હું તારી યાદમાં 2 - (ભાગ - ૬) Anand Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું તારી યાદમાં 2 - (ભાગ - ૬)

તે ત્યાંથી એક્ટિવા લઈને ત્યાંથી જતી રહી. હું હજી પણ ત્યાંજ ઉભો હતો. હવે હું ઘરે જવાનું વિચારતો હતો એટલામાં મને વિચાર આવ્યો અને મેં શિખાને કોલ કર્યો. એક-બે રિંગ વાગી અને શિખાએ કોલ રિસીવ કર્યો.
શિખા:- ગુડ મોર્નિંગ રુદ્ર સર.
હું :- ગુડમોર્નિંગ મિસ શિખા. મને જાણવા મળ્યું કે તમે કોઈને મારો નંબર આપ્યો હતો ?
શિખા:- હા, આપ્યો હતોને, કેમ નહોતો આપવાની જરૂર ?
હું:- અરે ના, સારું કર્યું તે આપ્યો એ એમ પણ આપણા ક્લાયન્ટની સેવા કરવી એ તો આપણો ધર્મ છે.
શિખા:- અચ્છા, પણ મને તો એ ક્લાયન્ટ થોડા વધારે પડતા જ સ્પેશિયલ લાગે છે તમારા માટે.
હું:- હા, હવે જે છે એ પણ આપનો ખુબ ખુબ આભાર કે તમે તમારી જવાબદારી ખૂબ સરસ રીતે નિભાવી.
શિખા:- એમા આભાર માનવાની શુ જરૂર છે. મેં તો તમને તક આપી હતી. બાઈ ધ વે એ કામતો હું પણ કરી શકતી હતી પણ મને લાગ્યું કદાચ તમારું કામ હું કરીશતો તમને ખોટું લાગી જશે.
હું:- ઓહહ, એવું છે એમને બાઈ ધ વે આભાર.
શિખા:- હા, આભાર માનો એનો વાંધો નહિ પણ એ જણાવશો હવે કે વાત ક્યાં સુધી પહોંચી ?
હું:- બસ એક નાનકડી મુલાકાત થઈ. ક્લાયન્ટને એમના પ્રોબ્લેમનું સોલ્યુશન મળી ગયું અને અમને એમના દિલ સુધી પહોંચવાની એક નવી તક મળી ગઈ.
શિખા:- સરસ, હવે ધ્યાન રાખજો કે આ તક ગુમાવતા નહિ. પોતાના લક્ષ્યમાં આગળ વધતા રહો એવી શુભેચ્છા.
હું:- આભાર, ચાલ હજી પણ રસ્તામાં જ ઉભો છું હોવી રૂમ પર જવું છે કાલે મળીયે એટલે બીજી વાત કરીએ.
શિખા:- હા, સ્યોર ચાલો બાઈ.
મેં કોલ કટ કર્યો અને પાર્કિંગ બાજુ ગયો. મારુ બાઇક કાઢ્યું અને સીધો મારા રૂમ પર જવા નીકળી પડ્યો. હું રૂમ પર પહોંચ્યો ત્યાં સુધીમાં અવી અને વિકી પણ રૂમ પર આવી પહોંચ્યા હતા. મને જોઈને તે લોકો તરત બોલ્યા.
અવી:- ક્યાં ભાગી ગયો હતો ?
હું:- વંશિકા નામની ક્લાયન્ટને મળવા માટે ?
અવી:- શુ વાત છે મુલાકાત પણ કરી લીધી આટલા સમયમાં ?
હું:- એનો કોલ આવ્યો હતો સવારમાં એના લેપટોપમાં પ્રોબ્લેમ હતો. એટલે એના સોલ્યુશન માટે એને મળવા માટે ગયો હતો.
વિકી:- તો શું થયું વાત ક્યાંય આગળ વધી કે નહીં ?
હું:- હજી તો પહેલી મુલાયકાત થઈ છે હવે આગળ જોઈએ કે શું થાય છે?
અવી:- થતું કાઈ નથી ભાઈ બધું કરવું પડે છે.
હું:- આપણાથી બનતા બધા પ્રયત્નો આપણે કરીશું. હજી વાત આગળતો વધવા દે ભાઈ.
વિકી:- ઠીક છે લાગે રહો રુદ્ર ભાઈ.
હું:- હા, વિકી ભાઈ.
અમે ત્રણેય હસવા લાગ્યા અને પોતાના કામમાં લાગી ગયા. મેં મારું વોટ્સએપ ઓપન કર્યું જેમાં મેં વંશિકાનો નંબર સેવ કરેલો હતો. મેં તરત એનું નામ ટાઈપ કર્યું અને વોટ્સએપમાં એનો કોન્ટેકટ ઓપન કરીને એની પ્રોફાઈલ ખોલી. જેમાં એનો જ પિક મુકેલો હતો. મેં એના પિક પર ક્લિક કર્યું અને એનો ફોટો જોવા લાગ્યો. એણે પણ મારો નંબર સેવ કરેલોજ હશે મને એવું લાગ્યું કારણકે મારી વિચારધારા પ્રમાણે એણે પ્રાઇવેસી રાખેલી હશે કે કોન્ટેક્ટ્સ સિવાય બીજા લોકો ડીપી ના જોઈ શકે. મેં એકવાર સ્યોર કરવા માટે પોતાનોજ એક જૂનો પિક સ્ટેટ્સમાં મુક્યો અને રાહ જોવા લાગ્યો કે ક્યારે એ મારું સ્ટેટ્સ સીન કરશે. આમને આમ આખો દિવસ નીકળી ગયો આ દરમ્યાન મેં ઘણીવાર ચેક કર્યું હતું પણ એને હજી મારુ સ્ટેટ્સ જોયું નહોતું. મારી 12 વાગ્યાથી વધુ લેટ જાગવાનું આદત નહોતી જેના કારણે 12 વાગતા હું સુઈ ગયો. સુતા પહેલા મેં એકવાર મારુ સ્ટેટ્સ ચેક કરેલું જે હજુ સુધી એને જોયું નહોતું.
સવારે ઉઠતા વેંત મેં મારો મોબાઈલ હાથમાં લીધો અને એનો મોબાઈલ ડેટા ઓન કર્યો. મેં મારું વોટ્સએપ સ્ટેટ્સ ચેક કર્યું રાતના 1:13 વાગ્યાનું એને મારુ સ્ટેટ્સ જોયું હતું એના પરથી મને લાગયુ કે એને કદાચ લેટ નાઈટ સુધી જાગવાની આદત હશે. મને ઈચ્છા થતી હતી કે સવારમાં એને ગુડમોર્નિંગનો એક મેસેજ કરી દઉં પણ પછી મેં એ વાત ટાળી અને હું ફ્રેશ થવા માટે જવા લાગ્યો. ફ્રેશ થઈને હું મારા ટાઇમપર મારી ઓફિસે જવા માટે નીકળી પડ્યો. પાર્કિંગમાં પહોંચતાં મેં નજર ફેરવી પણ હજુ સુધી વંશિકા આવી નહોતી કારણકે હજુ એનું એક્ટિવા ત્યાં પાર્કિંગમાં હતું નહીં. હું મારું બાઇક પાર્ક કરીને ત્યાંજ ઉભો રહ્યો. થોડીવાર થઈ અને એક એક્ટિવા થોડું દૂરથી આવતું દેખાયું મને લાગ્યું કદાચ વંશિકાજ હશે પણ મારો અંદાજ ખોટો નીકળ્યો. એ એક્ટિવા શિખાનું હતું. શિખા મારી પાસે આવીને ઉભી રહી અને બોલી.
શિખા:- ગુડમોર્નિંગ સર કેમ અહીંયા ઉભા છો?
હું:- બસ એમજ હું હજી અત્યારે જ આવ્યો.
શિખા:- કોઈની રાહ જુઓ છો કે શું?
હું:- હા, બસ તારી જ રાહ જોતો હતો.
શિખા:- ઓહહ, તમે અને મારી રાહ જોતા હતા શુ વાત છે!!! પણ મને તો લાગી રહ્યું છે કે તમારી આંખો ખોટું બોલી રહી છે.
હું:- બહુ સારી રીતે ઓળખે છે તું મને?
શિખા:- હા, આફ્ટરોલ તમારી જુનિયર સાથે સાથે તમારી એક સારી ફ્રેન્ડ છું તો સવાલ જ નથીને હું તમને ઓળખતી ના હોય. હવે અહીંયા ઉભા-ઉભા રાહ જોશો કોઈની કે પછી ઓફીસ પણ આવશો?
હું:- ના ના, ચાલ બસ જઈએ આપણે ઓફીસ.
અમે બંને જવાની તૈયારીમાં જ હતા એટલામાં એક બીજું એક્ટિવા આવ્યું અને હું સ્યોર હતો કે આ વખતે એ એક્ટિવા વંશિકાનું જ હતું અને મારી ધારણ 100% સાચી નીકળી. વંશિકાએ મારી બાજુમાં જગ્યા હતી ત્યાંજ એક્ટિવા પાર્ક કર્યું. મને અને શિખાને ત્યાં ઉભા જોઈને એને થોડી ક્ષણો માટે વિચાર જરૂર આવ્યો હશે કે આ બને ત્યારે અહીંયા પાર્કિંગમાં શા માટે ઉભા છે. છતાં તેને એ વાત ઇગ્નોર કરી અને એ પ્રશ્ન ટાળીને મને અને શિખાને ગુડમોર્નિંગ કહ્યું. અમે બંનેએ પણ તેને સેમ વિશ કર્યું. અમેં ત્રણેય એકસાથે લિફ્ટ પાસે જવા માટે નીકળ્યા. જતા-જતા એણે એકવાર મને અને શિખાને થેન્ક યુ કહ્યું. શિખાએ જવાબમાં જણાવ્યું કે થેન્ક યુ કહેવાની જરૂર નથી. મેં તો ખાલી નંબરજ આપ્યો હતો કારણકે એ સોલ્યુશનનું કામ મારુ નહોતું એટલે. મેં પણ જણાવ્યું કે મને પણ થેન્ક યુ કહેવાની જરૂર નથી મેં મારા કામ પ્રત્યેની ફરજ બજાવી છે. મારુ આટલું બોલતાની સાથે શિખા મનો-મન હસવા લાગી અને એને પોતાના ફેસ પર ઉધરસ ખાઈને હાથ આડો મૂકી દીધો. હું સમજી ગયો કે શિખાનો તાંતપર્ય શુ હતો. ત્રીજો ફ્લોર આવ્યો અને વંશિકા અમને બંનેને ગુડ બાઈ કહીને પોતાની ઓફિસમાં જવા લિફ્ટની બહાર નીકળી. હવે શિખા થોડું વધુ પડતું હસવા લાગી મને સમજાતું નહોતું કે હું એની સાથે હસું કે પછી એના પર ગુસ્સે થાવ કારણકે એ મારી મજબૂરી પર મસ્તી કરીને હસી રહી હતી. એટલીવારમાં ચોથો ફ્લોર પણ આવી ગયો હતો અને મેં શીખાને કહ્યું; ”હવે હસી લીધું હોયતો આપણે ઓફીસ તરફ પ્રયાણ કરીએ?”
શિખાએ જવાબમાં હા પાડી અને અમે બંને ઓફીસ તરફ જવા લાગ્યા. હું મારી કેબિનમાં ગયો અને એ એના ડેસ્ક પર ગઈ અને અમે પોતપોતાના કામમાં જઈને લાગી પડ્યા પણ હકીકત એ હતીકે મેં જ્યારથી વંશિકાને જોઈ હતી ત્યારથી મારું કામમાં વધુ ધ્યાન નહોતું રહેતું. મારુ ધ્યાન વંશિકા પર વધુ કેન્દ્રિત થતું હતું. છતાં પણ મેં જેમ-તેમ કરીને મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યો અને મારુ જે કંઈપણ કામ હતુંએ બપોર સુધીમાં ફટાફટ પતાવી નાખ્યું. લંચના સમયે હું બિલકુલ ફ્રી થઈ ચૂક્યો હતો અને આજે મેં જોયું તો મારા બંને જુનિયર નીતિન અને શ્રેય પણ નહોતા આવ્યા અને આજે તું હું ટિફિન પણ નહોતો લાવ્યો. મારે બહાર જમવા જવાનું હતું હવે હું કન્ફ્યુઝ થયો હતો કે એકલા બહાર જઈને શુ કરવું કારણકે અત્યાર સુધી હમેશા જ્યારે પણ બહાર જમવા જતો ત્યારે છેલ્લે બીજું કોઈ ના હોય તો અવી અને વિકીતો મારી સાથે હાજર હોય જ હું ક્યારેય એકલો જમવા માટે નહોતો જતો. પણ આજે હું એકલોજ બચ્યો હતો હવે મને પહેલાતો વિચાર આવ્યો કે એકલા નથી જવું કારણકે કદાચ એકલો જોઈને વંશિકાને પણ એવું લાગે કે કદાચ રુદ્ર મારી પાછળ ફિલ્ડિંગ ભરે છે અને એના મનમાં કદાચ ઊંધા વિચાર આવી શકે જેના કારણે એના મનમાં મારા માટેની ખરાબ ઇમ્પ્રેશન ઉભી થઇ શકે. મને છેલ્લે વિચાર આવ્યો કે કોઈ નહીતો આજે હું શિખાને બહાર લઈ જઈશ. હું મારી કેબિનમાંથી નીકળીને શિખા પાસે ગયો. તે ત્યાં પોતાની કલિગ્સ સાથે બેઠી હતી અને પોતાનું ટિફિન લઈને બેઠી હતી. મેં તરત ત્યાં જઈને પૂછી લીધું.
હું:- ટિફિન લઈને આવી છે તું?
શિખા:- હા સર, હું તો રોજ ટિફિન લઈને જ આવું છું ને.
હું:- હા મને ખ્યાલ છે પણ આજે તું ટિફિન મૂકી દે. આજે બહાર જમવા આવવાનું છે તારે.
શિખા:- કેમ આજે બહાર અને તો આ ટીફીનનું શુ કરવાનું?
હું:- એ બધું તું છોડ અને ચાલ આપણે બહાર જવાનું છે .
શિખા:- પણ સર…
હું:- પણ બણ કાંઈ નહિ ચાલે તું ફટાફટ ટિફિન મૂકી દે અને ચાલ.
શિખા:- ઠીક છે.
એને ફટાફટ એનું ટિફિન મૂકી દીધું અને અમે બંને ઓફિસની બહાર નીકળ્યા. અમે બંને ચાલતા-ચાલતા સીડીઓ ઉતરતા હતા. મને વિશ્વાસ હતો કે આજે વંશિકા એકવાર એની ફ્રેન્ડ્સ જોડે બહાર આવશે. અમે હોટેલમાં જઈને બેઠા. શિખાએ મને ગઈ કાલ વળી વાત વિશે પૂછયું. મેં શિખાને ગઈકાલે શુ થયું એ બધી વાત કરી અને હવે આગળ શું કરવું એના માટે હેલ્પ માગી. શિખા એક સમજુ છોકરી હતી અને મારા બીહેવીયર વિશે સારી રીતે જાણતી હતું. એને મને આગળ શું કરવું એ બધું સમજાવ્યું. ત્યાં સુધીમાં અમારું જમવાનું પણ આવી ગયું હતું અને અમે શરૂ પણ કરી દીધું હતું. જમીને અમે બહાર નીકળ્યા આને મારી ધારણ સાચી હતી. વંશિકા એની ફ્રેન્ડ્સ જોડે ઓફિસની બહાર રાઉન્ડ મારવા માટે આવી હતી. હું એટલું તો સમજી ગયો હતો કે એ એની બેગમાં ટિફિન લઈને આવતી હતી એટલે બહાર જમવા નહોતી આવતી. હું અને શિખા વંશિકા અને એની ફ્રેન્ડને મળ્યા. અમને બંનેને જોઈને વંશિકા બોલી.
વંશિકા :- તમારા સિનિયર-જુનિયર વચ્ચે સારૂ બનતું લાગે છે.
શિખા:- હા, રુદ્ર સર ક્યારેય અમારી વચ્ચે પોસ્ટનો ભેદભાવ રાખતા જ નથી. અમે સિનિયર-જુનિયર પછી પહેલાતો એક સારા ફ્રેન્ડ્સ છીએ.
વંશિકા :- ખૂબ સરસ. સો જમવા આવ્યા હતા કે શું?
શિખા:- હા આજે હું ટિફિન ભૂલી ગઈ હતી અને રુદ્ર પાસે પણ નહોતું સો અમે બહાર જમવાનું વિચાર્યું.
વંશિકા :- ખૂબ સરસ. સારું ચાલો મળીયે પછી અમારોસમય થઇ ગયો.
શિખા અને હું:- ઓકે બાય.
શિખા જે બોલી એ સાંભળીને મને થોડીવાર તો હસવું આવી ગયું. મને હસતો જોઈને શિખા બોલી કે તમારા માટે થઈને અમારે પણ ખોટું બોલવું પડે છે અને સાથે સાથે એ પણ હસવા લાગી. અમે બંને ઓફીસ તરફ જવા લાગ્યા અને ઓફિસમાં જઈને પોતાના કામમાં લાગી ગયા.

To be Continued...