aavu pan bane books and stories free download online pdf in Gujarati

આવું પણ બને

*આવું પણ બને*. વાર્તા... ૧૦-૨-૨૦૨૦


આ દુનિયામાં કોઈ ને ગમવું અે સૌથી મોટુ વરદાન છે, પણ
કોઈ આપણને બહુ ગમે કે કોઈ આપણને બહુ ગમાડે
અે બન્ને ઘટના પવિત્ર છે.. પણ ઘણી વખત એક ના પણ કોઈ ની જિંદગી સમાપ્ત કરી દે છે...
ગુજરાત ના એક નાનાં ગામની વાત છે.... આજથી આશરે પાંત્રીસ વર્ષ પહેલાં ની વાત છે...
આ ગામમાં બધાં જ પ્રકારની વસ્તી નાં માણસો રહેતા હતા..
દરેક નાત પ્રમાણે નાં દરેક નાં અલગ અલગ ફળિયાં હતાં..
આવાં જ એક ફળિયામાં રહેતી ભારતી...
ભારતી ત્રણ ભાઈઓ થી નાની...
માતા પિતા ની અને દાદા ની લાડલી હતી...
ઉનાળામાં વેકેશન માં બધાં જ સગાંવહાલાં આ ગામમાં જ વેકેશન કરવા આવતા અને પછી ખુબ જ મોજ મસ્તી કરતા..
આખો દિવસ રમત ગમત...
સાયકલ લઈને બાજુના ગામમાં ખોડિયાર માતાજી નું મોટું મંદિર હતું ત્યાં જવાનું અને વાવમાં ઉતરવાનું પછી મંદિર માં બેસી ને ખોડિયાર બાવની બોલવાની અને પછી પ્રસાદ લઈ ને પાછાં આવતાં ખેતરમાં થી બોર, ગોરસ આબલી તોડતા આવવાનું એ મજા જ કરવાની..
ભારતી ના કાકા કાકી પણ એ જ ફળિયામાં રહેતા હતા ...
કાકી ના ભાઈ નો દિકરો ખેડા થી ફોઈ ને ત્યાં દર વેકેશન માં આવે...
ભારતી,નિલુ, ટીનું, કેતન, જયેશ, ઉમેશ, હિના, સોનલ, સ્મિતા, નંદા, રીટા બધાં જ પોતાના સગાંવહાલાં ને ત્યાં આવે અને દર વેકેશન માં હલ્લાબોલ કરે..
આમ આ લોકો ની એક આખી ટોળકી બની ગઈ હતી...
હવે ભારતી અગિયાર માં ધોરણમાં આવી ત્યારે ઉનાળાના વેકેશનમાં બધાં પાછાં ભેગા થયા...
ઉમેશે એનાં ફોઈ ને કહ્યું કે મને ભારતી ખુબ ગમે છે અને હું ભારતી ને મનોમન ખુબ પ્રેમ કરું છું તમે મારી માટે વાત કરો...
ભારતી કરતાં ઉમેશ એક વર્ષ મોટો હતો...
ઉમેશ દેખાવમાં ખુબ જ સુંદર હતો પણ એની આંખો એકદમ માંજરી હતી ...
અને ભારતી ને ખબર નહીં પણ કેમ માંજરી આંખો વાળા થી ચીડ હતી....
એટલે રમત રમતા હોય ત્યારે પણ એ એની ટીમમાં ઉમેશ ને ના રાખે...
ભારતી નાં કાકી તો ઉમેશ ની વાત સાંભળી ખુબ ખુશ થઈ ગયા કે ચલો મારાં ભાઈ નાં ઘરે મારી ભત્રીજી જ જશે તો ભાઈ નું ઘર સુખી થશે એમણે રાત્રે કાકા ને વાત કરી કે ઉમેશ ને ભારતી ગમે છે અને પ્રેમ કરે છે તો તમે વાત કરો..
કાકા કહે સારું..
બીજા દિવસે કાકા, કાકી... ભારતી ના પપ્પા વિનુભાઈ ને મળ્યા અને કહ્યું કે ઉમેશ ને આપણી ભારતી બહું ગમે છે તો આ સંબંધ બંધાઈ જાય તો બન્ને કુટુંબ માં શાંતિ રહેશે અને કોઈ તકલીફ નહીં પડે...
અને બીજું કે ઉમેશ ભારતી ને પ્રેમ કરે છે એટલે એને સુખી જ રાખશે...
વિનુભાઈ કહે હું ભારતી ને પુછીને જવાબ આપું...
કાકી કહે એમાં ભારતી ને શું પુછવાનું...
મારાં ભાઈ ને ઘેર રાજ કરશે રાજ.....
તમે તો જાણો છો દિયરજી કે મારાં ભાઈ ને ઉમેશ એકનો એક દીકરો છે અને ખેડામાં પોતાનું ત્રણ માળનું મકાન છે..
મારાં ભાઈ વિજય ને સરકારી નોકરી છે અને મારી ભાભી ઉષા તો દિલની ખુબ જ ભોળી છે ...
આવું સારું ઘર ભારતી ને નહીં મળે...
તમે હા પાડો તો હું મારા ભાઈ ને ટેલિફોન કરી બોલાવું અને ગોળધાણા ખાઈ લઈએ...
લગ્ન પછી ભલે બે વર્ષ રહીને કરીશું...
વિનુભાઈ અને ઉર્મિલાબેન એ કહ્યું કે ભાભી તમે સમજો એ લોકો જોડે જ રમે છે દર વેકેશન માં ...
પણ ભારતી એ ઉમેશ વિશે કોઈ વાત નથી કરી..
મારે એકવાર તો ભારતી ને પુછવું જ પડે..
કાકી ચિડાઈને સારું તમારી મરજી..
એમ કહી બબડતાં જવા લાગ્યા કે છોકરી ની જાતને બહુ મોઢે ચડાવી છે તે પસ્તાવાનો વારો ના આવે તે જોજો...
ભારતી ને બોલાવી ને વિનુભાઈ એ પુછ્યું કે ઉમેશ તને ગમે છે???
ભારતી બાઘાની જેમ એનાં પપ્પા સામે જોઈ રહી..
વિનુભાઈ તને ખબર છે બેટા ઉમેશ તને પ્રેમ કરે છે???
ભારતી તો આ સાંભળીને ખડખડાટ હસી પ્રેમ???
ઉમેશ મને પ્રેમ કરે છે???
વિનુભાઈ કહે તને પસંદ હોય તો હું હા પાડું ઉમેશ તારી જોડે લગ્ન કરવા માંગે છે...
ભારતી ચિડાઈને એ બિલાડા ની હિમ્મત કેમ થઈ મને પ્રેમ કરવાની...
પપ્પા તમે કાકી ને અત્યારે જ જણાવી દો હું એ માંજરી આંખો વાળા ઉમેશીયા જોડે લગ્ન નહીં કરું...
બાકી તમે કોઈ પણ સાથે કહેશો હું હા પાડી દઈશ...
વિનુભાઈ એ સમજાવા કોશિશ કરી પણ
ભારતી રડવા લાગી હું ઉમેશ જોડે લગ્ન નહીં કરું મને માંજરી આંખો થી બીક લાગે છે પપ્પા...
વિનુભાઈ કહે સારું તું રડ નહીં હું ભાભી ને વાત કરી આવું...
વિનુભાઈ એ હાથ જોડીને નાં કહી કે ભારતી નાં પાડે છે..
કાકી એ સમજાવ્યા પણ વિનુભાઈ કહે છોકરી ને બળજબરીથી હું પરણવા નથી માંગતો...
ઉમેશ આ બધું સાંભળીને ખૂબ દુઃખી થયો..
એ સૂનમૂન થઈને બેસી રહ્યો...
કાકી કહે બેટા આ ભારતી થી પણ સુંદર લાવીશું તારા માટે વહું તું ચિંતા ના કર..
બીજા દિવસે રમવા ભેગા થયા ત્યારે ઉમેશે મોકો જોઈ ને ભારતી ને કહ્યું કે ભારતી હું તને પ્રેમ કરું છું મારી સાથે લગ્ન કરીશ...
ભારતી ફટ દઈને કહે ના હું તને પ્રેમ નથી કરતી... અને તું મને નથી ગમતો... મારી ના છે ... બરાબર સાંભળી લે મારી ના છે...
ઉમેશ ઘરે આવ્યો અને કાકી ને કહે મારે ખેડા જવું છે મમ્મી પપ્પા બહું યાદ આવે છે..
કાકી એ ઉમેશ ને બસમાં બેસાડવા કાકાને મોકલ્યા...
ખેડા પહોંચી ને ઉમેશે ઉષાબેન ને બધી વાત કરી કે એ ભારતી ને પ્રેમ કરે છે પણ એ ના કહે છે...
ઉષા બેન કહે સમય આવે સારું થશે તું ચિંતા ના કર..
હજુ તારી એવી ઉંમર પણ ક્યાં થઈ છે...
ઉમેશે બીજા દિવસે ખેતરમાં નાંખવાની ઝેરી દવા પી ને આત્માહત્યા કરી...
ભારતી ના કાકી એ તો ભારતી ને બે લાફા માર્યા કે તારી ના ના લીધે મારો ભત્રીજો જતો રહ્યો ...
મારાં ભાઈ નું ઘર ઉજજડ થઈ ગયું...
ભારતી રડતાં રડતાં વિચારી રહી કે શું મને ના કહેવાનો હક્ક પણ નથી... અને પ્રેમ કંઈ બળજબરીથી ના થાય...
ઉમેશે મને પ્રેમ કર્યો એટલે શું મારે પણ એને પ્રેમ કરવો એ જરૂરી તો નથી... પ્રેમ તો દિલની લાગણી છે જે એની જાતે જ મનમાં ઉદભવે છે...
ભાવના ભટ્ટ અમદાવાદ......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED