ભાગ - 23
રહસ્યમય પુરાણી દેરી - 23
(આગળના ભાગમાં જોયું કે પ્રવીણભાઈ અને મુખીજી બન્ને મિત્રો વાતો પુરી કરી ગામનાં પાદર તરફ જાય છે. હવે આગળ...)
ઝાકળનાં બુંદમાંથી સૂરજના કિરણો વક્રીભવન(છેદીને વળાંક વળવું) થઈ જમીન પર ફેલાય રહ્યાં હતાં. આકાશ તરફ નજર કરતા સુરજ બસ ઉગવાની અણી પર હતો.
મુખીજી અને તેનો મિત્ર પ્રવીણભાઈ ઘરથી નીકળી ગામનાં પાદર માઁ શક્તિ ના મંદીર તરફ પ્રયાણ કર્યું. પ્રવીણભાઈ હજુ બધા રહસ્યને જાણી થોડા આઘાતમાં હતા. પરંતુ મુખીજીના મુખ પર પોતાના બાળકીની ચિંતાની રેખા સ્પર્શ દેખાઈ રહી હતી.
બને મિત્રો વિચારોના વમળમાં ખોવાયને સૂનમૂન ચાલ્યા જતા હતાં. થોડા સમયમાં જ ગામના પાદર પર પહોચી ગયા. ત્યાં જઇ જોયું તો ગામના લોકો ત્યાં આવ્યાં નહતા. સૌથી પહેલા મુખી અને પ્રવીણભાઈ પહોંચ્યા હતા. તેને મંદીર અંદર જઈ જોયું તો સંત સેવક મહારાજનુ ટોળું ત્યાં જાગીને બેઠું હતુ.
મુખીજી એ તેમણે પ્રણામ કર્યા અને ચિંતામાં કહ્યુ કે મણી બહેન આવ્યા હતા. સેવક મહારાજે ઉદારતા પૂર્વક પ્રત્યુત્તરમાં કહ્યુ કે કોઈ આવ્યુ નથી.
થોડી વારમાં પ્રવીણભાઈ ત્યાં પથ્થર પર જ બેસી ગયા અને કહ્યુ કે "મુખી, હજી ઘનો કેમ નથી દેખાતો. એને તો આવી જાવ જોઇ ને?"
પરંતુ મુખી ચિંતામાં ત્યાં જ હરતા ફરતા કહ્યુ કે "હજુ, એ નાદાન છે. એને નો ખબર પડે"
"નાદાન, કઇ રીતે નાદાન? ગામ માટે મોટી આફત કહેવાય તે, ઘનો તમારા માટે નાનો હશે. ગામ માટે તો બહુ પાપ જેવા કામ કર્યા છે. હવે તમે ભાઈના પ્રેમમાંથી બાહર આવો. હવે વધું કહીશ તો આપણી જૂની લાગણી તુટી જશે." થોડા સવારમાં ગુસ્સે થાતા પ્રવીણભાઈ બોલ્યા.
મુખી એકદમ ચુપ થઈ પોતાના બને હાથ પાછળ પકડી ત્યાં જ હરતા ફરતા રહ્યાં. થોડી વારમાં ગામનાં લોકો ધીરે ધીરે ભેગા થવા લાગ્યા. બધાની પહેલી નજર મુખી પર જ અટકી રહી હતી.
બીજી નજર ઘનાભાઈને શોધતી હોઇ તેમ ચારે બાજુ ફરતી હતી. પરંતુ ઘનાભાઈ ક્યાંય જોવા મળતા નહતા. ધીરે ધીરે બહુ બધાં લોકો ભેગા થઈ ગયા. બધાના મગજમાં બહુ વિચારો ચાલી રહ્યાં હતા અને મણી ડોશીની રાહ જોઇ રહ્યાં હતાં.
હવે તો આકાશના પશ્ચિમી ભાગમાં લાલ થઈ સુરજ પણ તપવા લાગ્યો હતો. બધા મણી ડોશીની જ રાહ જોઇ રહ્યાં હતાં. ત્યાં અચાનક જ પ્રવીણભાઈ ઉભા થઇ હાથ લંબાવી આંગળી બતાવતા બોલ્યા " મુખી જી, મણી બહેન."
તુરંત મુખી ઉભા રહી ગયા અને પાછળથી બને હાથ ખુલ્લી ગયા. વડ તરફ રસ્તા પર નજર નાખતાં મણી ડોશી હાથમાં બાળકીને લઇને આવી રહ્યાં હતા.
લગભગ ગામના બધા લોકો આવી પહોંચ્યા હતા. બધાની નજર એકીટશે મણીડોશી પર જ ટકી હતી. એકતરફ સુરજ પોતાની રોશનીથી ચમકી રહ્યો હતો તો બીજી તરફ મણીડોશી ગામના બાધા લોકો વચ્ચે ચમકી રહ્યાં હતા.
ગામના લોકોની વચ્ચે મણીડોશી આવ્યા કે મુખીજી તુરંત ત્યાં પહોચી બોલ્યા " મારી દિકરી, મારી દિકરી..."
મણીડોશી એ મુખી સામે જોતા બાળકી પરનું ખેસ દુર કર્યું અને મુખીને બાળકીનું મુખ બતાવ્યું. બાળકી ઘોર નિંદ્રામાં પોઢેલિ હતી. નિંદ્રામા પણ બાળકી ધીરા ધીરા હાસ્ય આપી રહી હતી.
મુખીએનાં મુખના હાસ્યને જોઇ એટલાં આનંદિત થયા કે ગામનાં લોકોની વચ્ચે હરખાતા હરખાતા મુંગુ હાસ્ય કરવા લાગ્યા અને પ્રવીણભાઈને ભેટી પડ્યા.
પ્રવીણભાઈએ તેમની પીઠ થબથબાવતા સહારો આપ્યો. પરંતુ એમને શુ વિચાર આવ્યો કે બોલ્યા " હજુ ઘનો ક્યાંય કેમ નથી દેખાતો?"
મુખીજી એક્દમ ચોંકી ગયા. અને બાથ મુકી બધી બાજુ જોવા લાગ્યા. પછી બંને મિત્રો એકબીજા સામે જોવા લાગ્યા. થોડીવાર પછી બને એ એકસાથે મણીડોશી સામે નજર કરી તો મણીડોશી એ એક નાની ખુશીની ઝલક આપી કહ્યુ "મુખીજી, તમારી દીકરીને સાચવો, હવે આ હંમેશા તમારી જ દિકરી રહેશે"
મણી ડોશીની રહસ્યમય આંખોમાં મુખી બધુ સમજી ગયા હતાં, તેનાં મુખ ઉપર હસવાની રેખા ચિંતામાં ડૂબી ગઇ હતી. મુખીજી મણી બહેન પાસે ગયા અને બાળકીને હાથમાં લીધી. મણીડોશી એ કહ્યુ કે " સમયે સમયનું પરિવર્તન કરી શકો છો, તેને બદલી શકો છો, પરંતુ મૌતને માર નહીં આપી શકી. મુખી હવે આ બાળકીનું એક બાપ બની દેખરેખ કરજો."
મુખીજી તુરંત બાળકીને લઇ સેવક મહારાજ પાસે ગયા અને તેનુ નામ કરણ કરવા કહ્યુ. સેવક મહારાજે બાળકીના માથા પર હાથ રાખ્યો તો બાળકીનુ શરીર એક્દમ ઠંડું પડી ગયેલું હતુ તુરંત એને અણગમતો આભાશ થવા લાગ્યો. સેવક મહારાજે મણીડોશી તરફ જોયું અને કહ્યુ કે " સૂરજમાના પ્રકાશનાં પ્રતિબિંબ જેમ ચમકે છે, એવું તો પૂર્ણિમાનો ચંદ્ર જ હોઇ શકે. શરીર પણ ચંદ્રની માફક એક્દમ શીતળ(ઠંડું) છે. બાળકીનો જન્મ પણ ચંદ્રની છાયામાં રાત્રે થયો છે. તો તેનુ નામ ચંદ્ર પરથી વિપ્રા હોવું જોઇ. પરંતુ ચંદ્રનાં પ્રકાશની જેમ શીતળ આપે છે તો આજથી આ બાળકી પ્રિની નામે જાણીતી થશે.
બધાં લોકો પ્રિની નામ સાંભળતા ખુશ થયા. એક અનોખું નામ હતુ પરંતુ બહુ સુંદર નામ હતુ. મુખી પણ ધીરા સ્વરે પ્રિની બોલી ઉઠયા. મણીડોશીના મુખ પર પણ એક અલગ ઝલક છલકાય રહી હતી.
ત્યાં જ મુખીજીને ગામની ચિંતા થઈ અને મણીડોશી તરફ જઇ એક શ્વાસે જ કહ્યુ કે " ગામનું શું થાશે, મારુ ગામ તો સુરક્ષિત રહેશે ને? ચોરોની આત્મા મારા ગામને નુકશાન તો નહીં કરે ને? બધુ પહેલા જેવું જ થઈ જશે ને?"
*** "પ્રિની" એક રહસ્યમય કન્યા ***
મારી નોવેલ આ બાળકી ઉપર જ બનાવેલ છે. કૃપીયા તેમાં પણ હુ તમારો સાથ માંગુ છું. આશા કરુ કે તેં પણ ખૂબ જ રહસ્યમય અને ખૂબ જ રસપ્રદ રહેશે. તમને બધાંને ખૂબ જ ગમશે.

ક્રમશ...
ઘનાભાઈ હજુ કેમ એની બાળકીને લેવા ન હતા આવ્યાં.?
આગળ બહુ બધાં રહસ્યો જાણવા માટે બન્યાં રહો "રહસ્યમય પુરાણી દેરી" ની રોમાંચક સફર સાથે.