયારી થાવ લગી. ગામ લોકો એ રિવાજ મુજબ કે કોઈ અનહોની ઘટી હોઇ એટ્લે કોઈ શુભ પ્રસંગને ટાળી દેવાનો. દેવાધી દેવની મૂર્તિને ગામનાં પાદરમાં જ થોડા સમય માટે સ્થાપના કરાવીને સમશાન યાત્રામાં જોડાવા સફેદ કપડા પહેરી આવી ગયા.
બધાનાં મનમાં એક જ વાત ચાલુ હતી કે સાચે મણી ડોશી એ આ બધુ કર્યું હતું. મુખીજી ને ધીરા અવાજે ન્યાય પંચનાં પાંચમા આગેવાન એવાં મગનભાઈ એ વાત કરી કે આજે સાંજે ન્યાયમાં...મુખીજી ત્યાં જ તેને રોકતા એનાં શબ્દોને ઝીલી લીધાં.
તેનાં પ્રત્યુત્તરમાં મુખીજી એ કહ્યુ કે આવુ દૃશ્ય જોઇ ભલાભલા નાં પગ ધ્રુજી જાય તો એ ડોશી કાંઈ... ત્યાં જ વાત કાપતા બીજા પંચના આગેવાને કહ્યુ કે એ તો ડાકણ છે. એનાં માટે તો આવુ...
ફરીથી મુખીજી એ કહયું કે એને કર્યું હોત તો એની આંખમાં આટલો ક્રોધ નહોત. હવે અત્યારે પેલા વાલજીને પેલા અગ્નિદાહ આપી દઇ. પાછી ન્યાયમાં આ બધી વાત ખુદ મણી ડોશી જ કહેશે.
બધાં ગામનાં લોકો સમશાન યાત્રા માટે વાલજી નાં ઘરે એકઠા થયાં. વાતાવરણમાં એક્દમ સન્નાટો છવાઈ ગયો હતો. ત્યાં મણી ડોશી ઘરનાં અંદરથી દોડતી આવી. હાથમાં ધારીયું અને આંખમાં તેજ અંગારા જેવો ભડકો, ધમ ધમ પગ આગળ મુકે ને પાછળ છુટા વાળ લહેરાતા.
ગામનાં લોકોમાં એ અલગ જ ડર પેદા થઈ ગયો. ડર તો લાગે જ ને કેમ કે મણી ડોશી સાક્ષાત કાળકા માં નું રુપ હતુ. માથે મોટો ચાંદલો. બધાં ની વચ્ચે આવી ધારીયા નો એક ઘા કાર્યો કે "ગામનાં એવાં એક પૂજારી કરશન ભગતનું માથું ધડથી અલગ"
ક્રમશ...
કોણ હતુ કરશન ભગત?
મણી ડોશીએ આખા ગામ વચ્ચે કેમ આવુ કૃત્ય કર્યું?
આગળના રહસ્યો જાણવા માટે બન્યાં રહો " રહસ્યમય પુરાણી દેરી" સાથે.
પ્રિત'z...?
૯7૩7૦1૯2૯5