રહસ્યમય પુરાણી દેરી - 4 Prit's Patel (Pirate) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યમય પુરાણી દેરી - 4

રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ -4

(આગળનાં ભાગમા ચોરોની આત્મા સામે લડવા 13મા દિવસે સાધુ મહારાજે સમાધિ લીધી અને 24 દિવસ પછી નાં રાતે શુ થવાનું છે તેનુ રહસ્ય રહી ગયુ. હવે આગળ...)

સેવક મહારાજે કહ્યુ "24 દિવસ પછી અમાસની રાત્રિ છે. તેં અમાસની કાળી રાત્રિમાં તેમની શક્તિઓ ખૂબ જ વધી જશે. તેમની શક્તિઓ ની સામે ગુરુ મહારાજ અને બેગુનેગાર સંત ને પણ પાછા પગલાં ભરવા પડશે. જો 24 દિવસ પહેલા આપણે તેમનો અંત નો કરી શક્યા તો પછી આ ગામનું વિનાશ અવશ્ય છે."

બધાં ગામનાં લોકોમાં હાહાકાર મચી ગયો. બધાની વચ્ચે મુખીયાજી એ સેવક મહારાજને પગ પર પડી ને કરગરવા લાગ્યા. અને કહ્યુ કે "મારા આ ગામની બેદશાથી બચાવી લ્યો મહારાજ."

ત્યારે સેવક મહારાજે કહ્યુ કે તેમની ઈચ્છાઓ જાણીને પુર્ણ કરવા માટે કોઈ એવો માણસની જરુર પડશે જે કાલી શક્તિનો જાણકાર હોઇ.

બધાં લોકો વિચારવા લાગ્યા કે એવો માણસ કોણ છે ગામમાં કે જે કાલી શક્તિનું આહ્વાન કરતું હોઇ. બધાં લોકોના મુખ પર ભય છવાઈ રહ્યો હતો. ત્યાં જ પાછળથી હરિજન પુત્ર ઢોલીએ ઢોલ વગાડવા લાગ્યો.

બધાં તેમની સામે જોવા લાગ્યા. બધાં ને લાગ્યું કે આ ઢોલી પાગલ થઈ ગયો છે કે શું. મુખીજી એ કહ્યુ કે "ઢોલી, આખા ગામ પર આફત આવી પડી છે અને તને આવા સમયમાં તુ ઢોલ વગાડે છે"

હરિજન પુત્ર ઢોલી કોઈની વાત કાનમાં જ નો પડતી હોઇ એમ જોર જોરથી ઢોલ વગાડવાનું ચાલુ રાખ્યું. બધાં લોકો વચ્ચે હચમચી થઈ ગઇ. મુખીજી ખૂબ જ ગુસ્સો કરવા લાગ્યા અને જોરથી બોલ્યા " ઢોલી, અહિયાં કોઈ ખુશીનો પ્રસંગ નથી કે તુ ઢોલ વગાડે છે. હવે તુ ઢોલ બંધ કરે છે કે નહીં"  ગુસ્સામાં જ મુખીજી ઢોલી તરફ આગળ વધતા જ હતાં કે સેવક મહારાજે તેમનો હાથ પકડી લીધો.

સેવક મહારાજે મુખીજી ને કહ્યુ કે એક વાર તેમનાં મુખ પર જોવો કંઇક અલગ જ ચમક દેખાય છે. અને તેમની આંખમાંથી આંસુઓની ધારા વહે છે. જરૂર કંઇક તેમની ચમકનું રહસ્ય છે.
ત્યાં જ પ્રવીણભાઈ બોલ્યા કે ઢોલી આજ દિવસ લગી ક્યારેય કોઈ વાત બોલી જ નથી. તો એનામાં શુ રહસ્ય હોઇ શકે.

ત્યાં ગામનાં થોડા લોકોએ કહ્યુ કે તેં તો મૂંગો જ છે. તો તેં શું કાંઇ રહસ્ય કહેશે...

સેવક મહારાજ ઢોલી પાસે ગયા અને તેમનો જમણો હાથ ઢોલીનાં માથા પર રાખ્યો. ત્યાં તો ઢોલીએ ઢોલ વગાડવાનું બંધ કરીને સેવક મહારાજના પગ પકડી બેસુમાર રડવા લાગ્યો.

સેવક મહારાજે તેમને ઉભો કર્યો. અને પુછ્યું કે " કોઈ છે આ ગામમાં જે શૈતાનની કાળી શક્તિનું આહ્વાન કરતું હોઇ અને દિલથી કોમળ મનુષ્ય હોઇ."

ત્યારે ઢોલીએ પોતાના આંખના આંસુ લુંછ્યા અને કહ્યુ કે " મણી બા...!

આખા ગામનાં લોકો એકીટશે ઢોલી સામે અચરજથી જોવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે ઢોલી પહેલી વાર બોલ્યો. અને કેટલાય લોકો એકબીજા સાથે વાતું કરતા બબળવા લાગ્યા "મણી ડોશી, મણી ડોશી."

ક્રમશ...

કોણ હતી મણી ડોશી?
હવે આગળ મણી ડોશી શુ કરશે.?

કેમ મણીડોશીનાં નામથી ગામમાં ખળભળાટ થઈ ગયો ?

આગળનાં રહસ્યો જાણવા માટે બન્યાં રહો "રહસ્યમય પુરાણી દેરી"ની રોમાંચક સફર સાથે.

તમે બધાં વાંચકોએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે ટૂંક સમયમાં એનાં બદલ તમારા બધાંનો આભારી.?મારા ખ્યાલ મુજબ હવે જ મારી સ્ટોરી નાં રહસ્યો ચાલુ થાઈ છે અને આ સ્ટોરી સૌથી લાંબી સ્ટોરી હશે એવું અનુમાન લગાવું છુ.

પ્રિત'z...?





પ્રિત'z...?