ભૂતકાળ ની છાપ - ૫ Paras Badhiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂતકાળ ની છાપ - ૫

અમે ઘણા ડોક્ટરો, હકીમો અને વૈદ્ય ને બતાવી જોયું પણ એનો કોઈ ફાયદો થયો નહીં. એક રાત્રે હું અને તારી માં રૂમમાં બેઠા હતા. ત્યારે તારી માંએ મને માયા ની ચિંતા કરતા કહ્યું કે,"તમને ખબર છે, આપડી દીકરી એક ચોક્કસ સમય માં રડવાનું ચાલુ કરે છે, હું ઘણા સમયથી જોવ છુ, એ રાતનાં અગિયાર વાગ્યે ચાલુ કરીને છેક સવાર ના પાંચ વાગ્યા સુધી રડ્યા કરે છે."

તારી માંની આ વાત પર ખૂબ વિચાર કર્યો. પણ કઈ ઉપાય મળ્યો નહીં. અંતમાં તારી માં એ ભૈરવનાથ બાબા ના આશ્રમે જવાના નું સુજવ્યું. ભૈરવનાથ બાબા તો વર્ષો પહેલા આ દુનિયા છોડીને જતા રહ્યા હતા, એના શિષ્યો આ આશ્રમ ચલાવતા હતા.

માયા ને લઈને અમે ત્યાં આશ્રમે ગયા. આશ્રમ ના મુખ્ય ગુરુજી ની પાસે જઈને અમે બધી વાત કરી. આના પહેલા પણ અમે ઘણા આશ્રમમાં માયાને લઈને ગયા હતા. બધાનો એક જ જવાબ હતો કુંડળીમાં કોઈ દોષ નથી. સમય ના બગડે એટલે આ વખતે હું કુંડળી સાથેજ લઈને ગયો હતો.

જેવી મેં ગુરુજીને કુંડળી બતાવી એ પોતાના સ્થાન પરથી ઉભા થઈ ગયા અને બોલ્યા વગર એક પટારા માં પહેલેથી બનાવેલી કુંડળી કાઢી. કલાકો સુધી બને કુંડળીને સરખાવતા રહ્યા. થોડીવાર બાદ એમને માયા ના જન્મની તારીખ સમય અને તિથિ પૂછી અને નવીજ કુંડળી બનાવવા લાગ્યા. નવી કુંડળી ને પણ એજ રીતે સરખાવવા લાગ્યા..

અંતમાં એમને કહ્યું," આ કુંડળી મારે ગુરુજી ને બતાવી જોઈશે, આપ જળ પાન ગ્રહણ કરો અને આરામ કરો."
બહારથી એક સેવક ને અમારૂ ધ્યાન રાખવાનું કહીને અમને સેવક સાથે જવાનું કહ્યું.

રાત થવા આવી અને આશ્રમમાં રાતનું ભોજન નું ટાણું થયું પેલો સેવક અમને આવીને કહી ગયો કે આપ ભોજન કરીને ગુરુજીને મળજો. રાતનાં દસ વાગ્યા હતા, એજ સમયે ગુરુજી પાસે ના કક્ષમાં અમે પહોંચ્યા. ગુરુજી સમાધી અવસ્થામાં હતા, આવી જ અવસ્થામાં સમય અગિયાર વાગ્યા જેવો થયો અને માયા એ રડવાનું ચાલુ કર્યું..

માયા નો રડવાનો અવાજ સાંભળીને ગુરુજી સમાધિ માંથી બહાર આવ્યા. અને એક મંત બોલી ને દોરો આપ્યો જે માયા ના હાથમાં બાંધવાનું કહ્યું.જેવો દોરો હાથમાં બાંધ્યો માયાએ રડવાનું બંધ કરી દીધું. મને તો વિશ્વાસ નહોતો આવતો કે આવી રીતે માયા નું રડવાનું બંધ થશે. અમેં ગુરુજી નો આભાર માન્યો.

ગુરુજી એ અમને જતા સમયે એક વાત કહી હતી જે મુજબ અમાસ ની દરેક રાત્રી માયા એ આશ્રમ માં વિતાવવાની રહેશે. આ નિયમ છ વર્ષ સુધી ચાલ્યો. જ્યાં સુધી ભૈરવનાથ બાબા સાથે મુલાકાત થઈ નહીં ત્યાં સુધી.

એ અમાસ ની રાત્રીએ માયા ને લઈને હું આશ્રમ તરફ જતા હતા. અને અચાનક ખૂબ વરસાદ ચાલુ થઈ ગયો. રાત્રી ના સમયે એના હાથનો દોરો તૂટી ગયો અને અમને ભૈરવનાથ બાબા મળ્યા. અને ત્યારથી અત્યાર સુધી એ આ સાધુ પાસે જ રહે છે..

રામભાઈ પોતાની વાત પૂરી કરી,ત્યાં તો એની બાજુમાં બેઠેલી જ્યોતિ રડવા લાગી. રામભાઈ એને શાંત કરી. કેતુને પાણી લઈ ને આવવાનું કહ્યું. કેતુ પાણી લેવા નીચે આવે છે. જોઈતો રામ ના જુના મિત્ર મનોજ દરવાજા પાસે ઉભા હતા. કેતુ બહેને એને આવકાર આપીને અંદર આવવા કહ્યું. કેતુ એ રામને પણ નીચે બોલાવ્યા.

મનોજ એટલે રામનો બાળપણ નો મિત્ર, કહો કે સુખ-દુઃખનો સાથી બધું એક જ. મનોજ ને પોતના ઘરે આવેલ જોઈને રામ ખુશ થયો અને મનોજ ને ભેટીને રડવા લાગ્યો. ખરેખર આજે ઘણા સમય પછી મળ્યા એમ કહેતો રામ, મનોજ ને સોફામાં બેસવાનો ઈશારો કર્યો.

કલાક જેવી વાતચીત પછી મનોજ પોતાના ઘરે જવા નિકળ્યો. જતાજતા રામ ને કહેતો ગયો,"કામ છે, રાતનાં સમયે અવાજે." રામે પણ હા કહી અને મનોજ ને વિદાય આપી.

જેવો મનોજ બહાર ગયો, તેજ સમયે જ્યોતિ પોતાના રૂમ માંથી બહાર આવી અને રામભાઈ પાસે સોફા માં બેઠી. રામભાઈ ને કહે,"પાપા, એ રાતે એવુ તો શુ થયું હતું ? કે તમેં માયાને પેલા સાધુને સોંપી દીધી."

રામભાઈ જ્યોતિના માથા પર હાથ મૂકીને કહ્યું,"બેટા, હંમેશા બધી વાત જાણવી જરૂરી નથી. અમુક વાતોને ના જાણો એમાજ સમજદારી જોય છે."

જ્યોતિને રામભાઈની આ વાત ના ગમી અને એ ઉપર પોતાના રૂમ માં જતી રહી. પણ થોડીજ વાર માં કઈક યાદ આવતા એ ફરી નીચે આવી. અને રામભાઈ ની બાજુમાં બેસી ગઈ..

"પાપા, તમેં મને કહેશો એ રાતે શું થયુ હતું?"

"બેટા એ વાત તારે જાણવા ની જરૂર નથી."

"તો હું મારી રીતે જાણી લઈશ" ,એમ કહેતી જ્યોતિ, રામભાઈ ના રૂમ માં ગઈ.રૂમ માંથી એક બુક લઈને આવી.

રામભાઈ પોતાના જીવન ની ઘણી વાત બીજા ને ના કરી હોય એ બધું આ બુક માં લખતા.જ્યોતિ બુક લઈને આવી ને ખૂબ ખુશ થઈ.પણ એની ખુશી થોડો સમય માટે જ રહી. બુક ખોલતા જ એ ચોકી ઉઠી..


ક્રમશઃ

લી. પારસ બઢિયા.

મો.૯7૨3૮૮૪7૬3.