maaru swapn, bijani aankhe books and stories free download online pdf in Gujarati

મારું સ્વપ્ન, બીજાની આંખે..

##@સ્ત્રી વિષયક

##મારું સ્વપ્ન, બીજાની આંખે..

થોડા સમય પહેલા ક્યાંય વાંચેલી અને વિદેશ માં ચર્ચિત એક એવી એક ઘટના આપની સમક્ષ શેર કરું છું..જેને વાંચ્યા પછી કદાચ સ્ત્રી પ્રત્યેના આપણા દ્રષ્ટિકોણ માં કંઇક બદલાવ આવે એવી એ ઘટના મુજબ ..

વીસ વર્ષ ના એક સફળ દામ્પત્ય જીવન બાદ એક પતિ મહાશય એ એની પત્ની પર બદચલન હોવાનો આક્ષેપ કરતા છૂટા છેડા માટે કોર્ટ માં અરજી કરી..

સાથે પત્ની નાં કોઈ એક પુરુષ સાથેના કોલ રેકોડિંગ અને ચેટ ને લગતી માહિતી પણ , પૂરાવા ના ભાગ રૂપે કોર્ટ માં રજૂ કરી...

પૂરાવા ને આધારિત તો કોર્ટ દ્વારા છૂટા છેડા સરળતા થી મળી જાય એમ હતા..

જો કે અહી નવાઇ ની વાત એવી છે કે, આવા મુક્ત વિચારસરણી વાળા દેશ માં વીસ વર્ષ નું સહજીવન કોઈ આશ્ચર્ય કે અજાયબી થી ઓછું તો નહોતું જ.

છતાંય..

તમને જાણી ને નવાઇ લાગશે કે આ કેસ ની સમગ્ર કાર્યવાહી અને પૂરવા ના અભ્યાસ ને અંતે કોર્ટે તારણ માં પત્ની ને કસૂરવાર
ઠેરવવા ને બદલે પતિ ને સૂચન આપતો એક માનવિય મૂલ્યો ની તરફદારી કરતો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.

સાથે આશ્ચર્ય ની વાત એ હતી કે,પત્ની ને બદચલન ગણવાને બદલે કોર્ટે કંઇક અંશે પતિ ને આ માટે ગુનેગાર માન્યો હતો..

છે ને આશ્ચર્ય ની વાત.. !!

કોર્ટે એવું અવલોક્યું કે,

પતિ એ વીસ વર્ષ સાથે રહ્યા બાદ અને પત્ની ને ચાળીસી વટાવી લીધા પછી એના એના મોનોપોસ જેવા શારીરિક સંજોગો નાં કપરા ગાળા દરમિયાન પત્ની ને સહાનુભૂતિ આપવાને બદલે પોતે પતિ તરીકે પોતાના વર્તન દ્વારા એની ઉપેક્ષા કરી,
અને જેના પરિણામ સ્વરૂપ એની પત્ની કોઈ એના પુરુષ મિત્ર તરફ સાહજિક રીતે ખેંચાઈ ને પોતાના દરેક દુખ અને લાગણીઓ ને એની સાથે કોલ કે ચેટ સ્વરૂપે એ ના પુરુષ મિત્ર ને શેર કરતી રહી...

કેટલાક
માનસિક રોગો ના એક્સપર્ટ નાં અભીપ્રયો નો પણ આધાર લઈને, તથા કોર્ટ દ્વારા પતિ એ રજૂ કરેલા પત્ની નાં મોટા ભાગ ના કોલ રેકોર્ડિંગ અને ચેટ હિસ્ટ્રી ની પણ ખાસ નોંધ લઈ ને કોર્ટે અવલોક્યું કે, પતિની ધ્યાન બહાર એ અજાણી વ્યક્તિ સાથે ની વાત થી એની પત્ની ઘણી હળવાશ અનુભવાતી હતી
અને એ જ કારણ એના માનસિક તણાવ ને ઓછો પણ કરતું હતું..

અન્યથા પત્ની માનસિક રોગ નો શિકાર બનવાની પૂરી શક્યતા ધરાવતી હતી.

કોર્ટે આ છૂટા છૂડા ની અરજી ને નકારી કાઢતા પતિ ને હુકમ કર્યો અને એણે એની પત્ની ને કોઈ સારા મનોચિત્સક નાં અવલોકન હેઠળ સારવાર કરાવવાનો આદેશ પણ કર્યો...

ત્યારે પ્રશ્ન એ થાય કે કોર્ટે આ પ્રકાર નો આદેશ શા માટે આપ્યો.હશે!!!

પતિ એ પત્ની ની વિરુદ્ધ માં આપેલા એ તમામ પુરાવાઓ પત્ની ને બદચલન સાબિત કરવા માટે પૂરતા હોવા છતાં પણ એ પુરાવાઓ પ્રત્યે કોર્ટે આંખ આડા કાન કેમ કર્યા હશે !!

શું કોર્ટ નો ચુકાદો.ખોટો હશે..!!

આ તમામ પ્રશ્નો એક પુરુષ તરીકે દરેક ના મન માં ઘુમરાય એ સ્વાભાવિક છે..

ખેર, એ જે કંઈ.હોય તે,પરંતુ કોર્ટ ના આ માનવીય અભિગમવાળા ચુકાદા ને ઘણા લોકો એ સહર્ષ સ્વીકાર્યો હતો સાથે સાથે છૂટા છેડા ના આ સામાન્ય કેસ માં ફક્ત અનૈતિકતા પુરાવા ના મુદ્દા ને ધ્યાન લીધા સિવાય એક માનવીય સંવેદના નાં અભિગમ થી અને દ્રષ્ટિકોણ.થી જોવા બદલ ચુકાદો આપનારા જજ ની પણ એટલી જ પ્રશંસા થઈ..

કારણ કે અત્યાર નાં મોડર્ન યુગ માં પણ મોટે ભાગે
કોઈ સ્ત્રી ના પતિ સિવાય ના અન્ય પુરુષ સાથેના સબંધો.હંમેશા ચર્ચાસ્પદ રહેતા હોય છે.

આપણે .ક્યારેય એવું નથી વિચારી શકતા કે મોટે ભાગે ચાલીસી વટાવ્યા પછી પરિપક્વ થયેલી અને જીવન નાં તમામ સુખ પામેલી સ્ત્રી કોઈ અન્ય.પુરુષ તરફ શા માટે આકર્ષાય છે..!!!

અથવા તો એના કહેવાતા પ્રેમ માં પડી ને એની સાથે સમય શું કામ વિતાવવા માગતી હોય છે...??

સ્ત્રી, પોતાના પતિ સિવાય ની કોઈ અન્ય વ્યક્તિ (પછી એ સ્ત્રી પણ હોઈ શકે) સાથે પોતાના જીવન માં બનેલ દરેક ઘટનાઓ ને( સુખ હોય કે દુખ) ને શા માટે વહેંચવા માંગે છે...???

એ વાત સાચી છે કે, સ્ત્રી નું એ અન્ય પાત્ર મોટેભાગે વિજાતીય જ હોય છે,છતાં પણ એ પોતાના ગૃહસ્થ જીવન ના ભોગે આવું મોટું જોખમ શા માટે ખેડતી હોય છે..!!

હકીકત તો. એ છે.કે
નાના થી મોટી થાય છે ને ત્યાં સુધી દરેક સ્ત્રી પોતાની ઈચ્છાઓ ને થોડે ઘણે અંશે મારતી આવી છે...

અલગ અલગ સ્ત્રી માં આ પ્રમાણ અલગ અલગ હોઈ શકે..પરંતુ આપણી સમાજ વ્યવસ્થા નો આ પણ એક ભાગ છે. એ વાત અહી સ્વીકારવી પડે.

મારી આખી વાત માં કદાચ કોઈ અપવાદ હોય શકે. પણ.

આજે મારે એ અપવાદ ને છોડી ને મહત્તમ પર ભાર મૂકવો છે .

મારો કહેવાનો ભાવાર્થ એટલો છે ઢળતી ઉમર માં પ્રેમ માં પડતી સ્ત્રી કોઈ વ્યક્તિ ના નહિ.પરંતુ ખરેખર તો પોતાની અધૂરી ઈચ્છાઓ ના પ્રેમમાં પડે છે..

એવું જરાય માની લેવાની જરૂર નથી કે એ ઈચ્છાઓ શારીરિક આકર્ષણ માટે ની જ હોય.કારણકે ઢળતી વયે એમાં પણ સંયમ આવી જતો હોય છે.

અને જો પોતાની ઈચ્છાઓ ના પ્રેમ માં પડવું એ કોઈ ગુનો ન હોય તો પછી એને પાપ કઈ રીતે કહી શકાય..

સાહેબ , હકીકત તો એ છે કે
કેટલાય વરસો થી બંધ કમરામાં માં કેદ રહેલા પોતાના અસ્તિત્વ ને એણે આઝાદી નું આકાશ દેખાડવું છે..

પોતાની અંદર સમાયેલી એ લાગણીઓ ને એને કોઈ ની સમક્ષ વહેવા દેવી છે..

એનો અર્થ એ નથી કે એ સ્ત્રી નું ચારિત્ર્ય ખરાબ છે...

અને એવું પણ માની ન લેવાય કે સ્ત્રી પોતાના જાતીય આવેગો માટે જ આ બધું કરતી હશે..

હા કદાચ મર્યાદાઓ ને કારણે એની દુનિયાદારી ની સમજ ઓછી હોઈ શકે..

સાહેબ, સ્ત્રી ની,કમનસીબી તો એ હોય છે કે એને પોતાની રીતે જીવવા માટે ઘણી વાર પોતાની જાત ને જ આગળ ધરી દેવી પડતી હોય છે.હોમી દેવી પડતી હોય છે..

એ વાત માં જરાય અતિશયોક્તિ નથી લાગતી.

અને જો આપણું શાસ્ત્ર પણ જો એમ કહેતું હોય કે,
સ્ત્રી ને સમજવી એ ભગવાન ના હાથ ની પણ વાત નથી તો પછી...

રેસ્ટોરન્ટ માં બેસી ને પોતાના પુરુષ મિત્ર સાથે કોફી પી રહેલી સ્ત્રી પોતાના આવેગો ને આધીન થઈને જ ત્યાં ગઈ હશે એવી છીછરી ધારણાઓ શા માટે બાંધી લેવી જોઈએ.

હકીકત તો. એ છે કે સ્ત્રી ને પોતાનું હૈયું ઠાલવવા માટે કોઈનીજરૂર હોય છે...

કોઈ એક એવી વ્યક્તિ કે જે એને એ ઉંમરે સમજી શકે...

કારણ કે આખી જિંદગી પોતાના પરિવાર નો વિચાર કરનાર સ્ત્રી એ ઉંમરે કોઈ એને સમજી શકે એવા પાત્ર ની શોધ માં હોય છે...

અને એ, પાત્ર જો એનો પતિ પણ હશે તો પણ એ, તૈયાર છે.

અહી એક શેર યાદ આવે છે કે,

उम्र की दहलीज पर जब,
शाम की आहट सुनाई देती है,

तब, ख्वाहिशें ठहर जाती है,
और सुकून की तलाश होती है

બસ આવું જ કઈક બને છે સ્ત્રી ના જીવન માં,

અને જ્યારે સ્ત્રી આ ઉંમરે પહોચી હોય ત્યારે સ્વાભાવિક છે એનો પતિ પણ જવાબદારી ના બોજ હેઠળ એટલો જ દબાયેલી હોવાથી કદાચ એને પણ આ વાત સમજવી અઘરી થઈ પડે છે..

અને એટલે જ કદાચ,
સ્ત્રી અન્ય પુરુષ માં,
ફક્ત પોતાનો મિત્ર શોધે છે , પતિ નહિ....

જોકે પતિ ઈચ્છે તો આ બાબત ને નિવારી શકે છે..

જોકે આ પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થા માં પણ મોટે ભાગે સ્ત્રી ને છેતરવાનો જ વારો જ આવ છે.. એ પણ એક નગ્ન સત્ય જ છે... અને
આ બધું જાણતી હોવા છતાં સ્ત્રી જોખમ ઉઠાવે છે...

કદાચ પોતાના અધૂરા રહી ગયેલા સ્વપ્નાઓ ને જોવા માટે...કોઈ બીજાની આંખો ઉછીની લેવાનું જોખમ.....
નરેશ ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED