ચણોઠીનાં વન એટલે જીવન - 12 Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચણોઠીનાં વન એટલે જીવન - 12

ચણોઠીનાં વન એટલે જીવન

પ્રકરણ 12

વિજય શાહ

અભિલાષ અને રોશનીનાં લગ્નજીવનમાં તેમના પુત્ર દેવનો જન્મ થયો ત્યારે હીનાને આશા હતી કે હવે જવાબદારી વધશે અને ડૉક્ટર સાહેબ નું વેકેશન ખતમ થશે.. પણ વેકેશન તો ના ખતમ થયું પણ રોશની પીસાતી ગઈ. અરે ત્યાં સુધી કે નોકરીએ જતા પહેલા દેવ ને ડેકેરમાં મુકવા જવાનુ બ્રેક ફાસ્ટ બનાવવાનો અને સાંજે ડે કેરમાંથી લાવવાનો..ગ્રોસરી ખરીદવાની અને સાંજે ડીનર પણ બનાવવાનું…બેરોજગાર ડોક્ટર અભિલાષ થી આવા કામો ના થાય. પણ ઝીણી ઝીણી વાતોમાં રોશની ની ભુલો કાઢવાનું ન ચુકતો. રોશની પણ સમજી ગઈ હતીકે ડોક્ટર સાહેબનું વેકેશન પુરુ થવાનું નથી. દેવની જેમજ અભિલાષ પણ રોશની ની જવાબદારી હતો.

એક દિવસ તે થાકી અને મમ્મી પાસે ખુબ જ રડી. “ મમ્મી કહે “કમાવાનું કામ તો અભિલાષનુંજ. જો તે ન કમાય તો ઘરનાં કામમાં તો મદદ કરે.”

“ઘરનું કામ કરે તો ડોક્ટર સાહેબનાં વટમાં કટ પડી જાયને?”

એકદિવસે રોશની મોડી પડી અને ફોનથી અભિલાષને દેવને લઈ આવવા કહ્યું ત્યારે સાંજે સાસુમાએ મોટુ લેક્ચર રોશની ને આપ્યું.ત્યારે રોશનીએ અભિલાષની બધીજ નબળાઇઓ જણાવી અને કહ્યું કે “ મમ્મીજી તમે કહેતા હો તો હું નોકરી છોડી દઉં. દેવનાં ભોગે મારે કશું જ નથી કરવુ”

અભિલાષ કહે “ મમ્મી તમે વચ્ચે ના પડતા હું જાણું છું કે રોશનીને એમ છે કે એના પગાર ઉપર હું જીવું છુ પણ એમ નથી મારા શેરબજારમાં મંદી છે તે કંઇ કાયમ નથી રહેવાની…”

રોશની કહે “ એમ ડી નું સર્ટીફીકેટ બતાવ્યુ હતું ત્યારે તો શેરબજાર કરવાના છો તેવું તો કહ્યુ નહોંતુ.”

અભિલાષ કહે “જ્યાં સુધી મને ઢંગની નોકરી ના મળે ત્યાં સુધી હુ શેરબજાર કરીશ.”

રોશની કહે “ મને ખબર છે મારા દીકરાનો તુ બાપ છે તેટલુંજ પુરતુ છે. પણ મને ગામડાની ગોરી સમજી મારો દુરુપયોગ ન કરીશ”

-0-

મેલમાં ઇન્વીટેશન આવ્યું અઢારમી એ દીપ અને જેસીકા મેક્ષની પહેલી વર્ષગાંઠ ઉજવતા હતા દાદી બાને આમંત્રણ હતું જ્વલંત અને હીનાએ તર્ત વળતો જવાબ દઈ દીધો કે તેઓ આવશે. દીપનાં દીકરાને જોવાની તાલાવેલી હીનાને તો ખુબ જ હતી. .

રોશની. દેવ, છાયા, શ્વેત અને શ્યામ સાથે સાત જણા આવશું તેવો સંદેશો જેવો ત્યાં પહોંચ્યો એટલે જેસીકાએ વળતો જવાબ આપ્યો કે All are welcome and ignore earlier invitation for two. ત્યારે હીનાની નજર પડી કે આમંત્રણ તો બે જ જણ નું હતું. આટલી મોટી લંગાર લઈને જવાનું જ્વલંતને અજુગતું લાગતુ હતુ.

પણ વળતા જેસીકાનાં સંદેશાએ દ્વીધા દુર કરી

અઢારમીની સાંજે આખુ કુટુંબ દીપ ભાઇને ત્યાં પહોંચ્યુ ત્યારે નાનકડુ ગેધરિંગ હતું પણ જનરેશન ગેપ સ્પષ્ટ હતો. બધા ભાઇ બહેનો એ એક વર્ષનાં મેક્ને ભેટ આપી.ગીત ગવાયુ હેપી બર્થ ડે ટુ મેક… અદભુત દ્રશ્ય હતું પણ જેસીકા ટેંસ હતી. તેને થતુ હતુ કોઇક નબળી ક્ષણે દીપ વળોટાઇ ના જાય. પણ કોઇને તેવી ક્ષણ ની રાહ નહોંતી. બધા દીપ ભાઈ અને જેસીકા ભાભી કહીને મેક્નાં પ્રસંગ ને ઉજવતા હતા.

નાના શ્વેત અને શ્યામની લઘુકોપી જેવો હતો મેક્ષ.

૨૫ ડોલરનો ચેક હીનાએ કવરમાં મુકી નાનકડા મેક્ષ ને માથે હાથ ફેરવીને આપ્યો. જેસીકાને ઘરે આવવાનું આમંત્રણ આપ્યુ અને દીપને કહ્યું હવે હું તને બહું ફોન નહી કરું પણ એકાદ ફોન સુખાકારી નો દર રવિવારે કરજે..જેસીકાનું નાનું ચીની નાક ફુંગરાયુ પણ હીનાને તેનો સંદેશો દીકરાને પહોંચાડ્યાનો આનંદ હતો. રોશનીએ ચાંદીનો સિક્કો આપ્યો...આમ રંગે ચંગે પ્રસંગ ઉજવ્યો પણ પાછા વળતા રોશનીએ હીનાનો ઉધડો લીધો.

“ મોમ! તને ના પાડી હતીને દીપને વિચિત્ર પરિસ્થિતિમાં મુક્વાની…? હીના મુંગી મુંગી રોશની ને સાંભળી રહી..માનું હૈયુ હાથમાં નહોંતુ રહ્યું

“ હવે દીપ કુટાતો હશે..”

છાયા કહે “ મમ્મીએ વાત કરી તેમાં શું થયુ?”

“ આપણે પ્રયત્ન કરીયે છે કે દીપભાઇ સાથે સામાન્ય સબંધો થાય..તેનું આ પહેલું પગથીયું હતુ. “

છાયા કહે “હા પણ મમ્મીની વાત થી તે વાત કેમ બગડી જશે તે મને નથી સમજાતુ.”

“જેસીકા દીપ પરથી પોતાનો કાબુ હલકો પડી જાય તેમ તો ન ઇચ્છેને?”

હીના કહે “રોશની તુ સાચી હોઇ પણ શકે,,,અને ન પણ હોઇ શકે.. માની મમતાનો તે ઉછાળો હતો. અબોલા તોડવાનો નાનકડો પ્રયાસ હતો”

“ મોમ તે તો કરી લીધો હતો….તેં જઈને જેસીકાને સોરી તો કહી દીધુ હતુંને?”

હા. પણ તેણે સાંભળ્યુ ના સાંભળ્યુ કર્યુ હતુ.”

રોશની કહે “ એવું કેમ કર્યુ હશે? હવે તો આપણે તેમને સ્વિકારી લીધા છે.”

******