imaginary Run books and stories free download online pdf in Gujarati

કાલ્પનિક દોડ

એક દિવસ હું એમજ ચાલવા નીકળ્યો હતો અને જમીનની અંદરથી એક વ્યક્તિ નીકળ્યો જે આ પૃથ્વી ઉપરનો અવશ્ય ન્હોતો કારણકે એ બિલકુલ આપડા જેવો ન્હોતો એટલે હું ખૂબ ગભરાઈ ગયો અને ઝડપથી ચાલવા લાગ્યો. જેટલો ઝડપથી હું ચાલતો એટલીજ ઝડપથી જમીનમાંથી એના જેવા બીજા વિચિત્ર લાગતા લોકો નીકળવા લાગ્યા. આ જોઈને હું ઝડપથી ચાલવાની બદલે દોડવા લાગ્યો. અનેક ઘણા લોકો હજુ પણ જમીનમાંથી નીકળ્યાં જ કરતા હતા. શું કરવું એ ખબર ન્હોતી પડી રહી. હું એકલો આગળ અને લાખોની સંખ્યામાં મારી પાછળ આ બધા દોડી રહ્યા હતા. પાછળ વળીને જોયુ તો એ લોકોની સંખ્યા વધવાની સાથે સાથે એમનું કદ પણ વધતું જતુ હતુ. આ જોઈને મને બીક પણ લાગતી હતી અને નવાઈ પણ. તમને લાગતું હશે કે આ કોઈ સપનું છે પણ ના આ કોઈ સપનું નથી. આ એક એવી ઘટના હતી જેને મારે સમજવાની અને માનવાની હતી. મેં ફોન કર્યો મારા મિત્રને. મિત્રને આ બધી વાત કરી અને કીધું કે મને ગમે તેમ કરીને અહીંયા આવી ને મને બચાવે અથવા કોઈ ઉપાય બતાવે જથી હું આ લોકોથી બચી શકું. એણે મને કીધું કે એ મારી કોઈજ મદદ નહીં કરી શકે. પરિસ્થિતિ અંકુશની બહાર થઇ ગઇ હતી. એણે મને કીધુકે તુ માત્ર દોડ્યા કર. એનો ફોન મુકીને મેં મનમાં કીધું કે એતો હું કરવાનોજ હતો. દોડ્યા કરવું એ કોઈ ઉપાય નહોતો પણ એના સિવાય પણ બીજો કોઈ ઉપાય ન્હોતો. મેં સતત દોડવાનુ ચાલુ રાખ્યું. આજુ બાજુ વિચિત્ર બધી વસ્તુઓ જોવા મળતી હતી જેમકે ટ્રક ભરીને પૈસા, નદી, હોટેલ્સ, રેસ્ટોરન્ટસ, બંદૂકો, ટોપ, ચારે બાજુ ઊંચી ઊંચી બિલ્ડિંગો, ગાડીઓ અને એવું ઘણું બધું. મને લાગ્યું આમ દોડ્યા કરવાથી મારુ કશું નહિ થાય અને હું બચી નહિ શકું. થોડોક ઝડપથી દોડીને એક ગલીમાં હું વળી ગયો, તરસ ખૂબ લાગી હતી એટલે ત્યાં એક રેસ્ટોરન્ટમાં જઈને ફટાફટ પાણી પી લીધુ એટલામાં તો પેલા બધા ત્યાં આવી ગયા. હવે મારા માટે અહીંયાથી બહાર નીકળવું શક્ય નહોતું. મેં રેસ્ટોરન્ટની પાછળની બાજુ લિફ્ટ હતી ત્યાંથી ઉપર જવાનું વિચાર્યું પણ એ લિફ્ટ ચાલુ નહોતી. પેલા બધા રેસ્ટોરન્ટની અંદર આવવા લાગ્યા હતા. પેલા વેઇટરોને તો પેટમાં હાથ નાખીને મારી નાખ્યા. આ જોઈને મને ખબર પડી ગઈ કે હવે મારું બચવું શક્ય નથી. મેં વધારે વિચાર્યા વગર સીડીઓ લઈને સીધો ધાબા ઉપર જવાનું વિચાર્યું. સીડી ચઢતા ચઢતા મને એક મશીનગન મળી એ મે મારી સુરક્ષા માટે લઈ લીધી. ધાબા ઉપર જઈને હું શું કરીશ અને આ મશીનગનથી કેટલો સમય બચી શકીશ એ કશીજ મને ખબર નહોતી. કારણકે મશીનગનની ગોળીઓથી અનેકગણા લોકો મારી પાછળ પડેલા હતાં એ લોકો આમ અચાનક ક્યાંથી આવ્યા અને કેમ મને મારવા મારી પાછળ પડેલા એ કશીજ ખબર ન્હોતી પડી રહી. આ બધું વિચારતો વિચારતો જેવો ધાબા ઉપર પહોંચ્યો કે ત્યાં પાઇલોટ વગરનું હેલિકોપ્ટર પડેલું હતું. મેં આની પહેલા ક્યારેય ગાડી પણ ચલાવી ન્હોતી. હું કશું લાંબુ વિચાર્યા વગર હેલિકોપ્ટરમાં બેઠો અને સ્વિચ દબાઈ. હેલિકોપ્ટરની બ્લેડ્સ ચાલુ થઈ. હવે શું કરવું એ વિચારતો હતો એટલામાતો હજારો લોકો બિલ્ડિંગની ચારે બાજુથી મારા તરફ આવી રહ્યા હતા. મેં મારી મશીનગનથી એ બધાને મારવાનો ખોટો પ્રયત્ન કર્યો. જેટલા મારતો એટલા વધારે લોકો મારા તરફ વધુ ઝડપથી આવી રહ્યા હતા. પેલી સ્વીચની બાજુમાં એક લીવર હતું જેને મે જેવું ઊંચું કર્યું કે તરત એ હેલિકોપ્ટર હવામાં ઉપર ઉડ્યું અને હું માંડ માંડ બચ્યો અને ત્યાંથી ભાગી ગયો.

સુકેતુ કોઠારી

પ્રશ્ન: હું ક્યાં છું ?
જો તમને ખબર પડી ગઈ હોય તો મને માતૃભારતિમાં પર્સનલ મેસેજ કરીને જણાવજો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED