અનેરો નિઃસ્વાર્થ પ્રેમ Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનેરો નિઃસ્વાર્થ પ્રેમ

*અનેરો નિઃસ્વાર્થ પ્રેમ*. વાર્તા... ૧૩-૨-૨૦૨૦

આ યુવાની, આ ખુમારી, આ નજાકત, આ નજર, કેટ કેટલાંય નાં દિલ હચમચાવી નાખશે એ કોને ખબર???
કિન્તુ માસૂમ ફૂલ જેવા રૂપને ક્યાં કંઈ ખબર છે???
આ જિંદગી બરબાદ કરશે કોઈ ભ્રમર બનીને જુવાની...
આયેશા એક ઉચ્ચ કુળમાં જન્મેલી...
ધનાઢ્ય અને રૂઢિચુસ્ત પરિવાર ની એકની એક દીકરી હતી... આયેશા ને વધુ ભણવું હતું તેથી માતા પિતાએ અને મોટાભાઈએ ખુબ જ શિખામણ આપી ને વલ્લભ વિદ્યાનગરમાં હોસ્ટેલમાં ભણવા મૂકી પણ સાથે ધમકી પણ આપી કે આપણાં કુળની મર્યાદા ભંગ કરીશ તો જીવતી નહીં રહેવા દઈએ...
એટલે ભણવામાં જ મન લગાવજે અને ભણજે અમે સમય સમયે મળવા આવતાં રહીશું.
આમ કહીને હોસ્ટેલમાં મૂકી ને માતા પિતા અને ભાઈ પાછાં ડિસા ગયા...
આયેશા દેખાવડી અને ખુબ જ સુંદર અને નમણી હતી...
ફાર્મસી કોલેજમાં આજે પહેલો જ દિવસ હતો..
આયેશા ને હજુ કોઈ ઓળખતું નહોતું એથી સંકોચ પામતી કોલેજમાં ગઈ...
જોયું તો જાણે જુવાની નો મેળો જામ્યો છે બધા કેમ્પસ માં હસી મજાક કરે છે...
નિલય પોતાના દોસ્તો નું ગ્રુપ બનાવી ને મજાક મસ્તી કરતો હોય છે...
નિલય નાં ગ્રુપ માં કાજલ હતી એણે આયેશા સામે હાથ લંબાવીને દોસ્તી નો હાથ ફેલાવ્યો..
આયેશા એ કાજલ જોડે હાથ મિલાવીને પોતાની ઓળખાણ આપી...
નિલય ત્રાંસી નજરે આયેશા ને જોઈ રહ્યો હતો..
ધીમે ધીમે આયેશા નિલય નાં ગ્રુપ માં ભળી ગઈ..
રોજ કોલેજમાં અને કેન્ટીનમા મળતાં અને ભણતાં..
નિલયે આયેશા ને પ્રેમ જાળમાં ફસાવી દીધી..
એક દિવસ નિલયે કહ્યું કે આજે મારી બર્થડે છે તો હું બધાં ને આમંત્રણ આપું છું તો આપણે બધા મારાં એક મિત્ર નું આણંદ ગામડી રોડ પર ફાર્મ હાઉસ છે ત્યાં જઈએ છીએ ...
બધાં પોતપોતાના સાધનો પર આવો..
હું અને આયેશા મારી બાઈક પર આવીયે છીએ..
આયેશા ને ના કહેવાનો મોકો જ ન મળ્યો...
એ પણ મનોમન નિલયને પ્રેમ કરતી જ હતી પણ કહી શકી નહોતી...
એણે કાજલ ને રૂપિયા આપ્યા અને કહ્યું કે નિલય માટે સારી ગિફ્ટ લેતી આવજે...
અને આયેશા નિલય નાં બાઈક પર બેસીને નિકળી..
ફાર્મ હાઉસ પહોંચી ને નિલય ના પ્લાન મુજબ બધું જ ગોઠવાયેલું હતું....
પહેલાં કેક કાપી અને એકબીજા ને લગાવી..
પછી કોલ્ડ ડ્રીકસ બધાં ને જ પીવા આપ્યું... નિલય એક ગ્લાસ ભરીને લાવ્યો અને એક ગ્લાસ આયેશા ને આપી ને ચિયર્સ કર્યું....
અને મ્યુઝિક ચાલુ કરી ડાન્સ ચાલુ કર્યો..
આયેશા સાથે ડાન્સ કરતા કરતા નિલયે જોયું કે આયેશા બેભાન થઈ રહી છે એ આયેશા ને રૂમમાં લઈ ગયો અને દરવાજો બંધ કરી દીધો... આયેશા સાથે નિલયે મનમાની કરી ને આયેશા ને સૂતી મૂકીને એ બહાર આવ્યો..
આયેશા જ્યારે ભાનમાં આવી પોતાને નિર્વસ્ત્ર જોઈ..
એણે ઉભા થઈને કપડાં પહેરીને બહાર આવી..
નિલય અને આયેશા એ જમવાનું પતાવીને કોલેજ પાસે આયેશા ને ઉતારી દીધી..
આયેશા રોજ હવે નિલયને લગ્ન માટે મનાવતી રહી...
નિલય રોજ નવા બહાનાં બતાવતો રહ્યો..
આમ કરતાં એક ભૂલ નું પરિણામ આવ્યું આયેશા કુંવારી મા બનવાની હતી..
એણે નિલયને વાત કરી... નિલય ગુસ્સો કરી ચાલ્યો ગયો..
આયેશા રોજ નિલયની રાહ જોતી પણ નિલય કોલેજ ના આવતાં...
આયેશા એ કાજલ ને કહીને નિલય નાં ઘરે તપાસ કરાવી તો ખબર પડી એ તો એનાં મામાએ બોલાવતાં આફ્રિકા જતો રહ્યો છે..
આયેશા હોસ્ટેલમાં આવી ખૂબ જ રડી...
બીજા દિવસે આણંદ જઈને ગાયનેક ડોક્ટર ને બતાવી આવી..
ડોક્ટરે કહ્યું કે ગર્ભપાત નો સમય જતો રહ્યો છે હવે એ શક્ય નથી..
આયેશા વિચારો માં આણંદ થી ચાલતી રેલ્વે નાં પાટા પાસે જવા લાગી...
ત્યાં જ આણંદ રેલવે સ્ટેશન પર એ પ્રૌઢ વસ્થા નાં અનિલભાઈ સાથે અથડાઈ...
અનિલભાઈ અમૂલ ડેરી રોડ પર રહેતા હતા એમનાં મિત્ર મુંબઈ થી આવતાં હોવાથી એ રેલ્વે સ્ટેશન લેવા આવ્યા હતા..
પણ એમને આયેશા ની હાલત ઠીક નાં લાગતાં એમણે આયેશા નો પીછો કર્યો..
આયેશા રેલ્વે સ્ટેશન પર ગાંડા ની જેમ આંટા મારી રહી..
એટલામાં જ એક ટ્રેન ની વીહસલ સંભળાઈ અને એ પડવા ની તૈયારી સાથે પ્લેટફોર્મ ના છેડા પર ઉભી રહી જેવી એક્સપ્રેસ ગાડી આવી એણે કૂદવા પગ ઉંચો કર્યો એ સાથે જ અનિલભાઈ એ મજબૂત હાથથી પકડી ને ખેંચી લીધી...
આયેશા રડી પડી કે મને મરી જવાદો..
અનિલભાઈ એને સમજાવી ને સરિતા રેસ્ટોરન્ટ માં લઈ ગયાં અને ઠંડું પાણી પીવડાવ્યું અને કહ્યું કે બોલ તારે મરવું પડે એવું શું દુઃખ પડ્યું છે???
આયેશા એ રડતાં રડતાં બધી વાત કહી..
આ સાંભળીને અનિલભાઈ બોલ્યા કે બસ આટલી જ વાત...
હું ભણતો ત્યારે મારી સાથે ભણતી પૂજા...
અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં હતાં..
પણ એનાં પિતા ને મારી ગરીબી નડી અને એને લંડન એમનાં મિત્રને ઘરે મોકલી દિધી અને ત્યાં જ પરણાવી દીધી...
આજે તો આણંદ માં જ મારી ચાર પાંચ મોટી હોટલ છે અને અમૂલ ડેરી રોડ પર મારો મોટો બંગલો છે પણ હું એકલો છું...
આયેશા હું તારાં આવનાર બાળક નો પિતા બનીશ અને એને મારું નામ આપીશ...
મારાં થી તું ઘણી જ નાની ઉંમરની છે પણ કાયદેસર હું તારી સાથે લગ્ન કરીને તને પત્ની તરીકે નાં બધાં જ હક્ક આપીશ...
પણ શારીરિક સંબંધ કોઈ નહીં રહે...
હું સકારાત્મક રીતે તને હૂંફ અને લાગણી આપીશ...
પણ પ્રેમ તો મારો આજેય પૂજા માટે જ છે અને રહેશે..
જો તને કોઈ વાંધો ના હોય તો..
આયેશા તો અનિલભાઈ ની સામે જોઈ રહી અને પછી એમની સાથે ચાલવા લાગી...
આયેશા વિચારી રહી આવાં નિસ્વાર્થ પ્રેમ કરનારા હજુ પણ દુનિયામાં પડ્યા છે એ જ મારું અહોભાગ્ય...
ભાવના ભટ્ટ અમદાવાદ.....