તરસ - 3 S.S .Saiyed દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તરસ - 3

(પ્રકરણ ત્રણ)
બાથરૂમમાં થી ફ્રેશ થઈને શર્લી બહાર આવી અને સુવા માટે પોતાના પલંગ પર જવાની તૈયારી કરી ત્યાંજ પલંગની બરાબર સામે આવેલ દિવાલ પર તેની નજર પડી અને તે ચોંકી ઉઠી.
ત્યાં લાલ કલરના લોહી જેવા રંગથી એક નાનકડુ ચિત્ર દોરેલુ હતુ..અને ચિત્રમા જાણે કોઇ વ્યક્તિ પહાડની ટોચ પરથી નિચે પડી રહી હોય તેવુ દર્શાવાયુ હતુ. અને તે ચિત્રની નિચે લખ્યુ હતુ…..

- શર્લી….! જીવતી રહેવા માગતી હોય તો આ ફિલ્મ છોડી ને ચાલી જા
શર્લી ગભરાઈ ઉઠી..તેણે એક બહાવરી નજર આખાયે કમરામા ફેરવી પણ અત્યારે કોઈ પણ તેની નજરે ચઢ્યુ નહી.
"કોણે આ ચિત્ર દોરીને નિચે ધમકી ભર્યુ લખાણ લખ્યુ હશે.? શર્લીના મનમા સવાલોનુ વાવઝોડુ ફુંકાયુ. પોતે સવારે શુટિંગ માટે ગઇ ત્યારે આ લખાણ દિવાલ પર લખેલુ ન હતુ. એ તેને ચોક્કસ યાદ હતુ.કારણ કે લખાણ અને ચિત્ર કઇક એવી રીતે દોરેલુ હતુ કે કમરામા આવનાર વ્યક્તિનુ ધ્યાન તરતજ એ ચિત્ર બાજુ દોરાય.
"તો શું પોતે સવારે શુટિંગ મા ગઇ અને આખો દિવસ બહાર રહી તે દરમિયાન કોઈપોતાની ગેરહાજરી નો લાભ ઉઠાવી આ ચિત્ર દોરી ગયુ હશે.?.?
"ના…ના.." વળતીજ પળે શર્લીએ પોતાના મનનો આ વિચાર પાછો સંકેલી લિધો. " તેને યાદ આવ્યુ કે રાત્રે ફિલ્મના શૂટિંગના છેલ્લા દ્રશ્ય અને ડિનર વચ્ચે જે એક દોઢ કલાકનો સમય ગાળા હતો તે દરમિયાન પણ પોતે કમરામા આવી હતી. પણ તે સમયે પણ આ લખાણ ન હતુ.. અને જો હોત તો લખાણ પોતાની નજરમા આવ્યા વિના રહેત નહી. અને બીજી નક્કર હકીકત એ હતી પોતે જ્યારે પણ કમરાની બહાર જતી ત્યારે અવશ્ય તાળુ મારીનેજ જતી હતી.. તો વળી કમરાની બારીઓ પણ તે હમેંશા અંદરથી બંધ રાખતી હતી. એટલે બારીમાંથી કોઈ કુદીને અંદર આવીને આ લખાણ લખી ગયુ હોય એ શક્યતાનો પણ છેદ ઉડી જતો હતો.પોતે છેલ્લે અત્યારે થોડી વાર પહેલાજ કમરામા આવી ત્યારે પણ તો તાળુ મારેલુજ હતુ અને પોતે પોતાના હાથેજ તાળુ ખોલીને અંદર આવી હતી.. તો પછી.? તો પછી?….,
અને અચાનકજ તેની નજર અત્યારે પોતાના કમરાના ખુલ્લા પડેલ દરવાજા પર ગઇ અને તેના મનમા જબકારો થયો થયો .."પોતે અત્યારે આવી ત્યારે કમરાનો દરવાજો ખોલ્યો અને ખુબજ થાકેલી હોવાને કારણે ઉતાવળે પગલે સીધીજ નહાવા માટે બાથરૂમમા દોડી ગઇ હતી. અને દરવાજો અંદરથી બંધ કરવાનુ ઉતાવળમા ચુકી ગઇ હતી.. અને હોય ના હોય. આ તકનો લાભ લઈ કોઈ બદમાશ કમરામા ઘુસી આવ્યો હોવો જોઈએ અને આ ધમકી ભર્યુ લખાણ લખીને છટકી ગયો હોવો જોઈએ.
અને જો આવુજ હોયતો એ બદમાશ હજુ આટલાંમાજ હોવો જોઈએ
પણ વળી પાછા શર્લીના વિચારોએ પલટો માર્યો.."પોતે નહાઇને પંદર મિનિટ મા તો બહાર આવી ગઇ હતી. .તો શુ..માત્ર આટલા સમયમા આવુ સફાઈદાર ચિત્ર દોરી સકાય ખરુ.?.?.?
તો પછી કોણે.? આ ખરે કોણે.?.?.?
"એ જે હોય તે" શર્લીના મનમા હવે ગભરાટ જાગ્યો…તેણે વહેલી તકે પોતાના યુનિટના સભ્યો અને દિગ્દર્શક સમીરને આ વાત જણાવવી જોઈએ.
શર્લીએ તરતજ પોતાના મનમા આવેલા આ વિચારનો અમલ કર્યો અને સૌ પ્રથમ તે મંદારના કમરા બાજુ દોડી ગઇ અને અને હજુ હમણાંજ સુતેલ મંદારના કમરાનો દરવાજો તેણે જડપભેર ઠોકવા માંડ્યો.
"મંદાર..જલ્દી દરવાજો ખોલ મંદાર..!" ની બુમો પાડતા શર્લીએ મંદાર હજુતો દરવાજો ખોલેએની ધીરજ રાખ્યા વિનાજ બાજુમા આવેલ નતાશાના કમરાનો દરવાજો પણઠોકવા માંડ્યો
એટલે "કોણ છે.? કેહતા મંદારે ઉઘરેટી આંખો ચોળતા દરવાજો ખોલ્યો. એજ વખતે બાજુમા આવેલ નતાશાના કમરાનો દરવાજો પણ ઉઘડ્યો.
મંદાર હજુ તો કઇ પુછે કે કહે તેની ધીરજ રાખ્યા વિનાજ શર્લીએ પેલા ચિત્ર વાળી આખી વાત એકી શ્વાસે મંદારને કહી નાખી.
અને ત્યારે જ શર્લીએ જોરજોરથી બુમાબુમ કરવાના કારણે અને શોરબકોર ના કારણે આકાશ, તન્વી અને ચાર્લી પણ અત્યારે પોતાના કમરાની બહાર આવી ચુક્યા હતા.
પેહલા તો ઘભરાએલી શર્લી શુ કહેવા માંગેછે એ વાત મંદારના અને નતાશા ના સમજમા આવી નહી.
એટલે શર્લી બધાને પોતાના કમરામા દોરી ગઈ અને પેલા ચિત્ર અને ધમકી ભર્યા લખાણ વાળી વાત ફરીથી સમજાવતા તેણે સામેની દિવાલ પર આંગળી વડે ઇશારો કર્યો. .
અને ત્યાંજ શર્લી ફરી પાછી ચોંકી ગઇ..અત્યારે હવે એ લખાણ અને ચિત્ર દિવાલ પરથી ગાયબ થઈ ચુક્યુ હતુ.અને દિવાલ પેહલાની જેમજ સાફસુતરી હતી. એટલે શર્લી ડર અને ઘભરાટના કારણે ધ્રુજી ઉઠી.
" ક્યાં છે એ લખાણ"..? મંદારે આગળ આવીને આખી દિવાલ તપાસતા પુછ્યુ.
હું..…"હું……" સાચુ કહું છું મંદાર..! શર્લીએ એજ રીતે ઘભરાએલ અવાજે આકાશ, ચાર્લી નતાશા અને તન્વી બધાની તરફ જોતા કહ્યુ. " થોડી વાર પહેલા હું તમને બોલાવા આવી ત્યાં સુધી તો એ લખાણ અને ચિત્ર અહિયા અકબંધ હતા પણ…..પણ….., હવે મને સમજમા નથી આવતુ એ લખાણ આટલી વારમા ક્યા ગાયબ થઈ ગયુ.?
"મને તો…મને તો આમા કોઈ ભુત પ્રેતનુ ચક્કર લાગે છે.."
"આ શું મજાક છે શર્લી.."? આકાશ અને ચાર્લી બંન્ને એકી સાથે કંટાળેલ સ્વરે બોલ્યા. "તને ખબરછે ને શર્લી..? બધા કેટલા થાક્યા પાક્યા છે અને તે આમ વાહિયાત વાતો કરી બધાની ઉઘ ખરાબ કરી નાંખી.
"મારી વાતનો વિશ્વાસ કરો..! "કેહતા શર્લી થોડી ગુસ્સે થઇ ગઇ. "મેં મારી સગી આંખે એ લખાણ અને ચિત્ર જોયુ હતુ અને એટલેજ તમને બોલાવા હું આમ દોડી આવી હતી..!..!..!
ઓકે. .ઓકે. .! મંદાર હળવેથી શર્લીને સમજાવતા બોલ્યો.." મને લાગેછે કે એ તારો ભ્રમ હશે..અથવા તેં કોઈ સ્વપ્ન જોયુ હશે
અને આમ પણ આપણે આખા દિવસના કામ કાજથી થાકેલ હોઇ આવુ બને એ સ્વાભાવિક છે … એટલે તુ હવે આરામથી સુઇજા તો સવાર સુધી તુ રિલેક્સ થઈ જઇશ..!..!..!
"હાં..! અને તો પણ થને કઇક ડર જેવુ લાગતૂ હોયતો તુ મારા કમરામા મારી સાથે સુઇજા..!..! તન્વીએ તેને આશ્વાસન આપતા કહ્યુ.
"ના..! શર્લીએ ઘભરાટ પર કાબુ મેળવતા કહ્યુ." હું અહિયા જ સુઇ જઇસ..!
એટલે ઓકે.. ગુડ નાઇટ કેહતા બધા પોતપોતાની કમરા તરફ જવા આગળ વધી ગયા. એટલે શર્લીએ કમરાનો દરવાજો બંધ કર્યો અને ફરી એક વખત પેલી દિવાલ પર નજર નાખતા સુવા માટે પલંગ તરફ આગળ વધી ગઈ.

* * * * *
ઓકે.…કેમરા….એકશન. …!
દિગ્દર્શક સમીર શેખરે આદેશ આપ્યો એટલે આકાશે દોડવાનુ સરુ કર્યુ….ગીચ જંગલની અંદર દોડી રહેલા આકાશને થોડા થોડા અંતરે ઝાડીઓમા ગોઠવાએલ કેમરાએ કવર કરવાનુ સરુ કર્યુ . પોતાની પાછળ મોતનો પરવાનો લઇને યમદુત ધસી આવી રહ્યો હોય એમ આકાશ મુઠ્ઠીઓ વાળીને દોડી રહ્યો હતો. તેનુ આખુ શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયુ હતુ અને ખાસ્સુ દોડ્યા પછી અચાનકજ આકાશે એક ગડથોલિયુ ખાધુ..અને "ધબ" ના અવાજ સાથે તે ઉધા માથે જમીન પર પટકાયો ત્યારે તેની પીઠમા પોણો ફુટ લાંબુ એક ધારદાર ખંજર ખુપેલુ હતુ. અને પછી પોતાને ખુબજ કષ્ટ પડી રહ્યો હોય તેમ ધીરે ધીરે તે સીધો થયો અને પોતાના જીવનની છેલ્લી ઘડિઓ ગણી રહ્યો તેવો અભિનય કરતા ઉંચા ઉચાં ઝાડ પર પોતાની દ્રષ્ટિ જમાવી ..અને ઝાડ પર ખુબજ ભયંકર દ્રશ્ય જોઇ લીધુ હોય તેમ તેની આંખોના ડોળા ફાટી ગયા અને તેણે છેલ્લી એક આંચકી ખાધી અને તેનુ પ્રાણપંખેરુ ઉડી ગયુ.. અને બરાબર એજ વખતે આકાશના ચહેરાથી પાંચ છ ફુટ ઉપર હવામા મંડરાઇ રહેલા ડ્રોન કેમરાએ આ આખુય દ્રશ્ય શુટ કરી લીધુ.
ઓકે કટ..! કેહતા સમીરે આખુય દ્રશ્ય સિલેક્ટ કરી શોર્ટ ઓકે કર્યો.
""હવે એક વાગવા આવ્યો છે એટલે પેહલા આપણે લંચ પતાવી દઇએ..! " સમીરે સિગારેટ સળગાતા કહ્યુ.. અને ત્યાર બાદ નુ દ્વશ્ય આપણે શર્લી અને ચાર્લી પર ફિલ્માવવાનુ છે..! ત્રીજા દિવસના શૂટિંગનુ પહેલુ દ્રશ્ય પેહલાજ પ્રયત્ને ઓકે થયુ એટલે સમીર હળવોફુલ લાગી રહ્યો હતો
ત્યાર બાદ ખુલ્લા આકાશની નીચે હરિયાળી જમીન પર મોટા મેદાનમા બધા ત્રણ ચાર ત્રણ ચારના ગ્રુપમા વહેંચાઈ ને જમવા ગોઠવાયા.

"મંદાર..! આ આકાશ ખુબ ટેલન્ટેડ છોકરો છે..,, સમીરે પોતાની સાથે જમી રહેલા
મંદારની તરફ જોતા કહ્યુ .. " તે પોતાને આપેલ દરેક ભુમીકામા જાન રેળી દે છે એટલો સચોટ અભિનય કરી લે છે..! અને તેથીજ આગળ જતા જરૂર તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા સારુ નામ કાઢસે..!..!
હાં…! મંદારે પણ આકાશના અભિનયના વખાણ કરતા કહ્યુ "" હું તો તેનામા રહેલ હીર પેહલાજ પારખી ગયો હતો અને એટલેજ મે તેના નામની તને ભલામણ કરી હતી..!
"અને નવોદિત અભિનેતા આવો હોનહાર હોય તો આપણને ઘણો ફાયદો થાય.!" સમીરે મનોમન ખુશ થતા કહ્યુ "ઓછી ફી મા સારામા સારુ કામ કઢાવી શકાય.!
"અરે હાં સમીર..! અચાનક કાલ રાત વાળી વાત યાદ આવી એટલે મંદારે કાલ રાત્રે શર્લી સાથે જે ઘટના બની હતી તે
આખી વાત મંદારે ટુંકમા સમીરને કહી સંભળાવી.
"હંમમમ...!સમીરે કઇક વિચારતા કહ્યુ " બની સકેછે કે આપણા યુનિટના કોઇસભ્યએ શર્લીને ડરાવવા આવિ મજાક કરી હોય..!..!
"પણ સમીર…! મંદારે જમવાનુ પુરુ કરતા કહ્યુ " થોડી વાર માટે તારી વાત માની લઇએ તો પણ પછી શર્લી અમને બોલાવા આવી એટલી વારમા લખાણ ક્યાં ગાયબ જાય.?
એટલે સમીરે પણ કબુલ્યુ કે નક્કી તેને કોઈ ભ્રમ થયો હોય અથવા તેણે કોઈ સ્વપ્ન જોયુ હોઇ શકે.
* * * *

જમવાનુ પુરુ થયુ એટલે બધાએ થોડી વાર આરામ કર્યો અને સમીરે ફરી પાછો નવા દ્રશ્યના શુટિંગ માટે તૈયારી સરૂ કરી.
"શર્લી આ દ્રશ્યમા તારે ગ્રામીણ યુવતીનો અભિનય કરવાનો છે" સમીરે ગામઠી યુવતીની વેશભૂષા ધારણ કરીને આવી પહોચેલ શર્લીને દ્રશ્ય સમજાતા કહ્યુ
અને તુ આ દ્રશ્યમા ચાર્લીની પ્રેમિકાના રોલમા છે અને તમારા બંન્ને પર કેટલાક હૉટ સીન્સ આ દ્રશ્યમા ફિલ્માવવાના છે.. આ સામે દેખાય છે તે ઉચી પહાડી પર.. " સમીરે દુર પહાડી તરફ આંગળી ચીંધતા કહ્યુ.
"તમે બન્ને પ્રેમમા તલ્લીન હોવ છો ત્યારેજ યુવતીનો ભાઇ ત્યા કેટલાક લોકોને લઇને આવી પહોંચે છે અને ચાર્લી સાથે મારપીટ થાય છે..અને ચાર્લીને એ લોકો પહાડીની ટોચ પરથી નિચે ફેકી દેછે.
સમીરે ધ્યાનથી આખુ દ્રશ્ય ચાર્લી તથા શર્લીને સમજાવ્યુ.

ત્યાર બાદ આખુ યુનિટ એ ઉંચી પહાડી પર પહોંચ્યુ અને શુટિંગ શરુ થયુ. એક પછી એક દ્રશ્ય સમીર ઓકે કરતો ગયો
"ઓકે…સરસ.." બોલતા સમીરે હૉટ સીન્સ ના બે ત્રણ રીટેક લીધા બાદ અડધા કલાકમા ગરમાગરમ દ્રશ્યો ને કેમેરામા ઝડપીને પુરા કર્યા.
બસ… હવે આ છેલ્લુ દ્રશ્ય પુરુ થાય એટલે આજના દિવસનુ શેડયુલ પુરુ.. વિચારતા સમીર છેલ્લા દ્રશ્યની તૈયારી માટે ફાઈટ માસ્તર, કેમરામેન તથા જે જે એંગલથી મારપીટના દ્રશ્યો શુટ કરવાના હતા તે માટેના સ્ટંટમેન વગેરે સભ્યો સાથે ચર્ચામા પરોવાયો.
અડધા કલાક સુધી ચર્ચા કર્યા બાદ સમીરે છેલ્લા મારધાડ વાળા દ્રશ્યનુ શુટીંગ શરુ કર્યુ.
ચાર્લી ને મારવા આવેલ પેલી ગ્રામીણ યુવતીના ભાઇ અને તેની સાથે આવેલ ગુંડાઓ સાથે ચાર્લી ફાઇટ કરતા કરતા વારંવાર રીટેક લેતો હતો.
હવે પછીના દ્રશ્યમા પેલા ગુંડાઓ ચાર્લીને આઠ દશ ફીટ ઉચે હવામા ઉછાળે અને પહાડી પરથી નીચે ફંગોળી દે એવુ દ્રશ્ય ફિલ્માવવાનુ હતુ અને તે માટે ફાઇટ માસ્ટરે
ચાર્લીની છાતી ફરતે એક પહોળો સેફ્ટી બેલ્ટ જેવો પટ્ટો બાંધ્યો અને તેની પાછળની તરફ હવામા જંપ મરાવી સકાય તેવો પાતળો મજબુત ફ્લેક્સિબલ તારનો એક છેડો ભરાવ્યો.. અને તેનો બીજો છેડો પહાડીની ધાર પરથી અડધો મિટર દુર આવેલ ઝાડ પર મજબુત રીતે બાંધ્યો.
અને બે ત્રણ વાર ચાર્લીને ઝાડની નજીક થી ઘસડી જઇ પહાડી પરથી નીચે ફેંકવાનુ રિહર્સલ કર્યુ જેમા પેલા લોકો ચાર્લીને પહાડીની ધાર સુધી ઘસડે અને પછી આઠ દશ ફુટ ઉચે ઉછાળી તેના ઘા કરે અને પેલા ફ્લેક્સિબલ તારને કારણે ચાર્લી પાછો પાછળની તરફ જંપ કરી ઝાડ પાસે પાછો ખેંચાઇ આવે અને તે દરમિયાન કેમરામેન ચાર્લી પહાડી પરથી નિચે પડી રહ્યો હોય તેવુ દ્રશ્ય ઝડપી લે.. એવી દિગ્દર્શક સમીર શેખરની યોજના હતી.
બે ત્રણ વાર આ રીતે રિહર્સલ કરી લીધા બાદ હવે બધાએ ફાઇનલ દ્રશ્ય સરુ કર્યુ.
"ઓકે. કેમરા…!એકશન..! '"મોટેથી બોલતા સમીરે આદેશ આપ્યો એટલે પેલા ગુડાનો રોલ કરી રહેલા યુવાનોએ ચાર્લીની થોડી પીટાઇ કરી એટલે ચાર્લીની પ્રેમિકાનો રોલ કરી રહેલ શર્લીએ તેની ભુમિકા મુજબ ચાર્લીને બચાવવા માટે પોતાના ભાઇનો રોલ કરી રહેલ ગુંડા પાસે ચાર્લીને છોડાવવા કરગરવા લાગી.
પણ ત્યાં તો પેલા ગુંડાઓ ચાર્લીને ઘસડીને ટિંગાટોળી કરતા પહાડીની ધાર પર લઇ ગયા અને પુરા જોર અને જોશ સાથે તેમણે ચાર્લીને પહાડની ટોચ પરથી આઠ દશ ફૂટ ઉચે ઉછળે તેમ હવામા ફંગોળ્યો…
અને……અને…
અચાનક જ ચાર્લીની પીઠ પાછળ બાંધેલ પેલો ફ્લેક્સિબલ તાર ""ખટાક….! ના અવાજ સાથે તુટ્યો અને એ સાથેજ હવામા ઉચે સુધી ઉછળેલો ચાર્લી કોઇ કઇ સમજે કે વિચારે તે પહેલા જ સો ફીટ ઉચી પહાડીની ટોચ પરથી નીચેની તરફ ફેંકાયો.
અને આ દ્રશ્ય જોતાજ શર્લીના મોઢેથી એક ભયંકર ચીશ નીકળી ગઇ. તેની આંખો સામે રાત્રે દિવાલ પર દોરેલ પેલુ પહાડી વાળુ ચિત્ર તરવરી ઉઠ્યુ…..અને ચિત્રમા જે રીતે પેલી વ્યક્તિ પહાડી પરથી નિચે પડતી દર્શાવાઇ હતી બરાબર એજ રીતે અત્યારે ચાર્લી પહાડી પરથી નિચે ફેંકાયો હતો.

(વધુ આવતા અંકે)


* * * *
S.S Saiyed

Please sand your feedback
sarfrazkadri50589@gmail.com